marriage

પ્રેમ કહાની: કોરોના પોઝિટિવ યુવતી સાથે લગ્ન કરવા યુવકે કર્યું કંઇક આવું...

ક્યારેક ક્યારેક લોકોની એવી પ્રેમ કહાની સામે આવતી હોય છે જે કહાની ફિલ્મોની પ્રેમ કહાનીને પણ આંટી મારે એવી હોય છે. અમદાવાદના વેજલપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. એક યુવતી કોરોના પોઝિટિવ આવતા જ તેનો પરિવાર હોમ ક્વોરોન્ટાઇન થયો હતો. આ દરમિયાનમાં એક યુવક કે જે યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો તે ઘરે પહોંચી ગયો. યુવતીના પરિવારે ત્યારે ત્યાં ન આવવાનું કહેતા જ યુવક આવેશમાં આવી ગયો અને ધમકી આપી હતી કે લગ્ન નહિ કરાવો તો તે હાથની નસ કાપીને આપઘાત કરી લેશે.

Jul 1, 2020, 10:15 PM IST

રક્ષક જ બન્યો ભક્ષક: લગ્નની લાલચ આપી કોન્સ્ટેબલે દોઢ વર્ષ સુધી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ

જેના માથે લોક સુરક્ષાની જવાબદારી છે એવા જ પોલીસ કર્મચારી વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. લગ્નની લાલચ આપી પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા દોઢ વર્ષથી યુવતી સાથે દુષ્કર્મ કરતો રહ્યો, પરંતુ જ્યારે વાત લગ્ન કરવા પર અટકી ત્યારે બળાત્કારી પોલીસકર્મીનો અસલી ચહેરો સામે આવ્યો અને યુવતીને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપી. જે અંગે ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Jul 1, 2020, 09:46 PM IST

કોરોનાકાળમાં લગ્ન: વરરાજા સહિત 16 લોકોને થઈ ગયો કોરોના, ઉપરથી લાખો રૂપિયાનો દંડ

રાજસ્થાનના ભીલવાડામાં કોરોના વાયરસ મહામારી દરમિયાન એક લગ્નમાં સામેલ થયેલા અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ  લગ્નમાં સામેલ થયેલા 16 લોકોને હવે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એકનું મૃત્યુ થયું છે. જ્યારે 58 લોકો ક્વોરન્ટાઈન છે. જિલ્લા પ્રશાસને આ પરિવાર સામે કેસ દાખલ કર્યો છે અને 6 લાખ રૂપિયાથી વધુ રૂપિયાનો દંડ ત્રણ દિવસમાં ભરવા જણાવ્યું છે. 

Jun 28, 2020, 09:02 AM IST

Lockdownમાં ટળ્યા લગ્ન, 80 કિ.મી ચાલી ભાવી પતિના ઘરે પહોંચી દુલ્હન, મંદિરમાં થયા લગ્ન

લોકડાઉન (Lockdown)ના કારણે લગ્ન સ્થગિત રહેવાથી દુલ્હન 80 કિલોમીટરનું અંતર કાપી કન્નૌજ સ્થિત તેના સાસરીમાં પહોંચી હતી. દુલ્હનની લગ્નની જીદને દઇ બંને પરિવારોએ મંદિરમાં તેના લગ્ન કરાવ્યા હતા.

May 23, 2020, 07:16 PM IST

વડોદરા યુગલ લગ્નના બંધનમાં થયું 'લોક', લગ્નના ખર્ચમાં બચેલા પૈસા કોરોનાની મહામારીમાં વાપરશે

પરિવારે લગ્ન પ્રસંગનો બચી ગયેલા રૂપિયા કોરોના વાઈરસની મહામારીમાં ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

May 8, 2020, 03:52 PM IST

અનોખા લગ્ન:  વર એકલો પહોંચ્યો લગ્ન કરવા, બચેલા પૈસાને CM કેર ફંડમા દાન આપી દીધા

કોરોના વાયરસે સમગ્ર વિશ્વની સ્થિતી બદલી નાખી છે. આ સંક્રમણને ફેલાતી અટકાવવા માટે આજે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. લોકોને ઘરમાં જ રહેવા માટેનાં નિર્દેશો અપાઇ રહ્યા છે. રસ્તાઓ પર પોલીસનો પહેરો છે. દેશનાં અનેક વિસ્તારો સંપુર્ણ પ્રકારે સીલ થઇ ચુક્યા છે. આઝે દેશમાં કદાચ જ કોઇ એવો વ્યક્તિ હશે, જેને આ વિશ્વવ્યાપી બંધી પોતાના જીવનકાળમાં ક્યારે પણ જોઇ હોય. આ દરમિયાન મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં લોકડાઉનના નિયમો હેઠળ લગ્ન થયા. દુલ્હો ગાડીમાં એકલા લગ્ન માટે ઝાંબુઆ પહોંચ્યો હતો. 

Apr 27, 2020, 11:43 PM IST

કચ્છમાં લૉકડાઉન હવે નહીં જ કરી શકાય લગ્ન, પરત ખેંચાઈ શરતી મંજૂરી

જિલ્લામાં તાજેતરમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હોઈ હાલના સંજોગોમાં લગ્ન માટે શરતી મંજૂરી આપવાનો નિર્ણય ઉચિત નથી.

Apr 22, 2020, 04:10 PM IST

શ્રીદેવીની દીકરીના થયા લગ્ન, જુઓ wedding album

બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની 'મોમ'માં તેની દીકરીનો રોલ કરીને લોકોના દિલ જીતી લેનારી એક્ટ્રેસ સજલ અલી (sajal aly)એ પોતાના બોયફ્રેન્ડ અહદ રજા મીર સાથે અબુ ધાબીમાં લગ્ન કરી લીધા છે. તેના લગ્ન ત્રણ દિવસ ચાલ્યા હતા અને એમાં નજીકના મિત્રો તેમજ પરિવારજનોએ હાજરી આપી હતી. આ  બંનેએ ગયા વર્ષે જૂન મહિનામાં સગાઈ કરી હતી. અહદ અને સજલ ટૂંક સમયમાં ઝી5ની સિરીઝ ધૂપ કી દિવારમાં જોવા મળશે. હવે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

Mar 20, 2020, 08:37 AM IST

સુરત: તરૂણીને યુવકે કહ્યું હું કુંવારો છું અને પાટણ આપણે ફરવા જવાનું છે પણ...

લગ્નની લાલચ આપી સત્તર વર્ષીય તરૂણી પરણિત યુવકે દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પોતે અપરણિત છે તેવી ખોટીમહિતી આપી હતી.

Mar 12, 2020, 07:13 PM IST

24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદીરા સ્નાનનો મામલો સમગ્ર વીડિયામાં ચર્ચા આવ્યો હતો. વીડિયો વાયરલ (Video viral) થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. દારૂ મહારાષ્ટ્ર પૂણેથી સબંધીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો તેવો પણ ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. પકડાયેલા તમામ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ પ્રકારના કૃત્યને જરાય ચલાવી લેવામાં નહિ આવે તેવું કચ્છ પોલીસે જણાવ્યું હતું. 

Mar 2, 2020, 12:29 PM IST
congress vs BJP on kutch liquor viral video PT56M57S

દારૂબંધીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને....

ગઈકાલે કચ્છના મુન્દ્રામાં પ્રસંગમાં દારૂ પીને છાટકા કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. દારૂબંધી બાદ કોંગ્રેસ અને ભાજપે શું કહ્યું જાણીએ...

Mar 1, 2020, 03:35 PM IST
amit chavda's reaction on liqour ban in gujarat PT2M56S

દારૂબંધીના લીરેલીરા ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે....

રાજ્યબંધીમાં દારૂબંધીના લીરેલીરો ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, હપ્તા લેવાના કારણે રાજ્યમાં દારૂની આવક બંધ નથી થઈ રહી. સરકાર માત્ર મોટી મોટી વાતો જ કરે છે. પણ કોઈ પગલાં નથી લેતી. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાનું નિવેદન ગઈકાલે કચ્છના મુન્દ્રામાંથી દારૂની પાર્ટીના વાયરલ થયેલા વીડિયો બાદ આવ્યો છે.

Mar 1, 2020, 03:20 PM IST
liquor sale in bharuch, video viral PT7M32S

ભરૂચ શહેરની વચ્ચોવચ ખુલ્લેઆમ વેચાતો વીડિયો થયો વાયરલ

ભરૂચમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા ઉડ્યા છે. શહેરની વચ્ચે ખુલ્લેઆમ વેચાતો દારૂનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો શહેરના ઈન્દિરાનગર વિસ્તારનો હોવાનું અનુમાન છે. 24 કલાકના ગાળામાં કચ્છ અને સુરતમાં પણ દારૂબંધીના લીરેલીરા ઉડાવતા વીડિયો સામે આવ્યા હતા. ગઈકાલે કચ્છમાં દારૂની રેલમછેલ ઉડતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો સુરતમાં 29 લીપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 નબીરાઓ ઝડપાયા હતા. એક બાદ એક થતા દારૂના વાયરલ વીડિયોએ પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

Mar 1, 2020, 01:45 PM IST
if Alcohol is banned in gujarat, so why not ban of alcohol promoted songs  PT2M47S

દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂને પ્રોત્સાહન આપતા ગીતો પર કેમ નહિ?

કચ્છના મુન્દ્રામાં રમાયેલા દારૂરાસનો વીડિયો વાયરલ થયો છે. દારૂ પર પ્રતિબંધ તો પછી દારૂને પ્રોત્સાહન આપતાં ગીતો પર રોક કેમ નહિ? કચ્છના મુન્દ્રામાં હિંદી ફિલ્મ તિંરગાના ગીતને ગુજરાતી ડીજેના તાલે ગવાયું તો રાકેશ બારોટનું એક ગીત દારૂ પીધો પણ ખૂબ ગવાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગમાં દારૂ પીધો ગીત દાંડિયા રાસ હોય ત્યાં અને વરઘોડામાં ખૂબ ગવાય છે. દારૂબંધી માટે લાખ પ્રયાસો થાય છે, પરંતુ દારૂ પરનાં ડીજે ગીતો તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અને એમાંય લગ્નમાં દારૂનાં ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ જે શરૂ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.

Mar 1, 2020, 12:20 PM IST
case file against 6 people in mundra liqour party viral video PT12M23S

દારૂ રાસ વીડિયો વાયરલ થયા બાદ મુન્દ્રા પોલીસ હરકતમાં આવી, 6 સામે ફરિયાદ નોંધાઈ

મુન્દ્રામાં દારૂ રાસનો વીડિયો આખા ગુજરાતમાં વાયરલ થયો છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે નોંધી 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે દારૂ રાસ રમતા આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Mar 1, 2020, 12:15 PM IST
liquor party songs famous in gujarat PT5M6S

જુઓ કયા કલાકારના ગીત પર મુન્દ્રાના યુવકોએ દારૂનો રાસ રચ્યો હતો....

ગઈકાલે મુન્દ્રામાં દારૂના રચાયેલા રાસનો વીડિયો આખા ગુજરાતે જોયો. દેશમાં ગુજરાતની દારૂબંધીના લીરેલીરાં ઉડી ગયા છે. ત્યારે વાત કરીએ એ ગીતની, જેના પર આ યુવકો દારૂ પીને છાટકા કરે છે અને દારૂરાસ રમી રહ્યાં છે. દારૂ પર પ્રતિબંધ તો ગુજરાતમાં છે, પરંતુ દારૂ પર બનેલા ગુજરાતી ગીતો તો આવા પ્રસંગોમાં બહુ જ ફેમસ છે. દારૂના ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો છે. ત્યારે આવા જ કેટલાક ગીતો પર કરીએ એક નજર. મુન્દ્રામાં વાયરલ વીડિયોમાં જુઓ કયા ગીત પર યુવકો દારૂ પીને છાટકા થયા છે.

Mar 1, 2020, 10:05 AM IST
Japanese couple marriage at Porbandar PT1M56S

જાપાની દંપતિએ કર્યા ભારતીય વિધિ પ્રમાણે લગ્ન

ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે.બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે તે જાપાન દેશની યુવાપેઢી આપણા રીવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો ખ્યાલ એ વાતથી આવે છે કે જાપાનનું એક યુગલ પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"માં વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કરવા પહોંચ્યુ હતું અને તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.

Feb 28, 2020, 11:45 AM IST
Mass marriage at Banaskantha PT3M23S

બનાસકાંઠામાં યોજાયા અનોખા સામુહિક લગ્ન

બનાસકાંઠામાં યોજાયા અનોખા સામુહિક લગ્ન

Feb 17, 2020, 12:10 PM IST
Book gift by father to daughter at Rajkot PT2M34S

રાજકોટમાં દીકરીને પિતાએ આપી અનોખી ગિફ્ટ

આપણે ત્યાં એક કહેવત છે એ એક સારું પુસ્તક સો વ્યક્તિની ગરજ સારે છે. લગ્ન પ્રસંગે સાસરીયે જતી વખતે દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો તેમજ સાજ શણગારની વસ્તુઓ માંગતી હોય છે અને માં બાપ દીકરીની તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરતા હોય છે. જોકે રાજકોટમાં એક દીકરીએ પોતાના માતાપિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માગણી કરી અને પિતાએ પણ દીકરી ને કરિયાવરમાં આપ્યા ગાડું ભરીને પુસ્તકો આપ્યા હોવાનો દાખલો બન્યો છે.

Feb 15, 2020, 10:30 AM IST

રાજકોટની દીકરીનો ગજબનો આઇડિયા, કેનેડા પરણીને જતા પહેલાં ખોલતી ગઈ સમાજની આંખો

કિન્નરી બા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે ત્યારે તેમના લગ્ન પ્રસંગથી પણ સમાજ માં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે અને લોકોનું ભલું થાય એ માટે તેમણે કરિયાવરમાં પુસ્તકની માગણી કરી હતી.

Feb 14, 2020, 03:42 PM IST