gujarat congress

આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે, જુઓ શુ છે મતદાનનો આંકડો

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ છે. ગુજરાતમાં 26 બેઠકો પર 63.67 ટકા મતદાન થયું છે. હવે 23 મેના રોજ પરિણામ આવશે. ભાજપે ગત વખતની જેમ આ વખતે ય 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે. પણ આ વખતે ભાજપ માટે ખરાખરીનો મુકાબલો છે. કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે. આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપનું સ્પીડબ્રેકર બનશે. આમ, જોવા જઈએ તો કહી શકાય કે, આ સીટો પર જ અસલી ઈલેક્શન લડાયું છે. જ્યાં ખરી હાર-જીત થશે 23મીએ. 

Apr 24, 2019, 01:50 PM IST

2019ની ચૂંટણીમાં 'નિર્ણાયક' કહેવાતી બેઠકો પર કેટલું થયું મતદાન? જુઓ રસપ્રદ આંકડા

ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્વની જ નહિ, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે લોકસભાની 2019ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હતું. કારણ કે, પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયુ હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 26 માંથી 10 લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે. જો કે તેમાંથી શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જુનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે. ત્યારે પાટીદારોના પ્રભુત્વવાળી બેઠકો પર આ વર્ષે કેટલુ મતદાન થયું તેના પર એક નજર કરીએ.

Apr 24, 2019, 11:15 AM IST

ચૂંટણી મેદાનમાં આમને-સામને રહેલા ધાનાણી અને કાછડીયાએ મતદાન બાદ આવી રીતે ઉતાર્યો થાક

ચૂંટણીમાં સામસામે ઉભા રહેલા ઉમેદવાર એકસાથે માંડ જોવા મળતા હોય છે, ત્યારે અમરેલી બેઠક પરના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મતદાન બાદ હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા. 

Apr 24, 2019, 09:29 AM IST

આંગળીએ ટપકુ કરીને બહાર નીકળ્યા અને જીવ ગયો...

ગુજરાતમાં ગઈકાલે 26 બેઠકો પર 63.67 ટકા મતદાન નોંધાયું. 2014ની ચૂંટણી કરતા સહેજ વધારે કહી શકાય તેટલું 2019ની ચૂંટણીમાં મતદાન થયું. જોકે, મતદાતાઓની નિરાશા આ વખતે પણ સામે આવી હતી, તો બીજી તરફ ગરમીને કારણે પણ અનેક મતદારો ઘરમાં પૂરાઈ રહ્યા હતા, અને વોટ આપવાનું ટાળ્યું હતું. ગઈકાલે બપોરે કાળઝાળ ગરમીમાં મતદાન ઓછું થયું હતું. બપોર સુધીના વોટિંગના આંકડા ઓછા હતા. જ્યાં એક તરફ ગરમીને કારણે લોકો ઘરમાંથી બહાર ન નીકળ્યા, ત્યાં બીજી તરફ કેટલાક વોટર્સ એવા છે જેમણે પોતાનો કિંમતી વોટ આપ્યા બાદ જીવ ગુમાવ્યો હતો. મહેસાણા અને ભરૂચમાં બે વ્યક્તિઓ વોટિંગ કરીને મતદાન બૂથ બહાર નીકળ્યા હતા, અને તેમનો જીવ ગયો હતો. જોકે, બંને શખ્સોએ છેલ્લા શ્વાસ સુધી મતદાનની ફરજ પૂરી કરી હતી.

Apr 24, 2019, 08:48 AM IST

ગુજરાત ઈલેક્શન બાદ હાર્દિકે પકડી યુપીની વાટ, આજે રાહુલ-સોનિયાના ગઢમાં પ્રચાર કરશે

2019ની લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ગુજરાતમાં સ્ટાર પ્રચારક બન્યો હતો. બેક કુ બેક સભાઓ કરીને તેણે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં ગઈકાલે મતદાન પૂરુ થતા હાર્દિકે હવે ઉત્તર પ્રદેશની વાટ પકડી છે. 

Apr 24, 2019, 08:10 AM IST

વોટિંગ બાદ હાર્દિકે ફેંક્યુ પીએમ મોદી પણ શાબ્દિક બાણ, ચોકીદાર શોધવો હશે તો નેપાળ જતો રહીશ

લોકસભાના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 26 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. આજે પીએમ મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું છે. ત્યારે મતદાન સમેય કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ચોકીદાર શબ્દને લઈને શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મને ચોકીદાર નહિ, પણ વડાપ્રધાન જોઈએ છે.

Apr 23, 2019, 01:08 PM IST

Photos : વોટિંગ કરવામાં ક્યાંક ઉત્સાહ, તો વોટિંગના આંકડામાં દેખાઈ નિરાશા

ગુજરાતભરમાં હાલ 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાતાઓની લાઈન મતદાન બૂથ પર જોવા મળી રહી છે, પણ ક્યાંક ગુજરાતના મતદાતાઓમાં ભારેભાર નિરાશા પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં 11 વાગ્યા સુધીનો જે આંકડો સામે આવ્યો છે, તે નિરાશાજનક છે, તો સામે રાજકીય પાર્ટીઓ માટે ચિંતાજનક છે. બપોર બાદ ક્યાંક આ આંકડો વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 11 કલાક સુધીમાં માત્ર 18.05 ટકા જ મતદાન થયું છે.

Apr 23, 2019, 12:16 PM IST

ગુજરાતના આ ગામોમાં હજી સુધી એક પણ વોટ ન પડ્યો

ગુજરાતમાં કેટલાક સ્થળોએ મતદાનનો બહિષ્કાર પણ કરાયો છે. હાલ ગુજરાતમાં જામનગર તથા ડાંગમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પ્રશ્નોને લઈને રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરીને એકપણ વોટ આપ્યો નથી.

Apr 23, 2019, 11:37 AM IST

દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

Apr 23, 2019, 10:47 AM IST
PM modi meets Mata Hira ba PT13S

પીએમ દીકરાને હીરા બાએ પોતાના હાથથી લાપસી ખવડાવીને મોઢું મીઠુ કરાવ્યું, જુઓ ખાસ Video

સવારના 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજયી અપાવવા માટે અને પોતાનો કિંમતી વોટ આપવા માટે તેઓ સોમવારે સાંજે જ ગુજરાત પહોંચી ગયા હતા. ગુજરાતની તમામ 26 બેઠકો માટે હાલ મતદાન પૂરજોશમાં શરૂ થયું છે, ત્યારે પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બૂથ પર પહોંચ્યા હતા. હંમેશની જેમ તેઓ માતા હીરા બાને આર્શીવાદ લેવાનું ચૂક્યા ન હતા, અને ત્યાર બાદ જ વોટ આપવા ગયા હતા. માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા.

Apr 23, 2019, 10:40 AM IST

મતદાન સમયે પીએમના પડખે રહેલા અમિત શાહે પરિવાર સાથે કર્યું વોટિંગ

સવારના ટકોરે મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી હતી. જ્યાં એક તરફ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા, ત્યાં બીજી તરફ દિગ્ગજ નેતાઓ પણ વહેલી સવારમાં વોટિંગ કરી રહ્યાં છે. પીએમ મોદીએ જ્યાં રાણીપમાં વોટ આપ્યો, ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ વોટ આપવા માટે નારણપુરા સબઝોનલ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. 

Apr 23, 2019, 09:45 AM IST

મતદારો સાથે લાઈનમાં ઉભા રહીને PMએ આપ્યો વોટ, રાણીપમાં ભારે ભીડ ઉમટી

 પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બૂથ પર પહોંચ્યા હતા. હંમેશની જેમ તેઓ માતા હીરા બાને આર્શીવાદ લેવાનું ચૂક્યા ન હતા, અને ત્યાર બાદ જ વોટ આપવા ગયા હતા. માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા. 

Apr 23, 2019, 08:32 AM IST

માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા

મતદાન કરતા પહેલા નિત્યક્રમ મુજબ આજે પણ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમના આર્શીવાદ લઈને જ મતદાન કરવા જવું તેવો તેમનો હરહંમેશનો ક્રમ રહ્યો છે. તેથી તેઓ વહેલી સવારે જ ગાંધીનગર સ્થત માતા હીરા બાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં હીરા બાએ તેમનું મોઢુ ગળ્યું કરાવીને આર્શીવાદ આપ્યા હતા. 

Apr 23, 2019, 08:06 AM IST

જાણી લો, આવતીકાલે PM, અમિત શાહ, હાર્દિક, તોગડિયા ક્યાં અને કેટલા વાગે મતદાન કરશે?

આવતીકાલે ગુજરાતના સાડા ચાર કરોડ મતદારાઓ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા વોટ આપશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ એક ઉમેદવારનું નસીબ ચમકાવી શકશે, તો કેટલાયને ચૂંટણી મેદાનમાં હરાવી શકે છે. ત્યારે આવતીકાલે સવારથી જ મતદાન મથક પર લાઈને સાથે ગુજરાતનો મતદાર જોવા મળશે. આ સાથે જ ગુજરાતના દિગ્ગજ નેતાઓ તથા હસ્તીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે. ત્યારે જાણી લો, આ હસ્તીઓ કયા બૂથ પર કેટલા વાગે વોટ આપવા જશે. 

Apr 22, 2019, 01:39 PM IST

પબુભા માણેકને સુપ્રીમનો મોટો ઝટકો, ધારાસભ્ય પદ હાથમાંથી ગયુ

દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપે મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રિમમાંથી રહાત નથી મળી. પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.

Apr 22, 2019, 12:02 PM IST

બનાસકાંઠામાં તૂટ્યો ઠાકોર સમાજ, 25એ રાજીનામા ધર્યાં, કારણ છે અલ્પેશ

હાલ તમામ રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે, જેને પગલે ગુજરાતના કેટલાક સમાજ અને જ્ઞાતિમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. નેતાઓના પક્ષપલટાની સાથે હાલ સમાજમાં પણ ભંગાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ભંગાણ સર્જાયું છે. 

Apr 19, 2019, 04:15 PM IST

વંથલીમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા NCP નેતા રેશમા પટેલ પર હુમલો

એક તરફ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાનો બનાવ બન્યો છે, તો બીજી તરફ એનસીપી લીડર રેશમા પટેલ પર પણ હુમલો કરાયો છે. જુનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રેશમા પટેલ પર એક યુવકે હુમલો કર્યો હતો. જેના બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ કરી હતી. 

Apr 19, 2019, 03:33 PM IST

હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે’

હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

Apr 19, 2019, 02:43 PM IST

હાર્દિક પટેલને તમાચો મારનાર યુવક તરૂણ ગજ્જર કોણ છે? જાણો વિગત

સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...

Apr 19, 2019, 12:56 PM IST

હાર્દિક પટેલને લાફો મારનાર યુવકને નગ્ન કરી ઢોર માર માર્યો, પોલીસે માંડમાંડ છોડાવ્યો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને સુરેન્દ્રનગરના વઢવાણની સભામાં એક યુવકે લાફો ઝીંકી દીધો હતો. જેના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવકની ધોલાઈ કરી હતી. 

Apr 19, 2019, 12:09 PM IST