navratri

ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ બોલાવી તલવાર રાસ-ગરબાની રમઝટ

 આ બહેનો છેલ્લા ઘણા દિવસથી નિયમીત તલવાર રાસની તૈયારી કરી રહી છે તેથી તલવાર રાસ નિહાળવા લોકોને ઉમટી પડ્યા હતા સાથે સાથે ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા માતાજી ગરબી તેમજ નાની બાળાઓ દ્વારા માતાજીનાં જુદા-જુદા સ્વરૂપ જોવા મળ્યા હતા.

Oct 16, 2018, 09:57 AM IST

ગુજરાતના આ મંદિરમાં નવરાત્રીએ ખેલાય છે તલવારબાજી

રાજપીપળામાં હરસિદ્ધી માતાના મંદિરની નવરાત્રિ હોય છે ખાસ  રાજપૂત યુવાનો તલવારથી બતાવે છે કરતબો 

Oct 15, 2018, 05:55 PM IST

રાજપૂત યુવાનોનું શૌર્ય : દોઢ કલાક સુધી સતત તલવારબાજી કરી

નવરાત્રિમાં મા શક્તિને પૂજવાનો અનોખો મહિમા છે ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા પૌરાણિકમાં અનોખી રીતે હરસિદ્ઘી માતાની ભક્તિ થાય છે. 418 વર્ષ જૂનું આ મંદિરમાં બિરાજમાન હરસિદ્ધી દેવી રાજપૂતોની કુળદેવી છે. ત્યારે આ મંદિરમાં રાજપૂત યુવાનો તલવારબાજીથી માતાને રિઝવે છે. 

Oct 15, 2018, 04:55 PM IST

છઠ્ઠા નોરતે કરો મા કાત્યાયનીની પૂજા, આવી રીતે પૂજા કરવાથી પ્રસન્ન થશે દેવી

 આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતુ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની માતાની પૂજા થાય છે. માતા કાત્યાયનીના સ્વરૂપને કરુણામયી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધું હતું.

Oct 15, 2018, 10:52 AM IST

Pics : આ મામલે એક જેવા છે PM મોદી અને CM યોગી આદિત્યનાથ

નવરાત્રિના નવ દિવસ માતાની પૂજાનું વિધાન છે. આ દિવસોમાં મા દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે મંગળ કામના માટે કળશ સ્થાપના કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે આ નવ દિવસ બહુ જ મહત્ત્વના બની જાય છે. બંને હસ્તીઓ નવેનવ દિવસ ઉપવાસ કરે છે. 

Oct 14, 2018, 11:49 AM IST

વિપક્ષના નેતા રંગાયા નવરાત્રિના રંગમાં, ગરબા રમી ધાનાણીએ વગાડ્યો ઢોલ

પરેશ ધાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નવરાત્રિનાં ચોથા નોરતે પરેશ ધાનાણીએ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Oct 14, 2018, 11:41 AM IST

સળગતી ઈંઢોળી સાથે નાની બાળાઓએ કર્યો રાસ, પ્રાચીન ગરબી બની આકર્ષણનું કેન્દ્ર

સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સળગતી ઈંઢોળીનો રાસ જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ પણ થઈ જાય છે. 

Oct 14, 2018, 10:55 AM IST

PM મોદીએ લખ્યો ગરબો, ઐશ્વર્યા મજમુદારના કંઠે ગવાયો, અને અંધ બાળકીઓ ગરબે ઝૂમી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિક આવડતથી તો હવે અન્ય દેશોના પ્રધાનો પણ વાકેફ થઈ ગયા છે. તેમને રાજનીતિના ચાણક્ય કહી શકાય. પરંતુ રાજકારણ ઉપરાંત તેઓ લેખન, વાંચન અને સાહિત્યની કળા પણ નિપુણતા ધરાવે છે. એકવાર ફરીથી વડાપ્રધાન મોદીની કલા ક્ષેત્રની રચના જોવા મળી છે. જેમાં તેમણે એક ગરબો લખ્યો છે, અને તેના પર અમદાવાદની અંધ કન્યા પ્રકાશ ગૃહની વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમી રહી છે.

Oct 13, 2018, 05:27 PM IST

Video : ભૂજની ગલીઓમાં ચણિયાચોળી ખરીદવા નીકળી સોનાક્ષી સિન્હા

નવરાત્રિના પર્વમાં ગુજરાત આવેલી આ એક્ટ્રેસ ખુદને ગરબાથી દૂર રાખી શકી ન હતી. ભુજની ખાનગી હોટેલમાં રોકાયેલી સોનાક્ષી શુક્રવારે સાંજે ટાઉનહૉલ પાસે ફૂટપાથ પર ચણિયાચોળી વેચતાં ફેરિયાઓ પાસે ચણિયાચોળી ખરીદવા પહોંચી ગઈ હતી

Oct 13, 2018, 10:07 AM IST

નવરાત્રી 2018: જાણો માતાજીના ત્રીજા સ્વરૂપ દેવી 'ચંદ્વઘંટા' વિશે

મા દુર્ગાની ત્રીજી શક્તિ મા ચંદ્વઘંટાના નામથી પ્રસિદ્ધ છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્વમા સુશોભિત છે. સોના સમાન તેમનું ચમકતું તેજોમય સ્વરૂપ છે. તેમના દસ હાથ છે, જેમાં અસ્ત્ર-શસ્ત્ર લઇને મા સિંહ પર બિરાજમાન છે. મા રાક્ષસોના વિનાશ માટે યુદ્ધમાં પ્રસ્તા કરવા તૈયાર છે. માન્યતા છે કે તેમના ઘંટની ધ્વનિ સાંભળીને દૈત્ય, રાક્ષસ વગેરે ભાગી જાય છે.

Oct 12, 2018, 12:06 PM IST

ન આવડતા હોય તોય ગમે તે રીતે ગરબા રમો, કેમ કે થાય છે આ અઢળક ફાયદા

નવરાત્રિનું મહત્વ શ્રદ્ધા સાથે જોડાયેલું છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તે બહુ જ મહત્ત્વનું છે. નવરાત્રિની કેટલીક પ્રથાઓ એટલી ફાયદાકારક છે, કે તેને 9 દિવસ અપનાવવી જોઈએ. 

Oct 12, 2018, 12:01 PM IST

નવરાત્રી : બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની કરો આરાધના, મળશે આ ફળ !!

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.  આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર.

Oct 11, 2018, 06:33 PM IST

નવરાત્રી : રોજ ગવાતી આદ્યા શક્તિ આરતીના અર્થમાં છુપાયેલા રહસ્યો, શું તમે જાણો છો?

આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડ્યાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે.

Oct 11, 2018, 05:05 PM IST

અંબાજીમાં આરતીનો સમય બદલાયો, નવરાત્રિમાં જતા પહેલા જાણી લેજો....

 ભાદરવી પૂનમ બાદ અંબાજીના મંદિરમાં નવરાત્રિનું અનેરુ મહત્ત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અંબાજી મંદિર ભક્તોથી ભરાઈ જાય છે. નવરાત્રિમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે. 

Oct 9, 2018, 05:24 PM IST

નવરાત્રિમાં થાય છે માના આ 9 સ્વરૂપોની પૂજા, Photos

प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।

Oct 9, 2018, 03:55 PM IST

નવરાત્રીમાં નવો ટ્રેંડ: ધૂમ મચાવશે બુલેટ ટ્રેન, Save Lion, અને મોદીનું સ્વચ્છતા મિશન

નવાઇની વાત તો એ છે કે આ નવરાત્રીમાં યુવાઓમાં હાથ અને પીઠ પર સેવ લાયન, બુલેટ ટ્રેન અને નરેન્દ્ર મોદી મેઇક ઇન ઇન્ડિયાનાં સ્વચ્છતા મિશન અને મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી સર્વિસના ટેટૂ દોરવવાનો ડિમાન્ડમા છે.

Oct 9, 2018, 03:36 PM IST

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

માતાનો કોઇપણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ એટલે કે કોમળ મનથી સારૂ ફળની ઇચ્છા કરશે, તો મા અંબા તેની ઇચ્છા પૂર્ણ કરશે. સમગ્ર દેશમાં શરદ નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે.

Oct 9, 2018, 10:58 AM IST

નવરાત્રીમાં ચાલી પોમ પોમની ફેશન, પાઘડીઓ પણ રંગ જમાવશે, Photos

નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની બધી જ વસ્તુઓ પહેરવી જરૂરી બની જાય છે. કેમ કે આ તો લૂકની ડિમાન્ડ છે ભાઈ. ટીકા, ઈયરિંગ્સ, નોઝ રિંગ્સ, બેંગલ્સ, ચાંદલો, નથની, લિપસ્ટીક, નેકલેસ, બંગડીઓ, બ્રેસલેટ, ઝાંઝર આ બધા વગર જાણે યુવતીઓનો લૂક મોળોફિક્કો પડતો હોય તેવું લાગે છે.

Oct 8, 2018, 05:12 PM IST

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, લુબાન ચક્રવાતની અસર નહિવત થતા સંકટ ટળ્યું

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. જો કે બંને સિસ્ટમથી ગુજરાતમાં કોઇ અસર અસર જોવા નહિ મળે સતર્કતાને પગલે તમામ પોર્ટ પર 2 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Oct 8, 2018, 04:38 PM IST

આજથી દેવીની ઉપાસના કરવાના પર્વની શરૂઆત, આ પહેલા નવરાત્રિનું મહત્ત્વ સમજી લેજો

આજથી માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતભરમાં 9 દિવસ સુધી એકતરફ ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે, તો બીજી તરફ આસ્થાનો માહોલ જોવા મળશે. ચૈત્રી નવરાત્રિ એટલે સાધના અને ઉપાસનાનું પર્વ. શાસ્ત્રોમાં આ નવરાત્રિનું અનેરુ મહત્ત્વ જોવા મળે છે. આ નવરાત્રિમાં પૂરા મનથી ભક્તિ કરવાથી મા અંબા પ્રસન્ન થાય છે.

Oct 8, 2018, 02:05 PM IST