maharashtra

NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'

અજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે.

Nov 23, 2019, 06:38 PM IST

આ બે ભત્રીજાઓ મહારાષ્ટ્રમાં બન્યા 'ગેમ ચેન્જર', બધાને પછાડી BJPએ બનાવી દીધી સરકાર

 મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કાલ સુધી શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એવા અહેવાલો હતાં ત્યાં તો આજે સવારે આખી ગેમ જ પલટી ગઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા તો બીજી બાજુ એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અને દિગ્ગજ નેતા અજિત પવારે ભાજપ સાથે ભળીને ડેપ્યુટી સીએમના શપથ લીધા.

Nov 23, 2019, 06:07 PM IST

મહારાષ્ટ્રમાં પાછો ઉલટફેર! સવારે અજિત પવાર સાથે રહેલા ધનંજય મુંડે સાંજે NCP બેઠકમાં પહોંચ્યા

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ હજુ ચાલુ જ છે. એનસીપીની મહત્વની બેઠક ચાલી રહી છે. શરદ પવાર પણ આ  બેઠકમાં સામેલ છે. ધનંજય મુંડે પણ એનસીપીની બેઠકમાં ભાગ લેવા માટે  પહોંચ્યા છે. ધનંજય મુંડે એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવારના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં. આ બાજુ અજિત પવારને મનાવવાની કોશિશ ચાલુ છે. અજિત પવાર સાથે માત્ર 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે. 

Nov 23, 2019, 05:58 PM IST

CM પદના શપથ લીધા બાદ BJP કાર્યાલય પહોંચ્યા ફડણવીસ, બોલ્યા-'મોદી હૈ તો મુમકિન હૈ'

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પ્રદેશ ભાજપની ઓફિસ પહોંચ્યાં. તેમણે પીએમ મોદી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો આભાર વ્યક્ત કર્યો. ફડણવીસે કાર્યકરોને સંબોધતા કહ્યું કે મોદીજી હૈ તો મુમકિન હૈ.

Nov 23, 2019, 05:13 PM IST

Maharashtra: હવે વિધાયકોને તૂટતા બચાવવાની કવાયત, કોંગ્રેસ ભોપાલ તો અજિત પવાર ગોવા મોકલશે

એનસીપી(NCP) નેતા અને હવે ડેપ્યુટી સીએમ અજિત પવાર (Ajit Pawar) પોતાના સમર્થક વિધાયકોને મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ પોતાને સમર્થન આપી રહેલા વિધાયકોને ગોવા લઈ જઈ રહ્યાં છે. આ બાજુ કોંગ્રેસ પણ પોતાના વિધાયકોને તૂટતા બચાવવા માટે મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ તે ભોપાલ લઈ જઈ શકે છે. 

Nov 23, 2019, 04:53 PM IST

Maharashtra: ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધા હતાં કે ગમે તે કરો, સરકાર તો BJPની જ બનશે?

મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણમાં ઉલટફેર કરીને ભાજપ(BJP) સત્તામાં આવ્યાં બાદ પાર્ટીના નેતાઓના સતત નિવેદનો ચાલુ જ છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી(Nitin Gadkari) એ શનિવારે કહ્યું કે તેમણે તો પહેલા જ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે.

Nov 23, 2019, 04:17 PM IST

Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?

મહારાષ્ટ્ર(Maharashtra)માં આજનો શનિવાર  કોઈ સુપર શનિવાર જોવા મળ્યો. બધાને ચોંકાવતા ભાજપ(BJP)એ દેવેન્દ્ર  ફડણવીસ (Devendra Fadnavis)એ  મુખ્યમંત્રી અને એનસીપી(NCP)ના અજીત પવાર (Ajit Pawar)એ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. લગભગ આઠ કલાક ચાલેલી ગડમથલમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી પાસેથી સરકીને ભાજપના હાથમાં આવી ગઈ. જાણો આ સમગ્ર ઘટનાક્રમ....ક્યારે, શું થયું.

Nov 23, 2019, 03:40 PM IST

મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પવાર સાથેના ટ્રેલરથી NCP શિવસેનામાં ભૂકંપ, પિક્ચર હજુ બાકી...

Maharashtra Govt Formation Live: રાજકારણમાં કોઇ કોઇનું નથી... એ ઉક્તિ મહારાષ્ટ્રમાં હાલમાં સ્પષ્ટ વર્તાઇ રહી છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ વચ્ચે છેવટે ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ હુકમના પત્તા ખોલ્યા અને સત્તાના સમીકરણો બદલાઇ ગયા. મહારાજ બનવાના સપના સાથે સુઇ ગયેલ યુવરાજ સવારે ઉઠ્યા અને ચિત્ર અલગ દેખાયું. પવારના પાવર સાથે ભાજપે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે શિવસેના અને એનસીપી બંને સ્તબ્ધ થઇ ગયા. 

Nov 23, 2019, 12:36 PM IST

Maharashtra Govt Formation Live : શિવસેના અને એનસીપીએ સાથે મળીને કરી પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસે ન આપી હાજરી

એનસીપી (NCP) અને શિવસેના (Shivsena)એ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ, મહારાષ્ટ્રના રાજકારણની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે કરવામાં આવ્યા ખુલાસા

Nov 23, 2019, 12:29 PM IST

Maharashtra Govt Formation Live : અજિત પવારે ધારાસભ્યો ચિઠ્ઠીનો કર્યો દુરુપયોગ, NCPનો આરોપ

એનસીપી નેતા નવાબ મલિકે આરોપ મૂકીને જણાવ્યું છે કે આ સરકાર છેતરપિંડીથી બનાવવામાં આવેલી સરકાર છે અને અમારા ધારાસભ્યો અમારી સાથે છે

Nov 23, 2019, 12:10 PM IST

Maharashtra Live Updates : ભાજપની પાટલી પર જઈને બેસી ગયેલા અજિત પવારને પડી શકે છે મોટો ફટકો

મહારાષ્ટ્ર (Maharashtra)માં શનિવારે સવારે બનેલા નાટકીય ઘટનાક્રમમાં જે રીતે નવી સરકારનું ગઠન થયું છે એનાથી એનસીપી (NCP) હલી ગઈ છે. અજિત પવાર (Ajit Pawar)ના સમર્થનથી બનેલી આ સરકાર સામે એનસીપીમાં ભારે રોષ છે. સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે પક્ષની સાંજે 4.30 કલાકે યોજનારી ધારાસભ્ય દળની બેઠકમાં અજિત પવારને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવવામાં આવી શકે છે. 

Nov 23, 2019, 11:38 AM IST

Maharashtra Live Updates : શરદ પવાર નહીં રહે શાંત, બોલાવી ઇમરજન્સી મીટિંગ અને લેવાઈ શકે છે મોટો નિર્ણય 

મહારાષ્ટ્ર (Maharashtra)માં નવી સરકારના ગઠનથી શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) ચોંકી ગઈ છે. આ મોટા આંચકા પછી શરદ પવારે (Sharad Pawar) પાર્ટીની ઇમરજન્સી મીટિંગ બોલાવી છે

Nov 23, 2019, 11:18 AM IST
Sanjay Raut Says Public Will Teach A Lesson To BJP And Ajit Pawar PT15M23S

જનતા ભાજપ અને અજિત પવારને પાઠ ભણાવશે: સંજય રાઉત

રાતોરાત સત્તા હાથમાંથી સરકી જતા અને મુખ્યમંત્રી બનવાનુ સપનુ રગદોળાઈ જતા શિવસેના (ShivSena) ના ખેમામાં જોરદાર સોપો પડ્યો છે. જે સત્તા મેળવવા માટે 24 ઓક્ટોબરથી ખેંચતાણ ચાલી રહી હતી, તે શિવસેનાએ ગુમાવી દીધી છે. હવે શિવસેનાના હાથમાં કંઈ જ નથી રહ્યું. ત્યારે શિવસેનના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કહીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેમજ અજીત પવારના નિર્ણયમાં શરદ પવાર (Sharad Pawar) નો કોઈ જ હાથ નથી તેવું સ્પષ્ટપણે કહ્યું હતું.

Nov 23, 2019, 11:05 AM IST
Sharad Pawar Says NCP Does Not Know About Ajit Pawar's Decision PT5M28S

અજિત પવારના નિર્ણય અંગે NCPને ખબર નથી: શરદ પવાર

શરદ પવારના રોલ વિશે શંકાકુશંકા કરવામાં આવી રહી હતી પણ શરદ પવારે ટ્વિટ કરીને મોટો ધડાકો કર્યો છે. શરદ પવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં. શરદ પવારની આ ટ્વિટ પરથી એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે ભત્રીજા શરદ પવારે કાકા શરદ પવારને વિશ્વાસમાં લીધા વગર ભાજપને ટેકો આપવાનો નિર્ણય લઈને તેમની પીઠમાં ખંજર માર્યુ છે.

Nov 23, 2019, 11:00 AM IST
BJP And NCP Government Formed In Maharashtra PT28M

મહારાષ્ટ્રમાં બની ભાજપ-NCPની સરકાર

મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.

Nov 23, 2019, 11:00 AM IST
PM Modi Congratulated To Devendra Fadnavis For Take Oath As CM Of Maharashtra PT41M39S

Maharashtra Live Updates: મહારાષ્ટ્રના સીએમ તરીકે ફડણવીસે લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.

Nov 23, 2019, 10:05 AM IST
Devendra Fadnavis Take Oath As CM In Maharashtra PT3M

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.

Nov 23, 2019, 09:20 AM IST

મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામ પર કોંગ્રેસ-NCPની સહમતી: શરદ પવાર

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. મુંબઈમાં આજે નહેરુ સેન્ટરમાં કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે બેઠક પણ યોજાઈ. બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી બની છે.

Nov 22, 2019, 07:14 PM IST

ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સર્વસંમતિથી ઊભરી આવ્યું છે. તેમની પાર્ટીના તમામ ધારાસભ્યોએ એક સૂરમાં માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. પરંતુ તમામ દબાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે.

Nov 22, 2019, 06:36 PM IST

મહારાષ્ટ્ર: BMCમાં મેયર અને ડે.મેયર સીટ પર શિવસેનાનો કબ્જો, ઉલ્હાસનગરમાં મોટો ઉલટફેર

શિવસેના(Shivsena)ના કોર્પોરેટર કિશોરી પેડણેકર મુંબઈ(Mumbai)ના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે શિવસેનાના જ સુહાર વાડેકર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટાયા છે.

Nov 22, 2019, 05:30 PM IST