narmada dam

Narmada Dam's Water Level On Constant Rise, 144 Villages On Alert PT2M21S

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, કાંઠા વિસ્તારના 144 ગામના લોકોને કરાયા અલર્ટ

ઉપરવાસમાંથી 9 લાખ 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.38 મીટર પર પહોંચી. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે. કુલ 93.10 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ.

Sep 13, 2019, 04:10 PM IST

નર્મદા ડેમને લઇને CM રૂપાણીએ મધ્ય પ્રદેશ સરદારને આપ્યો જવાબ, ‘ડેમ ભરવો અમારો અધિકાર છે’

ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે મધ્ય પ્રદેશી સરકારને જવાબ આપતા કહ્યું કે, સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે. 

Sep 13, 2019, 04:02 PM IST
PM Modi To Visit Gujarat On 17th September PT2M26S

પીએમ મોદી 17 સપ્ટેમ્બરે લઈ શકે છે નર્મદા ડેમની મુલાકાત

જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની થશે ઉજવણી.નર્મદા ડેમ પર ભવ્ય આયોજન માટે બેઠકમાં લેવાયો નિર્ણય.

Sep 13, 2019, 04:00 PM IST

નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

Sep 13, 2019, 03:41 PM IST
Gujarat: State Govt. To Celebrate As Narmada Dam Might Get Completely Filled With Water PT2M46S

જુઓ પીએમ મોદીના જન્મદિવસની રાજ્યમાં કેવી રીતે કરાશે ઉજવણી

જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની થશે ઉજવણી.નર્મદા ડેમ પર ભવ્ય આયોજન માટે બેઠકમાં લેવાયો નિર્ણય.

Sep 13, 2019, 01:50 PM IST

કેવડીયા કોલોની : 13 વર્ષની બાળકી ખાડીમાં નાહી રહી હતી, અચાનક પાણી વધ્યું અને...

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે નર્મદા કાંઠે આવતા અનેક ગામો અને વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આવામાં પાણીના ધસમસતા પ્રવાહમાં 13 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. જેને પોલીસ તથા સ્થાનિક લોકોએ દોરડું નાંખીને બચાવી હતી. 

Sep 13, 2019, 11:42 AM IST

નર્મદા ડેમ 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર દોઢ મીટર બાકી, હાલ 23 દરવાજા ખુલ્લા

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

Sep 13, 2019, 10:19 AM IST
17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શકયતા, જુઓ શું કરી શકે છે રૂપાણી સરકાર PT2M11S

17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શકયતા, જુઓ શું કરી શકે છે રૂપાણી સરકાર

આજે સાંજે આયોજનને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે બેઠક, જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની થશે ઉજવણી.નર્મદા ડેમ પર ભવ્ય આયોજન માટે બેઠકમાં ચર્ચા થશે.

Sep 12, 2019, 04:45 PM IST

ગુજરાત માટે આગામી વર્ષ પાણીદાર સાબિત થશે, 118 ટકા વરસાદથી 80 ડેમ છલકાયા

ગુજરાતભરમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. ગુજરાતના બધા જ ડેમ ભારે વરસાદને કારણે છલકાયા છે. હાલ રાજ્યના 47 તાલુકાઓમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો છે. આંકડા પર નજર કરીએ તો, રાજ્યનો સરેરાશ વરસાદ ૧૧૮.૧૧ ટકા નોંધાયો છે. એટલે કે 100 ટકાથી ઉપર 18 ટકા વરસાદ પડ્યો છે. જેને કારણે રાજ્યના 80 જળાષયો 100 ટકાથી વધુ ભરાયા છે, તો 68 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. આમ, ગુજરાત માટે આગામી વર્ષ પાણીદાર સાબિત થશે તે નક્કી.

Sep 12, 2019, 03:12 PM IST

સરદાર સરોવર ડેમ 136.74 સપાટીએ પહોંચતા 23 ગેટ ખોલાયા, 23 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. ત્યારે હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જો કે, ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થઇ છે

Sep 11, 2019, 09:05 AM IST

નર્મદા ડેમ ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટરની સપાટીએ, 23 દરવાજા ખોલાયા

સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટર પહોંચી છે. હાલ 6,76,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલીને 5,84,915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

Sep 10, 2019, 08:03 PM IST
Samachar Gujarat 10092019 PT26M31S

રાજ્યમાં ભારે વરસાદના પગલે શું છે સ્થિતિ? જુઓ 'સમાચાર ગુજરાત'

નર્મદા ડેમમાંથી છોડાશે 8 લાખ ક્યુસેક પાણી, નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ.સાંજે 10 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાવાની સંભાવના,લોકોને સલામત સ્થળે ખસેડી લેવા જિલ્લા કલેકટરની સૂચના.

Sep 10, 2019, 03:50 PM IST
Bharuch: 8 Cusec Water Will Be Released From Narmada Dam PT2M37S

નર્મદા ડેમમાંથી છોડાશે 8 લાખ ક્યુસેક પાણી, નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ

સાંજે 10 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાવાની સંભાવના,લોકોને સલામત સ્થળે ખસેડી લેવા જિલ્લા કલેકટરની સૂચના.

Sep 10, 2019, 03:40 PM IST

MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત

સરદાર સરોવરને લઈને મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે તૂ તૂ-મેં મેં એટલી વધી ગઈ છે કે, મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળમય બન્યા છે. ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર ડૂબાણની સંકટનો સામનો કરવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું. 

Sep 9, 2019, 04:01 PM IST

ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા

ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ. સારા વરસાદને કારણે રાજ્યના 72 જળાશયો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 22 જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. 

Sep 9, 2019, 03:27 PM IST

ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેલા લાગી છે. જેને કારણે હાલ ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની આસપાસના ગામોને અલર્ટ રહેવા સૂચના અપાઈ છે. 

Sep 9, 2019, 11:30 AM IST

મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 22 દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

Sep 9, 2019, 09:37 AM IST
Dy. CM Nitin Patel Speaks About Heavy Rains In Gujarat PT2M2S

મેઘરાજાએ ગુજરાતમાં ખૂબ મહેર વરસાવી: Dy CM નીતિન પટેલ

મેઘરાજાની મહેરને લઈ નીતિન પટેલનું નિવેદન, કહ્યું 'નર્મદા સહિતના ડેમમાં પુષ્કળ પાણીની આવક'

Sep 8, 2019, 04:05 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મૂકાયેલું મહાકાય ડાયનાસોરનું સ્ટેચ્યુ પડી ગયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે ડાયનાસોર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ નર્મદા ડેમ નજીક પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું હતું. આ ઘટના કેવી રીતે બની હજી સુધી તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. આ ડાયનાસોરને નર્મદા ડેમ જતા રસ્તામાં મૂકવામાં આવનાર હતા.

Sep 8, 2019, 09:35 AM IST
CM Rupani Speaks About Increasing Water Level In Sardar Sarovar Dam PT1M1S

નર્મદાઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જુઓ CM રૂપાણીએ શું કહ્યું

નર્મદા ડેમની જળસપાટી 135.75 મીટરે પહોંચી, ડેમમાં થઈ રહી છે 3 લાખ ક્યુસેક પાણીની આવક.

Sep 6, 2019, 02:25 PM IST