gujratcyclone

તૌકતે વાવાઝોડાની ભારે અસર, ભરૂચ સહિત અનેક જિલ્લામાં સર્જ્યા ખેડૂતોની તબાહીના દ્રશ્યો

તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાવના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે

May 18, 2021, 01:08 PM IST

રાજુલામાં વાવાઝોડાએ માસુમ બાળકીનો જીવ લીધો, ઘરની દીવાલ તૂટતા આખો પરિવાર દટાયો હતો

 • રાજુલાના તવક્કલ નગરમાં મોડી રાત્રે વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા
 • રાજુલાના હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું
 • રાજુલાની હોટલ કોહિનૂર, હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ. હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા

May 18, 2021, 12:32 PM IST

વિનાશ વેર્યા બાદ જાણો ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તૌકતે વાવાઝોડું...

 • વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે
 • બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારું વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરી શકે છે

May 18, 2021, 11:42 AM IST

તૌકતેની તબાહીના દ્રશ્યો : સૌરાષ્ટ્રથી સુરત સુધી વિનાશ વેર્યો, જુઓ Photos

વાવાઝોડાને કારણે ગત સાંજથી ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 12 જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

May 18, 2021, 10:57 AM IST

વેરાવળના કાંઠે લાંગરેલી 5 બોટને ગાંડોતૂર બનેલો દરિયો ખેંચીને લઈ ગયો, ફસાયા 8 લોકો

 • પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયામાં પવનને કારણે ઝોલા ખાતી હતી, જે ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી. આ બોટમાં સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા હતા, જેથી પોતાનો જીવ બચાવી શક્યા હતા

May 18, 2021, 09:30 AM IST

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર : સૌથી વધુ ખાનાખરાબી વલસાડમાં થઈ, ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ

 • વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે
 • નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. મહાકાય મોજા ઉછળી રહ્યા છે
 • ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન 62 MM વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 29 MM નોંધાયો 

May 18, 2021, 08:15 AM IST

રાજકોટમાં ઠેરઠેર વાવાઝોડાની અસર, ગોંડલમાં પોલીસ જવાનોએ રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવ્યા

 • ​ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, આટકોટ, જસદણ, વીંછીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે
 • ગોંડલ શિવરાજગઢ રોડ ઉપર વાવાઝોડામાં પડી ગયેલા બાવળના ઝાડ અને ઉડી આવેલ સાંઠીની ભરીઓને પોલીસ જવાનોએ દૂર કરી રસ્તો સાફ કર્યો

May 18, 2021, 07:43 AM IST

સુરેન્દ્રનગર તરફ વળ્યું વાવાઝોડું, હાલ તોફાન પ્રતિ કલાક 13 કિમીની સ્પીડે આગળ વધી રહ્યુ છે

 • ​રાજુલા અને જાફરાબાદને જોડતા રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થતા બંને શહેરોનો જોડતો માર્ગ બંધ થયો છે. મોડી રાતથી અહી કોઈ અવરજવર થઈ નથી રહી
 • જાફરાબાદમાં મોબાઈલ ટાવર તૂટી પડ્યો છે. તો દીવના બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. ઉના દીવમાં 300 થી વધુ વૃક્ષો ધારાશાહી થયા

May 18, 2021, 06:48 AM IST

તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું

18 મેની સવાર ગુજરાત માટે રાહતના સમાચાર લઈને આવી છે. તૌકતે વાવાઝોડું (gujratcyclone) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે. હાલ પણ પવનની ગતિ સામાન્ય કરતા અતિ વધારે છે. પરંતુ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. 

May 18, 2021, 06:12 AM IST