indian army

કોરોના વોરિયર્સને નામે ઈતિહાસમાં નોંધાયો આજનો દિવસ, અમદાવાદની હોસ્પિટલો પર હેલિકોપ્ટરથી થઈ પુષ્પવર્ષા

કોરોના ફાઈટર્સ અને વોરિયર્સને સન્માન કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા પહેલીવાર કરવામાં આવી હતી. આવામા અમદાવાદ અને ગાંધીનગરનું આકાશ ગુંજી ઉઠ્યુ હતું. એક તરફ ઉપર આકાશથી વોરિયર્સને સલામી અને નીચે મ્યૂઝિક બેન્ડ દ્વારા સન્માન. આજે અમદાવાદ ગાંધીનગરમાં આઈએએફ દ્વાર ફ્લાય પાસ્ટ યોજાઈ હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ઉપરથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સને સલામી આપી હતી. 

May 3, 2020, 10:15 AM IST

કાશ્મીર: કુપવાડામાં આતંકવાદીઓ સાથે મુઠભેડ શરૂ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

કોરોના અને લોકડાઉન વચ્ચે પણ આતંકવાદી પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવા માંગે છે પરંતુ ભારતીય સેના (Indian Army) જડબાતોડ જવાબ આપી રહી છે. નોર્થ કાશ્મીરના હંદવાડા એરિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે મુઠભેડ થઇ છે. 

May 2, 2020, 07:19 PM IST

અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનની Air Forceની તૈયારી શરૂ, આકાશથી કરશે ફૂલોનો વરસાદ

કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યાં એરફોર્સના હેલિકોપ્ટરે દ્વારા આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્રણેય પાંખના વડા દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે, આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધાઓનું પુષ્પ વર્ષાથી અભિવાદન અને સન્માન કરાશે. 

May 2, 2020, 12:03 PM IST

કોરોના વોરિયર્સનો આભાર માનશે સેના, IAF ફ્લાઇટ પાસ્ટ કરશે, કોવિડ હોસ્પિટલ પર આર્મી બેન્ડ પર્ફોમ કરશે

કોરોના યોદ્ધાઓના સન્માનમાં ભારતીય વાયુસેના 3 મેના રોજ 2 ફ્લાઇટ પાસ્ટ કરશે. એક ફ્લાઇટ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ અને બીજુ ડિબ્રુગઢથી કચ્છની વચ્ચે થશે. તેમાં ટ્રાન્સપોર્ટ અને ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. બિપિન રાવતે જણાવ્યું કે, ફ્લાઇટ પાસ્ટ દરમિયાન તે હોસ્પિટલ પર હેલિકોપ્ટરથી ફુલ વરસાવશે, જે કોરોના વાયરસનાં દર્દીઓની સારવાર કરી રહી છે. આ સાથે જ ત્રણેય સેનાઓ આ દિવસે પોલીસ મેમોરિયલ અંગે ફુલ ચડાવશે. આર્મી લગભગ દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલ પાસે માઉન્ટેડ બૈંડ પર્ફોમન્સ આપશે.

May 2, 2020, 12:28 AM IST

કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર, ઘૂસણખોરી માટે LoC પર ભેગા થયા આતંકી

કોરોના વાયરસના ચેપને કારણે લગભગ વિનાશ તરફ આગળ વધી રહેલું પાકિસ્તાન હવે તેના ચેપગ્રસ્ત લોકોને કાશ્મીરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ પ્રાપ્ત થયા છે કે પીઓકેમાં આતંકવાદીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત પણ કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમનો હેતુ ખીણમાં સંક્રમણ અને ભય ફેલાવવાનો છે.

Apr 22, 2020, 06:32 PM IST

LOCKDOWN : સૈનિકો માટે ચલાવાશે સ્પેશ્યલ ટ્રેન, આ કારણે રેલવે કરશે ખાસ વ્યવસ્થા

સમગ્ર દેશણાં લોકડાઉનનાં (Lockdown) કારણે ટ્રેનનું સંચાલન સંપુર્ણ રીતે બંધ છે. આ તરફ સેના સંવેદનશીલ ઉત્તરી અને પૂર્વી સીમાઓ પર રહેલા સૈનિકોને મોકલવા માટે સ્પેશ્યલ મિલેટ્રી ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનમાં તે સૈનિકોને પોતાની ડ્યુટી ખાતે મોકલવામાં આવશે જે ટ્રેનિંગ પર હતા અથવા અન્ય સ્થળોએ ફરજ પર હતા. બે સ્પેશ્યલ મિલેટ્રી ટ્રેન દક્ષિણ ભારતથી જમ્મુ અને ગુવાહાટી માટે જશે.

Apr 17, 2020, 12:01 AM IST

ભારતીય સેનાના 8 મેડિકલ અધિકારી અને 7 પેરા મેડિકલ સ્ટાફને મોકલવામાં આવ્યા કુવેત, આ છે કારણ

કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવા માટે ભારત ના માત્ર પોતાના દેશમાં યુદ્ધસ્તર પર કાર્યવાહી શરૂ કરી રહ્યું છે. પરંતુ મિત્ર દેશોને પણ દરેક સંભવ મંદદ પણ કરી રહ્યું છે. ભારતીય સેનાના 8 મેડિકલ અધિકારી અને 7 પેરામેડિકલ સ્ટાફને કુવૈતમાં કોરોનાથી લડવા માટે મેડિકલ તૈયારીઓ માટે મોકલવામાં આવ્યા છે.

Apr 15, 2020, 07:37 PM IST

પોતાના જવાનોની શહાદતનો જબરદસ્ત બદલો લીધો ભારતીય સેનાએ, પાકિસ્તાનને ભારે નુકસાન 

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. કેરન સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનો ભંગ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના તોપખાના, આતંકવાદીઓના લોન્ચપેડ સહિત અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે. 

Apr 11, 2020, 06:57 AM IST

અમદાવાદ : કોરોનાની કટોકટીમાં મદદે આવી ઈન્ડિયન આર્મી

કોવિડ-19 (corona virus) મહામારીના કારણે હાલમાં ઉભા થયેલા કટોકટીના આ સમયગાળામાં નાગરિક વહીવટીતંત્રને મદદરૂપ થવાના આશયથી ભારતીય સૈન્ય (Indian Army) એ મોટી કામગીરી કરી છે. અમદાવાદ ખાતે સિવિલ મેડિકલ ઓથોરિટીની વિનંતીના પગલે ‘રક્તદાન શિબિર’નું આયોજન કર્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુશન વિભાગની વિનંતી પર ઝડપથી કામગીરી કરીને 3 એપ્રિલ થી 11 એપ્રિલ 2020 દરમિયાન અમદાવાદમાં આવેલી મિલિટરી હોસ્પિટલ ખાતે રક્તદાન (blood donation) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Apr 4, 2020, 08:11 AM IST

ભારતીય સેના પણ કોરોના વાયરસના ભરડામાં!, લદાખમાં એક જવાનનો ટેસ્ટ પોઝિટિવ

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હડકંપ મચાવ્યો છે. દેશભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેનાથી પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી આ સંખ્યા 137 હતી પરંતુ હવે ભારતીય સેનાનો એક જવાન પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છે. 

Mar 18, 2020, 07:34 AM IST

SC એ સેનામાં મહિલાઓને સ્થાયી કમીશનને આપી મંજૂરી કહ્યું- 'ઇન્ડીયન આર્મીમાં લાવવી પડશે સાચી સમાનતા'

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં ભારતીય સેના ( Indian Army)માં મહિલાઓને સ્થાયી કમીશન (permanent commission ) આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેનામાં મહિલાઓને લઇને વિચારસણી બદલવાની જરૂર છે.    

Feb 17, 2020, 12:01 PM IST
Lt Gen CP Mohanty visit kutch border before Donald Trump visit of Gujarat PT2M34S

ટ્રમ્પની મુલાકાત પહેલા BSF એલર્ટ મોડ પર આવ્યું, પાકિસ્તાની સરહદની સમીક્ષા કરાઈ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાત લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે BSF અને સૈન્ય પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. આવામાં સૈન્યના સધર્ન કમાન્ડના વડાએ કચ્છ સીમાની મુલાકાત લીધી છે. લેફટનન્ટ જનરલ સી.પી.મોહંતીએ ભુજ સૈન્ય મથકની મુલાકાત કરી. BSF ના DG પાકિસ્તાની સીમાની સમીક્ષા પણ કરશે.

Feb 14, 2020, 11:25 AM IST

J&K: પુલવામાના અવંતીપોરામાં સતત ત્રીજા દિવસે અથડામણ, બે આતંકી ઠાર

જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓની શોધ માટે જારી અભિયાન વચ્ચે સતત ત્રીજા દિવસે બે આતંકીઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી હતી. 
 

Jan 25, 2020, 07:15 PM IST

Republic Day Special: જાણો, ભારતીય સેનાની સ્પેશિયલ 42 ટીમ અંગે, કેવી છે આકરી તાલિમ

Republic Day Special: ભારતીય સેનાની સ્પેશિયલ 42 સીઆરપીએફ બહાદુર ટીમ છે કે જેમને દિલ્હીથી 120 કિલોમીટર દુર હરિયાણાના જંગલોમાં તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 51 સપ્તાહથી ટ્રેનિંગ લઇ રહેલ ટીમમાં મહિલા અધિકારીઓ પણ છે

Jan 25, 2020, 01:07 PM IST

Breaking News: આર્મીની પકડમાં આવ્યો જૈશનો ટોપ કમાન્ડર યાસિર, જમ્મુમાં ગોળીબાર ચાલુ

જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના પુલવામા જિલ્લાના ત્રાલમાં શનિવારે સવારથી જ આતંકીઓ (Terrorists) અને સુરક્ષા કર્મચારીઓ (Security forces) વચ્ચે અથડામણ (encounter) ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ જૈશ-એ-મોહંમદ (Jaish-e-Mohammed) ના એક ટોપ કમાન્ડર કારી યાસિર અને અન્ય બે આતંકીઓને ઘેરી લીધા છે. 

Jan 25, 2020, 10:56 AM IST

BSFની પોતાના જવાનોને કડક સૂચના, આ 42 મોબાઈલ એપની આસપાસ પણ ભટકવુ નહિ

BSFના જવાનો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં જવાનોને હનીટ્રેપથી બચવા માટે સૂચના આપવામાં આવી છે, સોશિયલ મીડિયા પર આ બાબતથી સાવધાની રાખવાની સલાહ અપાઈ છે. બીએસએફના સૂત્રોના માધ્યમથી આ માહિતી મળી છે. જે અંતર્ગત બીએસએફે એ 42 એપ શોધી લીધી છે, જેનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

Jan 22, 2020, 02:56 PM IST

ભારતના 6 દુશ્મનોનું હિટ લિસ્ટ થઈ ગયું છે તૈયાર, ગણાઈ રહી છે તેમના મોતની ઘડી

હિન્દુસ્તાનની તાકાત જોઈને પાકિસ્તાન (Pakistan) અને ત્યાંના અડ્ડા પર છુપાયેલા આતંકી ખૌફના પડછાયામાં જીવવામાં મજબૂર છે. હિન્દુસ્તાને ખુલ્લમ ખુલ્લુ એલાન કરી દીધું છે કે, હવે દુનિયાથી આતંકવાદને નાબૂદ કરવાનો સમય આવી ચૂક્યો છે. CDS બિપીન રાવતે પણ આતંકવાદીઓ (Terrorists) ના પેટમાં તેલ રેડાય તેવી વાત કહી છે. આવામાં તમામ આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવાનો માસ્ટર પ્લાન તૈયાર છે.

Jan 17, 2020, 10:19 AM IST

સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.

Jan 16, 2020, 02:33 PM IST

દેશના પહેલા CDSની સ્પષ્ટ વાત, આતંકવાદને અમેરિકી સ્ટાઈલમાં જ નાબૂદ કરી શકાય છે

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, દુનિયાને આતંકવાદ (Terrorism) થી મુક્ત કરાવવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતે કહ્યું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઈલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા અને કાશ્મીરમાં પેલેટ ગેનનો ઉપયોગ કરવા જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.

Jan 16, 2020, 12:19 PM IST

નવા આર્મી ચીફે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કર્યો મોટો ધડાકો, કહ્યું-સરકાર આદેશ આપે તો...

નવા આર્મી ચીફ (Indian Army Chief) મનોજ મુકુંદ નરવણે (mukund naravane)એ પોતાની પહેલી કોન્ફરન્સમાં મોટું નિવેદન આપતા કહ્યું કે, PoK  ભારતનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, સરકાર પાસેથી આદેશ મળ્યો તો PoK  પર કાર્યવાહી કરીશુ. તેમણે કહ્યું કે, સંસદે પીઓકેને ભારતનો ભાગ માન્યો છે. આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. આર્મી ચીફે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન સીમા પર એકસાથે નજર રાખવાની જરૂર છે.

Jan 11, 2020, 03:47 PM IST