home quarantine

કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકશો? આ ગાઈડલાઈનને ગાંઠ વાળીને યાદ કરી લો

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં માનવીના જીવન જીવવાની રીત બદલી દીધી, તો સાથે જ કેટલાક એવા શબ્દો લોકોના જીવનમાં વણી દીધા કે, રોજબરોજ માટે સાંભળવામાં સામાન્ય બની ગયા. આ નવા શબ્દોથી એક શબ્દ એટલે ક્વોરન્ટાઈન... જી, હા.. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે અને દર્દીમાં સામાન્ય લક્ષણ જોવા મળે તો કેટલીક શરતો સાથે દર્દીને હોમ ક્વોરેન્ટાઈન (home quarantine) કરવાની ગાઈડલાઈન ICMR તરફથી જાહેર કરવામાં આવી છે. કોરોના (Coronavirus) પોઝિટિવ દર્દી ક્યારે અને કઈ સ્થિતિમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકે અને કઈ સ્થિતિમાં દર્દી હોમ ક્વોરેન્ટાઈન ના થઇ શકે જાણીએ અમારા આ અહેવાલમાં..

Aug 9, 2020, 07:57 AM IST

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને કરાયા હોમ ક્વોરોન્ટાઇન, બાદમાં જાણો કેમ નોંધાઈ પોલીસ ફરિયાદ

વિશ્વમાં કોરોનાનો કહેર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી અને દરરોજ કેસોની સંખ્યા ઉચ્ચ સપાટીએ પહોંચી રહી છે. ત્યારે અમદાવાદના રામોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને અર્બન હેલ્થ સેન્ટરની ટિમ દોડતી થઈ ગઈ હતી. એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લક્ષણ ન જણાતા સિવિલમાંથી રજા આપી 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતાં. આ પિરિયડ પૂરો થતાં ટિમ તપાસ માટે ગઈ તો વૃદ્ધ મળી આવ્યા ન હતા. આખરે વૃદ્ધ ખાનગી ડોકટરના ત્યાં જ સારવાર માટે ગયા હોવાનું જણાતા તેમણે નિયમ ભંગ કરતા રામોલમાં તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Jul 19, 2020, 10:15 PM IST

લો બોલો ! આ રાજ્યનાં મુખ્યમંત્રી સહિત કેબિનેટનાં તમામ મંત્રીઓ હોમ ક્વોરન્ટાઇન

ઉતરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટ બાદ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત સહિત તેમનું સમગ્ર કેબિનેટ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયું છે. કારણ કે એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. 

Jun 1, 2020, 12:36 AM IST

અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ

કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.

May 21, 2020, 11:35 PM IST
Ahmedabad Municipal Commissioner Vijay Nehra Became Home Quarantine PT9M11S

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

- અસંતોષના કોરોનાથી સંક્રમિત થયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા?
- મેયર સહિત કોર્પોરેશનની રાજકીય બોડી સાથે ઘર્ષણના અનેક સમાચારો આવ્યા હતા
- મેયર અને કમિશ્નર વચ્ચેના અણબનાવની વાતો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી

May 5, 2020, 07:14 PM IST
home quarantine couple left home in nadiad, team search operation start PT2M1S

નડિયાદમાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા દંપતી ઘરેથી ફરાર...

home quarantine couple left home in nadiad, team search operation start

Apr 17, 2020, 03:05 PM IST

નડિયાદ: હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ ઘરેથી ફરાર થઈ જતાં તંત્ર દોડતું થયું

નડિયાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ પોતાના ઘરેથી જ ફરાર થઈ ગયું છે. દંપત્તિના ઘરે ખંભાતી તાળું જોવા મળતા તંત્ર ચોંક્યું અને દોડતું થયું છે. વોર્ડ પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દંપત્તિ આણંદથી આવેલું હતું અને તેને હોમ ક્વોરન્ટાઈન કરાયું હતું.

Apr 17, 2020, 02:04 PM IST

પથ્થરમારો કરનાર 96 આરોપીઓને કર્યા કોરોન્ટાઇન, 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે

પોલીસે પથ્થરમારો કરનાર લોકોની ધરપકડ કરી લીધે છે અને તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓને જેલમાં મોકલવાના મુદ્દે કલેક્ટર ધવલ પટેલ સાથે બેઠક યોજી હતી. 

Mar 31, 2020, 05:57 PM IST

રાજકોટમાં જીવતા બોંબ જેવી યુવતી યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી ફરાર અને પછી...

આ યુવતીને રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સના ઘરે હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી. 

Mar 28, 2020, 09:41 AM IST

જો તમે હોમ કવોરેન્ટાઈનમાં છો અને ઘરથી બહાર નીકળી રહ્યા છો તો થઈ જજો સાવધાન

કોરોના વાઇરસે અજગરી ભરડો લીધો છે. દુનિયામાં પાંચ લાખથી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તો જેમની સારવાર તો ચાલી રહી છે. પરંતુ એવા લોકો કે જેમને ઘરમાં હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે

Mar 27, 2020, 06:30 PM IST
Kathakar Praful Shukla Home Quarantine In Navsari PT3M1S

નવસારી: કથાકાર પ્રફુલ શુક્લા હોમ ક્વોરન્ટાઈન

આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.

Mar 21, 2020, 05:40 PM IST
Home Quarantine Citizens' Garbage Disposal In Ahmedabad PT4M26S

અમદાવાદમાં કોરોનાને લઈ હોમ કવોરેન્ટાઈન નાગરિકોના કચરાનો અલગથી નિકાલ

વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં પણ આ રોગે પગ પેસારો કરેલ છે. અમદાવાદમાં પણ તપોઝિટિવ કેસ નોંધાયેલા છે. શહેરમાં આ રોગ વકરે નહીં તે માટે વિદેશ પ્રવાસ કરી પરત આવેલા હોય તેવા નાગરિકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. આ નાગરિકોના ઘરોમાં ઉત્પન્ન થયેલો કચરો અલગથી કાળા રંગની થેલીમાં એકત્ર કરી તેના ટ્રાન્સપોર્ટેશન માટે ડોર ટુ ડોર નું અલગથી વાહન ફાળવી ટ્રાન્સફર સ્ટેશન પર નક્કી કરેલ જગ્યાએ વ્યવસ્થિત એકત્ર કરવામાં આવશે, જ્યાંથી તે જ દિવસે બાયો મેડિકલ વેસ્ટ કલેક્શનની એજન્સી દ્વારા આ કચરાને ટ્રાન્સપોર્ટ કરી CPCB ની ગાઈડલાઇન્સ અનુસાર તેઓના ઇનસીનરેશન પ્લાન્ટ ખાતે બાળી નાંખી નિકાલ કરવામાં આવશે.

Mar 21, 2020, 03:50 PM IST

હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા 500 પરિવારોને કોર્પોરેશન પહોંચાડશે જીવન જરૂરિયાતની વસ્તું

ગુજરાતમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ થયા છે. જેના પગલે વિદેશથી આવેલા લોકો દ્વારા ચેપ વધારે ન ફેલાય તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વિદેશથી અમદાવાદ આવેલી વ્યક્તિ અને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા 500 પરિવારોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. આ 500 પરિવારોને વોલેન્ટિયર ફેમિલી ક્વોરેન્ટાઇનમાં (સ્વૈચ્છિક રીતે 14 દિવસ ઘરમાં બંધ) રહેશે તો કોર્પોરેશન તેઓને મફતમાં જીવન- જરૂરિયાતની વસ્તુઓ તેમને ઘરે બેઠા જ પહોંચાડશે.

Mar 21, 2020, 01:38 AM IST

મોદી સરકારના મંત્રીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, સ્વેચ્છાએ ઘરમાં થયા હતાં કેદ

સંસદીય કાર્ય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે લોકોથી અલગ રહેવાનો નિર્ણય લીધો હતો જો કે હજુ સુધી વી. મુરલીધરનનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે.

Mar 17, 2020, 01:13 PM IST