gujarat police

અમદાવાદ : બીટકોઈન ટ્રેડરની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું DYSP ચિરાગ સવાણીનું નામ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા છે. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકશાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. વેપારીએ સ્યુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો છે.  

May 19, 2019, 11:04 AM IST

રાજ્યની પોલીસમાં મોટી ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી, અધિકારીઓ ‘ડબલ ડ્યુટી’ કરવા મજબૂર

ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં પોલીસ વગર કોઈ કામ શક્ય નથી. બંદોબસ્ત હોય કે પછી સલામતી તમામ જગ્યાએ પોલીસની હાજરી જોવા મળે છે. ત્યારે રાજ્યમાં પોલીસની ઘટ છતા ભરતી નથી થઈ રહી. રાજ્યમાં કોન્સ્ટેબલથી લઈ પીઆઈ કક્ષાના અધિકારી સુધી અનેક જગ્યાએ ખાલી છે. અને જેની અસર અનેકવાર જોવા પણ મળે છે. 

May 17, 2019, 11:19 PM IST

મહેસાણા : સરકારના નાક નીચે ગુજરાતમાં બનતા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ

ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 

May 16, 2019, 11:28 AM IST

ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

ઓનલાઈન શોપિંગ દરમિયાન ખોટી લાલચ આપી છેતરપીંડી આચરનાર 16 આરોપીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે 17 કમ્પ્યુટર અને કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવતો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

May 7, 2019, 09:37 PM IST

ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSIએ ઝડપી પાડ્યો

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ થઇ રહી છે. ત્યારે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. ગત મોડી રાત્રે બોટાદના જંગલોમાંથી એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

May 5, 2019, 12:42 PM IST

જાણો ગુજરાત પોલીસમાં આ એક વર્ષમાં કયા 11 આઈપીએસ અધિકારી થશે નિવૃત્ત

રાજ્યમાં એકસાથે 11 જેટલા આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થતાં અન્ય અધિકારીઓને મળશે બઢતીનો લાભ, ડીજી કક્ષાથી માંડીને ડીસીપી કક્ષા સુધીના 11 અધિકારીઓ આ વર્ષે નિવૃત્ત થવા જઈ રહ્યા છે
 

May 3, 2019, 11:15 PM IST

ઈ-ચલાન ઘરે આવતા અમદાવાદી યુવકનો ભાંડો ફૂટ્યો, પછી જે થયું તે....

કોઈ પણ ટ્રાફિક નિયમો તોડવા પર લોકોને પોલીસ ચલાનના રૂપમાં કાર્યવાહી કરીને દંડ ફટકારે છે. અનેક શહેરોમાં પોલીસ ઈ-ચલાનનો ઉપયોગ કરીને સીધુ જ ચલાણ તમારા ઘરે મોકલી દે છે. તો આ ઈ-ચલાન સાથે જોડાયેલ એક કિસ્સો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. હકીકતમાં, અમદાવાદમાં રહેતા એક યુવકને પોલીસે ઈ-ચલાન મોકલ્યું. આ ઈ-ચલાન તેના ઘરવાળાઓના હાથમાં લાગ્યું અને તેના લગ્ન નક્કી થઈ ગયા. રસપ્રદ છે આ આખો કિસ્સો. ચલાન જોઈને હવે આ યુવકના લગ્ન નક્કી થઈ ગયા છે. 

May 1, 2019, 01:41 PM IST

LRD પેપરલીક કૌભાંડ: મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુર આવ્યો પોલીસ સકંજામાં

LRD પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ગુજરાત એટીએસ અને ક્રાઇમબ્રાંન્ચની ટીમે દિલ્હીથી ધરપકડ કરી છે. વિરેન્દ્ર માથુરને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખી ધરપકડ કરી છે. 

Apr 7, 2019, 05:50 PM IST

વેરાવળ : મોડી રાત્રે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા જિલ્લાની પોલીસ દોડતી થઈ

ગીર સોમનાથના વેરાવળમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખારવા વાડા વિસ્તારમા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પેટ્રોલિંગમાં નીકળેલ એએસપીનું બૂલેટ સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. તો લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં એએસપી સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

Apr 3, 2019, 08:40 AM IST

પંજાબના ખૂંખાર આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ, નરોડામાં પણ આપ્યો ગુનાને અંજામ

અમદાવાદ નરોડા પોલીસે ખૂંખાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મેજરસિંગની ધરપકડ નરોડા પાટિયા પાસેથી કરવામાં આવી હતી. જેમાં મેજરસિંગ જાહેરમાં બંદૂક દેખાડી સ્થાનિકો સાથે માથાકૂટ કરતો અને તેણે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.

Mar 24, 2019, 08:56 AM IST
Justice for Chirag Patel PT6M15S

અમદાવાદ પોલીસ આપશે પત્રકાર ચિરાગ પટેલના હત્યાની માહિતી

અમદાવાદમાં એક ખાનગી ચેનલનો પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે પોલીસે હત્યાને લઈને જુદા જુદા મુદ્દે તપાસ શરૂ કરી છે. ચિરાગ કરેલી આરટીજી અંતર્ગત તપાસ, મોબાઈલની શોધખોળ અને પ્રેમ પ્રકરણ મુદ્દે તપાસ તેજ કરી છે. જોકે, ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ કડી મેળવવા નિષ્ફળ બની બની છે, ત્યારે પોલીસે પરિવાર અને મિત્રવર્તુળની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે સેક્ટર-2 પોલીસ આજે પત્રકાર પરિષદને સંબોધશે. એડિશનલ સીપી સેક્ટર-2, ડીસીપી ઝોન-5, એસીબી અને પીઆઈ પત્રકાર પરિષદમાં કેસ સંબંધી માહિતી આપશે.

Mar 19, 2019, 02:10 PM IST

અમદાવાદ: છારાનગરમાં 300 પોલીસ કર્મીઓની રેડ

અમદાવાદમાં દારૂના અડ્ડાઓથી જાણીતા કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસની દસ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કેસો કરી કોમ્બિન્ગની કાર્યવાહી હાથ ધરી હતી.
 

Jan 24, 2019, 12:09 AM IST

ગુજરાતમાં દારૂની હેરાફેરીનો બુટલેગરનો નવતર પ્રયોગ, પોલીસ પણ અસમંજસમાં

અરવલ્લીના શામળાજી નજીક આવેલા વેણપુર પાસેથી પોલીસે મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટ્રીની આડમાં સંતાડીને લઈ જવાતો 13.51 લાખનો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી દારૂ ગુસાડવા માટેની એક નવી મોડેસ ઓપરેન્ડીનો પરદાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં ઉત્તર પ્રદેશના બે સખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

Jan 16, 2019, 04:57 PM IST

અમદાવાદ LRDનું પેપર વ્હોટ્સએપ કરતો જયેશ ચૌધરી નામનો યુવાન ઝડપાયો

આ ષડયંત્ર પેપર ફોડવા માટે રચવામાં આવ્યું હતું કે માત્ર પોતાનાં માટે જ તસ્વીરો વ્હોટ્સએપ કરી હતી તે અંગે પોલીસ તપાસ ચાલુ

Jan 7, 2019, 08:26 AM IST
Hariyanes examination paper leak and at hand felt Gujarat LRD: Shivanand Jha PT12M41S

LRD પેપર લીક કાંડમાં DGPએ કર્યો મહત્વનો ખુલાશો, જુઓ વીડિયો

Hariyanes examination paper leak and at hand felt Gujarat LRD: Shivanand Jha

Jan 2, 2019, 06:40 PM IST

હરીયાણાની પરીક્ષાનું પેપર લીક કરવા ગયા અને હાથે લાગ્યું ગુજરાત LRDનું: શિવાનંદ ઝા

LRD પેપર લીક કાંડમાં મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. જે અંગે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ગાંધીનગર પોલીસ તથા એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક મહિનામાં આશરે 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

Jan 2, 2019, 05:59 PM IST
 Alcohol Prohibition truth In Gujarat, this is famous Bootlegger list  of Gujarat PT25M53S

ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ છે કુખ્યાત બુટલેગરો

Alcohol Prohibition truth In Gujarat, this is famous Bootlegger list of Gujarat

Dec 25, 2018, 06:30 PM IST

નામની નશાબંધી: ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ રહ્યા ગુજરાતના કુખ્યાત બુટલેગરો

ગુજરાતમાં આમતો દારૂ વેચવો અને દારૂ પીવોએ ગુન્હો છે. પણ પોલીસની મીલી ભગતને કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રશ્નએ થાય છે, કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ કેવી રીતે વેચવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્નએ થાય છે, કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે. ક્યાંથી? 

Dec 25, 2018, 06:16 PM IST

રાજકોટ : બાળકના માથાનો ભેદ હજી નથી ઉકેલાયો, પોલીસ હજી અંધારામાં તીર મારી રહી છે

 રાજકોટમાં મળેલા બાળકના માથાનો ભેદ પાંચ દિવસેય ઉકેલાયો નથી. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે ગુજરાતના અપહ્યત બાળકોનો ડેટા મંગાવ્યો છે. રાજ્યભરમાંથી 112 બાળકોનો ડેટા આવ્યો છે. ત્યારે હવે 112 બાળકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

Dec 24, 2018, 12:18 PM IST