loss

gamdu jage che, Farmers are saddened to see the video viral PT3M31S

ગામડુ જાગે છે: ખેડૂતો દર્શકે વીડિયો વાયરલ કરી ઠાલવી વ્યથા

ઝી 24 કલાકના કાર્યક્રમ ગામડુ જાગે છે થકી એક ખેડૂત દર્શકે તેમના કપાસના પાકને થયેલા નુકશાન અંગે એક વીડિયો વાયરલ કર્યો હતો.

Oct 12, 2019, 10:00 PM IST

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

Oct 8, 2019, 06:20 PM IST

અરવલ્લી: અતિવૃષ્ટીને કારણે જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં કરેલો પાક નિષ્ફળ

જિલ્લામાં 130 ટકા વરસાદ બાદ મગફળી,કપાસના પાક ભારે નુકશાન ખડૂતો વેઠી રહ્યા છે, ત્યારે હવે અડદના પાકમાં પણ અડદ કાળા પડી જતા ખેતી અધવચ્ચેથી પુરી કરી દેવાની ફરજ પડી છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં બે લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. 

Oct 7, 2019, 07:03 PM IST
gamdu jage che PT4M33S

ગામડુ જાગે છે: અતિવૃષ્ટીથી મહેસાણાના ખેડૂતોને મોટુ નુકશાન

મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી તાંડવને કરાણે કપાસ, તલ અને કઠોળના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદ માગવામાં આવી રહી છે.

Oct 5, 2019, 11:50 PM IST

ભરૂચ: વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકશાન

ભરૂચ તાલુકાના નેશનલ હાઇવે ઉપર ટોલનાકા નજીક આવેલા માંડવા, ગોવાલી અને મુલદ ગામના લોકોના ખેતરમાં નર્મદા નદીના પુરના પાણી ભરાઈ રહેતા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. ત્યારે નુકસાન ઓછું થાય તે માટે ખેડૂતો જીવના જોખમે પોતાના ખેતરમાંથી કેળના પાકને બહાર કાઢવા ગળાડૂબ પાણીમાં થી કેળાની લુમ લઈને બહાર કાઢી રહ્યા છે.

Aug 25, 2019, 10:17 PM IST

વરસાદી આફક બાદ વડોદરા શહેરમાં સર્જાઇ તારાજી, જુઓ તસવીરો

ડોદરા શહેરમાં ગત બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી ગયા હતા. પાણી ભરવાની સ્થિતિ વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી ખાતેના ગણેશ નગર,ઇન્દિરા નગર અને નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અનેક નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વસાહતોમાં દસ ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી મગરોના ડર વચ્ચે અનેક રહીશોને રોડ પર તંબુ બાંધી રહેવાનો વારો આવ્યો છે. 

Aug 12, 2019, 05:07 PM IST
Gujarat: Loss To ST Nigam Due To Heavy Rains PT2M17S

ભારે વરસાદના કારણે એસટી નિગમને લાખો રૂપિયાનું નુકસાન, જુઓ વિગત

જુઓ ભારે વરસાદના કારણે એસટી નિગમને કેમ થઈ રહ્યું છે લાખો રૂપિયાનું નુકસાન?

Aug 11, 2019, 02:25 PM IST

વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા કિનારાના ગામોમાં પરિસ્થિતિ બની તંગ, 500નું સ્થાળાંતર

ભારે વરસાદેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાદરા તાલુકાના કિનારેના ગામોમાં પરિસ્થિતિ તંગ બની છે. હુસેપુર,મેંઢાદ, વિરપુર સહિતના ગામોમાં 500 ઉપરાંત પુર પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાદડ ગામમાં વહિવટતંત્રની સાથે ધારાસભ્યએ પણ પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાકને પણ વ્યાપક પ્રમાણે નુકશાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

Aug 3, 2019, 06:43 PM IST

સરકારને યોગ્ય નીતિ ઘડવા કેગની ટકોર, જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રૂ. 3813 કરોડની ખોટ

વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કેગનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ. 3813 કરોડની ખોટ કરી છે. જ્યારે જ્યારે 50 એકમોએ રૂ. 5113 કરોડનો નફો કર્યો છે. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગે ટકોર કરી છે.

Jul 26, 2019, 01:41 PM IST

Air India માટે પાકિસ્તાન છે પનોતી, તેના કારણે થાય છે રોજ 6 કરોડ રૂપિયાનું નુકસાન

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતીય ફ્લાઇટ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે.

Apr 29, 2019, 11:20 AM IST
Kutch Loss In Mango Pomegranate Price Due To Rain PT1M14S

કચ્છમાં કમોસમી વરસાદથી કેરી અને દાડમના પાકને ભારે નુકસાન

16 એપ્રિલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાથી પૂર્વ કચ્છના અંજાર પંથકમાં કેરી અને દાડમના પાકને ભારે નુકસાન થયું છે, ફાલ આવી ગયા બાદ કેરીઓ ઝાડ પરથી ખરી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે

Apr 26, 2019, 08:10 PM IST

આકાશી આફત: કમોસમી વરસાદથી રાજ્યમાં ભારે નુકસાન, 7 મોત, 20 ઘાયલ

રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. અનેક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે હજુ બે દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. 

Apr 16, 2019, 11:03 PM IST

જાણો જોઇન્ટ હોમ લોન લેવાના ફાયદા, ટેક્સ બેનિફિટ પણ મળે છે વધુ

મોટાભાગના કેસમાં પરિવારના મુખિયાના નામે હોમ લોન લેવામાં આવે છે. પરંતુ જો જોઇન્ટ હોમ લોન લેવામાં આવે, તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જોઇન્ટ હોમ લોન લેવાથી વધુ લોન તો મળે જ છે ટેક્સ બેનિફિટ પણ વધુ મળે છે. કો-એપ્લીકેંટ્સની સાથે મળીને હોમ લોન લેવાના ઘણા ફાયદા છે.' આવો જોઇન્ટ હોમ લોનના કેટલાક ફાયદા વિશે જાણો.-

Mar 6, 2019, 06:09 PM IST

રાજ્યના વાતાવરણમાં પલટો: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, તાતના પાકને નુકસાન

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા, વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થતા ખૂડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરમાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઇ હતી. 

Feb 26, 2019, 05:25 PM IST

AMCને ખાનગી કરણ મોધુ પડ્યું: જનમાર્ગ BRTSની 250 કરોડની ખોટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ખાનગીકરણ નીતિ સરવાળે મોઘી પડી રહી છે. યુપીએ સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત થયેલ અને શ્રેષ્ઠ પરીવહન સેવાનો “એવોર્ડ” મેળનાર જનમાર્ગ એટલે કે બીઆરટીએસ પણ ખોટ નો ધીકતો ધંધો કરે છે. એએમટીએસની જેમ જનમાર્ગ સેવા પણ કોર્પોરેશનની નાણાંકીય સહાય પર નિર્ભર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો એ અલગ કંપનીની રચના કરીને જનમાર્ગ પ્રોજેકટ કાર્યરત કર્યો છે. તેમ છતાં પ્રજાના પરસેવાની કમાણીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જનમાર્ગ ને ફાળવવામાં આવે છે. વર્ષ 2009-10 માં બીઆરટીએસ સેવા શરૂ થયેલી વર્ષ 2018-19 દરમ્યાન કુલ ખોટ રૂ.250 કરોડને પાર પહોંચી છે.

Feb 20, 2019, 10:53 PM IST

ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ખોવાઇ જવાના ટેંશનમાંથી મળશે મુક્તિ, અપનાવો આ રીત

ભલે ડિજિટલ ટ્રાંજેક્શન દેશમાં ઝડપથી વધી રહ્યું હોય પરંતુ કદાચ જ કોઇ એવો વ્યક્તિ હશે જેના ખિસ્સામાં એક અથવા તેનાથી વધુ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ન હોય. કેશલેશ ટ્રાંજેક્શન હાલના સમયમાં  સમયમાં મોટાભાગે વ્યક્તિ અથવા તો કાર્ડથી પેમેન્ટ કરે છે અથવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરે છે.

Dec 13, 2018, 04:12 PM IST

INFIBEAM AVENUEના શેરમાં બે દિવસમાં 80 ટકાનો કડાકો, 9300 કરોડનું ધોવાણ

શુક્રવારે આઇબીફેમ કંપનીના શેરોમાં 80 ટકાનો ઘટાડો નોધાયો છે. શેરમાં એટલી મોટી હદે કડાકો આવ્યો કે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં કારણ આપવા આવુ પડ્યું હતું. 
 

Oct 1, 2018, 11:48 AM IST