maha cyclone

Special Report On Which District Most Affected By Maha Cyclone PT3M22S

મહા વાવાઝોડાની સૌથી વધુ અસર કયા જિલ્લાને થશે, જુઓ ખાસ અહેવાલમાં

‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને હાલ મહા વેરાવળથી 680 કિલોમીટર દુર છે. મહા વાવાઝોડાને પગલે સૌથી વધારે જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગરમાં અસર વર્તાશે. આ ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ, બોટાદ રાજકોટ, સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા છે.

Nov 5, 2019, 08:55 AM IST

Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે. 

Nov 5, 2019, 08:53 AM IST
Samachar Gujarat 5 November 2019 PT24M53S

સમાચાર ગુજરાત: 12 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે મહા વાવાઝોડું

અરબ સાગરમાં ઉઠેલા મહા વાવોઝાડાની અસર નવસારીના દરિયામાં જોવા મળી રહી છે. નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વેકેશનની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અંહિ લોકો કિનારે ન જાય અથવા એમને વાવાઝોડા વિશેની માહિતી મળે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. જેને કારણે દરિયામાં કરન્ટ હોવા છતા સહેલાણીઓ બાળકો સાથે બેખૌફ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થાય ઍ જરૂરી છે.

Nov 5, 2019, 08:35 AM IST
100 Gaam 100 Khabar 5 November 2019 PT25M7S

100 ગામ 100 ખબર: ‘મહા’ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, NDRFની ટીમો સજ્જ

હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ મહાવાવાઝોડુ નબળુ પડી જશે. હાલ મહા વેરાવળથી 680 કિલોમીટર દુર છે. 6-7 તારીખની મધરાતે મહાવાવાઝોડુ દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં 60-70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. મહાવાવાઝોડાને પગલે સૌથી વધારે જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગરમાં અસર વર્તાશે. આ ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ, બોટાદ રાજકોટ, સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા છે.

Nov 5, 2019, 08:15 AM IST
Surat Maha Cyclone Farmers PT5M18S

મહા અસર: વાવાઝોડાથી સુરતના ખેડૂતોને શેરડીના પાકને થયુ નુકશાન, જુઓ વીડિયો

મહા અસર: વાવાઝોડાથી સુરતના ખેડૂતોને શેરડીના પાકને થયુ નુકશાન, જુઓ વીડિયો

Nov 4, 2019, 07:40 PM IST

ગુજરાતમાં પ્રવેશ સાથે જ 'મહા' પડશે નબળું, દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે

મહા સામે લડી લેવા માટે તંત્ર સજ્જ, એનડીઆરએફથી માંડી કોર્પોરેશનના અધિકારીઓ ખડે પગે 

Nov 4, 2019, 07:37 PM IST
jamnagar 90 boat In see PT8M3S

મહા અસર: જામનગરમાં દરિયો ખેડવા ગયેલી 90 બોટ પાછી નથી ફરી... જુઓ વીડિયો

મહા અસર: જામનગરમાં દરિયો ખેડવા ગયેલી 90 બોટ પાછી નથી ફરી... જુઓ વીડિયો

Nov 4, 2019, 07:35 PM IST
Government Alert For Maha Cyclone, Know In Which Area Rainfall Is Forecast PT4M2S

મહા વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, જાણો કયા વિસ્તાર પડશે વરસાદ

ગુજરાત પર વાવાઝોડા મહા નો ખતરો યથાવત છે. હવામાન વિભાગે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડું વેરાવળથી 660 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં છે. દિવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયકલોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી મધરાતે ગુજરાતના કાંઠે ટકરાશે. આખા ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવશે.

Nov 4, 2019, 03:15 PM IST
Alert Announced On The Coast Of Suvali At Surat PT2M35S

સુરતના સુવાલી દરિયા કાંઠે જાહેર કરાયું એલર્ટ

એક તરફ દિવાળીના દિવસોની રજા ચાલી રહી છે અને તેનો ભરપૂર આનંદ લોકો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો " મહા " વાવાઝોડા ની આગાહી હોવા છતાં વેકેશનની મજા માણવા આવેલા સહેલાણીઓ સુવાલી દરિયાના પાણીમાં જીવન જોખમે આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી હોવા છતાં સુવાલી દરિયા કાંઠે સુરક્ષા નામે છીંડા જોવા મળી રહ્યા છે.

Nov 4, 2019, 02:50 PM IST
Impact Of Maha Cyclone Was Also Seen In Amreli PT3M

મહ વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી

મહા નામના વાવાઝોડાનો ખતરો દરિયાકિનારાના નજીક ધીમે ધીમે આવી રહ્યો હોય જાફરાબાદના દરિયાકિનારે દરિયાઇ મોજાનો કરન્ટ ધીમે ધીમે વધી રહ્યો હોય ત્યારે આજે સારો સૂર્યપ્રકાશ મળતા જાફરાબાદના દરિયાકિનારે રંગાયેલી 500 જેટલી બોટો પરમીશન વગર દરિયામાં માછીમારી કરવા જઈ રહી છે આ બાબતે તંત્ર દ્વારા જેટી પરથી કોઈને અટકાવવામાં નથી આવી રહ્યા.

Nov 4, 2019, 02:50 PM IST
Significant Number Two Signal Was Taken In Jamnagar After Maha Cyclone PT3M10S

મહા વાવાઝોડાને લઇ જામનગરમાં એલર્ટ, બે નંબરનું લગાવાયું સિગ્નલ

જામનગરમાં પણ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. ઉપરાંત વાત કરવામાં આવે તો દ્વારકાથી દીવ વચ્ચેના દરિયા પાસેથી મહા વાવાજોડું પસાર થઇ શકે છે ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદુ બન્યું છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કંટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો માછીમારોને દરિયા ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે જામનગરના નવા બંદર સહિતના તમામ બંદરો પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

Nov 4, 2019, 02:45 PM IST
Central Cabinet Video Conference With Secretary Of Gujarat On Maha Cyclone PT9M20S

‘મહા’ વાવાઝોડુંને લઇ કેન્દ્રીય કેબિનેટ ગુજરાત સચિવ સાથે વીડિયો કોન્ફરેન્સ

મહા વાવાઝોડાની અસરને લઇ કેન્દ્રીય કેબિનેટ સચિવ ગુજરાતના મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરશે. મહા વાવાઝોડાને લઈને રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

Nov 4, 2019, 02:40 PM IST
Gir Somnath Fishermen Privation Due To Maha Cyclone PT4M51S

મહા વાવાઝોડાના કારણે ગીર સોમનાથના માછીમારોને હાલાકી

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.

Nov 4, 2019, 12:30 PM IST
Maha Cyclone 640 km Away From Porbandar PT4M1S

રાજ્ય પર ‘મહા’ વાવાઝોડાનું સંકટ યથાવત, પોરબંદરથી 640 કિમી દૂર

‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 640 કિમી દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

Nov 4, 2019, 12:30 PM IST
Early Morning Rains In Morbi PT4M29S

મોરબીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ

મહા વાવાઝોડાની અસર મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક, આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા છે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

Nov 4, 2019, 12:30 PM IST
People Enjoy Bathing On The Coast Of Navsari PT3M

‘મહા’ વાવાઝોડાને લઇ એલર્ટ: નવસારીના દરિયા કિનારે લોકોએ માણી ન્હાવાની મજા

અરબ સાગરમાં ઉઠેલા મહા વાવોઝાડાની અસર નવસારીના દરિયામાં જોવા મળી રહી છે. નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વેકેશનની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અંહિ લોકો કિનારે ન જાય અથવા એમને વાવાઝોડા વિશેની માહિતી મળે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. જેને કારણે દરિયામાં કરન્ટ હોવા છતા સહેલાણીઓ બાળકો સાથે બેખૌફ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થાય ઍ જરૂરી છે.

Nov 4, 2019, 12:25 PM IST
Advised To Fishermen Not Go To Sea For The Impact Of Maha Cyclone In Kutch PT3M53S

કચ્છમાં મહા વાવઝોડાની અસરને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

રાજ્યમાં આ વખતે પ્રથમ વાયુ ત્યારબાદ ક્યાર અને હવે જે રીતે મહા નામનુ વાવાઝાડની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે તેને લઈને ખેડૂતોની સાથે માછીમાર ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં 15મી ઓગષ્ટથી માછીમારી સિઝનની શરુઆત થાય છે પરંતુ આ વખતે થોડા સમયથી અંદર જ જે રીતે સતત વાવાઝાડા અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહ્યા છે તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

Nov 4, 2019, 12:20 PM IST
Central Cabinet Will Review The Preparations Of Gujarat Government On Maha Cyclone PT3M48S

‘મહા’ વાવાઝોડુંને લઇ કેન્દ્રીય કેબિનેટ ગુજરાત સરકારની તૈયારીઓની કરશે સમીક્ષા

મહા વાવાઝોડાની અસરને લઇ કેન્દ્રીય કેબિનેટ સચિવ ગુજરાતના મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરશે. મહા વાવાઝોડાને લઈને રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

Nov 4, 2019, 12:20 PM IST
Alerts On The Coast Of South Gujarat And Saurashtra PT6M8S

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારે એલર્ટ, દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે.

Nov 4, 2019, 12:20 PM IST
7 Ships, 2 Aircraft Deployed On Coast Of Gujarat PT3M27S

‘મહા’ વાવાઝોડું: ગુજરાતના દરિયા કિનારે 7 જહાજ, 2 વિમાન કરાયા તૈનાત

ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો યથાવત્ છે. જેને લઇને મહા વાવાઝોડાના પગલે માછીમારોને ચેતવણી અપાઈ છે. ગુજરાતના દરિયા કિનારે 7 જહાજ, 2 વિમાન તેમજ ઈન્ડિયન કોસ્ટગાર્ડ હાઈ અલર્ટ પર મુકવામાં આવી છે.

Nov 4, 2019, 12:15 PM IST