T20 World Cup 2026: અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના સિંધુભવન રોડ, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં ત્રિરંગા સાથે પોતાના વાહનો પર નીકળી પડ્યા હતા અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા હતા.
IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. T20 વર્લ્ડકપની રસાકસીભરી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને કારમી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ગુજરાતના સપૂતોએ ભજવી હતી, જેમણે પોતાની ઘાતક બોલિંગથી કિવી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી.
US Iran War: અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઇરાન સામે યુદ્ધની જાહેરાત કરી. ત્યારથી આખી દુનિયા ડરના માહોલમાં જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર હવે ICC T20 વર્લ્ડ કપ 2026 પર પણ જોવા મળી રહી છે. આનાથી હવે ICC માટે એક મોટી સમસ્યા ઉભી થઈ છે.
IND vs ZIM: ICC T20 વર્લ્ડ કપ 2026માં 26 ફેબ્રુઆરીના રોજ બે મોટા મુકાબલા ખેલાયા હતા. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત મેળવી હતી. આ બંને મેચો બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે હવે ટીમમાં ફેરફાર જોવા મળશે.
T20 World Cup 2026 : મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવામાં આવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. BCBએ ICCને તેની T20 વર્લ્ડ કપ મેચો શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી. જેને ICCએ નકારી હતી. આ દરમિયાન બાંગ્લાદેશને વધુ એક ઝટકો લાગ્યો છે.
Shubman Gill: શુભમન ગિલને ભારતીય ટી-20 ટીમ અને વાઈસ કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે તે આ ફોર્મેટનો આગામી વર્લ્ડ કપ રમી શકશે નહીં. આ સમાચાર જાણીને પૂર્વ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન રોબિન ઉથપ્પા હેરાન છે.
T20 World Cup 2026 : ICC હવે 2026 T20 વર્લ્ડ કપ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન તેને મોટો ઝટકો લાગ્યો છે. ICC ઇવેન્ટ્સના બ્રોડકાસ્ટર JioHotstarએ બાકીના બે વર્ષ માટે તેના મીડિયા અધિકાર પાછા ખેંચી લીધા છે. જેના કારણે ICC મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયું છે.
ICC T20 WC 2026: કેનેડિયન ક્રિકેટ ટીમે અમેરિકા ક્વોલિફાયરમાં બહામાસને હરાવીને પહેલીવાર ICC T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. હવે કેનેડિયન ટીમ ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2026 માં જોવા મળશે.