home minister

Amit Shah 30092019 PT3M52S

અમિત શાહે સાચવી પરંપરા, કુળદેવીનાં બીજના દિવસે કર્યા દર્શન

અમિત શાહે વર્ષો જુની પોતાની પરંપરા સાચવી રાખી હતી. તેમણે પોતાના માદરે વતને કુળદેવીનાં દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. દેશનાં ગૃહમંત્રી બન્યા બાદ સતત વ્યસ્તતા છતા પણ તેઓ સહ પરિવાર માણસા ખાતે હાજર રહીને પરંપરા સાચવી હતી.

Sep 30, 2019, 10:10 PM IST

ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા, સહપરિવાર કરી પૂજા

 દેશના ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પહેલો દિવસ તેમણે પરિવાર સાથે વિતાવ્યો હતો અને રાત્રે માણસામાં પોતાના ગામમાં આવેલા કુળદેવીના દર્શન કરીને સહપરિવાર માતાજીની આરતી ઉતારી હતી. મહત્વનું છે,કે નવરાત્રીમાં અમિત શાહ (Amit Shah) કુળદેવીના અચૂક દર્શન કરે છે. 

Sep 30, 2019, 09:59 PM IST
Amit_Shah_will_come_Gujarat_on_Sunday_night PT57S

અમિત શાહ રવિવારે રાત્રે આવશે ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે રાત્રે ગુજરાતમાં આવશે. સોમવારે અમદાવાદમાં તેમના બે કાર્યક્રમોમાં હાજરી આપશે. રેપિડ એક્શન ફોર્સના કાર્યક્રમમાં તથા વાડજ વિસ્તારમાં સાબરમતી વિધાનસભાના ભાજપના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.

Sep 28, 2019, 11:05 PM IST

બાયડ બેઠક પરની પેટા ચૂંટણી માટે ધવલસિંહનું નામ લગભગ નક્કી: પ્રદિપસિંહ જાડેજા

પ્રદીપસિંહ જાડેજાએ ઉમેરવારને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસની નીતિ રીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે. માટે તેમનું ભવિષ્ય ઉજવવળ છે અને ટીકીટ મળવાની શક્યતાઓ વધુ છે.

Sep 18, 2019, 08:06 PM IST

1023 કિમી અમદાવાદથી દિલ્હી સુધીની સફર કરી આ યુવાનોએ આપ્યો અનોખો સંદેશ

દેશના યુવાનો નશાયુક્ત પદાર્થોથી દૂર થાય તે માટે અમદાવાદના 3 યુવાઓ ગાંધી આશ્રમથી દિલ્હી સુધી દોડતા પહોંચ્યા હતા. અને દેશના યુવાનોને નશાયુક્ત પદાર્થોથી દૂર રહેવાનો અનોખો સંદેશ પણ આપ્યો હતો. અમદાવાદના 3 યુવા રૂપેશ મકવાણા, લોકેશ અને પાર્થ અમદાવાદના ગાંધી આશ્રમથી 19 ઓગસ્ટએ દોડતા દિલ્હી માટે નીકળ્યા હતા. 

Sep 9, 2019, 09:54 PM IST

નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના

અમિત શાહે કહ્યું કે, મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીના નેતૃ્વમાં જે વિકાસ થયો તે પુર્વોત્તર રાજ્યોને અલગ ઉંચાઇએ લઇ જશે

Sep 8, 2019, 05:28 PM IST

ઢબુડીની યુટ્યુબ ચેનલ પર દાવો, ગૃહમંત્રીની કેન્સરની બિમારી માતાએ ભગાડી

ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા, ઢબુડીએ દાવો છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગંભીર બીમારી ડોકટરે નથી પરંતુ પોતાની ઢબુડીએ મટાડી છે અને જેને લાગતો એક વિડીયો પણ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે. 
 

Sep 1, 2019, 09:48 PM IST
Ahmedbad: HM Amit Shah To Launch BRTS Electric Buses And Soft Stations PT7M45S

અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ કરશે BRTSની ઈલેક્ટ્રીક બસ અને સોફ્ટ સ્ટેશનનું લોકાર્પણ

આજે રાત્રે 9 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, આવતીકાલે AMCના વૃક્ષારોપણ અભિયાનનું થશે સમાપન. ગૃહમંત્રી અમિત શાહ વૃક્ષારોપણ કરી અભિયાનનું સમાપન કરશે.

Aug 28, 2019, 03:50 PM IST

ગૃહમંત્રી અમિત શાહે IPC માં સુધારની કરી વાત, કહ્યું- પોલીસનું આધુનિકરણ જરૂરી

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, પોલીસ અને કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે. જમાનો બદલાઇ રહ્યો છે. આપણા પડકારો બદલાઇ રહ્યા છે અને એનો સામનો કરવા માટે પોલીસને આધુનિક બનાવવાની જરૂરીયાત છે. પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યૂરોના 49મા સ્થાપના દિવસના અવસરે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ઉપસ્થિત રહેતાં તેમણે આ વાત કરી હતી. 

Aug 28, 2019, 12:39 PM IST

નક્સલવાદીઓ પર કસાશે નકેલ, 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રીની બેઠક

નક્સલવાદીઓનાં ખાતમા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલપ્રભાવિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સોમવારે 26 ઓગષ્ટે સવારે 11 વાગ્યે વિજ્ઞાન ભવનમાં થશે. આ બેઠકમાં અમિત શાહ નક્સલ પ્રભાવિત 10 રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર નક્સલવાદના મુદ્દે બેઠક કરવા જઇ રહ્યા છે. 

Aug 25, 2019, 10:28 PM IST
Home Minister Amit Shah To Visit Dadra & Nagar Haveli PT1M33S

ગૃહમંત્રી અમિત શાહ લેશે દાદરા નગર હવેલીની મુલાકાત, જુઓ શું છે તૈયારીઓ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દાદરા નગર હવેલી લેશે મુલાકાત, સપ્ટેમ્બરમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત લેશે.

Aug 20, 2019, 06:45 PM IST
Home Minister Amit Shah To Visit Gujarat on 28th August PT2M8S

ગૃહમંત્રી અમિત શાહ લેશે ગુજરાતની મુલાકાત, સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે કરશે બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગસ્ટે ગુજરાત આવશે. અમદાવાદમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ 29મીએ PDPUના કાર્યક્રમમાં હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ કરશે બેઠક.

Aug 20, 2019, 04:50 PM IST
Rajnath Singh Warns Pakistan, Says India Will Only Discuss PoK With Pakistan PT1M45S

રક્ષામંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને આકરી ચેતવણી, જુઓ શું કહ્યું

રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન સામે માત્ર PoK મામલે જ વાત થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે 370 હટવા પર દુનિયાભરમાં પાકિસ્તાન રડી રહ્યું છે.

Aug 18, 2019, 05:20 PM IST

પોરબંદર: રાણાવાવ ખાતે તૈયાર થયું ટેકનોલોજીથી સજ્જ ‘સ્માર્ટ પોલીસ સ્ટેશન’

ગુજરાત સરકારના ગૃહ વિભાગની યોજના અંતર્ગત પોરબંદરના જિલ્લાના રાણાવાવ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવમાં આવ્યુ હતુ. 

Aug 17, 2019, 06:12 PM IST

કાશ્મીર અને લદ્દાખમાં ઉદ્યોગ સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકો કર્યો પીએમ મોદીનો સંપર્ક

દેશના અનેક ઉદ્યોગ ગૃહોએ જમ્મુકાશ્મીર અને લદ્દાખમાં ઉદ્યોગો સ્થાપવા માટે વડાપ્રધાનનો સંપર્ક કર્યો હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયાએ કર્યો છે. છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી 370ની કલમ રદ કરવા અંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું કે, કલમ 370 હટતાં કાશ્મીર અને દેશના નાગરિકો ખુશ થયા છે. બંને તરફથી નિર્ણયનો આવકાર કરવામાં આવ્યો છે. 

Aug 12, 2019, 09:35 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાને ભાજપમાં આવવા ગૃહરાજ્યમંત્રી કરી ઓફર

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, મંત્રી મંડળમાં મહિલાઓને મંત્રી બનાવવા માગો છો કે કેમ? આ સવાલનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ તેમને ભાજપમાં આવવાની ઓફર કરી છે.

Jul 25, 2019, 04:00 PM IST

ગુજરાતી વેપારી હવે AIR INDIA વેચશે, ગડકરી આઉટ શાહને સોંપાઇ કમાન

એર ઇન્ડિયા મુદ્દે રચાયેલ મંત્રીઓના સમુહનું પુન: ગઠન કરવામાં આવ્યું છે. આ ગ્રુપનું નેતૃત્વ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ કરશે. આ પેનલમાંથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીની વિદાય થઇ ગઇ છે. આ પેનલ એર ઇન્ડિયાનાં વેચાણની પદ્ધતી અંગે કામ કરશે. આ પેનલમાં અત્યારે ચાર મંત્રી ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલવે મંત્રી પીયુષ ગોયલ અને નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે. 

Jul 18, 2019, 11:48 PM IST

હરેન પંડ્યા હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, સાત આરોપીઓને જન્મટીપ

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટે પલટ્યું છે. સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2003માં હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને  હત્યાના આરોપોથી મુક્ત કર્યા હતા. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

Jul 5, 2019, 11:28 AM IST
Home Minister Amit Shah And CM Rupani Address BJP Workers at D.K.Community Hall PT5M2S

ગૃહમંત્રી અમિત શાહ અને CM રૂપાણીએ કર્યું સંબોધન, જુઓ શું કહ્યું

અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ GMDC હોલ ખાતે કાર્યકરોને સંબોધશે. GMDC હોલનું પરિસર અમિત શાહ, પીએમ મોદીના પોસ્ટરથી છવાયેલો છે. સાંજે 7 કલાકે ગાંધીનગર લોકસભાના કાર્યકરો કરશે અભિવાદન. CM, DyCM, ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે.

Jul 3, 2019, 07:25 PM IST
Home Minister Amit Shah Reaches Ahmedabad Airport PT27M40S

ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, જુઓ વિગત

અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ GMDC હોલ ખાતે કાર્યકરોને સંબોધશે. GMDC હોલનું પરિસર અમિત શાહ, પીએમ મોદીના પોસ્ટરથી છવાયેલો છે. સાંજે 7 કલાકે ગાંધીનગર લોકસભાના કાર્યકરો કરશે અભિવાદન. CM, DyCM, ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે.

Jul 3, 2019, 06:10 PM IST