Rajat Patidar : IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સતત બે ટાઇટલ જીત્યા હતા. RCBની આ જીતનો બધો શ્રેય કેપ્ટન રજત પાટીદારને જાય છે. IPL પૂર્ણ થયા પછી હવે પાટીદાર આ આગામી ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે.
IPL 2026 Flop Player : IPL 2026માં ઘણા ખેલાડીઓ એવા હતા જેમની કિંમત ખૂબ ઊંચી હતી, પરંતુ તેઓ અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા હતા. જો કે, આ યાદીમાં ટોપ પર સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી હતો, જેને ટીમે ₹13 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે તેણે આખી સિઝનમાં માત્ર 15 રન જ બનાવ્યા હતા.
RCB Player Ban: IPL 2026 માં RCB ની જીત બાદ, BCCI એ તેમના ફિનિશર, ટિમ ડેવિડ સામે નોંધપાત્ર કાર્યવાહી કરી. ફાઇનલ દરમિયાન અમ્પાયર નીતિન મેનન પર બરફનો પેક ફેંકવા બદલ તેને કડક સજા કરવામાં આવી હતી.
Short circuit in GT bus after final players evacuated watch video
IPL 2026 Records : IPL 2026માં એવા 10 રેકોર્ડ બન્યા છે, જે અગાઉ એક પણ સિઝનમાં બન્યા નથી, તો આ સિઝનમાં અનેક રેકોર્ડ તૂટ્યા પણ છે. વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં તોફાન મચાવ્યું છે. આ સિઝન દરમિયાન કયા રેકોર્ડ બન્યા છે, તેના પર એક નજર કરીએ...
IPL 2026 Final : IPL 2026માં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ પહેલી ઓવરથી જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયું હોય તેવું લાગતું હતું. હાર બાદ કેપ્ટન શુભમન ગિલે તેની પાછળના કારણો જણાવ્યા છે.
RCB vs GT: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સતત બીજી વખત IPL ટાઇટલ જીત્યું, વિરાટ કોહલીની અડધી સદીને કારણે. RCB સતત બે IPL ટાઇટલ જીતનાર ત્રીજી ટીમ બની. અગાઉ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 2010-11 માં બે વાર IPL ટાઇટલ જીત્યું હતું, અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ 2019-20માં.
IPL 2026 Vaibhav Sooryavanshi: રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ઓરેન્જ કેપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શનને પાછળ છોડીને તેણે 776 રન બનાવી સૌથી નાની ઉંમરના ઓરેન્જ કેપ જીતીને રેકોર્ડ બનાવ્યો છે.
IPL 2026 Final : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026ની ફાઇનલ મેચ રમાશે. IPL 2026ની ફાઇનલ પહેલા અચાનક એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. જેમાં આ વખતે કોણ ચેમ્પિયન બનશે તેની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
Shubman Gill : IPL 2026માં બેટથી શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલે હવે ભારતીય T20 ટીમમાં વાપસી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડનાર ગિલે સ્પષ્ટપણે કહ્યું કે તે સતત તેની રમત પર કામ કરી રહ્યો છે અને જો તેને તક આપવામાં આવે તો તે ભારતીય ટીમ માટે રમવા માટે તૈયાર છે.
IPL 2026 Prize Money: IPL 2026 સીઝનના વિજેતાનો નિર્ણય થવામાં હવે વધુ સમય બાકી નથી. RCB અને ગુજરાત પોતાના બીજા ખિતાબ માટે પ્રયત્નશીલ રહેશે. ચાહકો પણ IPL ઈનામી રકમ માટે ઉત્સાહી છે. ચાલો જાણીએ કે આ વખતે વિજેતા અને રનર-અપને કેટલી રકમ મળી શકે છે.
Vaibhav Sooryavanshi : IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર ગણવામાં આવી આવી રહ્યો છે. IPL 2026 બાદ વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે, ત્યારે આ મેચ ક્યાં અને ક્યારે રમાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Kumar Sangakkara : ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સ સામે કારમી હાર સાથે રાજસ્થાન રોયલ્સ IPL 2026માંથી બહાર ફેંકાઈ ગયું છે. આ હાર પછી કુમાર સંગાકારાએ તેની ટીમના એક ખેલાડી પર સીધો આરોપ લગાવ્યો અને જણાવ્યું હતું કે તેણે ટીમ સાથે દગો કર્યો છે.
GT vs RR : રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે આખી સિઝન દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેઓ મહત્વપૂર્ણ મેચમાં નિષ્ફળ ગયા. ક્વોલિફાયર-2માં ગુજરાત સામેની હારથી ફાઇનલમાં રમવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. ત્યારે રાજસ્થાનની હારના 3 સૌથી મોટા વિલન કોણ હતા, તેના પર એક નજર કરીએ...
RR vs GT Qualifier 2: વૈભવ સૂર્યવંશી અંગે એક મોટો દાવો કરવામાં આવ્યો છે. IPL 2026માં આ દાવાની પહોંચ કેટલી હદ સુધી પહોંચી છે તે RR vs GT વચ્ચેના ક્વોલિફાયર 2 ના પરિણામો પછી જાહેર થશે. વૈભવ સૂર્યવંશી અંગે આ દાવો તેમના કોચ મનીષ ઓઝા દ્વારા કરવામાં આવ્યો છે અને તેનો ગુજરાત સામે રેકોર્ડ પણ કેવો છે તે પણ જાણીએ.
GT vs RR IPL 2026 Qualifier 2 : IPL 2026માં ફાઇનલ સિવાય અન્ય કોઈ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મેચનું પરિણામ નિર્ધારિત તારીખે જ નક્કી થશે, ભલે ગમે તે થાય. આ સંજોગોમાં પ્રશ્ન એ થાય કે જો GT vs RR ક્વોલિફાયર 2 મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઇનલ કોણ રમશે ?
Vaibhav Suryavanshi : IPL 2026માં વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક પ્રદર્શન બાદ તેને શક્ય તેટલી વહેલી તકે ટીમ ઈન્ડિયામાં તક આપવાની માંગ વધી રહી છે. દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ જણાવ્યું છે કે વૈભવની ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે વિલંબ કેમ થઈ શકે છે.
Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે ધૂમ મચાવી રહ્યો છે. તેણે એલિમિનેટર મેચમાં SRH સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. હવે તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મોટી ઓફર મળી હોવાની અફવાઓ સામે આવી છે. ત્યારે IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ આ અફવાઓ પર ભાર મૂક્યો છે.
Vaibhav Sooryavanshi : સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યા પછી રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર ત્રણ શબ્દોનો મેસેજ શેર કર્યો. આ મેસેજને ક્વોલિફાયર 2માં તેના આગામી પ્રતિસ્પર્ધી ગુજરાત ટાઇટન્સ માટે ખુલ્લો પડકાર અને ચેતવણી માનવામાં આવી રહી છે.
Vaibhav Suryavanshi: 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી એકવાર ફરી તોફાન આવ્યું છે. તેમણે હૈદરાબાદના બોલરોની લાઇન-લેન્થ બગાડીને મૂકી દીધી હતી. મેદાન પર ઉતર્યાની થોડી જ મિનિટોમાં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચી દીધો. આ વિસ્ફોટક ઓપનરે એવો કરિશ્મા કર્યો છે કે મોટા-મોટા બેટ્સમેનો પણ પાછળ રહી ગયા છે.
SRH vs RR, IPL 2026: વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ 2026ના એલિમિનેટર મુકાબલામાં વૈભવે તે રેકોર્ડ તોડી દીધો, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.
IPL 2026 Eliminator : આજે વધુ એક ટીમ IPLની 19મી સીઝનના ટાઇટલની રેસમાંથી બહાર થઈ જશે. અત્યાર સુધીમાં છ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય ન થતા બહાર થઈ ગઈ છે. આજે વધુ એક ટીમ બહાર થશે.