gujarat police

અમદાવાદની આ મહિલા PSI માતૃત્વને ત્રાજવે મુકી ફરજ બજાવે છે, વાંચીને તમે પણ કરશો સલામ

કોરોનાની મહામારીનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો 28મો દિવસ ચાલી રહ્યો છે. અનેક મેડિકલ, પોલીસ અને સફાઇ તથા મીડિયા કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત કામ કરી રહ્યા છે. લોકોને કોરોનાથી બચાવવા માટે પોલીસ દ્વારા સતત 24 કલાક ફરજ બજાવવામાં આવી રહી છે. જો કે જેના કારણે તેમનાં પરિવારીક જીવન ખોરંભે ચડી ગયું છે. કેટલાક કિસ્સાઓમાં તો પોતાનાં બિમાર માં બાપ કે બાળકને છોડીને પણ માતા કે પિતા ફરજ પર હાજર થયા હોય તેવા કિસ્સા બન્યા છે.

Apr 21, 2020, 05:55 PM IST

વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે

કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર રાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનાં ચુસ્ત અમલ માટે પોલીસ જવાનો ખડેપગે મહેનત કરી રહ્યા છે. જો કે આટલું ઓછું હોય તેમ આ પોલીસ જવાનોની પત્નીઓ પણ હવે કોરોનાને હરાવવા માટે આગળ આવી છે. 50થી વધારે મહિલાઓ દ્વારા રોજના 500 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ માસ્ક પોલીસ જવાનો સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે અપાઇ રહ્યા છે.

Apr 14, 2020, 07:19 PM IST
shivanand jha will take action against the attacker on police and medical team PT16M31S

પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલા કરનાર સામે આકરા પગલા લેવાશે: શિવાનંદ ઝા

shivanand jha will take aggressive action against the attacker on the police and the medical team

Apr 11, 2020, 05:00 PM IST

2 વર્ષની કોમળ ફૂલ જેવી દીકરીને સાથે રાખીને કોરોનામાં ડ્યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ

ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો બેવડી સદી તરફ વધી રહ્યો છે. જ્યારે કે, મોતના આંકડામાં પણ ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જે એક કે બે દિવસમાં સદી ફટકારી દેશે. જ્યારે બીજા શહેરો સુરત, ભાવનગર, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં કેસોની સંખ્યા વધી રહી છે. જે ગુજરાત માટે મોટી ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે કોરોના (corona virus) ને અટકાવવા માટે પોલીસ વિભાગ શું કામગીરી કરી રહી છે? પોતાનો જીવ જોખમમાં મૂકીને પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરતી પોલીસ કેવી મુશ્કેલીઓ વચ્ચે ફરજ બજાવે છે તે જોઈએ. 

Apr 9, 2020, 08:30 AM IST

લોકડાઉનનાં અંતિમ 7 દિવસ પોલીસ સંપુર્ણ શક્તિ સાથે કામ કરશે, ગેરવર્તણુંકનો જવાબ બળપ્રયોગથી મળશે

આજે રાજ્યનાં પોલીસ વડાએ રાજ્યનાં કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતી પત્રકાર પરિષદ સંબોધી હતી. કોરોનાની ગંભીર થતી સ્થિતીને ડામવા માટે રાજ્યની પોલીસ હવે કડકમાં કડક પગલા ભરશે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું કે, અનેક વિસ્તારોમાં નાગરિકો દ્વારા પોલીસને સહકાર નથી આપવામાં આવી રહ્યો. લોકો બહાર નિકળી રહ્યા છે કેટલાક સ્થળો પર ક્વોરોન્ટાઇન કરવા ગયેલા પોલીસ જવાનો સાથે ઘર્ષણ જેવા કિસ્સા જાણમાં આવ્યા છે. પરંતુ હવે પોલીસ કોઇ પણ પ્રકારનુ ગેરવર્તણુંક સાંખી નહી લે અને કડક કાર્યવાહી કરશે. હવે લોકડાઉનને 7 દિવસ બાકી છે કડક અમલ થાય તે માટે પુરતા પ્રયત્નો કરીશું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે છે ત્યાં પોલીસ ફોર્સ વધારે મોકલવામાં આવશે. આ ઉપરાંત એસઆરપી ટુકડીઓની પણ મદદ લેવામાં આવશે. પોલીસ હવે કડક કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહી. જરૂર પડ્યે બળપ્રયોગ પણ કરવામાં આવશે.

Apr 7, 2020, 05:08 PM IST

લોકો ઘરમાં રહીને જ દિવા પ્રગટાવે, બહાર કે ધાબે ગયા તો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરાશે

રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. આજે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું.

Apr 5, 2020, 05:03 PM IST

લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા

રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. વાહનોની નંબર પ્લેટનાં આધારે રસ્તા પર વારંવાર ફરતા દેખાતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે ઓટોમેટિક નંબરપ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જેના આધારે રસ્તા પરનાં વિવિધ ફુટેજનાં આધારે વારંવાર ફરતા દેખાયેલા વાહનની ઓળખ કરશે. આ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Apr 4, 2020, 08:00 PM IST

સોસાયટીની ક્રિકેટ બગાડશે તમારૂ ભવિષ્ય, હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ થાય તો 100 નંબરનો સંપર્ક કરો

કોરોના વાયરસને કારણે હાલમાં સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને લોકડાઉન અંગે કેટલીક મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનનાં સમયે સ્થાનિક લોકોએ પોલીસને સહકાર આપવો જોઇએ. મહાનગરોમાં જ્યાં લોકડાઉનનો અમલ નથી થયો ત્યાં ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Mar 29, 2020, 08:30 PM IST

ભાવનગરના 14 પોલીસકર્મી હોમ કોરોન્ટાઇનમાં, કોરોનાના મૃતકના સંપર્કમાં આવ્યા હતા

ભાવનગરમાં કોરોના (Coronavirus) ના કારણે ગઈકાલે તારીખ 26 માર્ચના રોજ કોરોના વાયરસને કારણે એક વૃદ્ધનું મોત મૃત્યુ થયું હતું. આ વૃદ્ધની સાથે એક પોલીસ જવાનનો સંપર્ક થયો હતો. અને એ પોલીસ જવાન વૃદ્ધને મળ્યા બાદ નોકરી પણ કરતા હતા. તેઓ નોકરી દરમિયાન ત્રણ મહિલા પોલીસ અને નવ પોલીસ જવાનોને મળ્યા હતા. આ તમામ 14 પોલીસ જવાનોને ભાવનગર (Bhavnagar) પોલીસે હોમ કોરન્ટાઇનમાં રાખવા તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આ અંગે સમર્થન આપ્યું છે. તેમજ અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે સાવચેતી રૂપે પગલા ભર્યાનું જણાવ્યું છે.

Mar 27, 2020, 11:55 AM IST

લોકડાઉનમાં રખડનારાઓ ગુજરાતના આ PSI પાસેથી શીખે, CM રૂપાણીએ પણ કર્યા વખાણ

કોરોના વાયરસ (Corona virus) ના સંકટ સામે હાલ સૌ લડી રહ્યાં છે. આપણે સૌ લોકડાઉન વચ્ચે ઘરમાં બેસીને કોરોના સામે લડી રહ્યાં છે. તો બીજી તરફ, અનેક એવા સરકારી કર્મચારીઓ છે જેઓ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સફાઈ કર્મચારીઓ, અન્ય જરૂરી વિભાગના કર્મચારીઓ પોતાના અને પરિવારના જીવની પરવાહ કર્યા વગર હાલ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. આવામાં એક પોલીસ કર્મચારીના વખાણ કરવા પડે, જેઓ પોતાના મોટાભાઈની અંતિમવિધિ કર્યા બાદ તરત ફરજ પર હાજર આવી ગયા હતા. પોતાની જવાબદારી સમજીને તેઓ કામે લાગી જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ પણ તેમના વખાણ કર્યા હતા. 

Mar 26, 2020, 02:29 PM IST

1000 કેસો પણ આવે તો સુરતમાં વેન્ટિલેટરની અછત રહેશે નહિ : મહેન્દ્ર પટેલ

ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણને ધ્યાને લઇ સંપૂર્ણપણે લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી સુરતના અનેક વિસ્તારોમાં લૉકડાઉન (Gujarat lockdown) ની અસર જોવા મળી છે. જોકે કેટલાક સ્થળે લોકો પણ નીકળ્યા હતા. શહેરમાં લૉકડાઉનની સ્થિતિ જોવા પોતે સુરત (surat) ના જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને ડામવા ખાસ અધિકારીની નિયુક્તિ પણ કરાઈ છે અને આ જવાબદારી સુરતના પૂર્વ કલકેટર મહેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. જ્યાં તેઓ પણ આ નિરીક્ષણમાં સામેલ હતા. 

Mar 24, 2020, 04:57 PM IST

જાહેરનામાનો ભંગ થવાના 299, ક્વોરેન્ટાઈન ભંગના 147 ગુના નોંધાયા : ગુજરાત પોલીસવડા

ગુજરાતમાં હાલ કોરોના (corona virus) ને કારણે સર્વત્ર લોકડાઉનની સ્થિતિ છે. આવામાં ગુજરા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કમર કસી રહી છે. ત્યારે રાજ્યમાં લોકડાઉન (Gujarat lockdown) ની સ્થિતિમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પોલીસ વડા શિવાનંદ ઝા (shivanand jha) એ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન અમલીકરણ કડકાઈથી પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ તમામ નાગરિકો પાસેથી અપેક્ષા રાખે છે કે જે સ્થળો આવશ્યક સ્થળો છે ત્યાં લોકોએ ભીડ ન કરવી જોઈએ.

Mar 24, 2020, 04:44 PM IST

સરકારનો મોટો નિર્ણય: ધોરણ 1-8, 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

સીએમઓના સચિવ અશ્ચિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus) ને પગલે લોકડાઉન અંગે જરૂરી સેવાઓ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે મહત્વની જાહેરાતો કરી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જાહેરાત કરાઈ હતી કે, હાલ તમામ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવામાં આવશે. ધોરણ 1 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવશે. 

Mar 24, 2020, 02:18 PM IST

લોકડાઉનમાં આરોગ્ય વિભાગ એક્શનમાં, શહેરોને સેનિટાઈઝ કરવાનું કામ શરૂ

કોરોના વાઈરસ (Corona virus) ના પગલે આજે રાજ્યભરમા લોકડાઉન (Gujarat lockdown) છે, જેનો ફાયદો ઉઠાવીને રાજ્યના વિવિધ શહેરોમાં સેનિટાઈઝેશનની કામગીરી કરવામા આવી રહી છે. તો સાથે જ ગાંધીનગરમાં સરકારી કચેરીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગર પોલીસ વડાની કચેરીને સેનિટાઈઝ કરવાની કામગીરી ગાંધીનગર ફાયર બ્રિગેડે કરી છે. કોરોના વાયરસ વચ્ચે પોલીસ અધિકારી-કર્મચારીઓ 24 કલાક પોતાની ફરજ બજાવે છે, ત્યારે કોરોના વાઇરસની અસર આ પોલીસ કર્મચારીઓને ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. 

Mar 24, 2020, 01:28 PM IST

ગુજરાતની વધુ એક સિદ્ધિ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો આયોજીત ચેલેન્જમાં પોલીસનો ડંકો

ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ હેકાથોન અને સાયબર ચેલેન્જ ર૦ર૦ સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ ગુજરાત પોલીસે મેળવી ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના ડી.સી.પી. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં એન.સી.આર.બી.ના ૩પમાં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.

Mar 13, 2020, 10:21 PM IST

ત્રણ દિવસ બાદ ખંભાતમાં શાંતિ, પોલીસના રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વચ્ચે બજારો ખૂલ્યા

આણંદ જિલ્લા ખંભાત (khambhat) ખાતે સળગેલા છેલ્લા ત્રણ દિવસ બાદ અંજપાભરી શાંતિ આજે જોવા મળી છે. વહેલી સવારથી લોકો પોતપોતાના કામ ધંધે લાગ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા ખંભાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. સરકાર મોડી મોડી જાગીને તાત્કાલિ પગલાં લીધા હતા. જેમાં સૌથી પહેલા એસપી અને ડિવાઇસેપીની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યના વડાએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો હતો અને તમામ વિગતો જાણીને લોકો પાસેથી માહિતી મેળવી હતી. 

Feb 26, 2020, 11:37 AM IST