joe biden

US Presidential Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન...કોની જીત ભારત માટે 'ફાયદાકારક'?

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની ઘડી નજીક આવી ગઈ છે. આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન... જલદી નક્કી થઈ જશે. આ પરિણામમાં પ્રત્યક્ષ રીતે ભાગીદારી ભલે અમેરિકનોની દેખાતી હોય પરંતુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકનોને કોઈ પણ નજરઅંદાજ કરી શક્યું નથી.

Nov 4, 2020, 01:21 PM IST

US ચૂંટણી પરિણામ: ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો ગંભીર આરોપ, બાઈડેને પણ કર્યો પલટવાર 

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલુ છે. તાજા આંકડા મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને નજીવી લીડ મળી છે. બાઈડેનને 224 ઈલેક્ટોરલ મત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળેલા છે. બહુમત માટે 270 ઈલેક્ટોરલ મત જરૂરી છે. આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે અને પોતાની જીત ગણાવી છે. જો કે ભ્રામક જાણકારી આપવા અંગે ટ્વિટરે ટ્રમ્પની ટ્વિટને હાઈડ (છૂપાવી) કરી દીધી છે. 

Nov 4, 2020, 12:32 PM IST

અમેરિકામાં ચૂંટણીના પરિણામો બાદ તોફાનો ફાટી નીકળવાની આશંકા, ટ્રમ્પનું ઘર બન્યું 'કિલ્લો'

આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે કાંટાની ટક્કર છે. કાંટાના મુકાબલાને જોતા પરિણામો  બાદ તોફાનોની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Nov 4, 2020, 07:55 AM IST

US election results: રાત પડી જવાના કારણે કાઉન્ટિંગ રોકવામાં આવ્યું, 5 કલાક બાદ ફરી શરૂ થશે ગણતરી

રાષ્ટ્રપતિ ટ્રમ્પ જો ફરીથી જીતશે તો સતત બે વાર તાજપોશીવાળા ચોથા રાષ્ટ્રપતિ હશે. 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનના જીત્યા બાદથી આ પરંપરા જોવા મળી રહી છે. પરંતુ જો ટ્રમ્પ હારશે તો જ્યોજ બુશ સિનિયર બાદ બીજા રાષ્ટ્રપતિ હશે જેમને વ્હાઈટ હાઉસમાં જવાની ફરીથી તક નહીં મળે.

Nov 4, 2020, 06:50 AM IST

ટ્રમ્પના પુત્રએ કાશ્મીરને પાકમાં દેખાડ્યું, ભારતને ગણાવ્યો બાઇડેન સમર્થક દેશ

US Elections 2020 Latest Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વીટ કરી ટ્રમ્પ સમર્થક અને બાઇડેન સમર્થક દેશોને લાલ અને બ્લૂ રંગમાં દેખાડ્યા છે. 

Nov 3, 2020, 10:29 PM IST

રાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે કોર્ટમાં જવાની ધમકી કેમ આપી રહ્યાં છે ટ્રમ્પ, શું થશે તેની અસર?

United States Presidential Election 2020: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન સમાપ્ત થતા મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં અપીલ કરવાની યોજના બનાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે જો તેમની અપીલ પર કોર્ટ કોઈ ચુકાદો આપે છે તો તેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવામાં વિલંબ કરવો પડી શકે છે.
 

Nov 2, 2020, 09:01 PM IST

શું થાય જો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ટાઈ થાય તો? ટ્રમ્પ કે બાઇડેન કોને મળશે તક

અમેરિકાના લોકો ત્રણ નવેમ્બરે પોતાના નવા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરશે. અત્યાર સુધી નવ કરોડથી વધુ લોકો મતદાન કરી ચુક્યા છે અને આ ચૂંટણી માટે ઘણા પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 

Nov 2, 2020, 05:48 PM IST

US Presidential Election: નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો ચૂંટણીનો જંગ, જાણો કોણ આગળ? ટ્રમ્પ કે બિડેન

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાંટાની ટક્કર આપી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચાર રાજ્યોમાં બિડેનને લાભ મળતો જોવા મળી રહ્યો છે.

Nov 2, 2020, 11:28 AM IST

US Election: આ રીતે ચૂંટાય છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ, જાણો ચૂંટણી પ્રક્રિયા

USA President Election Process: અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આવો જાણીએ, તેની સાથે જોડાયેલી પ્રક્રિયા અને નિયમો વિશે ખાસ વાતો.

Nov 1, 2020, 05:53 PM IST

US Election: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડામાં કર્યું મતદાન, આ અંદાજમાં કહ્યું કોને આપ્યો મત

ડેમોક્રેટિક વિરોધી જો બાઇડેન વિરુદ્ધ મેતાનમાં ઉતરેલા ટ્રમ્પે  મતદાન બાદ હસ્તા-હસ્તા કહ્યુ- મેં ટ્રમ્પ નામના એક વ્યક્તિને મત આપ્યો છે. 

Oct 24, 2020, 10:36 PM IST

ભારતીયોમાં લોકપ્રિય થઈ રહી છે બાઇડેન-કમલાની જોડી, અંતિમ ડીબેટ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો

ભારતીયોનું કહેવું છે કે અમારે એવા રાષ્ટ્રપતિ જોઈએ જે ભારતની આલોચના કરવાની જગ્યાએ અમારી વાસ્તવિક સમસ્યાઓને સમજી શકે. 

Oct 24, 2020, 07:40 PM IST

US Presidential Elections: અમેરિકામાં ઘટી રહી છે ટ્રમ્પની અસર? ટાઉન હોલમાં જો બાઇડને પછાડ્યા

US Presidential Election: અમેરિકામાં ચાલી રહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં ડોમાલ્ડ ટ્રમ્પ જો બાઇડેનથી પછડાતા જોવા મળી રહ્યા છે. બંન્ને વચ્ચે ડિબેટ ટળ્યા બાદ યોજાયેલી ટાઉન હોલ ઇવેન્ટમમાં બાઇડેનને વધુ દર્શક મળ્યા છે. 
 

Oct 17, 2020, 07:28 PM IST

US Election 2020: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર, 12 રાજ્યોમાં બરાબરી પર બંન્ને ઉમેદવાર

US Election 2020: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઘણા સર્વે ભલે જો બાઇડેનને લીડ લેતા દેખાડી રહ્યાં છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેનાથી પાછળ નથી. તાજા સર્વેથી જાણવા મળે છે કે અમેરિકાના 51 રાજ્યોમાંથી 12મા આ બંન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. 
 

Oct 13, 2020, 08:10 PM IST

CIAના પૂર્વ ચીફે બાઇડેનનું કર્યુ સમર્થન, બોલ્યા- ટ્રમ્પની વાપસી US માટે ખૂબ ખરાબ રહેશે

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદને લઈને રાજકીય ઘમાસાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ અને એનએસએના પૂર્વ ડાયરેક્ટર માઇકલ હેડને ચેતવણી આપતા કહ્યુ કે, ડોનાલ્ડ ટ્રમ્પની ફરીથી વાપસી અમેરિકા માટે ખુબ ખરાબ હશે.

Oct 7, 2020, 10:49 PM IST

કોરોના થયા પછી હવે આ તસવીરો જોઈ પસ્તાઈ રહ્યા હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થયેલી પહેલી ચર્ચા દરમિયાન તેમણે પોતાના હરિફ જો બિડેનની દર વખતે માસ્ક પહેરવા બદલ મજાક પણ ઉડાવી હતી. હવે તેમને કદાચ અહેસાસ થતો હશે કે વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે. આ તસવીરો જોઈને કદાચ તેઓ પસ્તાઈ રહ્યા હશે. 

Oct 2, 2020, 02:41 PM IST

US રાષ્ટ્રપતિ ચૂંટણી: ડેમોક્રેટ નેતાએ રાષ્ટ્રપતિને ગણાવ્યા 'જુઠ્ઠા', મળ્યો આ જવાબ

અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિ ચૂંટણી (us presidential election)  નજીક આવી રહી છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને જો બિડેન (joe biden ) વચ્ચે તણખા ઝરી રહ્યા છે. ટ્રમ્પ રિપબ્લિકન અને બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. જેમાં 77 વર્ષના બિડેનનો મુકાબલો 74 વર્ષના ટ્રમ્પ સામે છે. રાષ્ટ્રીય ઓપિનિયન પોલ મુજબ તેમા બિડેનને ટ્રમ્પ પર લીડ મળેલી છે. 

Sep 30, 2020, 03:33 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે આ દિવસે થશે રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ ડિબેડ

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના બંન્ને દાવેદારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે 29 સપ્ટેમ્બરે પ્રથમ ડિબેટ થશે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે ચૂંટણી છે. આ ચૂંટણી માટે બંન્ને ઉમેદવારોએ તૈયારી કરી લીધી છે. 

Sep 28, 2020, 04:54 PM IST

લાદેનની ભત્રીજીનું ટ્રમ્પને સમર્થન, કહ્યું- બિડન સત્તામાં આવે તો 9/11થી મોટો હુમલો થઇ શકે છે

લાદેનની ભત્રીજી નૂર બિન લાદિને કહ્યું હતું કે જો બિડન સત્તા પર આવે તો અમેરિકાને 9/11 જેવા બીજા હુમલાનો સામનો કરવો પડી શકે છે. નૂરે કહ્યું કે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાની સુરક્ષા કરી શકે છે, બિડન નહીં.

Sep 6, 2020, 05:36 PM IST

US ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનનું મોટું નિવેદન, કહ્યું-'જો રાષ્ટ્રપતિ બનીશ તો ભારત પર...'

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential election)માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને (Joe Biden) કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમનું પ્રશાસન ભારત પર આવનારા દરેક જોખમનો મુકાબલો કરવા માટે ભારતની પડખે રહેશે. ભારતીય મૂળના કમલા હેરિસને પોતાના રનિંગ મેટ બનાવનારા બિડને ભારત અને અમેરિકા વચ્ચેના 'સંબંધો' વધુ મજબુત બનાવવા માટે આહ્વાન કર્યું. તેમણે H1-B વિઝા વિરુદ્ધ એક્શન લેવા બદલ ટ્રમ્પની ટીકા પણ કરી અને વચન આપ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય સમુદાય પર ભરોસો કરતા રહેશે. 

Aug 16, 2020, 11:08 AM IST