latest news

સામાન્ય લોકોને ઝટકો, સેવિંગ ડિપોઝિટ, PPF, બચત ખાતાના વ્યાજદરમાં થયો ઘટાડો

1 એપ્રિલ 2021થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે. આ પહેલા કેન્દ્ર સરકારે તમામ લોકોને ઝટકો આપ્યો છે. તમામ પ્રકારની બચત પર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. 
 

Mar 31, 2021, 09:39 PM IST

Pan Aadhaar Linking: લોકો માટે રાહતના સમાચાર, પાન સાથે આધાર લિંક કરવાની મુદ્દતમાં વધારો

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા આવકવેરા વિભાગે લોકોને મોટી રાહત આપી છે. પાન સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. 
 

Mar 31, 2021, 08:33 PM IST

Corona: હવે નવો ખતરો, એક વર્ષથી પણ ઓછા સમયમાં કામ કરવાનું બંધ કરી દેશે વેક્સિન, નવા અભ્યાસમાં ખુલાસો

મ્યૂટેશન પીપુલ્સ વેક્સિન અલાયન્સ (Mutations People's Vaccine Alliance) દ્વારા 28 દેશોના 77 મહામારી વૈજ્ઞાનિક, વાયરોલોજિસ્ટ અને સંક્રામક રોગ નિષ્ણાંતમાંથી બે-તૃતિયાંશનું કહેવું છે કે કોવિડ-19ની રસી એક વર્ષ કે તેનાથી ઓછા સમયમાં બેઅસર થઈ શકે છે.

Mar 31, 2021, 07:50 PM IST

Good News: સામાન્ય જનતાને મોટી રાહત, આવતીકાલથી LPG સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, IOCએ કરી જાહેરાત

ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ લિમિટેડે જણાવ્યું કે ઘરેલૂ એલપીસી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Mar 31, 2021, 07:11 PM IST

Kisan andolan: કૃષિ કાયદા પર બનેલી કમિટીએ સુપ્રીમમાં જમા કરાવ્યો રિપોર્ટ, જલદી થઈ શકે છે સુનાવણી

સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીએ એક કમિટીની રચના કરી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ જલદી આ મામલે આગળની સુનાવણી કરી શકે છે. 

Mar 31, 2021, 07:03 PM IST

Good News: 12-15 વર્ષના બાળકો માટે આવી ગઈ કોરોના વેક્સિન, ફાઇઝરે કહ્યું- 100 ટકા અસરકારક

કંપનીને આશા છે કે 2022 સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે. ભારતમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમર અને ફ્રંટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. બાળકોને રસી આપવામાં આવી રહી નથી. 
 

Mar 31, 2021, 05:27 PM IST

ICC RANKINGS: વનડે રેન્કિંગમાં કોહલી ટોપ પર યથાવત, બુમરાહને થયું નુકસાન

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 35 અને 64 રનની ઈનિંગ રમી બેટ્સમેનોમાં પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 42મી રેન્કિંગ હાસિલ કરવામાં સફળ રહ્યો અને રિષભ પંતે ટોપ-100માં પ્રવેશ કરી લીધો છે. 
 

Mar 31, 2021, 05:02 PM IST

Mamta Banerjee એ વિપક્ષના નેતાઓને લખ્યો પત્ર, લોકતંત્ર બચાવવા માટે BJP વિરુદ્ધ એક થવા કરી અપીલ

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે સમાપ્ત થયા બાદ ટીએમસી નેતા મમતા બેનર્જીએ આજે ગેર-ભાજપ નેતાઓને વ્યક્તિગત રૂપથી પત્ર મોકલ્યો છે. મમતા બેનર્જીએ પત્રમાં લોકતંત્ર બચાવવા માટે તમામ વિપક્ષી દળોને ભાજપ સામે એક થવાની વાત કહી છે.

Mar 31, 2021, 04:35 PM IST

Shahrukh khan ને યૂઝરે પૂછી છોકરી 'પટાવવાની ટિપ્સ', જાણો કિંગ ખાને શું આપ્યો જવાબ

શાહરૂખ ખાન પોતાના ફેન્સ સાથે સીધો કનેક્ટ થયો અને લોકોને તેના અતરંગી સવાલોના જવાબ આપ્યા. શાહરૂખના ફેન્સે તેને દરેક પ્રકારના સવાલ કર્યા અને આ ક્રમમાં એક ફેને પૂછ્યુ, 'છોકરી પટાવવા માટે બે ટિપ્સ આપો.'

Mar 31, 2021, 04:13 PM IST

Pakistan: ઇમરાન સરકારે ભારતની સાથે વેપાર શરૂ કરવા આપી મંજૂરી, કપાસ-ખાંડ ખરીદશે પાક

Pakistan India Trade Resumption: પાકિસ્તાન સરકારે ભારતની સાથે વેપાર ફરી શરૂ કરવા મંજૂરી આપી છે. પાકિસ્તાન ભારત પાસેથી કોટન અને ખાંડ આયાત કરશે. 

Mar 31, 2021, 03:46 PM IST

IPL 2021 : આઈપીએલ પહેલા ચહલની પત્ની ધનશ્રી સાથે ભાંગડા કરતો જોવા મળ્યો ધવન, જુઓ Video

Dhanashree Verma and Shikhar Dhawan Bhangra Dance Video:  શિખર ધવન (Shikhar Dhawan) અને યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) બન્ને ભાંગડા કરી રહ્યા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
 

Mar 31, 2021, 03:25 PM IST

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સીઝનના 25 અનોખા રેકોર્ડસ

IPL 2021: વિશ્વની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. ત્યારે અત્યાર રમાયેલી સીઝનમાં બનેલા રેકોર્ડ પર એક નજર કરીએ. 

Mar 31, 2021, 03:06 PM IST

Western Railway નો નિર્ણય, હવે ટ્રેનમાં રાત્રે ચાર્જ નહીં કરી શકો મોબાઇલ અને લેપટોલ

આ નિર્ણયથી લાખો લોકો પ્રભાવિત થશે. આ નિયમ પ્રમાણે રાત્રે યાત્રા દરમિયાન મોબાઇલ ચોરી જેવી ઘટનાઓ બનશે નહીં. સાથે ઓવર ચાર્જિંગને કારણે મોબાઇલ બ્લાસ્ટની આશંકા પણ સમાપ્ત થઈ જશે. 

Mar 30, 2021, 11:07 PM IST

Corona: લૉકડાઉનની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર, સતત ત્રીજા દિવસે કેસમાં ઘટાડો

Corona virus in maharashtra: મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત 4758 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 10 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મહાનગરમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 50 દિવસ થઈ ચુક્યો છે.
 

Mar 30, 2021, 10:37 PM IST

Mobikwik Data Leak: મોબિક્વિક પાસેથી હેકરોએ ઉડાવ્યો 9.9 કરોડ ભારતીયોનો ડેટા, તેમાં છે બેન્ક ડિટેલ સહિત તમામ જાણકારીઓ!

Mobikwik Data Leak: હેકરોએ દાવો કર્યો છે કે તેમણે મોબિક્વિકના 9.9 કરોડ ભારતીય ઉપયોગકર્તાઓનો ડેટા ઉડાવી લીધો છે. તેમાં તે લોકોના મોબાઇલ ફોન નંબર, બેન્ક ખાતાની વિગત, ઈ-મેલ અને ક્રેડિટ કાર્ડ નંબર સામેલ છે. પરંતુ ચુકવણી કંપનીએ તેનું ખંડન કર્યું છે. સાઇબર સુરક્ષા વિશ્લેષક રાજશેખર રાજહરિયાએ આ ડેટા લીકનો ખુલાસો કર્યો છે.

Mar 30, 2021, 10:06 PM IST

Pakistan: ઇમરાન ખાને આપ્યો PM મોદીના પત્રનો જવાબ, શાંતિની વાત અને કાશ્મીરનો ઉલ્લેખ

અમને વિશ્વાસ છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન બધા મુદ્દા ઉકેલી લેશે, ખાસ કરી જમ્મુ-કાશ્મીર વિવાદ. સકારાત્મક અને સમાધાન લાયક વાતચીત માટે અનુકૂળ માહોલ બનવો જરૂરી છે. 

Mar 30, 2021, 08:46 PM IST

IPL 2021: દિલ્હી કેપિટલ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડીને સોંપી કમાન

IPL 2021: વિશ્વની સૌથી મોટી ટી20 લીગની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને રિષભ પંતને ટીમની કમાન સોંપી છે. 

Mar 30, 2021, 08:27 PM IST

Drug Case: એક્ટર એજાઝ ખાનને NCB એ કસ્ટડીમાં લીધો, કાર્યવાહી શરૂ

Drug Case: એનસીબી (NCB)  એ એક્ટર એજાઝ ખાન (Ajaz Khan) ને કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ કેસમાં જોડાયેલા હોવાનો આરોપ છે.
 

Mar 30, 2021, 08:12 PM IST

MP: ઉલટી આવી તો ચાલુ બસમાંથી બાળકીએ માથુ કાઢ્યુ બહાર, સામેથી આવતા ટ્રક સાથે ટકરાતા થઈ ગયું અલગ

truck accident: જ્યારે મુસાફરી કરતા હોવ ત્યારે બસની બારીમાંથી માથુ બહાર કાઢવુ ક્યારેક ભારે પડી શકે છે. આવી એક ઘટના મધ્યપ્રદેશના ખંડવાથી સામે આવી છે. 

Mar 30, 2021, 07:02 PM IST

West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ

bjp candidate ashok dinda: પશ્ચિમ બંગાળથી ફરી હિંસાની ઘટના સામે આવી છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર હુમલો થયો છે. 

Mar 30, 2021, 06:25 PM IST