Loksabha election 2019 News

ADC બેંક અને અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના બંને કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ
અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) અમદાવાદ પહોંચી ગયા છે. કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અરપોર્ટ (Airport) થી કોર્ટ સુધીનો માર્ગ રાહુલ ગાંધીના પોસ્ટરથી શણગારવામાં આવ્યો છે. તો બીજી તરફ, ઠેર ઠેર કોંગ્રેસના ધ્વજ અને બેનર લગાવવામાં આવ્યા છે. સત્યમેવ જયતે, લેટ્સ ટ્રુથ પ્રીવીલ, તિરંગા હી મેરા ધર્મના સૂત્રો સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટ (Ahmedabad Metro Court) માં હાજરી આપશે. અમદાવાદ (Ahmedabad) ના ડફનાળા સર્કલ ખાતે ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના સ્વાગત માટે એકત્ર થયા છે. કોંગ્રેસ (Gujarat Congress) ના ધ્વજ અને ફૂલો સાથે રાહુલ ગાંધીના સ્વાગતની તૈયાર કરવામાં આવી છે. 
Oct 11,2019, 16:40 PM IST
સુરત બાદ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી
કોંગ્રેસ (Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ભાજપ (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કરી 9 ઓગસ્ટે સુનવણી રાખી હતી. જોકે રાહુલ ગાંધીના એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધી કોંગ્રેસની એક્ઝિક્યુટિવની મીટિંગમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. તેઓ 10 ઓક્ટોબરના રોજ સુરત (Surat)ની કોર્ટમાં હાજર રહેવાના હતા. તેથી તેમના વકીલે 11 ઓક્ટોબરની તારીખની માંગ કરી હતી. જે સંદર્ભે આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે. 
Oct 11,2019, 9:26 AM IST
આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ પર કરેલી ટિપ્પણી ભારે
મોદી સમાજ પર ટિપ્પણી કરવા બદલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. તેઓ સવારે 9.55 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ સહિત અલગ અલગ 5 સ્થળોએ  ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. કોર્ટથી પરત 11:25 કલાકે તેઓ એરપોર્ટથી રવાના થશે. આજે રાહુલ ગાંધી સુરત (Surat) માં આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને પગલે બુધવારે SPG અને ગુજરાત પોલીસે રિહર્સલ કર્યું. એરપોર્ટથી કોર્ટ સુધી જવાના રસ્તા પર રિહર્સલ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડે પણ કોર્ટની તપાસ કરી. આજે રાહુલ ગાંધીની સુરક્ષામાં 250 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે. 
Oct 10,2019, 9:06 AM IST

Trending news