haryana

Haryana Election: ગોપાલ કાંડા મામલે ઉમા ભારતીએ ઉઠાવ્યા સવાલ, ગીતિકા આત્મહત્યા કાંડ યાદ કરાવ્યો

Haryana : હરિયાણા વિધાનસભા ચૂંટણીના (Haryana Assembly Election 2019) પરિણામ (Election Results) જાહેર થતાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. આ સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ગોપાલ કાંડાએ (Gopal Kanda) ભાજપને (BJP) સમર્થન આપવાની તૈયારી બતાવી છે. જે સામે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ (Uma Bharti) પોતાના જ પક્ષને ચેતવ્યો છે અને ગીતિકા આત્મહત્યા કાંડ (geetika suicide case) યાદ કરાવ્યો છે.

Oct 25, 2019, 03:54 PM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ટાઇ રહી હતી બંન્નેને 3-3 બેઠકો મળી હતી, જો કે ભાજપનો વોટશેર ઘટ્યો હતો અને કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હતો

Oct 24, 2019, 10:16 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા. 

Oct 24, 2019, 05:10 PM IST

ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

Oct 24, 2019, 04:50 PM IST

ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.

Oct 24, 2019, 04:14 PM IST

લીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો

કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. 

Oct 24, 2019, 03:36 PM IST

હરિયાણામાં આ પાર્ટીએ જીતી 'પહેલી સીટ', ભાજપના મંત્રીને મોટા અંતરથી હરાવ્યા

જેજેપીએ શાહબાદ (એસસી) સીટ પર આ જીત નોંધાઇ. ચૂંટણી કમિશનના અનુસાર શાહબાદ (એસસી) સીટ પરથી જેજેપી ઉમેદવાર રામકરણે પોતાના પ્રતિદ્વંદી ભાજપના ઉમેદવાર અને રાજ્યમંત્રી કૃષ્ણ કુમાર બેદીને મોટા અંતરથી હરાવ્યા છે.

Oct 24, 2019, 03:27 PM IST

હરિયાણામાં ભાજપ બહુમતથી દૂર, પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ આપ્યું રાજીનામું

તમને જણાવી દઇએ કે હરિયાણામાં ભાજપને લઇને તમાઅમ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ છ. ભાજપ બહુમતથી ખૂબ દૂર છે જ્યારે કોંગ્રેસે પોતાનું પ્રદર્શનમાં જોરદાર સુધારો કર્યો છે. હાલ ભાજપ 40 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 31 સીટો પર આગળ છે.

Oct 24, 2019, 02:54 PM IST

થરાદ બેઠક પર ‘કમળ’નો નહિ, પણ ‘ગુલાબ’નો જાદુ છવાયો, ભાજપની મોટી હાર

બાયડ બાદ ભાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે. છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે 20 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ જીત્યો છે. જે ભાજપ માટે પેટાચૂંટણીની સૌથી મોટી હાર કહી શકાય. 

Oct 24, 2019, 02:24 PM IST

બાયડમાં કોંગ્રેસની જંગી જીત : એક પણ રાઉન્ડમાં જશુભાઈએ ધવલસિંહ ઝાલાને આગળ આવવા ન દીધા

ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. 

Oct 24, 2019, 01:43 PM IST

હરિયાણા: સરકાર બનાવવા માટે કોંગ્રેસમાં હલચલ, હુડ્ડા બપોરે 2 વાગે યોજશે પત્રકાર પરિષદ

જોકે વલણમાં જનનાયક જનતા પાર્ટી (JJP) કિંગમેકર સાબિત થઇ છે. એવામાં રાજ્યમાં સરકાર બનાવવાનું તણિત તેજ થઇ રહ્યું છે અને કોંગ્રેસે જેજેપીનો સંપર્ક સાધ્યો છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા માટે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) સાથે સંપર્ક કર્યો છે. 

Oct 24, 2019, 01:42 PM IST

ખેરાલુ બેઠક પર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું, અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં

આજે ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ (Kheralu) બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસ (Congress) ના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે. 

Oct 24, 2019, 01:11 PM IST

હરિયાણામાં જેજેપી-કોંગ્રેસ બનાવશે સરકાર? કોંગ્રેસે દુષ્યંત ચૌટાલાનો કર્યો સંપર્ક- સૂત્ર

તો બીજી તરફ જેજેપીએ કોઇપણ નિર્ણય લેતાં પહેલાં આવતીકાલે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સૂત્રોના અનુસાર ત્રિશુંકુ વિધાનસભા થતાં જેજેપી આવતીકાલે ધારાસભ્યો સાથે મંત્રણા કરશે. જેજેપીએ દાવો કર્યો છે કે તે સરકાર બનાવશે.

Oct 24, 2019, 11:35 AM IST

બંને પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપને ન ફળ્યા, બે રાઉન્ડમાં કોંગ્રેસથી પાછળ

ગુજરાત (Gujarat) ની તમામ 6 બેઠકો (ByElectionsResults) પર કોણ જીતશે તેની આતુરતાનો અંત થોડા જ કલાકમાં આવી જશે. 6 બેઠકોમાંથી બે બેઠકો બંને પક્ષો માટે કાંટે કી ટક્કર જેવી છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર હાલ સૌની નજર છે. ત્યારે શરૂઆતના રાઉન્ડમાં જ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavasinh Zala) ને પછડાટ મળતી દેખાઈ રહી છે. પ્રથમ રાઉન્ડમાં જ બંને બેઠકો પર ભાજપ (BJP) ના આ પક્ષપલટુ નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. રાધનપુર અને બાયડ બંને બેઠકો પર કોંગ્રેસ (Congress) આગળ ચાલી રહ્યું છે, ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની બેઠકમાં આ બાબત હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

Oct 24, 2019, 09:16 AM IST

પેટાચૂંટણી પરિણામ: કોંગ્રેસની ‘દિવાળી’ સુધરી, 3 બેઠકો પર જીત મેળવી, તો 3 બેઠક ભાજપને ફાળે 

આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત ભાજપ-કોંગ્રેસના 12 મહારથીઓનું ભાવિ નક્કી થશે.

Oct 24, 2019, 07:53 AM IST

વિધાનસભાની 6 બેઠકો પર કોણ જીતશે, જુઓ શું કહે છે ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલનું તારણ

ગઈકાલે ગુજરાત (Gujarat)માં વિધાનસભા (Assembly Election 2019) ની ખાલી પડેલી 6 સીટ પર મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. ત્યારે આ તમામ 6 બેઠકો પર કોણ જીતશે તેની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ (Exit Poll) ના તારણ મુજબ તમામે તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે. અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) સહિતના ભાજપના ઉમેદવારો સિક્સ લગાવશે. 

Oct 22, 2019, 08:11 AM IST
Election Commission completes election in Maharashtra and Haryana PT6M14S

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પૂર્ણ, ચૂંટણી પંચે કરી પત્રકાર પરિષદ

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ પર સાંજે 6.00 કલાકે મતદાન પૂર્ણ થઈ ગયું. સાંજે 6.00 કલાક સુધીના આંકડા મુજબ રાજ્યમાં સરેરાશ 55.37% મતદાન નોંધાયું છે. રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્ની અમૃતા અને માતા સરિતા સાથે નાગપુરમાં મતદાન કર્યું હતું. શિવસેનામાં ઠાકરે પરિવાર તરફથી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના બાન્દ્રામાં મતદાન કર્યું હતું.

Oct 21, 2019, 08:40 PM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 51.41 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. 

Oct 21, 2019, 06:39 PM IST

Photos : અમરાઈવાડી બેઠક પર અનોખો નજારો, જુડવા ભાઈ અને જુડવા બહેનોની જોડી વોટ આપવા પહોંચી

ગુજરાતની 6 બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણી (Assembly Election 2019) ના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ મતદાનનુ પ્રમાણ સરેરાશ ઓછું છે, પરંતુ આ આંકડો વધે તેવી શક્યતા છે. મતદાન વચ્ચે કેટલાક મતદારોનો અનોખો જુસ્સો જોવા મળ્યો. જેમાં ખાસ નજારો અમદાવાદ (Ahmedabad) ની અમરાઈવાડી બેઠક પર જોવા મળ્યો. જુઓ....

Oct 21, 2019, 11:50 AM IST

થરાદ : સુરતથી રાજસ્થાન જતી લક્ઝરી બસને અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત

થરાદ-સાચોર હાઇવે (Highway) પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત (Accident) માં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

Oct 21, 2019, 09:04 AM IST