maha cyclone

Maha Cyclone 530 km Away Of Gujarat PT4M36S

ગુજરાત તરફ આવી રહ્યું છે ‘મહા’ સંકટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

મહા વાવાઝોડુ પોરબંદરથી 540 કિમી વેરાવળથી 530 અને દિવથી 630 કિમી દુર છે. વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 14 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યુ છે. અગામી 24 કલાકમાં મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી પસાર થશે. વાવાઝોડાના પગલે દરિયા કાંઠે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Nov 6, 2019, 08:30 AM IST

Maha Cyclone બ્રેકિંગ : દરિયામાં ટર્ન લીધા બાદ વાવાઝોડાએ 100 કિમીનું અંતર કાપ્યું, આવતીકાલે સવારે ટકરાશે

મહા વાવાઝોડા (maha cyclone) અને ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે હવે માત્ર 540 કિલોમીટરનું અંતર છે. ત્યારે દરિયા કિનારાના વિસ્તારો પર મહા વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે અને ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે.

Nov 6, 2019, 08:27 AM IST
100 Gaam 100 Khabar 6 November 2019 PT24M6S

100 ગામ 100 ખબર: ગુજરાતમાં ‘મહા’નું સંકટ તો બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડાનો ખતરો

છેલ્લા કેટલાક મહિનાથી દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા(Cyclone) ત્રાટકવાની ગતિવિધિમાં વધારો થયો છે. તેમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ જુદા-જુદા વાવાઝોડા 'વાયુ', 'ક્યાર' અને હવે 'મહા' નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના પછી હવે ઓરિસ્સાથી દૂરના વિસ્તારમાં નવું 'બુલબુલ' નામનું વાવાઝોડું સક્રિય થયું છે.

Nov 6, 2019, 08:20 AM IST

'મહા' વાવાઝોડાને કારણે 200થી વધારે શ્રદ્ધાળુઓને કરવી પડશે ફરજીયાત ખંડીત પરિક્રમા

મહા વાવાઝોડાની શક્યતાઓ જોતા નર્મદા પરિક્રમા અટકી જતા પરિક્રમાવાસીઓ અટવાયા છે

Nov 6, 2019, 12:02 AM IST

આખરે કોણ નક્કી કરતું હોય છે વાવાઝોડાઓનાં જાત-જાતનાં નામ? જાણવા કરો ક્લિક...

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન(World Meteorological Organization ) નામની એક વૈશ્વિક સંસ્થા છે જે વાવાઝોડાનું નામ અને તેનો પ્રકાર નક્કી કરતી હોય છે. આ સંસ્થાને વિવિધ દેશો પોતાના તરફથી નક્કી કરેલા નામની એક યાદી સોંપતા હોય છે

Nov 5, 2019, 11:49 PM IST

માછીમારોને 'મહા' નુકસાન: બરફથી માંડીને બોટના ડિઝલ સહિતનો ખરચો માથે પડ્યો

મહા વાવાઝોડાને પગલે માચછીમારો થયા બેહાલ. રાશન, ડીઝલ, બરફ વગેરેનો ખર્ચો માથે પડ્યો છે

Nov 5, 2019, 09:44 PM IST
  india army alert on Maha Cyclone PT3M14S

મહા વાવાઝોડાના પગલે નેવી, કોસ્ટગાર્ડ બાદ ભારતીય સેના પણ એલર્ટ

મહા વાવાઝોડાનો ખતરો યથાવત
નેવી, કોસ્ટગાર્ડ બાદ ભારતીય સેના પણ એલર્ટ
ગોલ્ડન કટાર ડિવિઝનની 10 કોલમ રવાના કરાઈ
રાહત સામગ્રી અને મશીનરી સાથે સૌરાષ્ટ્ર તરફ જવા રવાના

Nov 5, 2019, 08:50 PM IST
 Samachar Gujarat 5 Nov PT25M12S

મહા વાવાઝોડાની પળેપળની માહિતી જુઓ 'સમાચાર ગુજરાત'

મહા વાવાઝોડા સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતમાં ગોઠવી NDRFની 32 ટીમો... દિલ્લીથી 6, બઠિંડાથી 6 અને પુનાથી 5 ટીમ બોલાવાઈ.

Nov 5, 2019, 08:25 PM IST
 15 big talk Maha Cyclone PT2M26S

જાણો 'મહા વાવાઝોડા'ની 15 મોટી વાત

મહા વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે...પોરબંદરથી 650 કિલોમીટર દૂર તો વેરાવળથી 700કિલોમીટર દૂર છે આ મહાની આફત...આગાહી મુજબ આ મહા વાવઝોડુ ગુજરાત પરથી સાયક્લોનીક સ્ટોર્મ રૂપે પસાર થશે...જે 7 નવેમ્બરના પરોઢીયે દિવ-પોરબંદર વચ્ચે ટકરાશે....જેને પગલે 70 થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

Nov 5, 2019, 08:05 PM IST

કચ્છ : મહાની અસરને પગલે દયાપરમાં ગાજવીજ સાથે વરસાદની 2ઇંચની તોફાની ઇનિંગ

મહા વાવાઝોડુ જો કે ગુજરાત કિનારે ટકરાશે તે અગાઉ તે નબળું પડી જવાનું છે પરંતુ તે વાવાઝોડા સ્વરૂપે જ ટકરાશે

Nov 5, 2019, 07:51 PM IST
 100 village 100 News PT21M54S

જુઓ 100 ગામ 100 સમાચાર

ઝી 24 કલાકના ખાસ બુલેટિનમાં જુઓ 100 ગામના 100 સમાચાર.

Nov 5, 2019, 07:35 PM IST
 News Room Live 5 Nov PT22M44S

ગુજરાત પર તોળાતા મહા વાવાઝોડા સંકટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિંતિત જુઓ 'ન્યૂઝરૂમ લાઇવ'

ગુજરાત પર તોળાતા મહા વાવાઝોડા સંકટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિંતિત... દિલ્લીમાં પીએમ મોદીએ યોજી રિવ્યૂ બેઠક... મહા વાવાઝોડાને લઈ મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર પાસેથી મેળવી માહિતી.

Nov 5, 2019, 07:00 PM IST
 Superfast 100 News PT24M19S

જુઓ તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં 'સુપરફાસ્ટ 100'

મહા વાવાઝોડાના કારણે વલસાડનો તિથલનો બીચ બંધ કરાવામાં આવ્યો છે.... 6 અને 7 નવેમ્બરના રોજ સહેલાણીઓ અને સ્થાનીકો માટે બીચ બંધ રખવામાં આવશે..... લોકોને બીચ ઉપર નહીં જવાના જિલ્લા વહીવટી તંત્રએ ઠેર ઠેપ બોર્ડ લગાવ્યા છે..... તો પોલીસે બીચ હાજર લોકોને તવ્રીતે બીચ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી છે.... વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પરીસ્થિતેને પહોચી વળવા સજ્જ છે.... અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્રને ખડેપગે રાખવામાં આવ્યું છે.

Nov 5, 2019, 06:30 PM IST

'મહા'ની જાફરાબાદ અને રાજુલાનાં 3 ગામો પર ગંભીર અસર, ઓલપાડના 30 ગામ એલર્ટ

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા મહા વાવાઝોડાની અસરને પગલે રાજ્યનો દરિયો તોફાની બન્યો છે.

Nov 5, 2019, 06:17 PM IST
 maha cyclone latest updates PT24M20S

મહા વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધ્યું, પોરબંદરથી 650 કિમી દૂર

મહા વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે...પોરબંદરથી 650 કિલોમીટર દૂર તો વેરાવળથી 700કિલોમીટર દૂર છે આ મહાની આફત...આગાહી મુજબ આ મહા વાવઝોડુ ગુજરાત પરથી સાયક્લોનીક સ્ટોર્મ રૂપે પસાર થશે...જે 7 નવેમ્બરના પરોઢીયે દિવ-પોરબંદર વચ્ચે ટકરાશે....જેને પગલે 70 થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

Nov 5, 2019, 06:05 PM IST

જામનગર પહોંચી NDRFની 6 ટીમ, વિવિધ જિલ્લાઓમાં જવા માટે રવાના

એનડીઆરએફની ટીમ અત્યાધુનિક સાધનો સાથે જામનગર પહોંચ્યા બાદ વિવિધ જિલ્લાઓમાં ફરજ પર જવા માટે રવાના

Nov 5, 2019, 05:43 PM IST
Learn 15 Great Storms Of Maha Cyclone PT1M31S

જાણો મહા વાવાઝોડાની 15 મોટી વાતો

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર છે. 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

Nov 5, 2019, 04:35 PM IST
NDRF Team Reached Navsari PT3M22S

મહા વાવાઝોડાને લઇ નવસારી પહોંચી NDRFની ટીમ

મહા વાવાઝોડાને લઈ ગુજરાત ની સરકાર તેમજ તંત્ર એલર્ટ છે.ત્યારે આ મહા વાવાઝોડાની અસર નવસારી જિલ્લા પર શરૂ થઈ ચુકી છે નવસારી ના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.તો કોઈ મોટી હોનારત ન બને તે માટે પુના થી ૧૯ સભ્યોની એક એનડીઆરએફ ની ટીમ ને નવસારી ખાતે સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.ત્યારે આ ટીમ સંપૂર્ણ સાધનો સાથે સજજ છે.અને જિલ્લા કલેકટર સાથે એક મીટીગ યોજી તમામ માહિતી મેળવી છે ત્યારે સાંજના સમયે આ ટીમ દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ ને કાંઠાના વિસ્તારના લોકોને જાગૃત પણ કરશે.

Nov 5, 2019, 04:00 PM IST
Impact of Maha Cyclone In Gujarat, Two Days Of Rain Forecast PT5M4S

મહા વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘટી, બે દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર છે. 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો.

Nov 5, 2019, 04:00 PM IST
NDRF Team Reached Porbandar PT4M33S

મહા વાવાઝોડાને લઇ પોરબંદર પહોંચી NDRFની ટીમ

રાજ્યમાં તેમાં પણ પોરબંદરમાં જે રીતે મહા વાવાઝોડાનો ખતરો જોવાઈ રહ્યો છે તેને જોતા એનડીઆરએફની એક ટીમ આજે પોરબંદર પહોંચી હતી.ટીમ કમાન્ડો સહિત 26 જવાનોની આ ટુકડીને હાલમાં પોરબંદરના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી છે.પરિસ્થિતિને જોતા જરૂર પડ્યે વહીવટી તંત્રના સુચન મુજબ જિલ્લાના જે પણ સ્થળે એનડીઆરએફની જરૂર હશે ત્યા તેઓને મોકલવામાં આવશે. તમામ આધુનિક ઇન્સટુમેન્ટથી સજ્જ આ ટીમ વાવાઝોડાને લગતા તમામ ખતરાઓથી પહોંચી વળવા માટે સજ્જ છે તેવું આ ટીમના કમાન્ડોએ જણાવ્યું હતું.

Nov 5, 2019, 04:00 PM IST