police

લો બોલો...કોન્સ્ટેબલે 16 પેટી પકડાયેલો દારૂ બારોબાર સગેવગે કરી નાખ્યો

ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનો જાણવા મળ્યું છે. 

Feb 8, 2020, 12:14 PM IST
Arrest of accused for stone pelting on vadodara police PT2M39S

વડોદરા પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીઓની ધરપકડ

વડોદરામાં હાથીખાનામાં પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં સક્રિય ભૂમિકા ભજવનાર બે આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. આ બંને આરોપીઓ ઝુબેર ઉર્ફે શોએબ શેખ અને સોહીલ સિંધીની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે.

Feb 8, 2020, 11:35 AM IST
Police complain for abusing words PT2M11S

વડોદરાના ગાળકાંડમાં પોલીસે નોંઁધી ફરિયાદ

મોબાઈલ ફોન પર બીભત્સ ગાળો બોલી ધાર્મિક લાગણી દુભાવી જાનથી મારી નાખવાની ઘટનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાજુ ઓડેદરા નામના શખ્સે ફોન પર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બિભસ્ત ગાળો આપી હતી. જે અંગેની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લીપમાં બંને દારૂની વાત કરતા પણ સંભળાય છે.

Feb 8, 2020, 11:30 AM IST

દુધનાં ટેન્કરને ઉભુ રાખીને પોલીસ ચેક કર્યું તો તેમાંથી મળી આવ્યો દારૂ

ક્રાઈમ બ્રાન્ચે દૂધના ટેન્કરમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બહારના રાજ્યમાંથી દૂધની આડમાં દારૂનો કાળો કારોબાર પોલીસે પકડી પડ્યો છે. બહારથી દૂધનું ટેન્કર દેખાઈ પણ અંદર દારૂ રાખવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરાઈ હતી. કહેવાય છે કે બુટલેગર ગમે તેટલા સાથે હોય પણ પોલીસની નજરથી બચી નથી શકતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ દૂધના ટેન્કરની આડમાં કરતો હતો દારૂની હેરાફેરી.

Feb 7, 2020, 08:34 PM IST
Robber Attack On Police Wan PT2M50S

વડોદરા: તસ્કરોએ કેરળતી આવતો ટ્રક લૂંટી પોલીસની હત્યાનો કર્યો પ્રયાસ

જામ્બુવા પાસે હાઇવે પર પાર્કિંગ સાઇડ કર્ણાટકની ટ્રક ઉભી હતી. જેમાં સોપારી અને કાજુનો માલ સમાન હતો. વહેલી સવારે 12 થી 15 લૂંટારુઓ પહોંચી ટ્રક ચાલકને માર મારી ટ્રકમાંથી માલ સામાનની લૂંટ ચલાવવા લાગ્યા. તેવામાં હાઇવે પાસે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ની પી સી આર વાન પહોંચી. પોલીસ ની વાન જોઈ લૂંટારુઓ પોતાની ટ્રક લઈ ભાગ્યા. જેથી પી સી આર વાન ચાલકે લૂંટારુઓ નો પીછો કરતા લૂંટારુઓ એ પી સી આર વાન પર ટ્રક ચઢાવી દીધી અને પોલીસ જવાનને મારવાનો પ્રયાસ કર્યો. સાથે જ પોલીસ વાન પર પથ્થરમારો કરી વાનના કાચ તોડી નાખ્યાં. પોલીસ જવાનએ કંટ્રોલમાં મેસેજ આપતા અન્ય પી સી આર વાન પણ આવી પહોંચી. જેને પણ ટ્રક નો પીછો કરતા લુટારુઓ એ બીજી પોલીસ વાન ને પણ ટક્કર મારી ખાડામાં વાન ને પાડવાનો પ્રયાસ કર્યો.વાનમાં બેઠેલા પોલીસ જવાનો ને સામાન્ય ઈજા પહોંચી અને સદ્ નસીબે તેવો બચી ગયા.

Feb 4, 2020, 12:25 PM IST
Accusation Of Beaten To Youth On Jamnagar Police PT3M22S

જામનગરમાં પોલીસ પર એક યુવકને ઢોર માર મારવાનો આરોપ

જામનગરમાં 24 વર્ષીય યુવકને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકને લોહીની ઉલટી થતા પરિવારજનો જી જી હોસ્પિટલમાં લાવ્યા હતા. પોલીસે યુવકને માર માર્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. કેસના વોરન્ટમાં યુવકને રાત્રે પોલીસે ધરપકડ કરી હતી. ઉદ્યોગનગર પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓએ માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Feb 3, 2020, 06:10 PM IST
New  rule for Vadodara PT3M19S

વડોદરામાં લાગી કલમ 144

વડોદરામાં પોલીસે 144મી કલમ લગાવી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત જાહેરનામું બહાર પાડ્યું છે. અહીંના તાંદલજા વિસ્તારમાં શાહીન બાગની જેમ આંદોલન શરૂ થતાં પોલીસ સતર્ક થઈ છે.

Feb 3, 2020, 09:35 AM IST
Police raid on illegal cough syrup racket PT4M45S

પોલીસને પાન પાર્લરમાંથી મળ્યો ગેરકાયદેસર કફ સીરપનો જથ્થો

બહેરામપુરા વિસ્તારમાં આવેલ દેવાંશી પાન પાર્લરની. પાન પાર્લરના માલિક પંકજ ડાંગર ગેરકાયદે નશીલી કફ સીરપનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા હતા. જે બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલી કફસીરપ જથ્થો પાન પાર્લરમાં આવ્યો છે. જેના આધારે કાગડાપીઠ પોલીસે એક ટીમે આ પાન પાર્લર પર એક ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. ગ્રાહકે જઇને કફ સીરપ ખરીદતા પંકજે દવાની બોટલ આપી હતી. તે જ સમયે પોલીસે રેડ કરી અને દુકાનમાંથી 22 જેટલી કફસીરપ મળી આવી હતી. જે અંગે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને આરોપી પંકજ ડાંગરની ધરપકડ કરી હતી.

Feb 2, 2020, 11:45 PM IST

ફર્રુખાબાદ: 23 બાળકોને બંધક બનાવનાર સુભાષ મોતને ભેટ્યો, પત્નીએ પણ આપ્યો હતો સાથ

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ (Farrukhabad) જિલ્લાના મોહમંદાબાદ વિસ્તારમાં કરથિયા ગામમાં 23 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે (Police) ઠાર માર્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 

Jan 31, 2020, 09:37 AM IST

ઘુંઘટમાં રહેલી આ મહિલા ઠંડે કલેજે રમી ખુની ખેલ, વિગતો જાણીને મગજ મારી જશે બહેર

સુરતના પાંડેસરા વિસ્તારમાં શાકભાજીના વેપારીની હત્યા મામલે પોલીસે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢી હત્યારી પત્નીની ધરપકડ કરી છે.

Jan 30, 2020, 04:46 PM IST

એક તરફી પ્રેમમાં યુવતિને પાઠ ભણાવવા શિક્ષક દંપતિના પુત્રએ કર્યું ન કરવાનું કામ

એકતરફી પ્રેમમાં રહેલા યુવકે ન કરવાનું કામ કરતા આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતિ સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત યુવકને નહિ ગમતા યુવતીને સબક શીખવાડવા માટે 20 ડુપ્લીકેટ એકાઉન્ટ યુવતીના નામના બનાવી બિભત્સ લખાણો લખ્યા હતા. આખરે યુવતિએ કંટાળીને ફરિયાદ કરતા પોલીસે ગવર્નમેન્ટ ટીચર દંપત્તિના પુત્રને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

Jan 29, 2020, 04:47 PM IST
Patan Police Arrested Hardik Patel PT4M6S

પાટણ પોલીસે કરી હાર્દિક પટેલની ધરપકડ

હાર્દિક પટેલને માણસા કોર્ટમાં જામીન પાટણ પોલીસ દ્વારા સિદ્ધપુરના એક જાહેરનામા ભંગના જૂના કેસમાં ધરપકડ કરીને લઇ જવામાં આવ્યો હતો. માણસા કોર્ટની બહારથી જ હાર્દિક પટેલને પાટણ પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો હતો.

Jan 24, 2020, 06:40 PM IST
83 Page Charge Sheet Was Filed In Nityanand Case In Ahmedabad PT5M27S

અમદાવાદમાં નિત્યાનંદ કેસમાં 83 પાનાની ચાર્જશીટ દાખલ

અમદાવાદમાં સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાના અપહરણના મામલે પોલીસે 83 પાનાની ચાર્જશીટ, દાખલ કરી હતી. જેમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. સોશિયલ મિડીયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરી, અલગ અલગ કાર્યક્રમો થયા છે. પોલીસે ડોનેશનમાં મળેલાં ₹ 9.64 લાખ કબ્જે કરી પુરાવા તરીકે લેવાયા, બાળમજૂરીને પણ પૂરાવા તરીકે લેવાઇ છે. કિંગશ્ટન માથી ગુમ થયેલી બન્ને બહેનોએ એફિડેવિટ કરી હતી. નિત્યાનંદ વિરુદ્ધ ડિસેમ્બરમાં બ્લ્યુ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામા આવી હતી. ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કર્યો છે. 70 મુજબનુ વોરંટ મેળવ્યા બાદ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી થશે.

Jan 22, 2020, 05:25 PM IST
Police Arrived To Arrest Hardik Patel Before He Was Released From Jail PT1M19S

જેલમાંથી છૂટે તે પહેલાં જ હાર્દિકને પકડવા પહોંચી પોલીસ

2017ની ચૂંટણીમાં જાહેરનામાં ભંગ બદલ હાર્દિક પટેલ વિરુઘ ફરિયાદ થઈ હતી. ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં જાહેર સભા કરી હતી. સભામાં જાહેરનામાં ભંગ બદલ હાર્દિક પટેલ પર ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈ આજે સિદ્ધપુર પોલીસ હાર્દિકની ધરપકડ કરવા અમદાવાદ આવી પોહચી હતી. હાર્દિકને ઝડપી કોર્ટમાં રજૂ કરશે.

Jan 22, 2020, 05:20 PM IST

સુરતમાં ફોરેસ્ટ ઓફીસરની ધમાલ, પોલીસે તપાસ કરતા ખુલી ગઇ મોટી પોલ

નકલી સરકારી અધિકારી બની રોફ મારવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે કતારગામ પોલીસે બનાવટી વન અધિકારીની ધરપકડ કરી છે. પોલીસને કંટ્રોલરૂમમાં માહિતી આપવામાં આવી હતી કે, કતારગામ જનતાનગરના પાળા ખાતે પોલીસ જેવા કપડા એક વ્યક્તિ માથાકૂટ કરી રહ્યોં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તે વ્યક્તિની અટકાયત કરી હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી જેનીશ શાહે કોઈ વિવાદમાં સમાધાન કરવા મૃતક પિતરાઈ ભાઇનો ફોરેસ્ટ ઓફિસરનો ગણવેશ પહેર્યો હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ખાખી કપડામાં એક પોલીસ અધિકારી લાલ જુતા અને પોલીસનો પટ્ટો પહેરેલો હતો.

Jan 19, 2020, 10:27 PM IST
Police Arrest PSI Chavda In Rajkot Firing Case PT4M4S

રાજકોટ ફાયરિંગ કેસમાં પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ

રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે.

Jan 16, 2020, 04:05 PM IST

અમદાવાદ: ચોર ATMનું શટર પાડીને આરામથી ચોરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી અને...

આંબાવાડીના પોલિટેક્નીક રોડ પર SBI  બેન્કનાં એટીએમ સેન્ટરમાં ચોરી કરવા માટે આવેલા શખ્સો બેન્કની સતર્કતાનાં કારણે બચી ગયા હતા. ચોરગેંગ દ્વારા ગેસ કટર ચાલુ કરતાની સાથે જ મુંબઇ બ્રાન્ચનાં સિક્યોરિટી વિભાગને આ અંગેની માહિતી મળી હતી. જેથી તેઓએ સ્થાનિક શાખાનાં મેનેજરને આ અંગે જાણ કરી હતી. તત્કાલ મેનેજર પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બે લોકોની ઝડપી લીધા હતા. 

Jan 15, 2020, 09:22 PM IST

આતંકીઓ સાથે પકડાયેલા જમ્મુ કાશ્મીરના DSP દેવિન્દર સિંહ પર થઈ મોટી કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દર સિંહ (Devinder Singh) ને રાજ્ય પોલીસે બરતરફ કરી નાખ્યા છે. દેવિન્દર સિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે.

Jan 15, 2020, 05:19 PM IST
Son Kills Father In Bhavnagar PT9M18S

ભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી પુત્રની ધરપકડ

ભાવનગરના સિહોરના કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બબાલમાં પિતા પર પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. હકુભા ગોહિલ પર પુત્ર યુવરાજસિંહએ હુમલો કર્યો હતો. મારામારીમાં હકુભાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હકુભા ગોહિલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Jan 15, 2020, 03:45 PM IST
Son Abandoned In Surat PT3M26S

સુરતમાં અજીબો ગરીબ કિસ્સો, પુત્રનો જન્મ થતાં તરછોડાયો

સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે. ચોક બજાર પોલીસે બંનેની ધરપકડ કરી. અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમના રડવાનો અવાજ સંભળાયો હતો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગયા હતા.

Jan 13, 2020, 07:10 PM IST