gujarat police

જામનગર: એસપી શરદ સિંધલે કર્યું પોલીસ હેડક્વાટર ખાતે હથિયારોનું પૂજન

જામનગરમાં આજે વિજ્યાદશમી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા પોલીસ દ્વારા પોલીસે હેડ કવાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે શાસ્ત્રોકત વિધિથી પોલીસ વિભાગના તમામ હથિયારો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું. 
 

Oct 8, 2019, 04:12 PM IST

પંચમહાલ: કરાડ નદીના તણાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને જીવના જોખમે બચાવ્યો

જિલ્લાના રાજગઢ વિસ્તારમાં આવેલી કરાડ નદીમાં તણાયેલા એક વિદ્યાર્થીનો પોલીસ જવાને જીવ બચાવ્યો છે. વિદ્યાર્થી સાયકલ લઇને પુલ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહમાં સાયકલ સાથે તણાયો હતો જેને પોલીસ જવાને જોતા વિદ્યાર્થીઓને બચાવ્યો હતો.

Oct 1, 2019, 09:03 PM IST

અમદાવાદ: 500ના દરની 33 બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ

દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે. અને તે માટે જ નોટબંધી જેવા કડક નિર્ણયો પણ લેવાયા હતા. તેમ છતાં ફરી એક વખત અમદાવાદ શહેરમાંથી 500ના દરની 33 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Sep 26, 2019, 06:53 PM IST

ગાંધીનગર: ધરપકડ કરાયેલા સિરિયલ કિલરે કર્યો ચોકાવનારો ખુલાસો

ગાંધીનગર જિલ્લામાં ત્રણ હત્યા કરી ફફડાટ ફેલાવનાર સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશ માલીની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવતી જાય છે. પોલીસ પુછતાછમાં મોનિશે વધુ એક હત્યાની કબૂલાત કરી છે. મોનિશ પાસેથી લૂંટનો માલ સામાન ખરીદનાર વિશાલ પટેલને ગોળી મારી તેની લાશને ગટરમાં ફેંકી દેવાની મોનિશે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

Sep 21, 2019, 11:42 PM IST

અમદાવાદ: જન્મદિવસની ઉજવણી કરતા યુવકોએ મોડી રાત્રે કર્યું હવામાં ફાયરિંગ

થોડા દિવસો અગાઉ નિકોલમાં એક આરોપીએ પોતાના જન્મદિવસની ઉજવણી તલવાર વડે કેક કાપી હતી. તો બીજી તરફ આજે શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરાયા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી ગાડી અને રિવોલ્વર કબ્જે કરી છે. અને આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
 

Sep 21, 2019, 09:00 PM IST

અમદાવાદ: કન્ટેનરમાંથી 1000થી વધુની વિદેશી દારૂની પેટીઓ ઝડપાઇ

દારૂની હેરાફેરી રાજ્યની પોલીસ(Gujarat Police) માટે માથાનો દુખાવો સમાન બની રહી છે. ત્યારે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા અમદાવાદ પોલીસ દ્વારા બુટલેગરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌરાષ્ટ્રથી અમદાવાદ(Ahemdabad) આવતી એક કન્ટેનરમાંથી 1 હજાર વિદેશી દારૂની પેટીઓ ઝડપી લેતા ચકચાર મચી છે. 

Sep 21, 2019, 06:49 PM IST
Rajkot daru 20092019 PT2M52S

રાજકોટની પોલીસ'પાર્ટી' અંગે પોલીસ કમિશ્નરે કર્યો મોટો ખુલાસો....

રાજકોટમાં ગત્ત રાત્રે ક્રિષ્નાવોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં પોલીસ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનેક પોલીસ કર્મચારીઓ ઉપરાંત રાજકારણીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કેટલાક ભાગતા પણ મીડિયા કેમેરામાં કેદ થયા હતા. ત્યારે રાજકોટનાં ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરને zee 24 kalak સાથે ખાસ વાતચીત કરી હતી

Sep 20, 2019, 06:15 PM IST
Daru_Party_19092019 PT27M

રાજકોટમાં 'પોલીસની પાર્ટી' પર પોલીસનાં જ દરોડા...

રાજકોટમાં SOGના એક નિવૃત પોલીસ કર્માચારીની પાર્ટી ક્રિષ્ના વોટર પાર્કમાં ચાલી રહી હતી. જો કે તેમાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાનું સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ પાર્ટીમાં 45થી વધારે પોલીસ કર્મચારીઓ હાજર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ અને નેતાઓ પણ હાજર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Sep 20, 2019, 12:15 AM IST

મિત્રો અને સબંધીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતો યુવક ઝડપાયો

જો તમારા ઘરે તમારા મિત્રો આવતા હોય તો પરિવારે ચેતવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિત્ર અને સગા વ્હાલાના ઘરે ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. આમતો મિત્ર અને સગા વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે. તેમને સુખ દુઃખના સાથી તરીકે જોતા જોઇએ છે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે, પોતાના મિત્ર અને સગા વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો. 

Sep 15, 2019, 09:49 PM IST

ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ATSએ કરી ધરપકડ

ગાંધીનગરના અતિચર્ચાસ્પદ એવા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસ આ કિલરની છેલ્લા ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી

Sep 15, 2019, 09:19 AM IST

બીમાર નવજાતની મદદે દોડી આવ્યા હિંમતનગરના પીએસઆઈ, માતાપિતા હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા

પોલીસ કર્મચારીઓ માનવતા દાખવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હિંમત નગરની એક હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપનાર માતાપિતા તો તેને બીમાર મૂકીને ભાગી ગયા, પણ એક પીએસઆઈ બાળક માટે દોડી આવ્યા હતા. બાળકને કરાવવાની સર્જરીનો તમામ ખર્ચ આપવાની વાત કરી પીએસઆઈ બાળકના વાલી બન્યા હતા. આમ, એક તરફ પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું, તો બીજી તરફ હોસ્પિટલના સ્ટાફે બાળકને મૂકીને ફરાર થઈ જનાર માતાપિતા પર ફીટકાર વરસાવ્યો હતો.

Sep 8, 2019, 02:41 PM IST

Tiktok Queen અલ્પિતા ચૌધરી હવે મનુ રબારીના ગીતમાં ચમકશે, જાણો ક્યારે થશે રિલીઝ

પોલીસ સ્ટેશનમા ટિકટોક વીડિયો બનાવીને ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી હવે નવા લૂક, નવી સ્ટાઈલમાં જોવા મળશે. આ ટિકટોક સ્ટારનું એક ગીત આવી રહ્યું છે. મનુ રબારીએ અલ્પિતા ચૌધરીને લઈને એક ગીત બનાવ્યું છે, જે આવતીકાલે ગુરુવારે રિલીઝ થશે.

Aug 28, 2019, 08:51 AM IST

અનફીટ પોલીસ કર્મચારીઓને ફીટ બનાવવા માટે DGP શિવાનંદ ઝાએ શું કર્યું જુઓ

સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેસ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બને.

Aug 21, 2019, 10:42 AM IST
Gaurav Dahiya Case Exclusive Talk With Leenu Singh PT3M43S

ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ: પીડિતા લીનુ સિંહ સાથે એક્સક્લૂસિવ વાતચીત

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની એક મહિલા સાથે બીજા લગ્ન કરવાનો અને ફ્રોડ કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આજે દિલ્હીની પીડિતાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. પીડિતા આજે સીએમ અને ડીજીપીની મુલાકાત લેવા માટે અમદાવાદ પહોંચી છે. પીડિતા દ્વારા દહીયા સામે પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવી છે.

Aug 20, 2019, 12:05 PM IST
IAS officer Gaurav Dahiya Case: Today Leenu Singh Meeting With CM and DGP PT3M41S

ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણનો મામલો: CM રૂપાણી અને ડીજીપી સાથે મુલાકાત કરશે પીડિતા

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની એક મહિલા સાથે બીજા લગ્ન કરવાનો અને ફ્રોડ કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આજે દિલ્હીની પીડિતાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. પીડિતા આજે સીએમ અને ડીજીપીની મુલાકાત લેવા માટે અમદાવાદ પહોંચી છે. પીડિતા દ્વારા દહીયા સામે પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવી છે.

Aug 20, 2019, 12:00 PM IST

અમદાવાદ: રામોલમાંથી ઝડપાયું નકલી HSRP નંબર પ્લેટનું કૌભાંડ, 2ની ધકપકડ

વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનુ કૌભાંડ રામોલ પોલીસ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી નંબર પ્લેટના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાલમાં પેઇન્ટ બી ગજ્જર નામની દુકાનમાં નકલી નંબર પ્લેટ વેચવામાં આવતી હતી. નંબર પ્લેટનું રૌ મટિરિયલ મુંબઇથી આવતું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા રામોલ પોલીસે એક ટીમ મુંબઇ મોકલી તપાસ શરૂ કરી છે.

Aug 16, 2019, 06:44 PM IST

શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા.

Aug 14, 2019, 08:59 PM IST

વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ

સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સીટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બનશે. 

Aug 14, 2019, 08:11 PM IST

પોલીસને માનસિક અને શારિરીક રીતે ચુસ્ત બનાવવા DGPનું રાજ્ય વ્યાપી આયોજન

પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. 

Aug 13, 2019, 09:34 PM IST

બાહુબલી પોલીસ: પૂરનાં પાણીમાં ફસાયેલા બાળકોને બચાવતી ‘ગુજરાત પોલીસ’

મોરબી જિલ્લાના ટંકારાના ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે દિલધડક રેસ્ક્યું કરીને લોકોના જીવ બચાવ્યા હતા. પોલીસના જવાનોએ ખભા પર બેસાડીને બાળકોને પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લીધા હતા. મળતી માહિતી અનુસાર ટંકારા કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા દિલ ધડક રેસ્ક્યુંની ગામ લોકો સરાહના કરી રહ્યા છે. 

Aug 10, 2019, 08:56 PM IST