positive

IPL વચ્ચે MS Dhoni ને મોટો ઝટકો, માતા-પિતા કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ થયું છે. જેને પગલે માતા-પિતા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. બીજી તરફ હાલ આઈપીએલ ચાલી રહી છે અને ધોની હાલ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની કપ્તાની કરી રહ્યાં છે. ડોક્ટર્સે કહ્યું છેકે, થોડા દિવસોમાં ધોનીની માતા-પિતા બન્ને સ્વસ્થ થઈ જશે.
 

Apr 21, 2021, 12:06 PM IST

તાપી જિલ્લામાં કોઇ પણ ટેસ્ટ વગર સંપૂર્ણ સ્વસ્થ યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યો

 સોનગઢ તાલુકાના  મોટી ખેરવાણ ગામે રહેતા 20  વર્ષીય યુવકનું કોઇ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોવિડ 19ના પોઝિટિવ દર્દી તકીરે જાહેર કરી દેવામાં આવ્યો હોવાની આરોગ્ય વિભાગની ગંભીર ભુલ સામે આવી છે. આ અંગે યુવકના પિતાએ જિલ્લાના ઉછ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજુ કરી હતી. 

Nov 24, 2020, 07:48 PM IST

25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક છે તમારા શરીરમાં 1 મહિના રહેલો કોરોના વાયરસ

દેશભરમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ (Coronavirus) કેટલો ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. જી હા, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 25 વર્ષ સિગારેટ પીવા ( smoking) કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ છે. ચિંતાજનક વાત એ છે કે, એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશે પછી તે ફેફસા (damaged lungs) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. 

Sep 11, 2020, 10:59 AM IST

જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો

  • 25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ.
  • માણસને કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડવાના લક્ષણો જોવા મળે છે

Sep 11, 2020, 10:32 AM IST

કોરોના વચ્ચે રાહતના મોટા સમાચાર, હવે ચપટીમાં ખબર પડશે Covid 19 પોઝિટિવ છે કે નહી !

અમેરિકાની એબોટ કંપનીએ કોરોના ટેસ્ટિંગ (Covid 19 testing)  માટે નવી ટેકનોલોજી વિકસાવી છે. એબોટ કંપનીએ બિનાક્સનોવ ™ (BinaxNOW™ ) નામે ટેસ્ટિંગ કીટ વિકસાવી છે. અમેરિકાની આ કોરોના ટેસ્ટિંગ (Covid 19 testing) કીટ ટેકનોલોજીને FDA દ્વારા પરવાનગી આપવામાં આવી છે. કોરોના સંક્રમીતોને શોધવા માટે આ ટેકનોલોજી મહત્વની સાબિત થશે. આ ટેક્નોલોજીની મદદથી કોરોના ટેસ્ટ માત્ર 5 ડોલરમાં કરી શકાશે એટલે કે 300 રૂપિયાની નજીવી કિંમતમાં કોરોના ટેસ્ટ અને તેનું પરિણામ મેળવી શકાશે. બિનાક્સનોવ ટેકનોલોજી કોરોના ટેસ્ટના પરિણામ માટે ઝડપી, વિશ્વસનીય, ખૂબ પોર્ટેબલ અને સસ્તી સાબિત થાય તેવી શક્યતા છે. 

Aug 27, 2020, 05:24 PM IST

જાણિતા શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં થયા હતા દાખલ

જાણિતા શાયર રાહત ઇન્દોરીએ આજે ઇન્દોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાહત ઇન્દોરીનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ અંગે રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. 

Aug 11, 2020, 05:29 PM IST

દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે LGએ નવો Quarantine Protocol બહાર પાડ્યો

દિલ્હીમાં દરેક કોરોનાં સંક્રમિત વ્યક્તિને પાંચ દિવસ માટે ક્વોરન્ટાઇન સેન્ટરમાં વિતાવવા પડશે. દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બેજલે આ આદેશ આપ્યો છે. તેમણે આ આદેશને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં અધ્યક્ષ તરીકે લીધો છે. બહાર પાડવામાં આવેલા એક પ્રેસ રિલિઝ અનુસાર દિલ્હીમાં હવે દરેક કોરોના સંક્રમિત વ્યક્તિને પાંચ દિવસ કોરન્ટાઇન સેન્ટરમાં રહેવું પડશે. ત્યાર બાદ તેને હોમ આઇસોલેશન માટેની પરવાનગી મળશે.

Jun 20, 2020, 12:36 AM IST

અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ

કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.

May 21, 2020, 11:35 PM IST

રાજકોટમાં 50 ટકાથી વધુ યુવાનો બન્યા કોરોનાનો શિકાર, ડેથ રેશિયો છે આટલો

રાજકોટ શહેરમાં કોરોના વધુ 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલ ખાતે ફેસિલિટી ક્વોરોન્ટીનમાં રાખવામાં આવેલ 11 દર્દીને કોરોના લક્ષણ જણાતા સેમ્પલ લઇ ચકાસણી કરતા 11 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

May 15, 2020, 03:20 PM IST

અમદાવાદ: ચાંદખેડામાં 22 શાકભાજી-કરિયાણાના વેપારી પોઝિટિવ, સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હતા

અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ગુજરાતમાં કુદકેને ભુસકે વધી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ પ્રયાસો છતા પણ પણ કોરોનાને નાથવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ 333 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે ગુજરાત કોરોનાનો કુલ આંકડો 5000ને પણ પાર પહોંચી ચુક્યો છે. ત્યારે આ કોરોનામાં કેટલાક સુપર સ્પ્રેડરને કારણે પણ કોરોના ફેલાઇ રહ્યો છે. અમદાવાદનાં ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણાના 22 વેપારીઓને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.

May 2, 2020, 08:36 PM IST

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત

રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ દર્દી 3301 થઈ ગયા છે અને કુલ 313 દર્દી સાજા થયા છે.

Apr 26, 2020, 09:01 PM IST

એક નાની ભુલ અને આવી શકો છો Coronaની લપેટમાં, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

હવે શાકભાજી, દૂધ વિક્રેતા અને કરિયાણાવાળા સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે

Apr 26, 2020, 09:09 AM IST

આગરામાં કોરોના દર્દીઓની સંખ્યા 360ને પાર, પોલીસ લાઇનનો રસોયો પોઝિટિવ આવતા હડકંપ

ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બની ચુકેલા આગરામાં Covid 19 દર્દીઓની સંખ્યા 360ને પાર પહોંચી ચુકી છે. સ્થઇતી દિન પ્રતિદિન બેકાબુ થઇ રહી છે. આગરામાં કોરોના વાયરસનાં કમ્યુનિટી સ્પેડનો ખતરો જોવા મળી રહ્યો છે. આ તરફ આગરા પોલીસ લાઇનમાં ખાવાનું બનાવનારા રસોયાનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. 

Apr 25, 2020, 06:14 PM IST
Corona positive ranip police complain to control room PT2M51S

રાણીપના કોરોના પોઝિટિવ પોલીસે કરી ફરિયાદ

Corona positive ranip police complain to control room

Apr 19, 2020, 01:55 PM IST

ગુજરાતમાં નવા 78 કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રી, સારવારમાં પ્લાઝમા થિયરીથી થાય છે ફાયદો 

ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો. 

Apr 17, 2020, 07:59 PM IST

એક માણસની બેદરકારી પણ સાબિત થાય છે ખતરનાક, સુરતના માન દરવાજાનો કિસ્સો છે પુરાવો

સુરતના મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ નિવેદન આપ્યું છે કે માન દરવાજામાં અત્યાર સુધી સૌથી વધુ કેસ છે.

Apr 17, 2020, 06:45 PM IST

Coronaએ ન રાખી પોલીસની શેહશરમ, પોલીસ કોન્સ્ટેબલ બન્યો ભોગ

અમદાવાદ અને વડોદરા કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવા માટેના મોટા હબ સાબિત થયા છે. આજે અમદાવાદમાં જે  કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે એમાં એક નામ એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલનું પણ છે.

Apr 15, 2020, 11:41 PM IST

Coronavirusના આતંક વચ્ચે આવ્યા દિલને ટાઢક પહોંચાડતા સમાચાર

ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 28 માર્ચે નોંધાયો હતો.

Apr 12, 2020, 04:12 PM IST

સુરતનો કોરોના પોઝિટિવ યુવક ઉંઘતો ઝડપાયો, તેના કારણે 13 લોકો થયા ઘરમાં કેદ

આ યુવાનનો ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત (Surat) જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 28 થઈ ગયો છે

Apr 12, 2020, 08:27 AM IST

ગુજરાતમાં કોરોનાના 468 કેસ પોઝિટિવ, વડોદરામાં એક જ દિવસમાં 36 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 54 કેસ નોંધાયા હતા જ્યારે સાંજે બીજા 18 નવા કેસ નોંધાતા કુલ આંકડો 450 પર પહોંચ્યો છે.

Apr 11, 2020, 07:20 PM IST