indian army

LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ

લદ્દાખમાં ભારત-ચીન પર તણાવના માહોલને જોઇ નૌકાદળનો પશ્ચિમ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. યુદ્ધ જહાજો, વાહક જહાજો અને તમામ યુદ્ધ જહાજોને નૌકાદળની સીમાઓ પર રવાના કરવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ ચીન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અરબી સમુદ્ર પર નજર રાખી છે.

Jun 17, 2020, 05:53 PM IST

બોર્ડર પરના તણાવ વચ્ચે બંને દેશના વિદેશ મંત્રીઓની વાત, ચીને આ વાત પર મૂક્યો ભાર

લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે લોહિયાળ સંઘર્ષ થયું હતું. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વાતચીત દરમિયાન વાંગે જયશંકરથી કહ્યું કે, ભારત અને ચીન તે મહત્વપૂર્ણ કરારનું પાનલ કરવું જોઇએ. જેના પર બંને દેશના નેતાઓ સંમત થયા છે. આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રીએ બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.

Jun 17, 2020, 05:33 PM IST

રિટાયર્ડ બ્રિગેડિયરે ખોલી ચીનના દુષ્ટ ઇરાદાની પોલ, કહી આ મોટી વાત

ભારત (India) અને ચીન (China) વચ્ચે લદ્દાખમાં ડેડલોક ચાલુ છે. ચીને ફરી એકવાર ભારતની પીઠ પર હુમલો કર્યો છે. વાતચીતના નામ પર ચીને ભારત સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. રિટાર્યડ બ્રિગેડિયર પી.એસ ગુરંગના જણાવ્યા અનુસાર ચીને મોટો વિશ્વાસઘાત કર્યો છે. ચીનના સૈનિકો પહેલાથી જ હુમલો કરવા માટે તૈયાર હતા, પરંતુ ભારતીય સેનાએ નિશસ્ત્ર હોવા છતાં પણ હિંમત દાખવી છે તે પોતાનામાં પ્રશંસનીય છે.

Jun 17, 2020, 05:03 PM IST

LIVE: ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહના ઘરે બેઠક પુર્ણ, વિદેશ મંત્રી, આર્મી ચીફ અને CDS હાજર

 ભારત અને ચીન વચ્ચે ગત્ત એક મહિનાથી ચાલી રહેલો તણાવ હવે ચરમ પર પહોંચી ચુક્યો છે. સોમવારે રાત્રે ગલવાન ખીણ નજીક ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ થયું. આ હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાના એક અધિકારી શહીદ થયા હતા. ભારતીય સેનાએ આ મુદ્દે અધિકારીક નિવેદન આપ્યું છે. વિપક્ષની માંગ છે કે, હવે સરકારે સ્થિતી અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં ઘરે બેઠક યોજાઇ હતી. જેમાં ચીફ ઓફ આર્મી ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. 

Jun 16, 2020, 07:33 PM IST

J&K: લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાનના ફાયરિંગમાં એક જવાન શહીદ, બે ઘાયલ 

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના પૂંછમાં ભારત પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (LoC)  પર પાકિસ્તાની સેના (Pakistan Army) એ ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન (Pakistan) ની સેના દ્વારા સરહદ પારથી મોર્ટાર છોડવામાં આવ્યાં જેમાં એક ભારતીય જવાન શહીદ થયો. આ ઉપરાંત અન્ય બે જવાન ઘાયલ થયા છે. ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. 

Jun 14, 2020, 11:17 AM IST

2 ગજ કી દૂરી સાથે IMA ની પાસિંગ આઉટ પરેડ, કોરોના કાળમાં દેશની સુરક્ષા માટે તૈયાર 'શૂરવીર'

શનિવારે 13 જૂનની તારીખ ઇતિહાસના પુસ્તકોમાં લખવામાં આવશે. આ તારીખ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે 13 જૂનના રોજ પાસિંગ આઉટ પરેડ બાદ કુલ 423 જેંટલમેન કેડેટ ઇન્ડીયન મિલિટ્રી એકેડમીમાંથી ભારતીય સેનાના અધિકારી બનીને નિકળશે.

Jun 13, 2020, 08:10 AM IST

કોરોનાકાળમાં PAKની નાપાક હરકત, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, LoC પાર અનેક ચોકીઓ ઉડાવી

કોરોના વાયરસની મહામારી વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. ગુરુવારે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ LoC નજીકની પીઓકેની પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ કરી નાખી. હકીકતમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું જેમાં સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થયા હતાં. 

Jun 12, 2020, 06:35 AM IST

ઇન્ડિયન આર્મી લડાયક મોડમાં 4 દિવસાં 14 આતંકવાદી ઠાર મરાયા

શોપિયા જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષા દળોએ બુધવારે 5 આતંકાવાદીઓએ ઠાર માર્યા હતા. આતંકવાદીઓનાં છુપાયેલા હોવાનાં અહેવાલનાં રિપોર્ટ અંગે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશ ચાલુ કર્યું હતું. આ દરમિયાન આંતવકાદીઓએ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અગાઉ સોમવારે શોપિયાના પિંજોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. રવિવારે શોપિયાનાં જ રેબન ગામમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 

Jun 10, 2020, 08:29 PM IST

રાહુલ ગાંધીનો વ્યંગ, રાજનાથ સિંહે શાયરાના અંદાજમાં આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, પોતાનીસીમાની સુરક્ષા કરનારો ઇઝયારેલ અને અમેરિકા બાદ ભારત જ એકમાત્ર દેશ છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે તેમના પર વ્યંગ કર્યો હતો. જેનો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને મુંહતોડ જવાબ આપ્યો હતો. રાજનાથ સિંહે મિર્ઝા ગાલીબનો એક શેર સંભળાવીને જવાબ આપ્યો હતો. ‘हाथ’ में दर्द हो तो दवा कीजै,‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै.  

Jun 9, 2020, 12:31 AM IST

J&K: પુલવામા એન્કાઉન્ટરમાં IED એક્સપર્ટ વલીદ ભાઇ સહિત 3 આતંકવાદી ઠાર માર્યા

સુરક્ષાબળોને કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલાં સુરક્ષાબળોએ IED દ્વારા કરવામાં આવી રહેલા એક કાર બ્લાસ્ટને નિષ્ફળ બનાવ્યો હતો, એન્કાઉન્ટરમાં તેનો માસ્ટરમાઇન્ડ વલીદ ભાઇ મોતને ભેટ્યો છે.

Jun 3, 2020, 11:58 AM IST

J&K: પુલવામામાં જૈશના 3 આતંકવાદી ઠાર માર્યા, મધરાતથી ચાલી રહ્યું હતું ઓપરેશન

સાઉથ કાશ્મીરમાં પુલવામા (Pulwama) જિલ્લામાં કંગન વાનપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ જૈશ એ મોહમંદ (Jaish e Mohammad)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મધરાતથી સુરક્ષાબળો અને આતંકવદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી.

Jun 3, 2020, 11:17 AM IST

સેનાને મળી મોટી સફળતા, ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા 3 આતંકીઓ ઠાર

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની આર્મી આ આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગતી હતી. 

Jun 1, 2020, 12:26 PM IST

ચીનની વિરૂદ્ધ જંગમાં ઉતર્યા 3 idiotsના અસલી હીરો, 'ડ્રૈગન'ની કમર તોડવાનો બતાવ્યો પ્લાન

. ચીનના 140 કરોડ લોકો છૂટક મજરી કરે છે. ચીન આ વાતથી ડરે છે કે ઘણા લોકો તેમના વિરૂદ્ધ બગાવત ન કરી દે. ચીનમાં તખતા પલટ થઇ શકે છે, એટલા માટે ચીન પોતાના પડોશી દેશો સાથે ઝઘડા કરીને પોતાના દેશની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યું છે. 

May 30, 2020, 06:50 PM IST

કુલગામ Encounter માં સેનાને મળી મોટી સફળતા, ઠાર માર્યા બે ખૂંખાર આતંકવાદી

જમ્મૂ કાશ્મીર  (Jammu and Kashmir)ના કુલગામમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાબળોએ ચારેયતરફ ઘેરીને આતંકવાદીઓનું એંકાઉન્ટર કર્યું છે. ગુપ્ત સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું.

May 25, 2020, 12:41 PM IST

શું લદાખમાં ચીને આપણા સૈનિકોને પકડ્યા? ભારતીય સેનાએ આપ્યો જવાબ

તાજેતરમાં લદ્દાખમાં વાસ્તવીક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના (Indian Army) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા છે. આ દરમિયાન એક સમાચાર પણ આવ્યા હતા કે ભારતીય સૈનિકોને ચીની સૈનિકોએ કબજોમાં લીધા છે. પરંતુ બાદમાં છૂટા કરાયો હતા. હવે સેનાએ એક નિવેદન જારી કરીને તેનો ઇનકાર કર્યો છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સૈનિકોની અટકાયત સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે.

May 24, 2020, 04:34 PM IST

અમ્ફાને મચાવી બંગાળમાં તબાહી, રાહત કાર્ય માટે મમતા સરકારે માગી સેનાની મદદ

પશ્ચિમ બંગાળ (West Bengal)એ રાજ્યમાં અમ્ફાન સાયક્લોન (Amphan Cyclone)થી પ્રભાવિત વિસ્તારમાં રાહત કાર્યોમાં ઝડપ લાવવા માટે શનિવારે સેના, રેલ્વે અને બંદરની મદદ લેવામાં આવી છે. સરકારે ખાનગી સંસ્થાઓને પણ આ હેતુ માટે કર્મચારીઓ અને ઉપકરણો પૂરા પાડવા જણાવ્યું છે.

May 23, 2020, 08:23 PM IST

જમ્મુ કાશ્મીર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

દેશમાં ચાલી રહેલા લોકડાઉન (Lockdown) વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. મોડી રાત્રે એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના કાનીમઝાર નાવાકદાલ વિસ્તારમાં થયું હતું. એન્કાઉન્ટર બાદ સેનાને આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.

May 19, 2020, 03:59 PM IST

જમ્મૂ કાશ્મીર: અડધી રાત્રે શરૂ થઇ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ

દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ મુઠભેડ શ્રીનગરના કાનીમઝાર નાવાકદાળ એરિયામાં થઇ રહી છે. 

May 19, 2020, 07:09 AM IST

ટૂર ઓફ ડ્યૂટી: આ બિઝનેસમેને આપી યુવાનોને જોબની ખાસ ઓફર

ઉદ્યોગપતિ આનંદ મહિંદ્વા (Anand Mahindra) એ તે યુવાને પોતાના ત્યાં કેરિયર બનાવવાની તક આપવાની જાહેરાત કરી છે જે સેનામાં ત્રણ વર્ષની ટૂર ઓફ ડ્યૂટી (Tour of Duty) કાર્યક્રમ હેઠળ નોકરી કર્યા બાદ નિવૃત થશે.

May 16, 2020, 03:00 PM IST

સામાન્ય લોકોને આર્મીમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે સેના, મળશે આ સુવિધા

પ્રતિભાશાળી યુવાઓને આર્મી તરફ આકર્ષિત કરવા માટે ભારતીય સેના એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં યુવાનોને માત્ર ત્રણ વર્ષ માટે જ સેનામાં કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તેઓ તેમના પસંદગીના અન્ય કરિયરમાં જઈ શકે છે. અથ્યારે હાલ કોઈ અધિકારીને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેનામાં કાર્ય કરવાનું હયો છે. તેને ટૂર ટૂ ડ્યૂટી નામ આપવામાં આવ્યું છે. તેના પર સેનાના ટોચના અધિકારી વિસ્તારથી ચર્ચા કરી ચુક્યા છે. સંભાવના છે કે, થોડાક મહિનાઓમાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે. એટલે કે યુવાઓને સેનામાં અનુભવ કર્યા બાદ પોતાના પસંદગીના કરિયરમાં સારી તક સાથે વાપસી કરવાની તક મળશે.

May 13, 2020, 08:33 PM IST