gujarat municipal election 2021

મતદાનનું મહાકવરેજ જુઓ Live, આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન

 • 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે
 • 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે
 • 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ

Feb 28, 2021, 07:19 AM IST

ચૂંટણીની તડામાર તૈયારી વચ્ચે રાજકોટમાં મતદાન મથકોએ પહોંચી રહ્યાં છે EVM

 • અત્યાર સુધી સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા EVM ને તમામ મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યાં છે
 • રાજકોટ જિલ્લાના 1146 મતદાન બુથ પૈકી 396 જેટલા સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરાયા

Feb 27, 2021, 12:48 PM IST

આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન, 5481 બેઠકો પર 22170 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર

 • 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
 • કેશોદમાં ચૂંટણીના પડઘમ બંધ થતાં જ નગરપાલિકા ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું. કેશોદ પાલિકાની ચુંટણીને લઇને રાજકીય ભૂકંપ સર્જાયો

Feb 27, 2021, 08:44 AM IST

રાજકોટના નવા મેયર કોણ? મલાઈદાર પદ માટે આ 3 નામની ચર્ચાએ જોર પકડ્યું

 • સ્ટેન્ડિંગ ચેરમેન માટે ડો. નેહલ શુક્લ, પુસ્કર પટેલ, જૈમિન ઠાકર અને દેવાંગ માંકડના નામ આગળ ચાલી રહ્યા છે
 • ડેપ્યુટી મેયર પદ માટે મનીષ રાડિયા, વિનુભાઈ ધવાના નામ આગળ આવ્યા

Feb 25, 2021, 03:11 PM IST

જામનગરમાં કોણ શોભાવશે મેયરનું પદ, કે પછી ભાજપ છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપશે

 • જામનગરમાં જૈન સમાજના અને બ્રહ્મ સમાજના મહિલાઓ મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે
 • મેયરના પદની રેસમાં રહેલા મુખ્ય નામોની ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ જૈન સમાજના નગરસેવિકા બીનાબેન કોઠારીનું આવે છે

Feb 25, 2021, 08:39 AM IST

મેયરની રેસમાં કોણ આગળ? આ નામો પર ચાલી રહી છે ચર્ચા

 • ભાજપ મેયરની પસંદગી માટે આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખશે
 • અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે SC ઉમેદવાર અને બાકીના અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે

Feb 25, 2021, 07:28 AM IST

Vadodara Municipal Elections માં કોંગ્રેસનો સફાયો, નેતાઓ જનતાને સમજાવવામાં નિષ્ફળ

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો અને કોંગ્રેસનો સફાયો થયો છે. કોરોના મહામારી સમયે કોર્પોરેશનની ચૂંટણીમાં 47.84 ટકા મતદાન થયું. ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરશે તેવું અનુમાન રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા હતા

Feb 24, 2021, 03:21 PM IST

Surat Municipal Election માં કોંગ્રેસની આ એક 'ભૂલ' આપના ઉદયનું બની કારણ

છેલ્લા 25 વર્ષથી સુરત મહાનગર પાલિકા પર ભાજપની સત્તા જોવા મળી હતી. જો કે, આ વખતે કોંગ્રેસે ટિકિટને લઈને જે રીતે પાસ સાથે વિવાદ કર્યો હતો, જેને કારણે કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો

Feb 24, 2021, 02:50 PM IST

Vadodara: મોરના ઇંડા ચિતરવા ન પડ્યા, પુત્રએ રાજકારણમાં પિતાને પણ પાછળ છોડ્યા

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Gujarat Municipal Election) ભાજપની જીત થઈ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં (Vadodara Municipal Elections) પિતા કરતા પુત્ર આગળ નીકળી ગયો છે. વડોદરા મહાનગર પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માં ભાજપે શ્રીરંગ આયરેને (Shrirang Ayre) ટિકિટ આપી હતી. ત્યારે 22 વર્ષીય ઉમેદવાર શ્રીરંગ જંગી લીડથી જીત્યા છે. શ્રીરંગ આયરેના પિતા રાજેશ આયરે (Rajesh Ayre) જ્યારે 2005 માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ માત્ર 27 મતથી જીત્યા હતા. તેની સામે 2021 માં પ્રથમ ચૂંટણીમાં પુત્ર શ્રીરંગે 20 હજારથી વધુ મતની જંગી લીડ સાથે જીત્યો છે.

Feb 24, 2021, 01:43 PM IST

ગ્રાફિક્સમાં જુઓ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સચોટ પરિણામ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જે રીતે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, તેનો વધું એક પરચો ગુજરાત મનપાની ચૂંટણીમાં જોવા મળ્યો

Feb 24, 2021, 11:06 AM IST

ગુજરાતમાં કોંગ્રેસનું રમણભમણ થઈ ગયું, 175 માંથી 55 બેઠકો પર સમેટાઈ

 • ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ 483 બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રેસ માત્ર 55 સીટો પુરતી સિમિત રહી ગઇ
 • કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જનતાના જનાદેશનો સ્વીકાર છે

Feb 24, 2021, 08:32 AM IST

Gujarat Municipal Election 2021: 6 મનપામાં ફરી ભાજપની ભવ્ય જીત, AAP અને AIMIM નો અપસેટ, કોંગ્રેસનાં સૂપડાં સાફ

21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓના પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થયાં. પરિણામ જાહેર થતાંની સાથે જ આ વખતની મનપાની ચૂંટણીઓમાં ઘણાં અપસેટ જોવા મળ્યાં. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માધ્યમથી પહેલીવાર ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ. તો બીજી તરફ ફરી એકવાર કોંગ્રેસનાં કારના કારમા પરાજય સાથે સૂપડાં સાફ થઈ ગયા છે. આ લડાઈમાં ફરી એકવાર ભાજપને જનતા જનાર્દનના આર્શિવાદ મળ્યાં. ગુજરાતમાં કોંગ્રેસની હાલત જોઈને પેલું ગીત યાદ આવી જાય છેકે, દિલ તોડીને દગો કર્યો અને જિંદગી થઈ મારી રમણ-ભમણ...

Feb 23, 2021, 06:10 PM IST

AMC ચૂંટણી પરિણામ: ભાજપની આંધી, છતાં કોંગ્રેસે પોતાના આ ગઢ બરાબર સાચવ્યા

અમદાવાદમાં ભાજપનો સપાટો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે પણ કોંગ્રેસે પોતાના ગઢ કહેવાતા વિસ્તારોમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી.

Feb 23, 2021, 03:24 PM IST

Rajkot: રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના આ ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા

Rajkot: વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા. 

Feb 23, 2021, 12:28 PM IST

Rajkot મનપા ચૂંટણી પરિણામ: રાજકોટ મનપામાં ભાજપનો સપાટો, કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી

Rajkot: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ.

Feb 23, 2021, 11:59 AM IST

સુરતમાં AAP નું અત્યંત ચોંકાવનારું પ્રદર્શન, હાર્દિક પટેલને મોટો ઝટકો, જાણો કેટલી જીતી બેઠકો?

સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે. 

Feb 23, 2021, 11:38 AM IST

Live Result : જામનગરમાં બસપાએ છીનવ્યો ભાજપનો ગઢ, તો શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા હાર્યાં 

6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યાં છે. જેમાં જામનગરનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં 236 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવી રહ્યો છે. હરિયા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ છે. ત્યારે કોણ જીતે છે અને કોણ હારે છે તે તો બપોર બાદ જ જાણવા મળશે. પરંતુ જીતનું ખાતુ ભાજપે ખોલાવ્યું છે. 

Feb 23, 2021, 11:20 AM IST

કોરોનાને માત આપ્યા બાદ આવતીકાલથી સીએમ રૂપાણી ચૂંટણી પ્રચારમાં ઉતરશે

 • મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈનના પાલન સાથે છેલ્લી ઘડીઓમાં મતદાન કર્યું હતું
 • ભાજપને વિશ્વાસ છે કે, તમામ 6 મહાનગરપાલિકાઓમાં તેમની જીત થશે

Feb 23, 2021, 09:13 AM IST

સુરતમાં મજબૂત ગણાતા નેતાઓ હાર્યા, કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ આપ્યું રાજીનામું

 • સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન નોંધાયું હતું
 • ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજ ખાતે મતગણતરી શરૂ
 • મતગણતરીને પગલે આ બંને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Feb 23, 2021, 09:00 AM IST

AMC Election Result LIVE: ખાડિયામાં રસાકસીભર્યા જંગમાં ભાજપની પેનલ જીતી, ભાજપનો આટલા વોર્ડમાં વિજય

ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ.

Feb 23, 2021, 08:14 AM IST