motor vehicle act 2019

આજથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરશે ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોગ્રેસ (Gujarat Congress) આજથી અમલમાં આવેલા ટ્રાફીકના નવા નિયમો (Motor Vehicle Act 2019) નો વિરોધ કરશે. આ માટે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા એક નંબર પણ જાહેર કરાયો છે. ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) ના અમલ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) એ કહ્યું કે, ટ્રાફિક નિયમન થાય, અકસ્માત (Accident) ઘટે એ માટે કાયદા હોવા આવકાર્ય અને અનિવાર્ય છે. પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા આગોતરા આયોજન વિના નવી જોગવાઈ કરી પોલીસને પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો છે. પ્રજાને PUC, RTOમાં મહિનાઓ સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અને RTOમાં પૂરતો સ્ટાફ પણ નથી.

Sep 16, 2019, 02:17 PM IST

રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા

આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા. 

Sep 16, 2019, 01:42 PM IST

કાયદો લાગુ થતા જ ઊંઘમાંથી સફાળા જાગ્યા નાગરિકો, PUC સેન્ટર પર લાંબી લાઈન લાગી

આજે જો ઘરની બહાર કોઈ કામે નીકળવાનું થાય તો, ટ્રાફિક નિયમોના નામની ગાંઠ વાળીને નીકળજો. હેલમેટ પહેર્યુ છે કે, નહિ, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહિ, પીયુસી-લાયસન્સ અને આરસી બૂક પર્સમાં છે કે નહિ... આ બધુ જ ચેક કરીને નીકળશો તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. કારણ કે, આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. તેથી જ ઊંઘમાંથી સફાળા જાગ્યા હોય તેમ લોકો હવે પીયુસી સેન્ટર પર પહોંચી ગયા છે. નવા નિયમો આજથી લાગુ થવાને પગલે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવીને બેસ્યા છે. 

Sep 16, 2019, 11:20 AM IST

મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યાના પહેલા જ દિવસે વડોદરામાં પોલીસ કર્મચારીઓ પકડાયા, ડબલ દંડ ફટકારાયો

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે. 

Sep 16, 2019, 10:16 AM IST

આજથી ટ્રાફિકના નવા નિયમોનો રાજ્યભરમાં કડક અમલ થશે, કાયદો તોડશે તેને થશે ભારે ભરખમ દંડ

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. દુનિયાના મોટા દેશોની હરોળમાં ભારતને ઊભું રાખવા મોદી સરકાર આ કાયદો લાવી છે. 

Sep 16, 2019, 08:47 AM IST

અમદાવાદ: RTOની ગત ત્રણ વર્ષમાં દંડ વસુલવાની આવકમાં 200 ટકાનો વધારો

મોટર વ્હીકલ એક્ટ 2019 સુધારા સાથે 16 સમ્ટેમ્બરથી ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યો છે. પરતું છેલ્લા ત્રણ વર્ષના અમદાવાદ શહેરના ટ્રાફિકના દંડ વસુલાત આંકડાઓ પર નજર કરીએ તો લોકોએ કરોડો રૂપિયા દંડની રકમ ભરી છે. જેમા 2017 રકમ સામે 2019માં 2૦૦ ટકાનો વધારો થયો છે. લોકોએ નિયમોનું પાલન કરવા કરતા નીયમોને તોડવાનું વધુ પસંદ કર્યુ છે.
 

Sep 15, 2019, 11:35 PM IST

રાજ્યના વાહનચાલકો માટે સરકારનો મહત્વનો નિર્ણય : PUC અને HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત વધારાઈ

છેલ્લાં કેટલાક દિવસોથી ટ્રાફિક નિયમોની ઐસતૈસી કરનારા વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા PUC માટે તારીખ લંબાવાઈ છે. તેમજ HSRP નંબર પ્લેટ લગાડવા માટેની મુદત પણ એક મહિના વધારી દીધી છે. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે. 

Sep 13, 2019, 07:48 AM IST

દંડના તમામ રેકોર્ડ ધ્વસ્ત: ડ્રાઇવરને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો

નવા મોટર વ્હીકલ એક્ટના કારણે લોકોને ભારે દંડ ભરવા પડી રહ્યા છે. હાલમાં જ સામે આવેલા એક કિસ્સામાં એક ટ્રકનું 2 લાખ રૂપિયાનો મેમો આપ્યો હતો. જેના કારણે દંડના તમામ રેકોર્ડને ધરાશાયી કરી દીધા છે. કેસ દિલ્હીનો છે. જ્યાં રામ કિશન નામે ટ્રક ડ્રાઇવરને દંડ તરીકે 2 લાખ 5 સો રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. 

Sep 12, 2019, 10:00 PM IST

મોટર વ્હીકલ એક્ટનો આ નિયમ ખાસ જાણવા જેવો છે, જેમાં મોટા દંડથી બચી શકશો

મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ થયા બાદ ગાડીના માલિકો ડરી ગયા છે. જેમની પાસે પૂરતા કાગળ છે, તેઓને કોઈ ટેન્શન નથી, પરંતુ જેમના કાગળો પૂરા નથી તેઓ દરેક સિગ્નલ પર ચારેતરફ નજર ફેરવી રહ્યાં છે. ક્યાંક ટ્રાફિક પોલીસવાળો તેમની પાસે આવીને કાગળ માંગવા ન લાગે. લોકોની વચ્ચે હજારો રૂપિયાનો દંડ લાગવાનો ખૌફ દરેકમાં જોવા મળી રહ્યો છે. તેથી તેઓ એક-એક કાગળ ચકાસીને ઘરની બહાર નીકળી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે, જેઓ પૂરી સજાગતા છતા જલ્દી જલ્દીમાં પોતાના કાગળોને ઘરે ભૂલી રહ્યાં છે.

Sep 12, 2019, 11:57 AM IST

રાજ્ય સરકારે વાહનચાલકોને આપી રાહત, દંડની રકમમાં કરાયો ઘટાડો

રાજ્યની રૂપાણી સરકારે ગુજરાતના વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019માં વધારાને કારણે રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Sep 10, 2019, 04:32 PM IST

ટ્રાફિકના નિયમોમાં થવા જઇ રહ્યો મોટો ફેરફાર, નિયમો તોડશો તો વધશે ઇંશ્યોરેન્સ પ્રીમિયમ

નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં વધુ દંડ તો ચૂકવવો પડી રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર તમારે વ્હીકલનું મોટર ઇંશ્યોરેંસ પ્રીમિયમ વધી જશે. કારણ કે હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘને ઇંશ્યોરેંસ પ્રીમિયમ સાથે લીંક કરવામાં આવશે. ઇંશ્યોરેંસ IRDAI એ એક કમિટી બનાવી છે

Sep 10, 2019, 09:36 AM IST

1 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યાં છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર

બાઇક ચલાવનાર માટે નિયમમાં ફેરફારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બીજીતરફ હેલ્મેટ ન પહેરવા પર પકડાશો તો દંડ 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 

Aug 31, 2019, 06:00 PM IST