પહેલાગામ આતંકી હુમલા અંગે એક રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ આ ઘટનામાં પાકિસ્તાનના નેતાઓ દ્વારા નિર્દેશ અપાયા હોવાના સંકેતો મળી રહ્યા છે. વધુ વિગતો જાણો.
G-7 on India Pakistan: પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા G-7 દેશોએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાને આ તણાવપૂર્ણ સ્થિતિમાં મહત્તમ સંયમ રાખવો જોઈએ. નિવેદનમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
India Attack Date: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાની મંત્રીઓએ દાવો કર્યો છે કે ભારત ટૂંક સમયમાં હુમલો કરવા જઈ રહ્યું છે. ડર વચ્ચે, પાકિસ્તાને LoC પર સૈનિકોની તૈનાતી પણ વધારી દીધી છે. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનરે એક મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં હુમલો કરવા જઈ રહ્યું છે.
India at war: શું પહેલગામ આતંકવાદી હુમલાએ ભારતને યુદ્ધની અણી પર લાવી દીધું છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે, કારણ કે 140 કરોડ દેશવાસીઓનો ગુસ્સો પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યો છે. શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? જો ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મિસાઇલોનો વરસાદ થાય, તો તેનો ખર્ચ કેટલો થશે તેનો અંદાજ લગાવો.
Tanot Mata Temple : 17 નવેમ્બર, 1965ની સવારથી પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની તનોટ ચોકી પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેનાએ મંદિરની આસપાસ લગભગ 3 હજાર બોમ્બ ફેંક્યા. પરંતુ માતા તનોટે એવો ચમત્કાર કર્યો કે પાકિસ્તાની સેનાને ભાગવું પડ્યું.
Pahalgam Terrorist Attack: પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દેશવાસીઓમાં ગુસ્સો છે. આ અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ રહ્યો છે. આ દરમિયાન, ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી અને આ નદીનું પાણી બંધ કરી દીધું.
Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ વિવિધ એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી રહી છે. આ વચ્ચે સામે આવ્યું કે આતંકી હુમલાને અંજામ આપવામાં એક સ્થાનીક આતંકવાદી પણ સામેલ હોઈ શકે છે. તમે પણ જાણો કોણ છે આ વ્યક્તિ..
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોમાં જો યુદ્ધની સ્થિતિ આવે છે તો 'કરાચી પોસ્ટ બ્લોકેજ' ભારત માટે સૌથી મોટું રણનીતિક હથિયાર બની શકે છે. આ તે રણનીતિ છે જેણે 1971ના ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાનની કમર તોડી દીધી હતી.
Pahalgam Terrorist Attack: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પોર્ટલની વેબસાઇટ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા. મોટાભાગના પર્યટકો હતા. અનેક ઘાયલ થયા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ જોવા મળી રહ્યો છે. ભારત એક્શન મોડમાં છે અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે.
Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશ આક્રોશમાં છે. ત્યારે કાશ્મીરના ત્રાલમાં હુમલામાં સંડોવાયેલો હોવાનું કહેવાતા આતંકી આસિફ શેખ અને આદિલના ઘર ધ્વસ્ત કરાયા છે.
Pahalgam Terrorist Attack: પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ દેશ વિદેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકાએ ખુલીને ભારતને સપોર્ટ કર્યો છે. જાણો શું કહ્યું અમેરિકાએ....
Amit Shah Meet President : શાહ-જયશંકરે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી આપી... સેના પ્રમુખ કાલે શ્રીનગર જશે, રશિયન મીડિયાએ કહ્યું- ભારત કંઈક મોટું કરવાનું છે
Pahalgam Viral Video: પહેલગામ આતંકી હુમલા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારી આંખો ગુસ્સા અને આંસુથી ભરાઈ જશે.
Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી અપાયેલી જાણકારી મુજબ આ ત્રણેય આતંકીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમાંથી બે પાકિસ્તાનના છે. મૂસા અને તલ્હા પાકિસ્તાની નાગરિક છે. ત્રણેય પર પોલીસે 20-20 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જે પણ તેમના વિશે જાણકારી આપશે તેમને આ રકમ પોલીસ તરફથી અપાશે. 22 એપ્રિલના રોજ પહલગામમાં પર્યટકોને નિશાન બનાવીને મોતનું તાંડવ કરી 26થી વધુ લોકોના જીવ લીધા. અનેક લોકો ઘાયલ છે. હુમલા બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ પણ એક્શન મોડમાં છે.
Pahalgam Attack Victim's Wife : પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શખ્સની પત્નીએ એ ક્ષણની ભયાનકતા યાદ કરતા કહ્યું, બધું માત્ર ગણતરીના સેકન્ડોમાં થયું, હું કંઈ કરી શક્તી ન હતી
What Is Kalama: જમ્મુ અને કાશમીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. આતંકવાદીઓએ પહલગામમાં લોકોને કલમા પઢવાનું કહ્યું અને જે લોકો કલમા પઢી શક્યા નહીં તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કલમા પઢવાના કારણે એક પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્ય પહલગામમાં થયેલા આતંકી હુમલા દરમિયાન બચી ગયા. આખરે આ કલમા શું છે તે પણ જાણો.
PM Modi Speaks on Pahalgam Attack: પીએમ મોદીએ આજે બિહારની ધરતી પરથી પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરો, ષડયંત્રકારોને મોટી ચેતવણી આપી છે અને કડક શબ્દોમાં હુંકાર ભરીને કહ્યું કે કલ્પના કરતા પણ મોટી સજા મળશે.
Kashmiri Pandit History: પહેલગામ આતંકી હુમલાને લઈ કાશ્મીર ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાશ્મીરનો ઈતિહાસ પણ લોકો શોધવામાં પણ વ્યસ્ત છે. આજે ઘાટીની 97 ટકા વસ્તી મુસ્લિમ છે, પરંતુ હજારો વર્ષ પહેલાં આવું નહોતું, જાણો શું છે ઇતિહાસ?
રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓ શ્રીનગરમાં ફસાયા હોવાની વાત સામે આવી છે. રાજકોટના કુલદીપસિંહ નકુમના પરિવારમાં ડરમાં કલાકો કાઢી રહ્યો છે. કુલદીપસિંહ નકુમ અને રૂચિ નકુમ ફસાયા છે અને શ્રીનગરમાં હોટેલ અને રિસોર્ટમાં ફસાયા છે. પરિવારજનોએ કહ્યું, અમારા સંતાનોને ખૂબ જ ડર લાગી રહ્યો છે.
Ban Movie: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. લોકો સોશિયલ મીડિયા પર આ હુમલા અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. હવે આ હુમલા બાદ લોકો બોલિવૂડ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે અને દરેક લોકો આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. અહીં માર્યા ગયેલા 26 પ્રવાસીઓમાંથી એક શૈલેષ કળથીયા પણ આ આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા હતા. તે પોતાના પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરવા કાશ્મીર પહોંચ્યા હતા.