policeman

કસ્ટોડિયલ ડેથ મામલો: સોનુ યાદવનું નિવેદન બદલવા માટે મળી ધમકી, રક્ષક જ ભક્ષક

સુરત પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે એક યુવકનો જીવ ગયો છે, તો બીજી તરફ વધુ એક નિર્દોષનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, આજે પોતાનો જન્મદિવસ હોવા છતાં આ યુવક ડરી ડરીને રહેવા મજબુર બન્યો છે. વાત છે સોનું યાદવની જેની નજર સામે જ સુરતની ખટોદરા પોલીસે ઓમપ્રકાશ પાંડેને માર માર્યો હતો અને પોલીસના ટોર્ચરથી તેનું મોત થયું હતું. સોનુંને પોલીસે ખુબ ફટકાર્યો હતો અને બાદમાં ધમકી પણ આપી હતી, જોકે ડર્યા વગર પોલીસ સામે ફરિયાદ કરનાર સોનુંને હજુ ડર છે કે તેની સાથે કઈ પણ થઇ શકે છે.
 

Jun 6, 2019, 11:55 PM IST
Vadodara Policeman Save Child From Drawling In Canal PT1M52S

વડોદરામાં પોલીસે આ રીતે બચાવ્યો બાળકનો જીવ, જુઓ વીડિયો

વડોદરા અંકોડીયા પાસેની નર્મદા કેનાલમાં ડૂબતા બાળકને પોલીસકર્મીએ બચાવ્યો, પેટ્રોલિંગ સમયે પોલીસકર્મી પાસે અન્ય બાળકોએ માગી મદદ, યુનિફોર્મમાં જ કેનાલમાં કૂદી બચાવ્યો બાળકનો જીવ

May 24, 2019, 05:15 PM IST

શાખનો સવાલ: છારાનગરમાં પોલીસ પર હુમલો કરાનારની તાત્કાલીક ધરપકડ

શહેર પોલીસ પર હુમલાના બનાવો વઘતા લોકોની સુરક્ષા કરતા પોલીસને હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. તાજેતરમાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનાં PSI પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. હવે હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો. છારાનગરમાં સમન્સ પાઠવવા ગયેલ પોલીસકર્મીએ અન્ય પરિવારજનો ના ઝઘડામાં વચ્ચે પડતા પોલીસકર્મી પર હુમલો થયો. સરદારનગર પોલીસ ગણતરીના કલાકોમાં હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી હાલતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Feb 2, 2019, 06:38 PM IST

આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત, આવી છે સુરક્ષા વ્યવસ્થા

દર વર્ષની જેમ અમદાવાદમાં આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇ સાત દિવસના અલગ અલગ કાર્યક્રમો માણવા લાખોની સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. જેમા સુરક્ષા પુરી પાડવા 2000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવશે. સાથે જ છેડતી અને મોબાઇલ ચોરી કરતા શખ્સને પકડવા ફેસ રિકોગનાઇઝ કૅમેરા પણ લાગવાશે. જેથી આવા તત્વોને બહારથી જ અટકાવી શકાય.

Dec 25, 2018, 07:19 PM IST

FB પર યુવતીની ફેક પ્રોફાઈલ બનાવીને પોલીસકર્મી સાથે પ્રેમાલાપ કરવો યુવકને ભારે પડ્યો

ફેસબુક પર ખોટી પ્રોફાઈલ બનાવીને છોકરીઓને ફસાવતા યુવકોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ચેન્નાઈમાં એક યુવકે આમ કરવું અત્યંત ભારે પડી ગયું.

Jan 27, 2018, 12:34 PM IST