latest news

Pakistan: ઇમરાન ખાને આપ્યો PM મોદીના પત્રનો જવાબ, શાંતિની વાત અને કાશ્મીરનો ઉલ્લેખ

અમને વિશ્વાસ છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન બધા મુદ્દા ઉકેલી લેશે, ખાસ કરી જમ્મુ-કાશ્મીર વિવાદ. સકારાત્મક અને સમાધાન લાયક વાતચીત માટે અનુકૂળ માહોલ બનવો જરૂરી છે. 

Mar 30, 2021, 08:46 PM IST

IPL 2021: દિલ્હી કેપિટલ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડીને સોંપી કમાન

IPL 2021: વિશ્વની સૌથી મોટી ટી20 લીગની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને રિષભ પંતને ટીમની કમાન સોંપી છે. 

Mar 30, 2021, 08:27 PM IST

Drug Case: એક્ટર એજાઝ ખાનને NCB એ કસ્ટડીમાં લીધો, કાર્યવાહી શરૂ

Drug Case: એનસીબી (NCB)  એ એક્ટર એજાઝ ખાન (Ajaz Khan) ને કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ કેસમાં જોડાયેલા હોવાનો આરોપ છે.
 

Mar 30, 2021, 08:12 PM IST

MP: ઉલટી આવી તો ચાલુ બસમાંથી બાળકીએ માથુ કાઢ્યુ બહાર, સામેથી આવતા ટ્રક સાથે ટકરાતા થઈ ગયું અલગ

truck accident: જ્યારે મુસાફરી કરતા હોવ ત્યારે બસની બારીમાંથી માથુ બહાર કાઢવુ ક્યારેક ભારે પડી શકે છે. આવી એક ઘટના મધ્યપ્રદેશના ખંડવાથી સામે આવી છે. 

Mar 30, 2021, 07:02 PM IST

West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ

bjp candidate ashok dinda: પશ્ચિમ બંગાળથી ફરી હિંસાની ઘટના સામે આવી છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર હુમલો થયો છે. 

Mar 30, 2021, 06:25 PM IST

Delhi: AIIMS હોસ્પિટલમાં થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. 
 

Mar 30, 2021, 05:51 PM IST

Corona: દેશના 10 જિલ્લાની સ્થિતિ સૌથી વધુ ખરાબ, 8 મહારાષ્ટ્રનાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Corona update india: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં યૂકેના 807 સ્ટ્રેન, આફ્રિકાના 47 સ્ટ્રેન અને બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ મળ્યો છે. આમ દેશમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ સામે આવ્યા છે. 

Mar 30, 2021, 05:16 PM IST

Myanmar Protest: મ્યાનમારમાં સેનાએ 500થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, રસ્તા પર કચરો ફેંકી શરૂ કર્યો વિરોધ

Myanmar Protest Death: મ્યાનમારમાં સેનાનો ખુની ખેલ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીની કાર્યવાહીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે પ્રદર્શનકારીઓએ હવે નવી રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. 

Mar 30, 2021, 05:02 PM IST

PM મોદીએ બાંગ્લાદેશના પ્રવાસમાં તોડી આચાર સંહિતા, ફરિયાદ લઈ ચૂંટણી પંચ પહોંચી TMC

PM Modi in Bangladesh: ટીએમસીનું કહેવું છે કે પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. તૃણમૂલ કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. 
 

Mar 30, 2021, 04:31 PM IST

NZ vs BAN: આંતરરાષ્ટ્રીય મેચમાં ગજબ ઘટના, DLS નિયમમાં લોચા, ટાર્ગેટની માહિતી વગર ટીમે શરૂ કરી દીધી બેટિંગ

NZ vs BAN: DLS ની ગણતરીમાં ફેરફારને કારણે મેચ રોકવી પડી. હકીકતમાં જે ટાર્ગેટ બાંગ્લાદેશને આપવામાં આવ્યો તેમાં ફેરફાર થઈ ગયો. તેના કારણે મેચ રોકવી પડી હતી. 

Mar 30, 2021, 04:09 PM IST

Poco X3 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

પોકો એક્સ3 પ્રોમાં ક્વાલકોમ સ્નેપડ્રૈગન 960 પ્રોસેસર, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે જેવી ખાસિયત છે. આવો જાણીએ આ ફોનના ફીચર્સ અને કિંમત વિશે.
 

Mar 30, 2021, 03:40 PM IST

IPL 2021: સમય મર્યાદાને લઈને BCCI કડક, 90 મિનિટમાં સમાપ્ત કરવી પડશે ઈનિંગ

BCCI આઈપીએલમાં સમય મર્યાદાને લઈને વધુ કડક બન્યું છે. તેમણે ટીમોને મેલ કરી સ્પષ્ટ કરી દીધું છે કે 90 મિનિટમાં એક ઈનિંગ સમાપ્ત થઈ જવી જોઈએ. તેમ ન કરવા પર ફ્રેન્ચાઇઝીને નુકસાન થઈ શકે છે. 

Mar 30, 2021, 03:13 PM IST

સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ ઇરફાન પઠાણને Corona, હાલમાં બધા રમ્યા હતા રોડ સેફ્ટી સિરીઝ

રોડ સેફ્ટી સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતના એક બાદ એક પૂર્વ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ સામેલ થઈ ગયું છે. 
 

Mar 29, 2021, 11:14 PM IST

Maharashtra સરકારમાં નવી ફૂટ? CM ઠાકરે લૉકડાઉન લગાવવા તૈયાર, NCPએ કર્યો વિરોધ

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે. 

Mar 29, 2021, 10:53 PM IST

Holi Celebrations: જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં ઉજવી હતી હોળી, જુઓ તસવીર

Pakistan Cricketer Celebrated Holi in India: વાત 1987ની છે જ્યારે પાકિસ્તાન ટીમ ભારતમાં હતી અને મુંબઈની હોટલમાં તેમણે હોળી મનાવી હતી. વસીમ અકરમની તસવીર શેર કરી ગૌતમ ભિમાણીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. 

Mar 29, 2021, 10:30 PM IST

Pakistan: PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો આરિફ અલ્વી પણ થયા કોરોનાથી સંક્રમિત

ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે તેઓ પોઝિટિવ આવ્યા છે. 

Mar 29, 2021, 09:44 PM IST

શા માટે ઇકો કારના સાયલેન્સરની થાય છે ચોરી? કારણ જાણીને માથુ ચકરાઇ જશે

ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. જોકે આ ગેંગ eeco કારના સાઇલેન્સરમાં આવતી માટીની ચોરી કરવા માટે ક્યારેક સાઇલેન્સર તો ચોરી કરતા પરંતુ નવી ક્યારેક નવી મોડસ ઓપરેન્ડી પણ અપનાવતા હતા. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ની ચોરી કરતી ગેંગ એ આતંક મચાવ્યો છે. આ ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે.

Mar 29, 2021, 09:38 PM IST

tajikistan માં મંગળવારે 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનમાં ભાગ લેશે ભારત અને પાકના વિદેશ મંત્રી

બન્ને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ સીધી દ્વિપક્ષીય બેઠકનો હાલ ઇનકાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પહેલા પણ તેમ થયું છે કે હાર્ટ ઓફ એશિયા બેઠકના બહાને ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે અનૌપચારિક રીતે મુલાકાત થઈ છે. 
 

Mar 29, 2021, 09:26 PM IST

Hardeep Puri બોલ્યા- Air India વેચવા કે બંધ કરવાનો જ વિકલ્પ, 100% ભાગીદારી વેચશે સરકાર

દેશના ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આ વખતે સરકાર Air India ને વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને કોઈ ખચકાટ નથી. મે માસ અથવા જૂન માસ સુધીમાં એર ઇન્ડિયાને વેચવામાં આવશે.

Mar 29, 2021, 08:04 PM IST

બોર્ડની પરીક્ષાઓ પહેલા પીએમ મોદીના પુસ્તક 'Exam Warriors' ની નવી એડિશન લોન્ચ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઘણી આકર્ષિત ગતિવિધિઓ છે કારણ કે એક્ઝામ વોરિયર્સની નવી એડિશનમાં છાત્રો, વાલીઓ અને શિક્ષકોની મૂલ્યવાન જાણકારીની સાથે સમૃદ્ધ કરવામાં આવી છે. 
 

Mar 29, 2021, 07:45 PM IST