himmat nagar

લાંબા વિરામ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદનું આગમન

ગુજરાતમાં વાદળો જાણે રિસાઈ ગયા હોય તે રીતે વરસાદ જાણે ગાયબ થઈ ગયો છે. પણ શનિવારે બપોર બાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અમરેલી, ડાંગ, સુરત, સાવરકુંડલામાં વરસાદની રિએન્ટ્રી થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો બીજી તરફ, આ પંથકના ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ હતી. 

Jul 20, 2019, 04:28 PM IST

વરસાદ ક્યાં સુધી નહિ પડે તેની આગાહી કરી હવામાન વિભાગે, જાણો

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે એવુ મોઢુ ફેરવ્યું છે કે, માંડ ક્યાંક છાંટા વરસી પડે છે. આ વચ્ચે આજે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ, હજી પણ ગુજરાતના આકાશમાંથી વરસાદ વરસવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી.

Jul 15, 2019, 04:21 PM IST

આગામી બે દિવસમાં અતિથી ભારે વરસાદની આગાહી, જુઓ કયા વિસ્તારોને થશે વધુ અસર

રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

Jun 28, 2019, 03:03 PM IST

રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઈંચ, તો ભરૂચમાં 4.5 ઈંચ વરસાદ

રાજ્યમા સત્તાવાર ચોમાસાની શરૂઆત થતા જ સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 10:00 વાગ્યા દરમિયાન રાજ્યમાં 5૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સવારે 6 થી 8 માં ૩૩ તાલુકામાં વરસાદ હતો. મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઇ ગઈ છે. સૌથી વધુ અંકલેશ્વરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 4.5 ઈંચ, સુરતના કામરેજમાં સવા ચાર ઈંચ, સુરતના માંગરોળમાં ચાર ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

Jun 28, 2019, 02:38 PM IST

1 ઈંચ વરસાદે અમદાવાદને ધમરોળ્યું, 20થી વધુ વૃક્ષો ધારાશાઈ, અનેક જગ્યાએ જમીન બેસી ગઈ

ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

Jun 24, 2019, 08:22 AM IST

રવિવારે મોડી રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજીત રફ, અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ વૃક્ષ પડવાના બનાવો બન્યા હતા, તો ક્યાંક જમીન ખસી જવાના બનાવ બન્યા હતા. 

Jun 24, 2019, 07:52 AM IST

ભારે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું, હિંમતનગરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો

વાયુ વાવાઝોડાની અસરને પગલે ગઈકાલે 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના જિલ્લાઓના અનેક તાલુકાઓમાં મોડી સાંજે ધોધમાર વરસાદે દસ્તક આપી હતી. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદે અનેક વિસ્તારોને બાનમાં લીધા હતા, જેને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. 

Jun 19, 2019, 08:57 AM IST