gujarat congress

રાજ્યમાં ખેડૂતો અને યુવાનો બેહાલ, મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસેઃ રાજીવ સાતવ

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે(Rajiv Satav) રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારને (BJP Government) આડે હાથ લીધી હતી. તેમણે કહેયું કે, પાંચ વર્ષમાં દેશમાં ખેડૂતો(Farmer) કે યુવાનો(Youth) માટે કામ નથી થયું. રાજ્યમાં ગુજરાતમાં સરકારે પાક વીમા મળવાની જાહેરાત કરી હતી પણ ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. આજે સરકારી ભરતીઓમાં કૌભાંડથી યુવાનો પરેશાન છે.

Nov 30, 2019, 11:35 PM IST

કોંગ્રેસના શાસકોને નબળા ચિતરતા પુસ્તકને પરત ખેંચવા ગુજરાત કોંગ્રેસની માગ

ગુજરાત કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના કોંગ્રેસના શાસનમાં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે સંશોધન અને સસ્તા પુસ્તક અપાવવાનો હતો. જોકે આજે ભાજપના શાસકો દ્વારા બોર્ડનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. 

Nov 22, 2019, 07:00 PM IST
Gujarat Congress Local elections PT3M37S

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસે કમર કસી, જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસે કમર કસી, જુઓ વીડિયો

Nov 19, 2019, 11:45 PM IST
Meeting At Gujarat Congress Office To Prepare For Rally In Delhi PT1M55S

ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ

દિલ્હીમાં રેલીની તૈયારીઓને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના હોદેદારો અને ધારાસભ્યો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

Nov 19, 2019, 03:50 PM IST
Gujarat Congress Will Janvedana Convention Against Central Government PT59S

કેન્દ્ર સરકાર સામે ગુજરાત કોંગ્રેસ કરશે જનવેદના સંમેલન

જામનગરમાં કોંગ્રેસ દ્વારા જનવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને પ્રવિણ મુછળીયા ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જન વિરોધી નીતિ સામે કોંગ્રેસનો વિરોધ નોંધાવી રહી છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુની ઓફિસને ઘેરાવ કરાશે. જેને લઇને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Nov 13, 2019, 12:10 PM IST

ગુજરાત કોંગ્રેસ હવે સંગઠનની રચના હાથ ધરશે, કામ કરતા કાર્યક્રર્તાને મળી શકે છે સ્થાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 અને લોકસભા ચૂંટણી 2019મા ધાર્યા પરિણામ ન મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનો ભંગ કરી દેવામાં આવ્યો હતો. હવે પાર્ટી આગામી સમયમાં નવા સંગઠનની રચના કરવા જઈ રહી છે. 

Nov 12, 2019, 07:17 PM IST
Big change in the structure of Gujarat Congress PT4M38S

ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટો ફેરફાર, જુઓ વીડિયો

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેર થનારા 6 વિધાનસભાની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચાવડાએ કહ્યુ કે પ્રજા સરકારની નિષ્ફળતાનો જવાબ મત સ્વરૂપે આપશે. બાયડ અને રાધનપુર બેઠક અંગે ચાવડાએ ઉમેર્યુ કે બંને બેઠકો પર કાંગ્રેસના કાર્યકરોએ ધારસભ્ય ચુંટ્યા હતાં. જો કે હવે પ્રજા સાથે દ્રોહ થયો છે તેના જવાબ આજે પરિણામમાં મળશે. પ્રજા બધુ જ જુએ છે અને સમજે છે પરંતુ હવે પ્રજા સમજદાર થઇ ચુકી છે તેઓ હવે બોલીને નહી પરંતુ બેલેટથી જવાબ આપે છે.

Oct 23, 2019, 11:20 PM IST

ગુજરાત કોંગ્રેસનું માળખુ વિખેરાયુ: જુથવાદ અને અસંતોષનું ભુત ફરી ધુણશે?

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેર થનારા 6 વિધાનસભાની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Oct 23, 2019, 08:50 PM IST

રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી: જીતુ વાઘાણી

20 ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીના મામલે હાલમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર ફૂલ જોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સતલાસણામાં જિલ્લા પંચાયત બેઠકના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી કહી હતી. જ્યારે આ મામલે લુણાવાડાના કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાવા મામલે પુરાવા આપતા રાજકારણ ગરમાયુ હતું.
 

Oct 14, 2019, 12:03 AM IST

Gujarat Congress Report Card: ચાર વર્ષમાં કોંગ્રેસના પાયા ડગમગ્યા, જીતેલા ગઢ પણ હાથમાંથી ગુમાવી રહ્યું છે

આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વર્ષ 2015માં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. 31 જિલ્લા પંચાયત (Jilla Panchayat) અને 230 તાલુકા પંચાયત (Taluka Panchayat) ના ઈલેક્શનમાં કોંગ્રેસે મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયત પોતાને કબજે કરી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 21 પર કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ થયું હતું. પરંતુ છેલ્લા ચાર વર્ષોથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો કોંગ્રેસે 11 જિલ્લા પંચાયતને પોતાના હાથમાંથી ગુમાવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad), ભાવનગર, વડોદરા (Vadodara), છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ, ડાંગ અને દ્વારકા સામેલ છે.

Oct 4, 2019, 03:16 PM IST

ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 

Oct 3, 2019, 09:02 AM IST

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.

Sep 27, 2019, 03:27 PM IST

વિધાનસભા પેટાચૂંટણીની 7 બેઠકો માટે કોંગ્રેસે માઈક્રો પ્લાનિંગ શરૂ કર્યું

લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવ્યા બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે પ્રયાસો શરૂ કર્યાં છે. કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણી તથા કાર્યકર્તાઓ અને આગેાવનો સાથે બેઠક યોજાઈ હતી. પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. જેમાં તમામ સાત બેઠકો માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેવુ કોંગ્રેસનું કહેવું છે. 

Sep 7, 2019, 03:47 PM IST

ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરશે

ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરશે. આવતીકાલથી રાજીવ ગાંધી 75મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવશે જે નિમિત્તે આવતીકાલે રાજીવ ગાંધીનો પર્યાવરણનો સંદેશો લઇ જિલ્લા અને તાલુકા મથકે વૃક્ષારોપણ કરશે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા રાજીવ ગાંધીના વિચાર અને પ્રજા ઉપયોગી નિર્ણયને લોકો સુધી લઈ જવાશે. 
 

Aug 19, 2019, 08:05 PM IST

ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે કોંગ્રેસ સીનિયર નેતાઓના ભરોસે

ગુજરાતમાં યોજનારી સાત વિધાનસભાની પેટા ચુંટણીઓ માટે કોગ્રેસે નેતાઓની જવાબદારી નક્કી કરી લોકસભાની ચુંટણી પહેલાં સાત પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે હતી. આ બેઠકો સાચવવા અને બાકીની ચાર બેઠકો પૈકીની મહત્તમ બેઠકો આંચકી લેવા સિનિયર નેતાઓને જવાબદારી સોપાવામાં આવી છે. 
 

Aug 17, 2019, 07:24 PM IST

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ છે’

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે, ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને જન્મદિવસની શુભકામના આપવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે ગુજરાત કોંગ્રેસમાં નેતાગીરીની નિષ્ફળતાની વાત કરી હતી. 

Jul 30, 2019, 11:45 AM IST
Amit Chavda And Paresh Dhanani To Remain A Part Of Gujarat Congress PT3M3S

કેમ આગામી 15 દિવસમાં વિખેરાશે ગુજરાત કોંગ્રેસનું માળખું, જુઓ વિગત

ZEE 24 કલાક પર રાજનીતિના આજના સૌથી મોટા સમાચાર, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને નહીં હટાવાય. લોકસભામાં પરાજય બાદ પણ બંને રહેશે પદ પર યથાવત. અન્ય હોદ્દેદારો પર હાઈકમાન્ડની પડશે ગાજ. 200થી વધુ હોદ્દેદારોને કરાશે ઘર ભેગા.

Jul 21, 2019, 01:30 PM IST

પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ અમદાવાદમાં કોંગ્રેસના ધરણા, રાજીવ સાતવ-અમિત ચાવડાની અટકાયત

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડરાને પીડિત પરિવારોને મળવાથી રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણાં રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી.

Jul 20, 2019, 12:08 PM IST

MLAને આબુ લઈ જવાના કોંગ્રેસના નિર્ણય બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કર્યો મોટો ધડાકો

ગુજરાત રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણ કરાયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાંજે આબુ લઈ જવાની છે. ત્યારે કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આબુ નહિ જાય તેવું જાણવા મળ્યુ છે. પરંતુ આ પહેલા જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મોટો ધડાકો કર્યો છે. 

Jul 3, 2019, 01:17 PM IST

રાજ્યસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસની કવાયત, ધારાસભ્યોને આજે આબુ લઈ જશે

પાંચ જુલાઈના રોજ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થશે તેવા ડર વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, જેના બાદ ભારે ચર્ચા જાગી હતી.

Jul 3, 2019, 12:03 PM IST