gujarat congress

મતદારો સાથે લાઈનમાં ઉભા રહીને PMએ આપ્યો વોટ, રાણીપમાં ભારે ભીડ ઉમટી

 પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બૂથ પર પહોંચ્યા હતા. હંમેશની જેમ તેઓ માતા હીરા બાને આર્શીવાદ લેવાનું ચૂક્યા ન હતા, અને ત્યાર બાદ જ વોટ આપવા ગયા હતા. માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા. 

Apr 23, 2019, 08:32 AM IST

માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા

મતદાન કરતા પહેલા નિત્યક્રમ મુજબ આજે પણ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમના આર્શીવાદ લઈને જ મતદાન કરવા જવું તેવો તેમનો હરહંમેશનો ક્રમ રહ્યો છે. તેથી તેઓ વહેલી સવારે જ ગાંધીનગર સ્થત માતા હીરા બાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં હીરા બાએ તેમનું મોઢુ ગળ્યું કરાવીને આર્શીવાદ આપ્યા હતા. 

Apr 23, 2019, 08:06 AM IST

જાણી લો, આવતીકાલે PM, અમિત શાહ, હાર્દિક, તોગડિયા ક્યાં અને કેટલા વાગે મતદાન કરશે?

આવતીકાલે ગુજરાતના સાડા ચાર કરોડ મતદારાઓ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા વોટ આપશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ એક ઉમેદવારનું નસીબ ચમકાવી શકશે, તો કેટલાયને ચૂંટણી મેદાનમાં હરાવી શકે છે. ત્યારે આવતીકાલે સવારથી જ મતદાન મથક પર લાઈને સાથે ગુજરાતનો મતદાર જોવા મળશે. આ સાથે જ ગુજરાતના દિગ્ગજ નેતાઓ તથા હસ્તીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે. ત્યારે જાણી લો, આ હસ્તીઓ કયા બૂથ પર કેટલા વાગે વોટ આપવા જશે. 

Apr 22, 2019, 01:39 PM IST

પબુભા માણેકને સુપ્રીમનો મોટો ઝટકો, ધારાસભ્ય પદ હાથમાંથી ગયુ

દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપે મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રિમમાંથી રહાત નથી મળી. પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.

Apr 22, 2019, 12:02 PM IST

બનાસકાંઠામાં તૂટ્યો ઠાકોર સમાજ, 25એ રાજીનામા ધર્યાં, કારણ છે અલ્પેશ

હાલ તમામ રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે, જેને પગલે ગુજરાતના કેટલાક સમાજ અને જ્ઞાતિમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. નેતાઓના પક્ષપલટાની સાથે હાલ સમાજમાં પણ ભંગાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ભંગાણ સર્જાયું છે. 

Apr 19, 2019, 04:15 PM IST

વંથલીમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા NCP નેતા રેશમા પટેલ પર હુમલો

એક તરફ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાનો બનાવ બન્યો છે, તો બીજી તરફ એનસીપી લીડર રેશમા પટેલ પર પણ હુમલો કરાયો છે. જુનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રેશમા પટેલ પર એક યુવકે હુમલો કર્યો હતો. જેના બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ કરી હતી. 

Apr 19, 2019, 03:33 PM IST

હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે’

હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

Apr 19, 2019, 02:43 PM IST

હાર્દિક પટેલને તમાચો મારનાર યુવક તરૂણ ગજ્જર કોણ છે? જાણો વિગત

સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...

Apr 19, 2019, 12:56 PM IST

હાર્દિક પટેલને લાફો મારનાર યુવકને નગ્ન કરી ઢોર માર માર્યો, પોલીસે માંડમાંડ છોડાવ્યો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને સુરેન્દ્રનગરના વઢવાણની સભામાં એક યુવકે લાફો ઝીંકી દીધો હતો. જેના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવકની ધોલાઈ કરી હતી. 

Apr 19, 2019, 12:09 PM IST

હાર્દિક પટેલને તમાચો પડ્યા બાદ કોંગ્રેસનો આરોપ, ભાજપ હતાશ થઈને ગુંડાગીર્દી પર ઉતરી આવ્યું છે

હાર્દિક પટેલને તમાચો પડ્યા બાદ તરત કોંગ્રેસે પ્રેસ કોન્ફરસ સંબોધી હતી. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ પર આરોપ મૂકતા કહ્યું કે, ભાજપ પ્રેરિત અને ભાજપના સાંસદ અને નેતાઓ સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિએ હાર્દિક પટેલ પર હુમલો કર્યો છે. 

Apr 19, 2019, 11:50 AM IST

હાર્દિક પટેલને જન આક્રોશ સભામાં પડ્યો તમાચો, જુઓ તસવીરો

સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે.

Apr 19, 2019, 11:49 AM IST

હાર્દિક પટેલને તમાચો, ચાલુ સભામાં તરૂણ મિસ્ત્રીએ માર્યો લાફો

હાર્દિક પટેલને તમાચો: સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે. ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. 

Apr 19, 2019, 11:09 AM IST

મોદી-રાહુલનું ‘મિશન સૌરાષ્ટ્ર’ બાદ, આજે રાહુલ-અમિત શાહનું ‘મિશન દક્ષિણ ગુજરાત’

ચૂંટણી પ્રચારમાં ગઈકાલ અને આજનો દિવસ મહત્વનો બની રહ્યો છે. ગઈકાલે રાહુલ ગાંધી અને પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધી ફરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવવાના છે.

Apr 19, 2019, 09:58 AM IST

સામ પિત્રોડાનો સીધો આરોપ : દેશમાં તમે ખુલ્લા વિચારોથી કંઈ કહી શક્તા નથી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડા આજે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. તેઓ આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે યુવાનો સાથે સંવાદ કરવા માટે ગુજરાતમાં આવ્યા છે. પિત્રોડા અમદાવાદમાં ભારત નિર્માણ વિષય પર સંવાદ કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમના ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Apr 18, 2019, 02:37 PM IST

મોદી V/s ધાનાણી : PMને પલટવારમાં કહ્યું-હાર ભાળી ગયેલી સરકાર દેશ મૂકીને અમરેલીમાં આવી

આજે પીએમ મોદીની સભા પણ અમરેલીમાં યોજાઈ હતી. જેમાં તેમણે પરેશ ધાનાણીનો ઉલ્લેખ કરીને નિશાન તાક્યુ હતું. જેના જવાબમાં પરેશ ધાનાણી કહ્યું કે, હાર ભાળી ગયેલી સરકાર દેશ મૂકીને અમરેલીમાં પડ્યા છે.

Apr 18, 2019, 01:28 PM IST

PMનો પરેશ ધાનાણી પર સીધો પ્રહાર, અહીં તમારા ભાઈએ સરદારનું અપમાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું

ગુજરાતમાં આજે બીજા દિવસે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરવાના મૂડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે અમદાવાદથી નીકળીને અમરેલી સભા સ્થળે પહોંચ્યા છે. તેમણે ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું. 

Apr 18, 2019, 10:46 AM IST

બે રાજ્યની સરહદો વચ્ચે ઝોલા ખાતુ ગામ, 23મીએ નહિ કરી શકે ગુજરાતમાં મતદાન

અગામી 23મી એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાશે. પરંતુ ગુજરાતની જ હદના સાજનપુરમાં 23મી એપ્રિલે ચૂંટણી નહિ થાય. આ માટે તેનો ઈતિહાસ જાણવો જરૂર છે, જે રોમાંચક છે.

Apr 18, 2019, 08:52 AM IST

‘કાંટે કી ટક્કર’ જેવા ગણાતા સૌરાષ્ટ્ર ગઢમાં પીએમ મોદી અને રાહુલ ગાંધીનો આજે પ્રચાર

આજે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વનો દિવસ છે. બંને પક્ષો માટે મહત્વની ગણાતી સૌરાષ્ટ્રની બેઠકો માટે આજે પીએમ મોદી અને રાહુલ ગાંધી પ્રચાર કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે કોંગ્રેસના ગઢ ગણાતા અમરેલીમાં જાહેર સભાને સંબોધશે. તો રાહુલ ગાંધી બપોરે બે વાગ્યે જુનાગઢના વંથલીમાં અને ત્યાર બાદ ભૂજમાં ચૂંટણી સભાઓ સંબોધશે.

Apr 18, 2019, 08:11 AM IST

હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર, 23મીએ ભલભલાની ગરમી આપણે કાઢી નાંખવાની છે

અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ હિંમતનગર પહોચ્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, પણ તમને અભિનંદન છે કે ટૂંકા ગાળામાં વ્યવસ્થા ફરી ઉભી કરી.

Apr 17, 2019, 02:15 PM IST

વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત

દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે થયેલા નુકશાનની સામે વળતર આપવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, ગઇકાલે વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને રૂપિયા બે લાખની સહાય અપાશે. તેમજ નુકસાનીનો સરવે કરીને પણ જરૂરિયાત મુજબ સહાય કરાશે.

Apr 17, 2019, 01:49 PM IST