maha cyclone

ખેડૂતો બાદ માછીમારોની કમર તોડશે ‘મહા’ મુસીબત, દરિયામાં કરંટને કારણે કિનારે થંભી ગઈ હજ્જારો બોટ

મહા વાવાઝોડા (maha cyclone) ની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મોટાપાયે જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતના દરિયા કાંઠાનાં અનેક બંદરોએ માછીમારો (Fishermen) ને ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો માછીમારો એ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી છે. આ કારણે મોટાભાગના બંદરોનાં કાંઠે માછીમારોની હોડીઓનું મસમોટું પાર્કિંગ જોવા મળ્યું છે. 

Nov 2, 2019, 01:55 PM IST

Breaking : મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવતા ધીમે ધીમે નબળું પડશે

લાભ પાંચમ બાદ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું (maha cyclone) ગુજરાતને હિટ નહિ કરે. વાવાઝોડું 4 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં નબળું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા આવતા વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે. 

Nov 2, 2019, 01:14 PM IST
Maha Cyclone, farmers in tension rain bharuch PT3M7S

કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી, ખેતીમાં મોટા પાયે નુકશાનની ભીતિ

હાલ મહા વાવાઝોડુ વેરાવળથી લગભગ 500 કિલોમીટર દૂર છે. 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં ઉત્તર પશ્વિમ તરફ આગળ મહા વાવાઝોડું વધશે. રાજ્યના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડવાનો બંધ નથી થઈ રહ્યો. શુક્રવારે અનેક પંથકમાં કમોસમી વરસાદ પડ્યો.

Nov 2, 2019, 12:05 PM IST
Maha Cyclone Effect farmers kodinar, Groundnut zee 24 kalak PT9M25S

વાવાઝોડાથી ખેડૂતોને 'મહા' મુસીબત, કોડીનારમાં મગફળીની 8000 ગુણ પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે.

Nov 2, 2019, 10:50 AM IST
 Maha Cyclone effect in gujarat PT4M13S

ગુજરાતમાં જોવા મળી રહી છે 'મહા' વાવાઝોડાની અસર, આ વિસ્તારોમાં વરસાદ

મહા વાવાઝોડું (maha cyclone) હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે, તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે.

Nov 2, 2019, 09:15 AM IST

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે. 

Nov 2, 2019, 08:55 AM IST

મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ

તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે. 

Nov 2, 2019, 08:25 AM IST

સુરતમાં મહા વાવાઝોડાની અસર, શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ

જરાતમાં હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone)ની અસર દૂર થઇ નથી ત્યારે વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે આવતું નજરે ચડી રહ્યુ છે. અરબી સમુદ્રમાં મહા (Maha Cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે

Nov 1, 2019, 11:55 AM IST

‘ક્યાર બાદ હવે ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહે છે આગાહી

ગુજરાત હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસરમાંથી બહાર આવ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે દસ્તક આપી રહ્યું છે. અરબી સમુદ્રમાં મહા (maha cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં મહા લક્ષદ્વીપ (lakshadweep) થી પસાર થવાની શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગુજરાત (Gujarat) માં પણ એલર્ટ જાહેર કરાયું છે. હાલ 80થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Oct 31, 2019, 12:58 PM IST