gujarat
ઈંગ્લેન્ડ ક્રિકેટ સિરીઝ પહેલાં અમદાવાદમાં શરૂ થયો ક્રિકેટ કાર્નિવલ
કાર્નિવલમાં ક્રિકેટ રસિકોને આવકારવા પ્રવેશ દ્વારની કમાનો પર લાલ, ગુલાબી અને વ્હાઈટ કલરના બૉલ્સના કટ-આઉટ લગાવવામાં આવ્યા છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ-મોટેરામાં રમાનારી ક્રિકેટ મેચ ફોર્મેટનું પ્રતિક રજૂ કરે છે.
Feb 22, 2021, 10:58 AM ISTભરી સભામાં ભાજપના મંત્રીની જીભ લપસી, કરી દીધી કોંગ્રેસને મત આપવાની અપીલ
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની કોંગ્રેસને મત આપવાની અપીલથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમના આ બફાટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની આ સભામાં અલ્પેશ ઠાકોર પણ હાજર હતા.
Feb 22, 2021, 09:56 AM ISTFarmer's Protest: આંદોલન માટે ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત આવશે ગુજરાત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે રવિવારે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાત (Gujarat) નો પ્રવાસ કરશે.
Feb 22, 2021, 08:02 AM ISTનેતાઓની બેશરમીથી થાકેલા યુવાનો દ્વારા સ્વયંભુ મતદાન બહિષ્કારનો માહોલ
રાજ્યમાં આજે 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણીમાં 2015 કરતા પણ ઓછું મતદાન થયું હતું. તમામ પક્ષોના જીવ સાંજે તાળવે ચોંટ્યા હતા. મતદાન બપોર સુધી ખુબ જ ઓછું થયું હતું. ઓછા મતદાન પાછળ મુખ્ય કારણ યુવાનોનું નિરસ વલણ છે. કોરોનાની સ્થિતીના કારણે પણ મતદાન ઓછુ થયું હતું. 6 મનપામાં સરેરાશ 41 ટકા જ મતદાન થયું છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં તમામ તહેવારો પણ નિરસ રહ્યા હતા.
Feb 21, 2021, 11:08 PM ISTગુજરાતમાં સરેરાશ 44 ટકા મતદાન, તમામ પક્ષોના પ્રયાસો છતા મતદાનમાં નિરસતા
રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું. આ ઉપરાંત યુવાનોમાં પ્રમાણમાં ખુબ જ નિરસતા રહી હતી. તેઓ મતદાન કરવા માટે જ આવ્યા ન હોય તેવો માહોલ હતો.
Feb 21, 2021, 09:08 PM ISTકોંગ્રેસે મેદાન છોડી દીધું છે ને મારી સામે ફોર્મ પણ ભરી શકી નથી: દિનેશ અનાવાડીયા
નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડિયા પોતાના પરિવાર સાથે માં અંબાના દર્શનાર્થે મંદિર પહોંચ્યા હતા. જ્યાં ગર્ભગૃહ માં પાઘડી ઉતારી માતાજી સમક્ષ નતમસ્તક થયા હતા અને પૂજારીના આશીર્વાદ લીધા હતા.
Feb 21, 2021, 08:37 PM ISTમુખ્યમંત્રીએ રાજકોટમાં મતદાન બાદ પત્રકાર પરિષદ સંબોધી, યુવાનોને મતદાન કરવા અપીલ કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતેના પોતાના મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, હું કોરોનામાંથી રિકવર થયો છું. હું ભગવાન અને જનતાનો આભાર માનુ છું કે,મારો કોરોના ઝડપથી સારો થયો. ગુજરાતનો રિકવરી રેટ પણ 97 ટકાથી વધારે થઇ ચુક્યો છે. ગુજરાતમાં હવે તમામ દર્દીઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. હજુ પણ કલાકની વાર છે. તમામ મતદાતાઓ આગળ આવે અને લોકશાહીની પોતાની પવિત્ર ફરજ નિભાવે. મતદાન કરે. યુવાનો પણ મતદાન કરે તે માટે આગળ આવે.
Feb 21, 2021, 05:22 PM ISTમત મારો અધિકાર: 68 વર્ષના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે પહોંચ્યા મતદાન કેંદ્ર
વડોદરાઃ રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરીજનો હોંશે હોંશે લોકશાહીના પર્વમાં જોડાઇ રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે.
Feb 21, 2021, 01:58 PM ISTAhmedabad: ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ, પોલીસ કાફલો દોડતો થયો
મતદાન દરમિયાન ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Feb 21, 2021, 01:15 PM ISTજો પેટ્રોલનો ભાવ 100 ને પાર પહોંચશે તો ગુજરાતના 80 ટકા પેટ્રોલ પંપ થઇ જશે બંધ !
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો સામાન્ય નાગરિકો માટે સમસ્યા સર્જી રહી છે. તેવામાં જો કિંમત 100 ને પાર પહોંચશે તો ગુજરાતના 80 ટકા પેટ્રોલ અને ડીઝલ પંપ થઇ જશે બંધ
Feb 20, 2021, 10:40 PM ISTગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કાઠી સમાજનો ચૂંટણી બહિષ્કાર
ચૂંટણી ટાણે એક પછી એક સમાજનો રિસામણા મનામણાનો દોર ચાલી રહ્યો છે. હવે ચોટીલા તાલુકાના ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેરાણા, ઢોકળવા, ગોલીડા, નવાગામ, આણંદપુર સહીતના ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. પોતાનાં સમાજની દિકરીને અન્યાય થયો છે તેમ છતા પણ સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો ન્યાય કરવામાં આવ્યો નહી હોવાનાં કારણે આખરે તેઓએ આખરે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
Feb 20, 2021, 05:17 PM ISTGujarat : કોરોનાગ્રસ્ત CM રૂપાણી PPE કીટ પહેરીને કરશે મતદાન
Gujarat: Coronated CM Rupani will vote wearing PPE kit
Feb 20, 2021, 02:05 PM ISTGujarat : પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે 93 પૈસાનો વધારો
Gujarat: Petrol price hiked by 93 paise per liter
Feb 20, 2021, 12:10 PM ISTGujarat ની 6 મહાનગરપાલિકાઓ માટે આવતી કાલે મતદાન
Polling tomorrow for 6 Municipal Corporations of Gujarat
Feb 20, 2021, 12:05 PM ISTGujarat : પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
Gujarat: State President C.R. ZEE 24 hour special conversation with Patil
Feb 19, 2021, 05:30 PM ISTનાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી એવી ટિપ્પણી કે કરીના કપુર થઇ જશે ધુંવાપુંવા
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગરમાં જાહેર સભા સંબોધી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે તૈમુર લંગ વિશે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ અને વિધર્મીઓના મુદ્દા પર રહ્યું હતું.
Feb 18, 2021, 11:52 PM ISTઅમદાવાદની મહિલાએ હાઇકોર્ટના જજને મોકલ્યા 150 કોન્ડોમ અને કહ્યું કે...
ગુજરાતનાં અમદાવાદમાં રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ (Woman Sends 150 Condoms To Justice) મોકલ્યા હતા.
Feb 18, 2021, 07:20 PM ISTભાવનગર: ઉમેદવારનો અનોખો પ્રચાર કમળનું ફુલ ખીલવવા માટે ગુલાબ આપી રહ્યા છે ભેટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1 માં ભાજપ ના ઉમેદવારો અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે, મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપને વિજયી બનાવવા વિનંતી કરી રહ્યા છે. ગત ટર્મની ચુંટણીમાં અહી ચાર બેઠકો પૈકી માત્ર એક બેઠક ભાજપના ફાળે આવી હતી, ત્યારે આ વખતની ચૂંટણીમાં તમામ ચાર બેઠકો પર જીત મેળવવા ભાજપના ઉમેદવારોએ મતદારોને મનાવવા માટે વિકાસની ગાથા સાથે અનોખા પ્રચાર સાથે ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપાને વિજય અપાવવા વિનવી રહ્યા છે.
Feb 18, 2021, 06:58 PM ISTGujarat : મોંધવારી વધતાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
Gujarat: Congress protests over rising prices
Feb 18, 2021, 05:30 PM ISTGujarat : અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા- DyCM નીતિન પટેલ
Gujarat: Petrol-diesel prices lower in Gujarat than other states- DyCM Nitin Patel
Feb 18, 2021, 04:50 PM IST