haryana

ભાજપના 6 બેઠકના ઉમેદવાર જાહેર, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ મળી ટિકિટ

વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપવામાં આવી છે. જ્યારે બાયડથી ધવલસિંહ ઝાલાને ટીકિટ આપીને અંતે ગુચવણનો અંત લાવ્યો હતો. જાહેર થયેલા તમામ ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે. 

Sep 29, 2019, 11:54 PM IST

વિધાનસભા પેટાચૂંટણી : ભાજપમાં ઉમેદવારોના નામોનું કોકડુ હજુ ગૂંચવાયેલું, પણ શક્તિ પ્રદર્શન માટે કયા નેતા જશે તેમનું લિસ્ટ બન્યું

6 વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો આવતીકાલે વિજય મુહર્તમાં ફોર્મ ભરશે. ત્યારે 6 વિધાનસભામાં ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે. સરકાર તથા સંગઠન દ્વારા આ અંગેની  સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી (Nitin Patel), સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે હાજર રહેશે. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરાશે. તો બીજી તરફ કોંગ્રેસે (Congress) ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.  

Sep 29, 2019, 06:41 PM IST

વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોને કોને મળી ટિકીટ

આજે રવિવારે સૌની નજર એક જ બાબત છે કે, છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે સૌથી પહેલા સમાચાર કોંગ્રેસ પક્ષ તરફથી આવ્યા છે. વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ હોઈ આજે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. ત્યારે  અમદાવાદ કોંગ્રેસે બે બેઠક ઉપર નામ ફાઈનલ કર્યાં છે. જેમાં લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠક પર રઘુભાઈ દેસાઈ, અમરાઈવાડી બેઠક પર ધર્મેન્દ્ર પટેલ અને બાયડ બેઠક પર જશુ પટેલનું નામ જાહેર કરાયું છે. 

Sep 29, 2019, 05:33 PM IST

મહારાષ્ટ્ર-હરિયાણા ઈલેક્શનને લઈને દિલ્હીમાં બીજેપીનું મનોમંથન શરૂ, પીએમ મોદી પણ હાજર રહેશે

મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ઈલેક્શન (Assembly Elections 2019)ની રણનીતિને લઈને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ઈલેક્શન સમિતિની બેઠક શરૂ થઈ છે. નવી દિલ્હીમાં આયોજિત આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર રહ્યાં છે. બીજેપી (BJP) સીઈસી (CEC)ની આ બેઠકમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ સહિત મહારાષ્ટ્રના સહપ્રભારી કેશવ મૌર્ય પણ બીજેપી ઓફિસ પહોંચ્યા છે.

Sep 29, 2019, 04:28 PM IST

હરિયાણા-પંજાબમાં ભુસુ સળગાવવા મુદ્દે કેજરીવાલ ગંભીર, 2 રાજ્યોને લખ્યા પત્ર

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા અને પંજાબમાં ભુસુ સળગાવવા મુદ્દે બંન્ને રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખી ત્વરીત કાર્યવાહી કરવા અપીલ કરી

Sep 26, 2019, 11:20 PM IST

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ભાજપ પર પ્રહાર, ‘આખા દેશમાં મંદી, દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી’

રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ યોજનારી 9 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના ઉમેદવાર સ્થાનિક કાર્યકરોની પસંદગીને ધ્યાને લઈને કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે (Rajiv Satav) નિવેદન આપતા કહ્યું કે, 6 વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોંગ્રેસ (Congress) તૈયાર છે. આજે આખા દેશમાં આર્થિક મંદી છે. ઉદ્યોગ યુનિટ બંધ થઇ રહ્યાં છે. યુવાનો બેરોજગાર છે. દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી. ગુજરાતમાં જે કામ થવા જોઈએ, એ આ સરકાર દ્વારા થતા નથી. તેની સામે જે કાર્યક્રમ કરવાના છે તે અંગે ચર્ચા થશે. તમામ મુદ્દાઓ અમે પ્રજા વચ્ચે લઈ જઈશું.  

Sep 26, 2019, 01:12 PM IST

ગુજરાત પેટા ચૂંટણી : ઉમેદવારોના ફાઈનલ નામ શ્રાદ્ધ બાદ, અમિત શાહ લગાવશે મહોર!!

ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં આગામી 21 ઓક્ટોબરે 6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોના નામ પર ચર્ચાવિચારણા કરી રહ્યું છે. ત્યારે પેટા ચૂંટણીઓના ઉમેદવારોને લઈને અમિત શાહે બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે મોકલેલા નામો પર ચર્ચા થઈ હતી. જોકે, હાલ ઉમેદવારોના નામની જાહેરાત હમણાં નહિ થાય. ત્યારે જાણવા મળ્યું છે કે, ભાજપના ઉમેદવારો 30 સપ્ટેમ્બરે ઉમેદવારી કરશે. 

Sep 25, 2019, 03:29 PM IST

રાધનપુરમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ, કોંગ્રેસના ફરસુભાઈ ગોકલાણી હવે NCPમાંથી પેટાચૂંટણી લડશે

રાજ્યમાં 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના બંને પક્ષોના ઉમેદવાર જાહેરા થાય તે પહેલા જ અતિ મહત્વની એવી રાધનપુર (Radhanpur)  બેઠક પરથી મોટા બ્રેકિંગ સામે આવ્યા છે. રાધનપુર વિધાનસભા (Radhanpur VidhanSabha) ની પેટાચૂંટણીમાં નવો ગરમાવો આવ્યો છે. હવે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. કારણ કે, કોંગ્રેસ (Congress) ના જૂના નેતા અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી માં અગ્રેસર એવા ફરસુભાઈ ગોકલાણી NCP પક્ષમાં જોડાયા છે. ફરસુભાઈ ગોકલાણીને NCP તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે. 

Sep 25, 2019, 02:25 PM IST

ભાજપમાં પેટાચૂંટણી માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ, લુણાવાડા-થરાદમાં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી

6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ને લઈને ભાજપ (BJP)માં મનોમંથન તથા આંતરિક વિખવાદ હાલ ચરમસીમા પર છે. ગઈકાલે મોડી રાત સુધી પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સ્થાનિક આગેવાનોને પ્રદેશ નેતૃત્વને સ્થાનિક નેતાઓને ટીકિટ આપવા બાબતે રજૂઆત કરી છે. રાધનપુર (Radhanpur), ખેરાલુ (Kheralu), બાયડ(Bayad), લુણાવાડા બેઠક પર સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી. તેમજ રાધનપુર અને બાયડ પર કોંગ્રેસ (Congress) માંથી આવેલા ઉમેદવારોને લઈને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તો બીજી તરફ, લુણાવાડા (Lunawada) અને થરાદ (Tharad) બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની માંગ ઉઠી છે. તો હાલ, થરાદ બેઠક પર શંકર ચૌધરી (Shankar Chaudhary) ની દાવેદારીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વમંત્રી શંકર ચૌધરી માટે કપરા ચઢાણ ગણાઈ રહ્યા છે. તો અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતૃત્વ પર નિર્ણય છોડ્યો છે. 

Sep 25, 2019, 11:54 AM IST

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે.

Sep 21, 2019, 12:12 PM IST

મિત્ર બન્યો શેતાન, નજીવા કારણસર 7 વર્ષના બાળક સામે જ માતા પિતાની નિર્દયતાથી હત્યા કરી

ગુરુગ્રામના ગામ ડૂંડાહેડામાં ગુરુવારે વહેલી સવારે એક દંપત્તિની ચાકૂ ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી. બદમાશોએ આ હિચકારા હત્યાકાંડને દંપત્તિના 7 વર્ષના પુત્રની નજર સામે જ અંજામ આપ્યો.

Sep 13, 2019, 11:35 AM IST
PM Modi's Addressal At Rohtak, Haryana PT9M50S

હરિયાણા: પીએમ મોદીએ વિજય સંકલ્પ રેલીમાં કર્યું સંબોધન, જુઓ શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં 2000 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે આ સંયોગ છે કે જ્યારે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે હું હરિયાણા આવ્યો છું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો.

Sep 8, 2019, 02:30 PM IST

ભાજપે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મુદ્દે કસી કમર, નિયુક્ત કર્યા સેનાપતિ

ભાજપે 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાના પ્રભારી નિયુક્ત કર્યા છે, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી કામકાજ ચાલુ કર્યું

Aug 9, 2019, 07:31 PM IST

હિસાર: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પ્રોજેક્ટ્સનો કર્યો શુભારંભ કહ્યું-'અમે વિકાસ માટે પ્રયત્નશીલ'

રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા બીજા દિવસે રવિવારે પણ હિસારના પ્રવાસે છે. અહીં આયોજિત ગ્રામ ઉત્સવ કાર્યક્રમમાં તેઓ સામેલ થયાં. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અહીં વિકાસ માટે પ્રયત્નશીલ છીએ.

Aug 4, 2019, 02:42 PM IST

મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે J-Kમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન

મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી થાય તેવી શક્યતા છે. સુત્રો અનુસાર આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે.

Jul 29, 2019, 09:15 PM IST

ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા

પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Jun 27, 2019, 12:15 PM IST

આતંકવાદીઓના ટાર્ગેટ પર છે દિલ્હીમાં વસેલા યહુદીઓ, ઇઝરાયેલ પર ભડાશ કાઢવાનો ઇરાદો

વિશ્વસ્ત ગુપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં યહુદી (Jews) સમુદાયનાં ઉપર આતંકવાદી હુમલાનો ખતરો છે. જૈશ એ મોહમ્મદ (Jaish-e-Mohammed) અને આઇએસઆઇએસ (ISIS) સાથે મળીને દિલ્હીમાં યહુદીઓ પર હુમલાનું કાવત્રું રચી રહ્યા છે. તેમની સાથે એક અન્ય આતંકવાદી સંગઠનનાં આતંકવાદી પણ છે, પરંતુ તેની ઓળખ થઇ શકી નથી. યહુદી સમુદાયની ઉપર હુમલાથી આ આતંકવાદીઓ ઇઝરાયેલ વિરુદ્ધ હમાસની કાર્યવાહીનું સમર્થન કરવા ઇચ્છે છે. 

Jun 15, 2019, 05:42 PM IST
Northen India AS An Unrelenting Heatwave IMD Warns Of Severe HEat Over The Week PT6M11S

રાજસ્થાનમાં ગરમીનો પારો 50ને પાર, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતાં જાનમાલને નુકસાન

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, કેરળમાં 6 જૂનના રોજ ચોમાસાનું આગમન થશે. ત્યારે ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આ દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ચૂરુમાં 50.8 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. સમગ્ર દેશમાં સૌથી વધારે તાપામાન રાજસ્થાનના ચુરુમાં ગરમી નોંધાઈ. ગરમીથી બચવા માટે લોકોએ ઠંડા પાણીનો સહારો લીધો છે. તો ફાયર વિભાગે રસ્તા પર પાણી છાંટવાની કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેકટરે લોકોને બહાર ન નીકળવાની સૂચના આપી છે.

Jun 4, 2019, 11:25 AM IST

છઠ્ઠા તબક્કામાં 59 લોકસભા સીટો પર આજે મતદાન, દિગ્ગજોના ભાગ્ય EVMમાં કેદ થશે

દિલ્હી સહીત 6 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે મતદાન થવાનું છે. આ મતદાન બાદ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતાઓ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાગ્ય ઇવીએમમાં કેદ થઇ જશે. છઠ્ઠા તબક્કાની આ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર સીટો પર મતદાન થવાનું છં. 

May 12, 2019, 12:00 AM IST

કોંગ્રેસે હરિયાણામાં કરી વધુ 5 ઉમેદવારની જાહેરાત, ભૂપિંદર હુડ્ડાને સોનીપતથી આપી ટિકિટ

રવિવારે કોંગ્રેસે હરિયાણાની 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાએ સોનીપતથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કુરુક્ષેત્ર, હિસાર, કરનાલ અને ફરીદાબાદથી પણ નામોની જાહેરાત કરાવામાં આવી છે.

Apr 22, 2019, 08:39 AM IST