police

Samachar Gujarat: Gold And Silver Dinner Set For USA President Trump PT15M12S

સમાચાર ગુજરાત: USAના રાષ્ટ્રપતિ ટ્રંપ સોનાની થાળીમાં જમશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે અને આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોદી અને ટ્રમ્પના આ મેગા શોની સાક્ષી દુનિયા બનવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસ પહેલા વાસણોને લઈને પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.

Feb 22, 2020, 08:30 PM IST
Watch Important News February 22 In News Room Live PT22M54S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

ટ્રમ્પ અને મોદીની અમદાવાદ મુલાકત મામલે અમદાવાદ પોલીસે બંનેને સુરક્ષા આપવા તૈયારી પૂર્ણ કરી છે. બંનેની મુલાકત દરમ્યાન હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે. અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રિહર્સલની શરૂવાત કરી હતી. મોદી અને ટ્રમ્પના આખાય રૂટ પર પોલીસ રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમ્યાન ક્ષતિ દેખાશે તો દૂર કરવામાં આવશે.

Feb 22, 2020, 08:00 PM IST
Fatafat News: Air Patrolling On Route Of Trump Visit PT20M53S

ફટાફટ ન્યૂઝ: ટ્રંપની મુલાકાતના રૂટ પર કરાયું એર પેટ્રોલિંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ અમદાવાદ એરપોર્ટથી લઇને મોટેરા સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટરથી આકાશી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Feb 22, 2020, 07:25 PM IST
Grand Security Rehearsal In Ahmedabad PT12M24S

નમસ્તે ટ્રંપ: અમદાવાદમાં સતત બીજા દિવસે ગ્રાન્ડ સુરક્ષા રિહર્સલ

ટ્રમ્પ અને મોદીની અમદાવાદ મુલાકત મામલે અમદાવાદ પોલીસે બંનેને સુરક્ષા આપવા તૈયારી પૂર્ણ કરી છે. બંનેની મુલાકત દરમ્યાન હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે. અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રિહર્સલની શરૂવાત કરી હતી. મોદી અને ટ્રમ્પના આખાય રૂટ પર પોલીસ રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમ્યાન ક્ષતિ દેખાશે તો દૂર કરવામાં આવશે.

Feb 22, 2020, 06:40 PM IST
Greetings From NRI Families Over Welcome Trump PT4M17S

નમસ્તે ટ્રંપ કાર્યકર્મને લઇને NRI પરિવારોમાં ઉત્સાહ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને મૂળ ગુજરાતી અને અમેરિકામાં વસતા એનઆરઆઈ પરિવારોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયેલા અનેક પરિવારો દર વર્ષે શિયાળામાં ભારત આવી જતા હોય છે. જોકે, આ તમામ પરિવારોને જ્યારે ખબર પડી કે, 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું છે ત્યારે તેઓ દ્વારા પોતાનાની અમેરિકા પરત જવાની તારીખોમાં બદલાવી દેવામાં આવી હતી અને જૂની ટીકીટ કેન્સલ કરાવીને નવી ટીકીટ લીધી છે.

Feb 22, 2020, 06:30 PM IST
Made A Rice Collage Of PM Modi And Trump PT3M52S

નમસ્તે ટ્રંપ: PM મોદી અને ટ્રંપના ચોખામાંથી બનાવવામાં આવ્યું કોલાજ

નમસ્તે ટ્રંપ: PM મોદી અને ટ્રંપના ચોખામાંથી બનાવવામાં આવ્યું કોલાજ

Feb 22, 2020, 06:00 PM IST
Police Towing A Police Car From Motera Stadium In Ahmedabad PT3M13S

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસેથી પોલીસે પોલીસની ગાડી કરી ટોઇંગ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસેથી પોલીસે પોલીસની ગાડી ટોઇંગ કરી હતી.

Feb 22, 2020, 06:00 PM IST
Patrolling By Helicopter From Airport To Motera Stadium To Take On Trump Security PT3M4S

ટ્રંપની સુરક્ષાને લઇ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ અમદાવાદ એરપોર્ટથી લઇને મોટેરા સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટરથી આકાશી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Feb 22, 2020, 05:55 PM IST
Flag Of Both Countries Will Be Greeted At Modi And Trump Roadshow PT1M35S

નમસ્તે ટ્રંપ: મોદી-ટ્રંપના રોડ શોમાં બંને દેશના ધ્વજ ફરકાવી કરાશે અભિવાદન

મોદી-ટ્રંપના રોડ શોની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં રોડ શોમાં આવનારા લોકોને બન્ને દેશના રાષ્ટ્રધ્વજ અપાશે. ભારત-અમેરિકાના કાગળના રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. રોડ શો દરમ્યાન ધ્વજ ફરકાવી અભિવાદન કરવામાં આવશે.

Feb 22, 2020, 05:55 PM IST
Tight Police Arrangements In Sabarmati River PT3M8S

ટ્રંપના આગમનને લઇ સાબરમતી નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ સાબરમતી નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Feb 22, 2020, 05:55 PM IST
Ahmedabad Police Rehearsal Of Trump And Modi Security PT22M43S

અમદાવાદ પોલીસે ટ્રંપ-મોદીની સુરક્ષાનું કર્યું રિહર્સલ

ટ્રંપ અને મોદીની અમદાવાદ મુલાકત મામલે અમદાવાદ પોલીસે બંનેને સુરક્ષા આપવા તૈયારી પૂર્ણ કરી છે. બંનેની મુલાકત દરમ્યાન હજારોની સંખ્યામાં પોલીસ તહેનાદ રહશે. અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રિહર્સલની શરૂવાત કરી હતી. મોદી અને ટ્રંપના આખાય રૂટ પર પોલીસ રિહર્સલ કરશે. રિહર્સલ દરમ્યાન ક્ષતિ દેખાશે તો દૂર કરવામાં આવશે.

Feb 21, 2020, 07:10 PM IST
Jamnagar Municipal Education Committee Chairman Slapped By Police PT2M47S

જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે ઝીંક્યો લાફો

જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અરજી મામલે પોલીસ તપાસ કરવા આવી એ સમયે વચ્ચે પડતાં માર માર્યો હતો. કોઈ પણ વગર વાંકે પોલીસે ચેરમેનને માર મારતાં માહોલ ગરમાયો હતો. મેયર સહિત ભાજપના તમામ નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

Feb 20, 2020, 10:45 PM IST

ઉદ્યોપતિનું અપહરણ થયું 50 લાખની ખંડણી ચુકવાઇ ફરિયાદ ન થઇ પછી અચાનક એક દિવસ...

ઔધોગિક નગરી વાપીના એક જાણીતા ઉદ્યોગપતિનું થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું. અપહરણકારોએ ઉદ્યોગપતિના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલી અને ત્યારબાદ ઉદ્યોગપતિને છોડ્યો હતો. જોકે ઘટનાને  દિવસો વિત્યા બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. આથી  પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણનો ભેદ ઉકેલ્યો છે. અત્યારે વાપી પોલીસે અપહરણના આ સનસનીખેજ મામલામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી. 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ આ મામલામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યો છે. 

Feb 20, 2020, 09:23 PM IST

નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી

ટ્રમ્પની અમદાવાદ મુલાકત મુદ્દે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચને આખરી ઓપ આપી દીધો છે. આવતી કાલથી અમદાવાદ પોલીસ એરપોર્ટથી લઇ આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં રિહર્સલ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ લેયરમાં ટ્રમ્પની સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે.

Feb 20, 2020, 07:56 PM IST

ડમ્પર ચાલકે અટફેટે લેતા વૃદ્ધનું મોત, ટ્રાફિક પોલીસની કેબિનમાં તોડફોડ કરી

વડોદરાના મકરપુરા સુશેન સર્કલ પાસે ડમ્પર ચાલકે સ્કુટી સવાર વૃદ્ધને અડફેટે લેતાં સ્કુટી સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જેથી લોકોના ટોળાએ ડમ્પરમાં અને ટ્રાફિક પોલીસની કેબિનમાં ભારે તોડફોડ કરી રસ્તો બ્લોક કર્યો હતો.

Feb 20, 2020, 01:30 PM IST

રેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા

શહેરમાં ગત ગુરૂવારે બુડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતાં બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે દુકાનદાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સચિન જીઆઇડીસી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પરિવાર પોલીસ કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. 16 દિવસના દીકરાને લઈને મૃતકની પત્ની પરિવાર સહિતના લોકો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પોલીસ કમિશનરને અરજી કરી ડમ્પર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી.

Feb 19, 2020, 08:10 PM IST

ઢોંગી પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયો, માતાએ કહ્યું મારો પુત્ર ગાયબ છે તેને પાછો લાવી આપો

વડોદરાના બગલામુખી મંદિરના સત્સંગી યુવક કલ્પેશ શાહ ત્રણ વર્ષથી ગુમ થવાના મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કલ્પેશની માતા એ પોતાના પુત્ર ગુમ થવાના મામલે અવાજ ઉઠાવતાં ઢોંગી ધમગુરું પ્રશાંતના સાગરીતોએ તેમને ધમકી આપી છે. 

Feb 18, 2020, 11:30 PM IST
Person caught for stone pelting at Surat PT1M39S

સુરત : પોલીસ પર પથ્થરમારો કરનારા ઝડપાયા

સુરતમાં પોલીસ પર પથ્થરમારો કરનારા ઝડપાયા છે. CAAના વિરોધ માટે ભારત બંધનું આયોજન કરાયું હતું અને ત્યારે સમસ્યા થઈ હતી.

Feb 17, 2020, 11:10 AM IST

એક સામાન્ય વીડિયોના કારણે અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરી લીધી આત્મહત્યા

હેડ કોન્સેટબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ કરીને દારૂ પીધો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની બદનામી થતા ડિપ્રેશનમા આવેલા પોલીસ કર્મચારીએ અંતિમ પગલુ ભર્યુ. પોલીસે વિડીયો ઉતારનાર શખ્સો વીરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી. ઉત્તરાયણના દિવસે મોજ કરીને ટીકટોક બનાવી રહેલા આ પોલીસ કર્મચારીની જીદંગી 20 દિવસમા બદલાઈ ગઈ અને તેણે આપઘાતનુ પગલુ ભર્યુ. ખાડીયા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ લાલભાઈ પગીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ.

Feb 11, 2020, 11:12 PM IST
Vadodara Raind At Bhayani PT4M2S

વડોદરા: ઉદ્યોગપતિ સુજીત ભયાણીના ફાર્મ પર મહેફિલની આશંકા

અખંડ ફાર્મ જેવી વૈભવી મહેફિ ની આશંકાએ જિલ્લા પોલીસ દોડી આવી હતી. અમ્પાડ ગામે ઉધોગપતિ સુજીત ભયાણીના ફાર્મ હાઉસ પર શંકાસ્પદ વૈભવી મહેફિલની આશંકાએ જિલ્લા પોલીસ મહિલા પોલીસ સાથે રાત્રે ત્રાટકી હતી. પોલીસને રેડ દરમિયાન કઈ નહિ મળ્યું, જિલ્લા પોલીસ ની તપાસ ચાલી રહી છે.

Feb 9, 2020, 03:10 PM IST