navratri

Rajpath and karnavati club cancel two days garba celebration PT14M37S

કર્ણાવતી અને રાજપથની પહેલા બે નોરતાની ઉજવણી કેન્સલ કારણ કે..

નવરાત્રીને આડે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વરસાદની આગાહીના પગલે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ ગરબા રદ કર્યા છે.

Sep 28, 2019, 03:30 PM IST

રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel

આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે.

Sep 28, 2019, 02:50 PM IST
Situation of Garba organisers in Gujarat PT10M29S

સમગ્ર ગુજરાતના ગરબા આયોજકો વરસાદી માહોલને કારણે પડ્યા ચિંતામાં

ગુજરાતમાં આ વખતે ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકોમાં નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. કારણ કે એક-બે દિવસ નહીં પણ અડધી નવરાત્રી વરસાદ બગાડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સંજોગોમાં સમગ્ર ગુજરાતના ગરબા આયોજકો ચિંતામાં પડ્યા છે.

Sep 28, 2019, 11:40 AM IST
Rain prediction during Navratri PT6M33S

આ વખતે ચોમાસું બગાડશે અડધી નવરાત્રી!

ગુજરાતમાં આ વખતે ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકોમાં નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. કારણ કે એક-બે દિવસ નહીં પણ અડધી નવરાત્રી વરસાદ બગાડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Sep 28, 2019, 11:35 AM IST

ચોમાસું: આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, ખેલૈયાના રંગમાં પડશે ભંગ

હવામાન ખાતા અનુસાર આગામી 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડે તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ 129.43 ટકા રહ્યો છે. રાજ્યના કુલ જળાશયોમાંથી 102 જળાશય 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. 

Sep 27, 2019, 04:53 PM IST
Situation of rain during Navratri PT2M44S

વરસાદ બગાડશે નવરાત્રિ? સવાલનો જવાબ જાણવા કરો ક્લિક

અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હજુ આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદની સંભાવના છે. બીજી તરફ નવરાત્રિના આડે બે દિવસ બાકી છે ત્યારે વરસાદમાં નવરાત્રિ બગડશે. વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો અને ખૈલેયાઓમાં નિરાશા જોવા મળી રહી છે.

Sep 27, 2019, 02:10 PM IST

મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો

રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

Sep 27, 2019, 10:22 AM IST

અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા

અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. 

Sep 27, 2019, 07:46 AM IST

મોડી રાત્રે અમદાવાદમાં મેધરાજાની જોરદાર બેટીંગ, અનેક વિસ્તારોમાં વરસાદ

શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે ધોધમારા વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.

Sep 26, 2019, 11:13 PM IST

રાજકોટમાં બન્યું 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતું ‘બાહુબલી કેડીયું’

નવરાત્રીમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસીસનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ટ્રેડિશનલ ડ્રેસીસનો બિઝનેસ કરતા મોનિક ભાઈએ બાહુબલી કેડિયું બનાવ્યું છે, તે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેડિયાનું વજન આશરે 25 કિલો છે. અને તેમાં 5 હજાર જેટલા મિરર ફિટ કરવામાં આવ્યા છે. 

Sep 26, 2019, 06:03 PM IST
Thanganat : Special programme about Navratri PT14M57S

થનગનાટ : નવરાત્રિના ખાસ કાર્યક્રમમાં શીખો વોટરપ્રુફ મેકઅપની ટેકનિક

થનગનાટ એટલે કે નવરાત્રિના ખાસ કાર્યક્રમમાં શીખો વોટરપ્રુફ મેકઅપની ટેકનિક

Sep 26, 2019, 05:45 PM IST
Rain prediction of Gujarat PT1M4S

વરસાદ ખૈલેયાઓની બગાડી શકે છે નવરાત્રિ કારણ કે...

રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં વરસાદ ગરબાપ્રેમીઓની નવરાત્રિ બગાડી શકે છે.

Sep 26, 2019, 10:55 AM IST
Surat Navratri 25092019 PT5M10S

થનગનાટ: સુરતનાં ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ

થનગનાટ: સુરતનાં ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છેકે સામાન્ય વર્ષની તુલનાએ આ વર્ષે મંદી વધારે જોવા મળી રહી છે.

Sep 25, 2019, 06:30 PM IST

નવરાત્રીની તૈયારીઓમાં લાગ્યા ખેલૈયાઓ, ટ્રાફિક નિયમોના TATOO બન્યા ટ્રેન્ડ

29 સપ્ટેમ્બરે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં જોરોશોરોથી તેની તૈયારી થઈ રહી છે. આ નવરાત્રિમા એક તરફ ટેટુ પણ એટલું જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ નવરાત્રિમાં યુવાનો અને યુવતીઓએ ટ્રાફિક નિયમોના પણ ટેટુ કરાવ્યા છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.
 

Sep 25, 2019, 05:44 PM IST
Youth Of Rajkot Started Preparing To Look Beautiful For Navratri PT2M50S

નવરાત્રિને લઇને રાજકોટના ખેલૈયાઓ સુંદર દેખાવા શરૂ કરી તૈયારીઓ

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે નવરાત્રિમાં સુંદર દેખાવા અને સારા ગરબા રમવા માટે ખેલૈયાઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે. બીજી તરફ સુંદર દેખાવવા માટે હેર સ્ટાઇલ, હેર કલર, મેકઅપ, ફેસિયલ જેવી હેર ટ્રિટમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે.

Sep 25, 2019, 01:10 PM IST

નવરાત્રીની તૈયારીઓ શરૂ, રાજકોટમાં આ વખતે રીયલ પેઇન્ટીંગ ચણીયા ચોલીનો ક્રેઝ

નવરાત્રી શરૂ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બજારમાં અત્યારથી જ રોનક જોવા મળી રહી છે. કોઈક પાર્લરમાં પોતાની અપોઈન્મેન્ટ બુક કરાવી રહ્યુ છે. તો કોઈ નવરાત્રીના નવ દિવસમા ક્યાં પ્રકારના રંગ બે રંગી ટ્રેડિશ્નલ ચણીયા ચોલી પહેરશે તેના બુકીંગ કરાવી રહ્યુ છે. ત્યારે આ વર્ષે નવરાત્રીને અનુલક્ષી માર્કેટમા ચણીયા ચોલીમા અનેક પ્રકારની નવી ડિઝાઈન આવી છે. 

Sep 21, 2019, 05:44 PM IST

ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું, હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. 

Sep 21, 2019, 08:56 AM IST

દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન

ભારતીય રેલવે બોર્ડ(Indian Railway Board)ના ચેરમેન વિનોદકુમાર યાદવે મંગળવારે જણાવ્યું કે, દિલ્હી-કટરા વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પુરી થઈ ચુકી છે. હવે આ ટ્રેન નવરાત્રીના દિવસથી શરૂ કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ માટે આ એક મોટી ભેટ હશે. 

Sep 17, 2019, 05:46 PM IST

રાજકોટીયન્સનો નવરાત્રીમાં તંદુરસ્તીને અનુલક્ષીને નવો ટ્રેન્ડ ‘યોગા વિથ દાંડિયા’

કંઈક નવું વિચારવા અને નવું કરવાનો શોખ અને ટેવ ધરાવતા રાજકોટીયન્સમાં ક્યારેય નાવીન્ય નો અભાવ રહેતો નથી. રાજકોટવાસીઓના લોહીમાં જ સતત બદલાવ અને પરિવર્તનની ભાવના રહે છે શહેરીજનો દાંડિયા વિથ યોગાના એક નવાજ ટ્રેન્ડ તરફ વળ્યાં છે. 

Jul 9, 2019, 06:22 PM IST