gujarat police

રાજ્યભરમાં 15 ઓગસ્ટ સુધી સમગ્ર પોલીસ તંત્ર રહેશે એલર્ટ

કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થવી અને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને સરકારે લીધા આગમચેતીનાં પગલાં 
 

Aug 9, 2019, 06:43 PM IST
Gujarat Police in Action, Will Provide Security To Kashmiri Students Residing in Gujarat PT2M11S

જમ્મુ-કાશ્મીર મુદ્દે નિર્ણય બાદ ગુજરાત પોલીસ કેમ થઈ સતર્ક

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ગુજરાતના કાશ્મીરી પરિવારો અને વિદ્યાર્થીઓને કડક સુરક્ષા આપવામાં આવશે

Aug 6, 2019, 01:45 PM IST

આતંકીઓના શોફ્ટ ટાર્ગેટ ઉપર ગુજરાત, સુરક્ષા એજન્સિઓનું રાજ્ય પોલીસને એલર્ટ

ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સુરક્ષા એજન્સિઓને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેટલાક આતંકવાદીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આંતકી ગુજરાતમાં વર્ષ 2008 જેવો હુમલો ફરી એકવાર કરવા ઇચ્છે છે

Aug 1, 2019, 02:48 PM IST

આણંદ: વેપારી ‘પોલીસ ઇન્કવાયરીથી કંટાળી’ વોટ્સએપમાં સ્યુસાઇડ મેસેજ લખી ગુમ

આણંદના લાકડાના વેપારી રાંચી માંથી રહસ્યમય રીતે ગુમ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આણંદના વેપારી વોટ્સએપ મેસેજ કરી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. મેસેજમાં નવીન પટેલ નામના વ્યાપારીએ ઉલ્લેખ કર્યો છે, કે તે NIAની તપાસથી કંટાળી જીવન ટૂંકાવી રહ્યો છે.

Jul 31, 2019, 05:58 PM IST
Gaurav Dahiya Case: Linsinh Present at delhi PT1M41S

ગૌરવ દહિયા લગ્નેતર સંબંધનો મામલો, તપાસ સમિતિ સરકારને રિપોર્ટ સોપશે

સંયુક્ત સચિવ ગૌરવ દહીંયાનો લગ્નેતર સંબંધોનો મામલે તપાસ સમિતિ શુક્રવારે લીનુંસિંહને ગાંધીનગર બોલાવશે. લીનુંસિંહ અને ગૌરવ દહીંયાંના સંબંધો બાબતે પૂછપરછ કરશે. તપાસ સમિતિના અધ્યક્ષ સુનયના તોમર અને સોનલ મિસરા ,મમતા વર્મા સહિત તપાસ સમિતિ પૂછપરછ કરી માહિતી મેળવી સરકારને રિપોર્ટ સબમિટ કરશે. 2 ઓગસ્ટ ના રોજ બપોરે બાર વાગ્યે તપાસ સમિતિ સમક્ષ લીનુંસિંહ હાજર થશે.

Jul 31, 2019, 04:25 PM IST
Gaurav Dahiya Case: Gujarat Police At Delhi PT2M57S

ગૌરવ દહિયા મામલે ગુજરાત પોલીસ ટીમ દિલ્હી પહોંચી, પીડિતા આવશે ગુજરાત

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે સીએમ રૂપાણીએ ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરી હતી.

Jul 30, 2019, 02:35 PM IST

ગુજરાત ATSએ માંડવી પાસેથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે બે શખ્સની કરી ધરપકડ

ગુજરાત ATSએ કચ્છ ભુજના માંડવીમાં સફળ ઓપરેશન કરી 1 કિલો બ્રાઉન સુગરની હેરાફેરી થતી અટકાવીને એક કરોડ રૂપિયોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. માંડવીથી 2 કિમી દૂર કોડાઈ ત્રણ રસ્તા પાસેથી આ ડ્રગ કેરિયરો બાઈક પરથી પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી આધારે ગુજરાત ATS ની ટીમે રેડ કરી હતી. 
 

Jul 28, 2019, 10:41 PM IST
BJP SC member PT1M21S

ભાજપે સભ્યપદ અભિયાનને વધારે વેગવંતુ બનાવશે...

ભાજપ દ્વારા સભ્યપદ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જો કે ભાજપ દ્વારા સભ્યપદ એસસી-એસટી વર્ગમાં પોતાની પેઠ વધારે મજબુત બનાવવા માટે સેલનાં સભ્યો અને પ્રમુખોને જણાવવામાં આવ્યું છે.

Jul 28, 2019, 12:00 AM IST
BJP Membership PT1M20S

ભાજપનું સભ્યપદ અભિયાન, પાક. પીએમ ઇમરાન ખાનથી માંડી આશારામ પણ બન્યા સભ્ય !

ભાજપનું ઓનલાઇન સભ્યપદ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેટલાક અહિત ઇચ્છતા તત્વો દ્વારા આશારામ બાપુ, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન, સહિતનાં અનેક કુખ્યાત લોકોનાં સભ્યપદનાં સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા સાઇબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે.

Jul 28, 2019, 12:00 AM IST

'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત પોલિસના Tik Tok વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે, શુક્રવારે તેમાં ઉમેરો થતાં ડીસીપી મંજીતા વણઝારા, વડોદરાના PSI અરૂણ મિશ્રાનો બીજો વીડિયો અને રાજકોટ પોલીસનો પીસીઆર વાનનો વીડિયો બહાર આવ્યો હતો

Jul 26, 2019, 10:25 PM IST

અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ થયા ગુમ

શહેરના નવરંગપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ ગુમ થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસીપી પ્રવીણ મલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, બંન્ને નવરંગરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી પોતાન ધરેથી આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. 
 

Jul 22, 2019, 07:04 PM IST

રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનો, 7 નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકીને મંજૂરી અપાઈ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા પોલીસ સ્ટેશનના વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબત કરવા 11 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવે છે. રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનોને મંજૂરી અપાઈ છે. 8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 10 જિલ્લાના 10 PSI કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરાશે. કુલ 11 જિલ્લાના 16 નવા પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.  

Jul 21, 2019, 03:45 PM IST

પોલીસ કર્મચારીઓને હવે પોતાના ખાનગી વાહન પર 'પોલીસ' લખાવવું પડશે ભારે

મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીઓને તેમના પોતાના ખાનગી વાહન પર પોલીસ ન લખવા માટેના આદેશ બહાર પાડ્યા છે 
 

Jun 27, 2019, 08:51 PM IST

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની મહિલા પર થયો બળાત્કાર

અમદાવાદના નવરંગપુરામાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.માનસિક અસ્થિર મહિલા પર રેપ થયાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. છેલા દસ દિવસમાં ગુજરાતમાં મહિલા પર અત્યાચારની આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. અને ગત 10 દિવસોમાં અમદાવાદમાં મહિલા પર બળાત્કારની આ બીજી ઘટના સામે આવી છે. 

Jun 26, 2019, 04:58 PM IST
Bhuva In Sikka Police satation PT1M40S

જામનગરનાં પોલીસ સ્ટેશનમાં ભુવા ધુણવાનો વીડિયો વાઇરલ

જામનગરનાં એક પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોલીસ સામે ધુણી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ પણ તે વ્યક્તિ સાથે શાંતિપુર્ણક સ્થિતી સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે ધુણતો વ્યક્તિ આરોપી છે કે કોણ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી.

Jun 22, 2019, 10:35 PM IST

સુરતના ફરાર પોલીસ કર્મીઓ અંગે ગુજરાત પોલીસ વડા બોલ્યા, ‘કડક પગલા લઈશું’

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા સમયાંતરે ગાંધીનગર ખાતે શહેરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં.

Jun 10, 2019, 02:23 PM IST

હવે જીટીયુના વિદ્યાર્થીઓ શીખવશે ગુજરાત પોલીસને સાયબર સિક્યુરીટીના પાઠ

રોજબરોજ સાયબર ક્રાઇમના ગુનાઓ સમગ્ર રાજ્યમાં વધી રહ્યા છે. આ સાયબરના ગુનાઓ ઉકેલવામાં અનેક ભેજાબાજો ચક્કર ખાય જતા હોય છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સાયબર સિક્યુરીટીના વિદ્યાર્થીઓ હવે અમદાવાદ પોલીસને સાયબર સિક્યુરીટીના પાઠ ભણાવતા જોવા મળશે.

Jun 6, 2019, 07:47 PM IST

ગુજરાત પોલીસની દારૂ બંધીની ડ્રાઇવ વચ્ચે આ સ્થળે ખુલ્લેઆમ ચાલુ થઇ ‘બિયર શોપ’

જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહ્યા છે. હવે પ્રવાસીઓ અને સ્થાનિકોને એવી આશા બંધાઈ છે કે કેવડિયાને કેન્દ્રશાસિત સરકાર બનાવી દેશે. જેને લઈને ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થઈ ગઈ હોય તેમ યાત્રા ધામની બહારજ ઠેર ઠેર નોન આલ્કોહોલિક બિયર શોપો ખુલી ગયા હતા.

Jun 6, 2019, 05:24 PM IST

અમદાવાદ: મોઝશોખ પૂરા કરવા માટે વાહન ચોરી કરતો યુવાન પોલીસે ઝડપ્યો

પોતના મોજ શોખ પુરા કરવા માટે વાહનની ચોરી કરતા ચેતન પંચાલ નામના એક રીઢા ચોરની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાણીપ વિસ્તારમાંથી ઝડપી પડેલ છે. પોલીસ ગિરફ્તમાં ઉભેલા શખ્સએ છેલ્લા છ માસમાં જ 11 વાહનનોની ચોરી કરેલ છે. પોતાના મોજ શોખ પુરા કરવા માટે સસ્તા ભાવે વેચી નાખેલાની પોલીસ પાસે કબૂલાત કરી છે. 
 

May 21, 2019, 09:10 PM IST

ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.

May 19, 2019, 01:45 PM IST