home minister

સુશાંત કેસઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ બિહાર પોલીસ દ્વારા મુંબઈમાં તપાસ કરવા પર ઉઠાવ્યા સવાલ

અનિલ દેશમુખે લખ્યુ, હું સુશાંત સિંહ કેસને સીબીઆઈને સોંપવાની માગની નિંદા કરુ છું. રાજનીતિક ફાયદા માટે આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. 
 

Aug 2, 2020, 09:33 PM IST

કોરોનાની સામે ભારતની લડાઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ: અમિત શાહ

દુનિયાભરમાં આ સમયે કોરોનાની સામે લડાઈ લડવામાં આવી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આજે હરિયાણાના ગુરૂગ્રામના ખાદરપુરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા આયોજિત અખિલ ભારતીય વાવેતર અભિયાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ હાજરી આપી હતી.

Jul 12, 2020, 04:03 PM IST

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, યુનિવર્સિટીઓને આપી ફાઇનલ પરીક્ષાઓ યોજવાની મંજૂરી

ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પરીક્ષાઓ લેવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ -19 (COVID-19) સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને ફાઇનલ પરીક્ષા આયોજીત કરી શકે છે.

Jul 6, 2020, 11:48 PM IST

ગૃહમંત્રી અમિત શાહની તબિયતના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતમાંથી પકડાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના નામને એક ફેક ટ્વિટ ફેલાવવાના મામલે ગુજરાત પોલીસે અમદાવાદમાં ચાર લોકોની ધરપકડ કરી છે. સ્પેશિયલ કમિશનર અજય તોમરે કહ્યું કે, અમિત શાહના નામ અને ફોટોના ફેક ટ્વિટર એકાઉન્ટથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ એક ગંભીર બીમારીથી પીડિત છે. આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરસ થઈ ગઈ હતી. સંદિગ્ધોની અમદાવાદ અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે, અને હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે. તેમની વિરુદ્ધ આઈટી એક્ટ અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. 

May 9, 2020, 06:35 PM IST

સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ- હું સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી

પોતાના સ્વાસ્થ્યને લઇને ગૃહ મંત્રી અમિત શાહએ શનિવારે ટ્વિટ કરી કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી. ગૃહ મંત્રીએ કહ્યું કે મારા સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો મારા મૃત્યુ માટે દુઆઓ પણ માગી રહ્યાં છે.

May 9, 2020, 05:41 PM IST

દેશના ઇતિહાસમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ પાસિંગ આઉટ પરેડ

દેશની સૌથી મોટી પેરામિલિટ્રી ફોર્સ સીઆરપીએફની પાસિંગ આઉટ સેરેમની શુક્રવારે પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા થઇ। આ દરમિયાન તેઓ દર વખતે થનારી પરેડ અને અધિકારીઓની સલામી પણ થઇ નહોતી. આ સેરેમની સીઆરપીએફ ટ્રેનિંગ એકેડેમી કાદપુરમાં થઇ. તેમાં ફોર્સનાં મહાનિર્દેશક એપી માહેશ્વરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા 42 ડાયરેક્ટલી એપોઇન્ટેડ ગેઝેટેડ અધિકારીઓને દેશ સેવા માટેની શપથ અપાવી હતી. કોરોના વાયરસનાં ધ્યાને રાખીને તમામ અધિકારીઓએ માસ્ક પહેર્યા હતા.  કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી પણ સમારંભમાં કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. તેમણે ટ્રેની અધિકારીઓને ગૃહમંત્રી અમિત શાહને સંદેશ વાંચી સંભળાવ્યો હતો.

Apr 25, 2020, 12:01 AM IST

કોંગ્રેસી ધારાસભ્યએ આખા રાજ્યને ખતરામાં મુક્યું? કોરોના હોવા છતા CM સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક

જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. 

Apr 14, 2020, 09:42 PM IST

ફૌજમાંથી બરતરફ જવાને પોતાના પરિવાર માટે માંગી ઇચ્છા મૃત્યું, જાણો કેમ થયો મજબૂર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં દહેજ ઉત્પીડન કેસમાં ફસાયેલા ફૌજમાંથી બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાનમંત્રીને પત્ર લખીને પોતાના પરિવાર માટે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જાજમઉના વિસ્તારમાં રહેનાર વિજય સિંહનું કહેવું છે કે દહેજ ઉત્પીડનનો કેસ ખતમ થયા બાદ પણ તેને ફરીથી જોઇન કરવામાં આવી રહ્યો નથી.

Feb 17, 2020, 05:51 PM IST
Gujarat visit of Amit shah PT2M20S

ગૃહમંત્રી અમિત શાહ 20 ફેબ્રુઆરીથી ગુજરાતના પ્રવાસે

ગૃહમંત્રી અમિત શાહ 20 ફેબ્રુઆરીથી ગુજરાતના પ્રવાસે

Feb 17, 2020, 10:45 AM IST

GCA કોન્ટ્રાક્ટરોના પડતર પ્રશ્નો-મુશ્કેલીઓનું ઝડપી નિવારણ લાવવા ગૃહમંત્રીને કરી રજૂઆત

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને રાજ્યના વિવિધ શહેરો જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભૂજ, નડિયાદ, વલસાડ, દાહોદમાં પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચાલુ કામોમાં ટેન્ડરની શરતો બહારનું કામ કરવા દબાણ કરવામાં આવે છે. 

Feb 11, 2020, 05:30 PM IST
BJP Pradesh Pramukh Press Conference On MLA Ketan Inamdar's Resignation PT21M5S

કેતન ઇનામદારનાં રાજીનામા મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પત્રકાર પરિષદ

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જેને લઇ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મોડી રાત્રે પત્રકાર પરિષદ સંબોધિ હતી. કેતન ઇનામદારની સાથે કાલે મારી મુલાકાત થવાની છે. તેમનાં વિકાસનાં કાર્યોનાં જે મુદ્દાઓ છે તેનો ઉકેલ અમે લાવીશું. કેતન ઇનામદાર સાથે 3-4 વખત વાતચીત થઇ છે. કેતનભાઇ લાગણીશીલ ધારાસભ્ય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કામ નહી થતું હોવાથી કદાચ તેમને અસંતોષ હોય પરંતુ તેમને મનાવી લેવામાં આવશે.

Jan 23, 2020, 12:00 AM IST
Home Minister Arrive To Convince Angry MLA Ketan Inamdar Of BJP PT10M7S

કેતન ઇનામદારનાં રાજીનામાને લઇ રંજનાબેન બાદ મનાવવા ગૃહમંત્રી રવાના

ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યાં હતા. મનાવવામાં નિષ્ફળ જતાં હવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ હતી.

Jan 22, 2020, 11:30 PM IST
Home Minister Amit Shah Arrived in Gandhinagar At Mahatma Mandir PT2M44S

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા મહાત્મા મંદિર

રાજ્યના વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ થકી રોજગારી મેળવી શકે તે માટે 20 એકર જમીનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ખાતે રાષ્ટ્રિય કક્ષાની ‘ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’ (IISS) સંસ્થાનું નિર્માણ કરાશે. જેનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી શિલાન્યાસ કરાવવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા.

Jan 15, 2020, 06:15 PM IST
second day of Home minister Amit Shah's Gujarat visit PT4M36S

ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, સ્કીલ ડેવલપમેન્ટ સંસ્થાનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સ્કીલ ડેવલપમેન્ટ શૈક્ષણિક સંસ્થાનું ખાતમુર્હૂત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર અને ઉદ્યોગપતિ રતન ટાટા હાજર રહેશે. અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. મંગળવારે તેમણે અમદાવાદમાં કાર્યકરો સાથે પતંગ પણ ઉડાવી હતી.

Jan 15, 2020, 10:05 AM IST

ઉત્તરાયણ ઉજવવા માટે કિંજલ દવે ખાસ દુબઈથી અમદાવાદ આવી, જુઓ PHOTOS

ઉત્તરાયણ પર્વની ઉજવણી સૌ કોઈ કરે છે પણ સેલિબ્રિટી કઈ રીતે પર્વ ઉજવે તે જાણવામાં સૌકોઈને ઉત્સુકતા હોય છે. આ વર્ષની ઉત્તરાયણમાં પણ અનેક જાણીતી સેલિબ્રિટીએ ધાબા પર જઈ પતંગ ચગાવી ધમાલ મસ્તી કરી હતી. 

Jan 14, 2020, 10:36 PM IST

PHOTOS: રાજકોટના ડર્ટી ડઝન ગ્રુપ સાથે CM રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, જાણો કોણે ક્યાં ચગાવ્યાં પતંગ

ઉત્તરાયણનો પર્વ હોય અને આકાશમાં રાજકીય પતંગ ન ચગે તો કેમ ચાલે. રાજકીય નેતાઓએ પણ પોતાના પરિવાર સાથે મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને આકાશમાં પણ લગાવ્યા રાજકીય પેચ .ભાજપે સીએએના સમર્થનમાં તો કોંગ્રેસે સીએએમના વિરોધમાં ચગાવ્યા આકાશમાં પતંગ.

Jan 14, 2020, 10:22 PM IST

VIDEO: આ વખતે કોનો પતંગ કાપી રહ્યાં છે અમિત શાહ? 

દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના આનંદનગર ખાતેના કનકકલા ફ્લેટ ખાતે ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. શાહે ભાજપના કાર્યકરો અને જનતા વચ્ચે પતંગ ચગાવ્યાં અને બોરનો સ્વાદ માણ્યો.

Jan 14, 2020, 08:07 PM IST

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉજવી ઉત્તરાયણ, વાઘાણીએ પકડી ફિરકી, જુઓ PHOTOS

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના આનંદનગર ખાતેના કનકકલા ફ્લેટ ખાતે ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. શાહે ભાજપના કાર્યકરો અને જનતા વચ્ચે પતંગ ચગાવ્યાં અને બોરનો સ્વાદ માણ્યો. 

Jan 14, 2020, 06:57 PM IST

ગૃહમંત્રી અમિત શાહ બને ગુજરાતનાં મહેમાન, 2 દિવસ સુધી કરશે ઉજવણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવશે. 3 દિવસમાં બીજી વાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને આ તેમનો 2 દિવસીય પ્રવાસ હશે. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પતંગ ચગાવીને ઉત્તરાયણ મનાવશે. દર વર્ષે અમિત શાહ પોતાના કાર્યકરો વચ્ચે જઇને ઉત્તરાયણ મનાવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી ઉત્તરાયણ છે અને આ વખતે પણ તેઓ કાર્યકરોની વચ્ચે ઉત્તરાયણ મનાવશે. 

Jan 13, 2020, 05:10 PM IST

મુસ્લિમ રાષ્ટ્રોમાં હિંદુઓ પર થાય છે અત્યાચાર, વૈશ્વિક લઘુમતીને આશરો આપતું એકમાત્ર રાષ્ટ્ર ભારત

પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નાગરિકતા કાયદાને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત આ પ્રકારનું બિલ પાસ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા અનુસાર નાગરિકતા સંશોધન બિલ લાવ્યા છે. હવે તેમનું સમર્થન કરવું આપણી ફરજ છે. આ કાયદાને કારણે ગુજરાતના કચ્છ અને સાબરકાંઠામાં રહેતા 10 હજારથી પણ વધારે શરણાર્થીઓને નાગરિકતા મળશે. જો કે તે 10 ડિસેમ્બર 2014 પહેલા આવી ગયા હોય તે જરૂરી છે. તેમને ભારતનાં નાગરિકતા મળવાનાં કારણે નાગરિકોને મળતી તમામ સુવિધા સવલત અને માન મોભો મળશે. 

Jan 10, 2020, 06:14 PM IST