Ahmedabad Airport Plane Crash: અમદાવાદ એરપોર્ટ નજીક આ વિમાન દુર્ઘટના બની હતી અને એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાના બે મિનિટ પછી જ જમીન પર પડી ગયું. આ પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અને ચારે બાજુ કાળો ધુમાડો દેખાવા લાગ્યો. હવે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, NDRF અને BSFની ટીમો બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Plane crash near Ahmedabad airport: અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ટેકઓફ થયા બાદ મોટી દુર્ઘટના સર્જાય છે. જાણકારી પ્રમાણે આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં આ પ્લેન ક્રેશ થયું છે.