Kartik Ananya In KBC 17: સામાન્ય રીતે દરેક પત્ની તેના પતિના ફોનનો પાસવર્ડ જાણતી હોય છે અથવા જાણી લેતી હોય છે. તો શું અમિતાભ બચ્ચન પોતાના ફોનનો પાસવર્ડ તેમના પત્ની જયા બચ્ચન સાથે શેર કરે છે ? આ પ્રશ્ન અમે નહીં કાર્તિક આર્યને અમિતજીને પુછ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં બીગ બી એ મજેદાર વાત કહી હતી.
"KBC 17 જુનિયર"ના સ્પર્ધક ઇશિત ભટ્ટે અમિતાભ બચ્ચન પ્રત્યેના પોતાના વર્તન બદલ માફી માંગી છે અને કહ્યું છે કે તેને તેનો ખૂબ જ પસ્તાવો છે. એક વીડિયો શેર કરતા, ઇશિતે કહ્યું કે તે સમયે તે નર્વસ હતો અને તેનો હેતુ અસભ્ય વર્તનનો નહોતો.
KBC Viral Video: "કૌન બનેગા કરોડપતિ" શોનો વીડિયો વાયરલ થયો ત્યારથી, સોશિયલ મીડિયા ઇશિતને નિશાન બનાવી રહ્યું છે, અને તેના માતાપિતાના ઉછેર પર પણ સવાલ ઉઠાવી રહ્યું છે. આ દરમિયાન, અમિતાભ બચ્ચનની સહનશીલતાની પ્રશંસા થઈ રહી છે.
KBC Independence Day Special Episode: KBCએ ગુરુવારે એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, તેમના પૂર્વજોએ ઝાંસીની રાણી સાથે યુદ્ધ લડી ચુક્યા છે.
KBC 17: અમિતાભ બચ્ચનના સુપરહિટ ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની દરેક સીઝન માટે દર્શકો એક્સાઈટેડ રહે છે. હવે ટૂંક સમયમાં શોની નવી સીઝન શરૂ થવાની છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે, આ વખતે સલમાન ખાન હોસ્ટ તરીકે જોવા મળશે. આવી સ્થિતિમાં ચાલો પહેલા આ વાયરલ સમાચારનું સંપૂર્ણ સત્ય જાણીએ.