narmada dam

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા 10 દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ

નિર્માણ બાદ પ્રથમ વખત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક જળ સપાટી 138.68 મીટરે પહોંચી ગયો હતો. જો કે, હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની જળ સપાટી ઘટી છે

Sep 19, 2019, 09:58 AM IST

PSI ફિણવીયા સ્યુસાઈડ : ફોટો પાડવા પોતાના બંદૂક આપનાર PSI કોંકણીને સસ્પેન્ડ કરાયા

ગઈકાલે નવસારીના પીએસઆઈ ફિણવિયાએ કેવડીયામાં પીએમના બંદોબસ્ત સમયે આત્મહત્યા કરી હતી. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. ત્યારે સાથી પીએસઆઈ બી.કોંકણીને નવસારી જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યાં છે. નર્મદા એસપીના પ્રાથમિક રિપોર્ટને ધ્યાને લઈ પીએસઆઈ કોંકણીને સસ્પેન્ડ કરાયા છે. આમ, મિત્રતાના નાતે પોતાની સર્વિસ રિવોલ્વર આપવી પીએસઆઈ કોંકણીને ભારે પડ્યું હતું. 

Sep 18, 2019, 10:09 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી મોટી ગિફ્ટ

આજે પીએમ મોદી(Narendra Modi) નો જન્મદિવસ (Happy Birthday PM) છે, અને તેમણે ગુજરાતમાં નર્મદા નદી (Narmada Dam)ના વધામણા કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદીઓને મોટી ગિફ્ટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati River)માં વોટર રાઈડ (Water Sports) શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસે (PM Modi Live) અમદાવાદના નાગરિકોને વોટર રાઈડ (water Rides) એક્ટિવિટીની ભેટ મળી છે.  

Sep 17, 2019, 03:58 PM IST

પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા. 

Sep 17, 2019, 02:52 PM IST

કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી

નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.  

Sep 17, 2019, 02:30 PM IST

PM Modi Birthday : સરદાર પટેલનું સપનુ થયુ સાકાર, મોદીએ બતાવ્યું જળસાગર અને જનસાગરનું મિલન

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી. 

Sep 17, 2019, 12:12 PM IST

PM Modi Birthday Live: નર્મદા નીરના વધામણા બાદ ગરુડેશ્વર પહોંચ્યા પીએમ, દત્ત ભગવાન સામે શિશ ઝૂકવ્યૂં

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદા નદીના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર પહોંચ્યા છે. જન્મદિવસ હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. મંદિર દર્શન બાદ તેઓ ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. નર્મદાના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ તેઓ બપોરે હીરાબાના આર્શીવાદ લે તેવી શક્યતા છે.    

Sep 17, 2019, 11:36 AM IST

Photos : ભૂલી-બિસરી યાદેં... આ જૂની તસવીરોમાં શોધો પીએમ નરેન્દ્ર મોદીને....

17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Modi)નો જન્મદિવસ... આજે સમગ્ર દેશ લોકલાડીલા વડાપ્રધાનનો જન્મદિવસ (Narendra Modi Birthday) ઉજવી રહ્યું છે. વિદેશના નેતાઓએ પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી (PM Modi birthday) ની જૂના યાદોં, તેઓ પોતાના યુવાની કાળમાં શુ કરતા હતા, કેવો રહ્યો તેમનો સંઘર્ષ... વગેરે વાતો જાણવામાં અનેક લોકોને રસ હોય છે. ત્યારે પ્રસ્તુત છે પીએમ મોદી (PM Modi Live) ની યુવાની કાળની કેટલીક તસવીરો તથા કેટલાક કિસ્સાઓ..

Sep 17, 2019, 11:26 AM IST

હેલિકોપ્ટરમાં બેસીને પીએમ મોદીએ નર્મદા ડેમના એરિયલ વ્યૂનો Video બનાવ્યો, જુઓ

પોતાના 70મા જન્મદિવસ (Narendra Modi Birthday) ને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત (Gujarat)ના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમ (Narmada Dam)માં આવેલા નવા નીરના વધામણા કરશે. પસવારે ગાંધીનગર (Gandhinagar) થી કેવડિયા (Kevadia) જવા રવાના થયા હતા. સવારે 8.30 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા ખાતે ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હેલિકોપ્ટરથી નજારો નિહાળ્યું હતું. કેવડિયાના મા નર્મદા (Narmada River)ના નીરના વધામણા કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Modi) એ કેવડિયા પહોંચીને હેલિકોપ્ટરથી જ નર્મદા ડેમ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નજારો તેમણે પોતાના કેમેરામાં કંડારીને તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નર્મદા ડેમ (Statue of Unity)ના એરિયલ વ્યૂનો આ નજારો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નર્મદા ડેમ જ્યારે આજે છલોછલ છલકાયો છે, ત્યારે ખુદ પીએમ પણ આ આકાશી નજારાને મન ભરીને માણ્યો હતો.  

Sep 17, 2019, 09:47 AM IST

નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાનું બાળપણ (Childhood) વડનગર (Vadnagar)માં વિતાવ્યું છે. ત્યારે તેમની સાથેની બાળપણની ક્ષણો વડનગરવાસીઓ વાગોળી રહ્યાં છે. સાથે સાથે દેશ માટે લીધેલ અગત્યના નિર્ણય બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે અને શર્મિષ્ઠા તળાવનો એક રોચક પ્રસંગ પણ યાદ કર્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણમાં ભણાવતા તેમના શિક્ષિક નરેન્દ્ર મોદી (Narendra Modi Birthday)ને ભણાવ્યા હતા તેનો આજે એ શિક્ષિકા આનંદ સાથે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, નાનપણમાં નરેન્દ્ર મોદી (Happy Birthday PM) ભાષા અને ગણિતમાં ખૂબ રસ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી (happy birthday narendra modi)ના શિક્ષક પ્રહલાદ પટેલ તથા તેમના મિત્રો ઈશ્વરજી, વિષ્ણુભાઈ બારોટ, જાસૂદ પઠાણ તથા નિલેશ બારોટ અને ઉત્તમ પટેલ જેવા સ્થાનિકોએ પીએમ મોદીના વડનગરના સંસ્મરણો વિશે વાત કરી હતી. 

Sep 17, 2019, 09:26 AM IST

PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું, રાત્રે 12 વાગે આતશબાજી કરાઈ

હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. લાડીલા નેતાનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રાત્રે 12 વાગ્યે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સુરતના પીપલોદ વાય જંકશન પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રોગ્રામમાં સુરતીઓ ડાંસ અને મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. ડુમસ રોડ પર ભારે વરસાદ વચ્ચે 8-10 મિનિટ આતિષબાજી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ આતિષ બાજી સાથે નૃત્યનો કાર્યક્રમ નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતી. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ડુમસ રોડ પર આવેલા વાય જનક્શન પર ઉજવણીનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Sep 17, 2019, 08:16 AM IST

નર્મદે સર્વદે.... પીએમ મોદીએ કર્યા નર્મદા નીરના વધામણાં, નદીને શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી

પોતાના 70મા જન્મદિવસને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરશે. પરંતુ પોતાના જન્મદિવસ પર વહેલી સવારે હીરાબાના આર્શીવાદ લેવાનો તેમનો નિત્યક્રમ તૂટ્યો હતો. મોડી રાત્રે તેઓ ગુજરાત પહોંચ્યા હતા. જેના બાદ સવારે ગાંધીનગરથી કેવડિયા જવા રવાના થયા હતા. પોતાના જન્મદિવસ પર નિત્યક્રમ મુજબ તેમણે યોગાભ્યાસથી શરૂઆત કરી હતી. 

Sep 17, 2019, 07:28 AM IST

‘નમામિ દેવી નર્મદે’ મહાઉત્સવની તડામાર તૈયારીઓ, આવતીકાલે PM નર્મદા ડેમ પાસે સભા સંબોધશે

નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ અને મેઘમહેરથી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ઉંચાઈ પર આંબી ગયો છે. તેથી રાજ્ય સરકાર નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરશે. આવતીકાલે પીએમ મોદીનો જન્મદિવસ છે. જેને લઈને કેવડિયા કોલીની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્યસરકાર સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરી રહી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 વાગ્યે પહોંચશે. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે. 

Sep 16, 2019, 12:15 PM IST

નિર્માણ બાદ પ્રથમવાર નર્મદા ડેમ ‘100 ટકા ભરાયો’, સપાટી 138.68 પહોંચી

નિર્ણાણ બાદ પ્રથમ વાર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. આ સપાટીએ નર્મદા ડેમ 100 ટકા ભરાઇ જાય છે. એટલે અત્યારે નર્મદા ડેમની ઉંચાઇ જેટલો ભરાઇ ગયો છે. અને છલોછલ થઇ ગયો છે. નર્મદા ડેમમાં રવિવારે 7 લાખ ક્યુસેક નવા નીરની આવક થઇ છે. જ્યારે 23 ગેટ ખોલી 6.94 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

Sep 15, 2019, 08:17 PM IST

નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો

સરદાર સરોવર બંધ પૂર્ણ ભરાતા ગુજરાતના નર્મદા નદી કાંઠા વિસ્તારના 210 ગામો તથા ભરુચ શહેરની લગભગ 30,000 હેક્ટર જમીન તથા 4 લાખની વસ્તીને પુરથી રાહત થશે. કેમકે અત્યાર સુધી પાણી લગભગ આઠથી નવમીટર થી ઓવરફ્લલો છે ને વહી જતું હતું. અને વિનાશક પુર આવતું હતું. પરંતુ હવે દરવાજા દ્વારા પાણી નિયંત્રીત કરી શકાય છે. 

Sep 15, 2019, 05:19 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકતે વિદેશ મંત્રી, માણ્યો નર્મદાનો અદ્ભૂત નજારો

નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર આવેલા છે. ત્યારે આજે તેઓએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ અભિભૂત થયા હતા. તેમની સાથે છોટાઉદેપુર સાંસદ ગીતા બેન રાઠવા હાજર રહ્યા હતા

Sep 15, 2019, 12:55 PM IST

નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 36 સે.મી બાકી, જળસપાટી 138 મીટરને પાર, 175 ગામમાં એલર્ટ

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમ આજે તેની ઐતિહાસિક સપાટીને પાર કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે

Sep 15, 2019, 08:11 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટ બેટમાં ફેરવાતા મનમોહક દ્રશ્યો, જુઓ Video

અહી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ જગ્યાની બાજુમાં પાણી ન હતું. પરંતુ નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટી પાર કરતાની સાથે જ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે મનમોહક દ્રશ્યો ઊભા થઇ ગયા છે

Sep 14, 2019, 03:19 PM IST
Situation At Narmada Dam | Samachar Gujarat 14092019 PT25M35S

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વરસાદના પગલે સર્જાયા આહલાદક દ્રશ્યો, જુઓ 'સમાચાર ગુજરાત'

નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટી પાર કરતાની સાથે જ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. સાધુ બેટ નામની જગ્યા બેટમાં ફેરવાતા જ સહેલાણીઓ પણ મંત્ર મુગ્ધ થયા છે.

Sep 14, 2019, 03:00 PM IST

પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાશે

'નમામિ દેવી નર્મદે મહોત્સવ'નો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે, તેની સાથે જ સમગ્ર રાજ્યમાં 1000થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમજ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે 
 

Sep 13, 2019, 10:10 PM IST