maharashtra

3 ડિસેમ્બરે થશે ઉદ્ધવ સરકારના કેબિનેટનો વિસ્તાર, અજિત પવાર લેશે ડેપ્યુટી CMના શપથ- સૂત્ર

આજે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને તેમની સાથે 6 મંત્રીઓના શપથ ગ્રહણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે એનસીપી (NCP) દ્વારા અજિત પવાર પણ શપથ લઇ શકે છે, પરંતુ તમામ અટકળો પર વિરામ લગાવતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા તથા પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) કહી દીધું હતું કે નવનિયુક્ત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ગુરૂવારે શપથ લેશે.

Nov 29, 2019, 11:40 AM IST

Maharashtra News: અશોક ચૌહાણના શપથ ગ્રહણ કેમ થયા કેન્સલ? સ્પીકર પદને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ

Maharashtra News: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના (uddhav thackeray) શપથ ગ્રહણ દરમિયાન સૌથી મોટી ચર્ચા કોંગ્રેસની થઇ રહી છે. આમ એટલા માટે કારણ કે અંતિમ સમય સુધી કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણ (Ashok Chavan) મંત્રી પદની શપથ લેશે.

Nov 29, 2019, 10:38 AM IST

CM ઉદ્ધવ ઠાકરે બપોરે 1 વાગે સંભાળશે પદભાર, 1-2 દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાતની સંભાવના

મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે શુક્રવારે પદભાર સંભાળશે. આજે બપોરે એક વાગે મહારાષ્ટ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક હશે જેમાં ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ત

Nov 29, 2019, 10:17 AM IST

maharashtra govt formation : ઉદ્ધવના સીએમ બનતા જ બદલાયો શિવસેનાનો રંગ, સામનામાં મોદી વિશે કહી મોટી વાત 

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ગુરુવારે (28 નવેમ્બર)ના દિવસે મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઉદ્ધવના મુખ્યમંત્રી બનતા જ શિવસેનાના મુખપત્ર સામના (Saamana)નો રંગ જ બદલાઈ ગયો. વિદ્રોહી અભિગમ ધરાવાતા સામનામાં શુક્રવારે એડિટોરિયલમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ઠાકરેના મોટાભાઈ ગણાવવામાં આવ્યા હતા. 

Nov 29, 2019, 08:41 AM IST

CM ઉદ્ધવ ઠાકરેને પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયો સવાલ, શું તમે સેક્યુલર થઈ ગયા છો? સાંભળીને ભડકી ગયા

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ ગણતરીના કલાકોમાં પહેલી કેબિનેટ બેઠક પણ બોલાવી લીધી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું શિવસેના(Shivsena) સેક્યુલર થઈ ગઈ છે? આ સવાલ સાંભળતા જ ઠાકરે ભડકી ગયા હતાં. 

Nov 28, 2019, 11:59 PM IST

મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

શપથ લીધાને હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી. આ બેઠકમાં સૌથી પહેલો અને મોટો નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજને લઈને લેવાયો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે શિવાજીની રાજધાની રાયગઢ કિલ્લાના પુર્નઉદ્ધારમાં ઝડપ લાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાનું બજેટ પણ પાસ કરવામાં આવ્યુ છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવને ખેડૂતોના સારા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાંઓની જાણકારી માંગી. બેઠકમાં સીએમ સાથે શપથ લીધેલા 6 મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત એનસીપી નેતા અજિત પવાર (Ajit Pawar) અને આદિત્ય ઠાકરે પણ હાજર હતાં. આ દરમિયાન પત્રકારોએ કોમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દને લઈને કરેલા સવાલથી ઉદ્ધવ ઠાકરે થોડા નારાજ પણ જોવા મળ્યાં. 

Nov 28, 2019, 11:30 PM IST

મહારાષ્ટ્રમાં હવે 'ઠાકરે રાજ', PM મોદીના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભાવિ અદ્ધરતાલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અધ્ધર તાલે જઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટને 2024 સુધીમાં પૂરું કરવો અને બુલેટ ટ્રેનને ચલાવવાનો લક્ષ્યાંક મુશ્કેલ નહીં પરંતુ હવે અશક્ય લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રસ્તામાં એક કે બે નહીં પરંતુ 5 જેટલા રોડા એવા છે જે સરકારના બુલેટ ટ્રેનને લઈને નક્કી સમય મર્યાદાને બદલીને આગળ વધારી શકે છે. 

Nov 28, 2019, 10:47 PM IST

ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં પહોંચ્યા ફડણવીસ, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્ર(Maharashtra) માં સતત એક મહિનાથી જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી  તેના પર આજે પૂર્ણવિરામ મૂકાઈ ગયો. એનસીપી અને કોંગ્રેસ (Congress) ના સહયોગથી શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના 18માં મુખ્યમંત્રી બન્યાં. ખાસ વાત એ રહી કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ મુંબઇના શિવાજી પાર્કમાં થયેલા આ શપથવિધિ કાર્યક્રમમાં સાક્ષી બન્યાં.

Nov 28, 2019, 10:14 PM IST

ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં આવવું જ નહતું, પરંતુ આ એક વ્યક્તિએ જીવનની દિશા બદલી નાખી

ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ મહારાષ્ટ્ર (Maharashtra) ના સીએમ પદે બિરાજમાન થયા છે. માતોશ્રીથી રાજકારણની જે લકીર તેમના પિતા બાળાસાહેબ ઠાકરેએ ખેંચી હતી તેમાં સીએમની ખુરશી પર બેસવા માટે ઉદ્ધવે થોડો ફેરફાર કર્યો. પરિણામ એ આવ્યું કે રિમોટથી સરકાર ચલાવતો ઠાકરે પરિવાર આજે પોતે સત્તાની ડ્રાઈવિંગ સીટ પર બિરાજમાન થયો. આથી આજનો દિવસ શિવસેના (Shivsena)  અને શિવસૈનિકો માટે  ખુબ મહત્વનો છે. 

Nov 28, 2019, 09:33 PM IST

ભગવા કપડાં અને કપાળમાં તિલક...ઉદ્ધવ ઠાકરેનો જોવા મળ્યો અનોખો અંદાજ, શપથ બાદ થયા નતમસ્તક

શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મુંબઈ (Mumbai) ના શિવાજી પાર્કમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (BhagatSingh Koshyari) એ તેમને શપથ લેવડાવ્યાં. ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ લીધા. ભગવા કપડામાં તેઓ શપથ લેવા માટે પહોંચ્યા હતાં. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ માથા પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે તેઓ મંચ પર પહોચ્યા ત્યારે સૌથી પહેલા તેમણે જનતાનું અભિવાદન કર્યું હતું. શપથ બાદ તેઓ જનતા સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યાં હતાં. 

Nov 28, 2019, 07:49 PM IST

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાજ્યના 18મા CM બન્યા

ઉદ્ધવ ઠાકરેની તાજપોશી: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. 

Nov 28, 2019, 06:27 PM IST

Maharashtra: ઉદ્ધવ સરકાર ખેડૂતોને કરાવશે આ 5 મસમોટા ફાયદા, તેના વિશે ખાસ જાણો

મહારાષ્ટ્રમાં (Maharashtra)  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. તે પહેલા જ મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) નો કોમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Program) પણ બહાર પડ્યો છે. NCPના પ્રવક્તા નવાબ મલિક, શિવસેના નેતા એકનાથ શિંદે અને NCP નેતા જયંત પાટિલે જોઈન્ટ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે જાણકારી આપી. 

Nov 28, 2019, 05:54 PM IST

Maharashtra: ઉદ્ધવ સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ, ધર્મનિરપેક્ષતા પર મૂકાયો ભાર-જાણો મુખ્ય વચનો

મહારાષ્ટ્ર (Maharashtra) માં નવી બનવા જઈ રહેલી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની સરકારની શપથવિધિ પહેલા શિવસેના(Shivsena), એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ બની ગયેલી છે. જે હેઠળ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ધર્મનિરપેક્ષતા પર સહમતિ બની છે.

Nov 28, 2019, 04:46 PM IST

Maharashtra News: ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં મુંબઇના ડબ્બાવાળા અને 400 ખેડૂતો પણ થશે સામેલ 

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Udhav Thackeray) આજે સાંજે 6:40 વાગે દાદરના શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે લગભગ 25 વર્ષ બાદ શિવસેના(Shivsena) ના કોઈ નેતા મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યાં છે. મુંબઇ(Mumbai) માં પોતાની રાજકીય ધાક ધરાવતી શિવસેના માટે આજે સૌથી મોટો દિવસ છે. આખા શહેરમાં શિવસૈનિકોએ પોતાના નેતાની તાજપોશીની તૈયારીઓ કરી છે. શહેરના રસ્તાઓ પર દરેક બાજુ ઉદ્ધવ ઠાકરેના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યાં છે. પાર્ટી શપથ ગ્રહણ માટે ગ્રેન્ડ તૈયારીઓ કરી રહી છે. 

Nov 28, 2019, 04:23 PM IST

EXCLUSIVE: અજિત પવારે કહ્યું- હું આજે શપથ લેવાનો નથી, હું નારાજ પણ નથી

ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ (Uddhav Thackeray) સમારોહના ગણતરીના કલાકો પહેલા એનસીપી નેતા અજિત પવારે ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં એક સવાલના જવાબમાં કહ્યું કે શું તમે મને જોઈને કહી શકો કે હું નારાજ છું...હું બિલકુલ નારાજ નથી...મારી પાર્ટી એનસીપી(NCP)માં જ છું...પાર્ટીના નેતા શરદ પવારસાહેબ(Sharad Pawar) જે કહેશે તે કરીશ. હું શપથગ્રહણ સમારોહમાં જઈ રહ્યો છું

Nov 28, 2019, 04:04 PM IST

Maharashtra News: ઉદ્ધવ ઠાકરે શા માટે 6:40 મિનિટે જ લેશે શપથ? શું છે જ્યોતિષોની સલાહ

Maharashtra News: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રીના રૂપમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 6 વાગ્યાને 40 મિનિટ પર શપથ લેશે. તેમની શપથવિધિનો આ સમય ખુબ જ શુભ ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ વૃષભ લગ્ન મુર્હૂત છે. એસ્ટ્રોલોજર ડોક્ટર વાયએસ રાખવાનું કહેવું છે કે આ મુર્હૂતમાં કરવામાં કરેલા કાર્યોને સ્થિરતા પ્રાપ્ત થાય છે. 

Nov 28, 2019, 02:41 PM IST

Maharashtra govt formation: શું અજિત પવારનું ભાજપને સમર્થન એક 'ચાલ' હતી? હવે તેને 'મોટો દગો' ગણી રહી છે BJP

અજિત પવાર (Ajit Pawar) ને બુધવારે સવારે મહારાષ્ટ્ર વિધાનમંડળમાં પોતાની પિતરાઇ બહેન સુપ્રિયા સુલેને ગળે મળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લીધો અને ધારાસભ્યોને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે ક્યારેય પાર્ટી છોડી નથી. સૂત્રોનું કહેવું છે કે તેમણે નિયત સમયમાં ફરીથી ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવશે. 

Nov 28, 2019, 10:52 AM IST
Uddav will talk oath as CM of Maharastra PT3M42S

શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav thackeray) આજે સાંજે મહારાષ્ટ્ર (Maharastra)ના સીએમ (CM) તરીકે લેશે શપથ

શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav thackeray) આજે સાંજે મહારાષ્ટ્ર (Maharashtra)ના સીએમ (CM) પદના શપથ લેવા જઈ રહ્યાં છે. આ શપથ સમારોહ માટે વડાપ્રધાન મોદી (Modi), અમિત શાહ (Amit Shah)થી માંડીને કોંગ્રેસના સોનિયા ગાંધી (Sonia gandhi) અને રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ફિલ્મી જગત અને વ્યાપાર જગતના મોટા નેતાઓને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે.

Nov 28, 2019, 10:00 AM IST

શરદ પવારની રણનીતિ મુજબ આજે નહી યોજાય અજિત પવારનો શપથ ગ્રહણ

મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shivsena) -એનસીપી અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડીની સરકારનો આજે શપથ ગ્રહણ યોજાવવા જઇ રહ્યો છે. આજે મુખ્યમંત્રી સહિત 7 મંત્રીઓના શપથ ગ્રહણ થવાના છે. બુધવાર સુધી એવાસ અમાચાર હતા કે એનસીપી પ્રમુખ ભત્રીજા અજિત પવાર (Ajit Pawar) ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. પરંતુ સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્ય છે કે શરદ પવારની રણનિતી હેઠળ અજિત પવારના શપથ ગ્રહણ નહી થાય.

Nov 28, 2019, 09:10 AM IST

Maharashtra govt formation: ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી, સાથે જ ત્રણેય પક્ષોના બે-બે મંત્રી લેશે શપથ

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામા પર અંતિમ વિરામ લાગી રહ્યો છે. ગુરૂવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તે આ પદ પર બેસનાર ઠાકરે ખાનદાનના પહેલા સભ્ય હશે. શપથ ગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. વિધાનસભા ચૂંટણીમાં 56 સીટો જીતનાર શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા જઇ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે સાથે ત્રણેય પાર્ટીના બે-બે નેતાઓ પણ શપથ લેશે. 

Nov 28, 2019, 08:26 AM IST