Indore Couple Case: મેઘાલય પોલીસને સૌથી પહેલા શક ત્યારે ગયો જ્યારે હનીમૂન દરમિયાન સોનમે કોઈ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા નહીં. જાણો પોલીસે તપાસમાં શું શું જાણ્યું. પોલીસનું કહેવું છે કે આગળની તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
Sonam Raghuwanshi News: ઈન્દોરના વેપારી રાજા રઘુવંશીની હત્યાની કહાનીમાં માસ્ટરમાઈન્ડ તો પત્ની નીકળી. સોનમના સાથીઓએ આ સમગ્ર ઘટના અંગે પૂછપરછમાં જે ખુલાસા કર્યા તે જાણીને તમે દંગ રહી જશો.
ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યામાં તેની જ પત્ની સોનમ રઘુવંશીની સંડોવણીની વાત સામે આવતા જ હડકંપ મચી ગયો છે. સોનમ પર જ પતિની હત્યાનો આરોપ લાગ્યો છે. હાલ સોનમને મેઘાલય પોલીસ શિલોંગ લઈ જઈ રહી છે.
Sonam Raghuvandhi And Raja Raghuvanshi: સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને પતિ રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું. રાજ કુશવાહા સોનમથી ઉંમરમાં નાનો છે અને તે સોનમના પિતાની ફેક્ટરીમાં કામ કરતો હતો. સોનમના આ જઘન્ય કૃત્યની પોલ કેવી રીતે ખુલી તે પણ જાણવા જેવું છે.
ઈન્દોરનું નવપરિણીત કપલ શિલોંગમાં ગૂમ થઈ જતા દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. 2 જૂનના રોજ પતિની લાશ મળી અને હવે 9 જૂને પત્ની મળી આવી પરંતુ સોનમ મળતાની સાથે જ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એવા ખુલાસા જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય....
મેઘાલય પોલીસે ઈન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડમાં ઝડપથી કાર્યવાહી કરતા પત્ની સોનમ સહિત ચાલ લોકોને પકડી લીધા છે. હનીમૂન દરમિયાન થયેલી આ હત્યામાં પત્નીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે હત્યા માટે સોપારી આપી હતી.
લગ્ન બાદ હનીમૂન માટે મેઘાલયના શિંલોંગ ગયેલા ઈન્દોરના કપલ સાથે એવી દર્દનાક ઘટના ઘટી જેની કલ્પના પણ કોઈ ન કરી શકે. પતિ રાજાની હત્યા થઈ અને સોનમ ગૂમ થઈ ગઈ. પરંતુ હવે આ સોનમ અચાનક મળી આવી છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તેના પર જ પતિની હત્યાનો આરોપ લાગ્યો છે.