Nepal Gen-Z protest: ભારતની સરહદે આવેલા નેપાળના બારા જિલ્લાના અનેક વિસ્તારોમાં Gen-Z યુવાનો અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થયા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.
નેપાળમાં અરાજકતાવાળા માહોલ વચ્ચે અનેક ગુજરાતી પ્રવાસીઓ હાલ ત્યાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના 43 લોકો નેપાળમાં ફસાયા હોવાની માહિતી છે.
નેપાળ ભડકે બળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પદેથી રાજીનામું આપ્યું છે છતાં જનતાનો ગુસ્સો શાંત થયો નથી. પીએમના એક નિર્ણયે સમગ્ર નેપાળને મોટા સંકટમાં ધકેલી દીધુ છે. હવે દરેકના મનમાં એક જ વિચાર છે આગળ શું? શું નેપાળમાં હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહીની વાપસી થશે?