jammu kashmir

વિપક્ષના નેતાઓના શ્રીનગરના પ્રવાસને રાજ્ય સરકારે ન આપી મંજૂરી, કહ્યું- 'રાજનેતા અહીં ન આવે'

રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓ આજે શ્રીનગર જવાના છે. 

Aug 24, 2019, 10:06 AM IST

જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષાદળોએ ઠાર માર્યો આતંકી, એન્કાઉન્ટરમાં SPO પણ શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. માર્યા ગયેલા આંતકીની પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને દારુગોળો મળ્યો છે

Aug 21, 2019, 08:30 AM IST

370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં પહેલું એન્કાઉન્ટર, 16 દિવસ પછી ઘાટીમાં ચાલી ગોળીઓ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસના અનુસાર વિસ્તારને ઘેરી લેવાયો છે 
 

Aug 20, 2019, 09:43 PM IST

નિષ્ફળ પાકિસ્તાનું નવું પગલું: કાશ્મીર મુદ્દાને ICJમાં લઈ જશે ઈમરાન ખાન સરકાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સ્થાનિક ચેનલ ARY Newsને જણાવ્યું હતું કે, "પાકિસ્તાને કાશ્મીરના મુદ્દે ICJના દરવાજા ખટખટાવાનો કરવાનો નિર્ણય લીધો છે."
 

Aug 20, 2019, 09:03 PM IST

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે USના રક્ષા પ્રધાન સાથે કરી વાત, કહ્યું- કાશ્મીર આંતરીક મામલો

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે અમેરિકાના રક્ષા પ્રધાન માર્ક એસ્પર સાથે વાત કરી છે. સૂત્રો પ્રમાણે બંન્ને વચ્ચે કલમ 370 અને કાશ્મીર પર વાત થઈ છે. 

Aug 20, 2019, 07:25 PM IST

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે કરી હાઈલેવલની મીટિંગ, ડોભાલ પણ સામેલ

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વર્તમાનમાં સામાન્ય છે. 15 દિવસ પછી આજે કાશ્મીરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી હતી.
 

Aug 19, 2019, 04:18 PM IST

24 કલાકમાં જ જમ્મુના તમામ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીથી બંધ

હજુ તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાયે 24 કલાક પણ નહતાં થયા અને જમ્મુમાં ફરીથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર ફરીથી રોક લગાવવામાં આવી છે.

Aug 18, 2019, 02:12 PM IST

વિશ્વ પટલ પર એકલા પડ્યા બાદ હવે ધમકી આપવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું-'કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો'

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન જાણે રઘવાયુ બની ગયું છે. ધૂંધવાયેલા પાકિસ્તાને હવે પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે.

Aug 18, 2019, 10:14 AM IST

J&K: જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ, રામબન-કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત

રાજૌરી અને પૂંછ બાદ રામબન, કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત કરી દેવાઈ છે. જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે. કલમ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીરના 22માંથી 12 જિલ્લાઓમાં હાલાત સંપૂર્ણ સામાન્ય થઈ ગયા છે.

Aug 17, 2019, 09:37 AM IST

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતનો સણસણતો જવાબઃ પહેલા પાકિસ્તાન આતંકવાદ બંધ કરે

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, "ભારતીય બંધારણની કલમ-370ની બાબત છે ત્યાં સુધી તે ભારતની એક આંતરિક બાબત છે અને અમારો દેશ તેના અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે." 
 

Aug 16, 2019, 10:57 PM IST

જૈશ એ મોહમ્મદે કાશ્મીરમાં જેહાદની ધમકી આપી, કલમ 370 હટાવાતા વિરોધ પ્રદર્શન કર્યું

આર્ટિકલ 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન એક બાજુ જ્યાં કાશ્મીર પર પોતાનો જૂનો રાગ આલાપી રહ્યું છે ત્યાં હતાશ થયેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતને ધમકીઓ પર ધમકી આપવાનું ચાલુ કરી દીધુ છે. 

Aug 16, 2019, 10:39 AM IST

PAK પર નોર્ધન કમાન્ડનાં GoCએ કહ્યું, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે આતંકવાદી

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવા અંગે લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે, તેના કારણે રાજ્યમાં અલગતાવાદ અને આતંકવાદને ઉત્તેજન મળી રહ્યું છે

Aug 15, 2019, 06:30 PM IST

રાજ્યપાલ આનંદીબેને CM યોગીને બાંધી રાખડી, તિરંગો પણ ફરકાવ્યો

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનઉમાં તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે

Aug 15, 2019, 01:59 PM IST

સ્વતંત્રતા દિવસની ઉજવણી : જમ્મુ કાશ્મીરમાં ખુશીઓનો મહાસાગર, જુઓ તસ્વીરો

દેશમાં આજે 73માં સ્વતંત્રતા દિવસને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી, દરેક જગ્યાએ દેશવાસી આઝાદીના આ પર્વને સેલિબ્રેટ કરી રહ્યો છે. આ વચ્ચે સ્વચંત્રતા દિવસ પર જમ્મુ કાશ્મીરથી એક સૌથી ખુશ તસવીર સામે આવી છે

Aug 15, 2019, 01:34 PM IST

VIDEO : 'નયા કાશ્મીર'ને પીએમ મોદી પર વિશ્વાસ, જશ્ને આઝાદી પહેલા સાંભળો કાશ્મીરનો અવાજ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અહીંના નેતાઓએ પોતાના સગા-સંબંધીઓને નોકરીઓ અપાવી છે. કુપવાડા જિલ્લાના હારિલ ગામના લોકોએ જણાવ્યું કે, અહીં 1500ની વસતી છે, પરંતુ હોસ્પિટલ, સેકન્ડરી સ્કૂલ કે સડકો નથી.
 

Aug 14, 2019, 09:55 PM IST

કાશ્મીરની શાંતિથી પાકિસ્તાનમાં ઉચાટ, LoC પર આતંકી સંગઠનો સક્રિય, હુમલાની ફિરાકમાં

જમ્મુ કાશ્મીર અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પણ શાંત રહેતાં પાકિસ્તાનના પેટમાં જાણે તેલ રેડાઇ રહ્યું છે. સુત્રો અનુસાર પાકિસ્તાની સેના આતંકીઓને ઘાટીમાં મોકલવાની ફિરાકમાં છે. આતંકી સંગઠનો સરહદ પર સક્રિય થયા છે અને હુમલાની ફિરાકમાં બેઠા છે. 

Aug 14, 2019, 03:07 PM IST
Triangle Demand In Jammu Kashmir PT5M13S

કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં તિરંગાની માંગ વધી

સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે

Aug 14, 2019, 01:05 PM IST

જમ્મુ કાશ્મીર : 370 હટાવવા મામલે અસદુદ્દીન ઓવૈસી વ્યાકુળ, PM મોદી પર લગાવ્યો Power નો આરોપ

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદ મુસ્લિમ (AIMIM) પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 (Article 370) હટાવવા મામલે વિવાદીત નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવવું એ બંધારણની વિરૂધ્ધ છે. રાજ્યના લોકોનો મત જાણ્યા વિના આ નિર્ણય લેવો અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો ચાલાક છે તે અચાનક પ્રતિક્રિયા આપતા નથી.

Aug 14, 2019, 10:41 AM IST
Jammu and Kashmir prepares for grand 'Independence Day' celebration on 15 Aug PT4M25S

જમ્મૂ કાશ્મીરમાં 15મી ઓગસ્ટની તૈયારીઓ શરૂ, સીઆરપીએફના જવાનો ભાંગડા કરશે

કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ મોટું પગલું ભરતાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવશે. મળતી માહિતી અનુસાર અમિત શાહ 15 ઓગસ્ટના રોજ શ્રીનગરની યાત્રા કરી શકે છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને કેંદ્વ શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની પ્રથમ યાત્રા હશે.

Aug 14, 2019, 10:25 AM IST
Centre needs time to restore normalcy in J&K, says SC PT2M11S

જમ્મુ કાશ્મીર મુદ્દે દખલગીરી કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી લેવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાલમાં આ પ્રતિબંધ હટાવી લેવા મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે, આ મામલો સંવેદનશીલ છે અને આ સંજોગોમાં સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ. અહીં સ્થિતિ સામાન્ય થાય એ માટે સમય આપવો જોઇએ. કોર્ટ પ્રશાસનની દરેક બાબતોમાં હસ્તક્ષેપ ન કરી શકે.

Aug 13, 2019, 04:00 PM IST