indian army

#ZeeNewsWorldExclusive: લદ્દાખમાં ખૂણે-ખૂણા પર નજર, સેનાના પેરાટ્રુપર તૈનાત

લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ભર્યા માહોલ વચ્ચે લદ્દાખમાં ભારતીય સેનાના પેરાટ્રુપર તૈયાર થઈ ગયા છે. લદ્દાખમાં ભારતીય સેનાનું મહત્વનું 'યુદ્ધાભ્યાસ' થવા જઈ રહ્યું છે. આ ભારતીય સેનાનું લદ્દાખમાં મોટું ઓપરેશન છે. થોડા સમયમાં સૈનિકોને મોટી સંખ્યામાં તૈનાત કરવાનું પરીક્ષણ છે. પેરાડ્રોપિંગ દ્વારા સૈનિકોને લેહની પાસે ઉતારવામાં આવશે. આજે ભારતીયસ સેના ઓછા સમયમાં વધુ સૈનિકોને તૈનાત કરવાનો અભ્યાસ કરશે. ભારતીય સેના આ અભ્યાસમાં તેમની ક્ષમતાને ચકાસણી કરશે. જેથી દગાખોર ચીન ભવિષ્યમાં જો કોઇ ષડયંત્ર કરે છે તો ભારતીય સેના સંપૂર્મ શક્તિ સાથે તેને જવાબ આપી શકે.

Jul 7, 2020, 05:28 PM IST

સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન મામલે કેન્દ્રને આપી રાહત

ભારતીય સેના (Indian Army) માં મહિલા ઓફિસરોના સ્થાયી કમિશન મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદાના અનુપાલન માટે કેન્દ્ર સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court)  સરકારને પોતાના નિર્દેશોનું પૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે  કહ્યું છે. 

Jul 7, 2020, 02:57 PM IST

#ZeeNewsWorldExclusive: LAC પર આગળ વધી રહી છે ભારતીય સેના, પાછુ હટી રહ્યું છે ચીન

આજે લદ્દાખ પરાક્રમ પર અમારા સતત કવરેજને 16મો દિવસ છે. આજે સવારે સમાચાર આવ્યા કે LAC પર ચીન પાછુ હટી રહ્યું છે. જો કે હાલના સમયે સૌથી એક્સક્લુસિવ સમાચાર છે કે LAC પર ભારત આગળ વધી રહ્યું છે. ભારતીય સેનાએ ગલવાન બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દીધી છે. 

Jul 6, 2020, 05:39 PM IST

ચીનને જવાબ આપવા માટે ભારતીય સેનાએ લદ્દાખમાં વધારી શક્તિ, 4 ડિવીઝન આર્મી તૈનાત

લદ્દાખ (Ladakh)માં ભારતીય સેના (Indian Army) તેની સૌથી મોટું સૈન્ય તૈનાત કરી રહ્યું છે. ચીન તરફથી તૈનાતીના જવાબમાં ભારતીય સેનાએ લદ્દાખમાં વધુ એક ડિવીઝન તૈનાત કર્યું છે. આ ડિવીઝનની તૈનાતી બાદ માત્ર પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના કુલ ચાર ડિવીઝન થઈ ગયા છે. મેથી પહેલા આ વિસ્તારમાં માત્ર એક ડિવીઝન તૈનાત હતું.

Jul 3, 2020, 07:09 PM IST

સરહદ પર ઘાયલ થયેલા સૈનિકોને મળવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો...

15 જૂનના પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 10 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું છે.

Jul 3, 2020, 06:32 PM IST

કોંગ્રસનો ફરી પ્રહાર, પૂછ્યું- મજબૂત ભારતના PMએ ચીનનું નામ લેવાનું કેમ ટાળ્યું?

ભારત અને ચીનની વચ્ચે તણવા વધી રહ્યો છે. ચીન સાથે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે લેહ પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત અચાનક હતી. જેનાથી દરેક ચોંકી ઉઠ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

Jul 3, 2020, 06:20 PM IST

Video: પીએમ મોદીને મળી જવાનોનો જોશ High, લગાવ્યા 'ભારત માતા કી જય'ના નારા

ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારના અચનાક લેહની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ જવાનોનો જોશ હાઇ હતો. પીએમ મોદીને મળી ઉત્સાહી જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. સીમા પર તૈનાત જવાનોનો આ વીડિયો સૌશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Jul 3, 2020, 04:23 PM IST

દુશ્મનોના દાંત ખાટા કરશે 'નિર્ભય', 1000 કિમી સુધી તાકી શકે છે આ સ્વદેશી ક્રૂઝ મિસાઇલ

નિર્ભય ભારતની પહેલી લાંબી અંતરની ક્રૂઝ મિસાઇલ છે જેની રેંજ 1000 કિલોમીટર છે. નિર્ભર મિસાઇલ દુશ્મનના મહત્વપૂર્ણ અડ્ડાઓ અથવા જંગી જહાજો પર અચૂઅક અને ઘાતક હુમલો કરે છે. 

Jul 2, 2020, 07:44 PM IST

ચીન પર મોદી સરકારનો મોટો નિર્ણય ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ

 સરકારે લોકપ્રિય ચીની એપ ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપથી પ્રાઇવસીની સુરક્ષનો મામલો માનવામાં આવી રહ્યો છે. 

Jun 29, 2020, 09:04 PM IST

Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ

લદ્દાખ  (ladakh) માં ચીની ગલવાન (Galwan valley)થી માંડીને પૈંગાગ વિસ્તારમાં પોતાની સૈનિક ગતિવિધિઓને વધારવામાં લાગી છે. તો બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીનો જમાવડો છે.

Jun 27, 2020, 03:42 PM IST

લદાખ મામલો: સેનાધ્યક્ષે રક્ષા મંત્રીને જણાવી હાલની પરિસ્થિત, PMને મળી શકે છે રાજનાથ

ભારતના સેનાધ્યક્ષ (Army Chief) મનોજ મુકુંદ નરવણે (Manoj Mukund Naravane)એ આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ને લદાખની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી છે. ત્યારબાદ સમાચાર મળી રહ્યાં છે કે, રાજનાથ સિંહ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે.

Jun 26, 2020, 03:39 PM IST
clash between indian army and terrorist in tral of jammu kashmir, one terrorist killed PT8M27S

જમ્મુ-કાશ્મીર : ત્રાલમાં આતંકી અથડામણમાં એક આતંકી ઠાર

clash between indian army and terrorist in tral of jammu kashmir, one terrorist killed

Jun 26, 2020, 09:20 AM IST

J&K: ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર

કોરોનાકાળમાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત છોડતા નથી જો કે સુરક્ષાદળો પણ આકરા પાણીએ છે અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલ (Tral) માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ (Encounter) માં ત્રણ આતંકી ઠાર થયા છે.

Jun 26, 2020, 08:29 AM IST

ભારત-ચીન તણાવની વચ્ચે આજે લદ્દાખ જશે સેના પ્રમુખ, કરશે સ્થિતિનું નિરિક્ષણ

લદ્દાખમાં ભારત અને ચીન (China)ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે સેના પ્રમુખ એમ.એમ.નરવણે આજે લદ્દાખના પ્રવસે જશે. આ દરમિયાન કોર કમાંડર સ્તરની વાતચીત થશે. 

Jun 23, 2020, 08:52 AM IST

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી બોલ્યા- સેનાને ચીનનો સામનો કરવા માટે પુરી છૂટ આપવામાં આવી

લદ્દાખમાં સીમા પર થયેલી હિંસક અથડામણની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ શનિવારે કહ્યું કે સેનાને ચીનનો સામનો કરવા માટે, ભારતની સીમાઓ અને પોતાના લોકોની રક્ષા કરવાની પુરી છૂટ આપવામાં આવી છે.

Jun 22, 2020, 07:19 AM IST

સેનાને તત્કાલ મળશે હથિયાર અને દારૂગોળો, સરકારે આપી આ ખાસ શક્તિ

ભારત-ચીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સેનાની તત્કાલ શક્તિ વધારવાનો નિર્ણય લીધો છે. ચીનની સાથે સીમા પર તણાવ વધતો જોઇ સરકારે હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે સેનાના ત્રણેય અંગોને 500 કરોડ રૂપિયા સુધીની પ્રતિ ખરીદ યોજનાને ઇમરજ્ન્સી આર્થિક શક્તિઓ આપી છે. સરકારનાં સુત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. સેનાનાં ત્રણેય અંગોમાં થળ સેના, વાયુસેના અને નૌસેનાનો સમાવેશ થાય છે. 

Jun 22, 2020, 12:23 AM IST

ભારતીય સેનાના જવાનોએ ચીનના કર્નલને જીવતો પકડ્યો હતો: સૂત્ર

સીમા વિવાદ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર બતાવવા જઇ રહ્યા છીએ. ગલવાનમાં ચીનના સૈનિક ભારતના કબજામાં હતા. લદ્દાખમાં ભારતીય સૈનિકોએ ચીનના કર્નલને જીવતો પકડ્યો હતો.

Jun 21, 2020, 11:40 AM IST

ભારત સાથે યુદ્ધનું જોખમ નહીં લઈ શકે ચીન, આ રહ્યાં ડ્રેગનની નબળી ઇમ્યૂનિટીના 5 પુરાવા

મહાસત્તા બનવાનું સપનું જોનાર ચીન (China) ખરેખર એક નબળો દેશ છે. ચીનની અર્થવ્યવસ્થા નબળી છે. કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ બાદ તે વિશ્વમાં અલગ થઈ ગયો છે. અમે તમને આર્થિકથી લઈને વ્યૂહાત્મક મોરચા સુધીની ચીનની પાંચ નબળાઈઓ જણાવીએ છીએ, જેના કારણે તે યુદ્ધનું જોખમ નહીં લઈ શકે.

Jun 18, 2020, 12:07 AM IST

લદ્દાખ હિંસામાં શહીદ જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુ:ખ વ્યક્ત નથી કરી શકાતું

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.

Jun 17, 2020, 07:00 PM IST

લોહિયાળ સંઘર્ષ પર વિદેશ મંત્રીનો જવાબ, કહ્યું- ગલવાનમાં જે થયું તે ચીનનું પ્લાનિંગ હતું

LAC પર સોમવાર રાતે થયેલા હિંસક સંઘર્ષ પર ભારતે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ગલવાનમાં જે બન્યું તે ચીનનું પ્લાનિંગ હતું. ચીને જમીનની પરિસ્થિતિ બદલવાની કાવતરું ઘડ્યું હતું. તેનો હેતુ તથ્યોને બદલવાનો છે. એસ જયશંકરે જણાવ્યું કે, બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની ફોન પરની વાતચીતમાં આ વાત કહ્યું.

Jun 17, 2020, 06:46 PM IST