president

President Will Travel To Daman And Dadra Nagar Haveli PT3M18S

રાષ્ટ્રપતિ દમણ અને દાદરા નગર હવેલીના પ્રવાસે આવશે

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 18-19 ફેબ્રુઆરીએ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના આગમનને આવકારવા હાલ દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રશાસન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓનો આરંભ કરાયો હતો.

Feb 6, 2020, 06:10 PM IST
antarrashtriya hindu mahasabha president ranjit bachchan shot dead in lucknow PT52S

લખનઉમાં લોહિયાળ બન્યો રવિવાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની હત્યા થઈ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રણજીત બચ્ચન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. હજરતગંજ વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ.

Feb 2, 2020, 11:40 AM IST

UP: પહેલા કમલેશ તિવારી અને હવે રણજીત બચ્ચન, લખનઉમાં હિન્દુ મહાસભાના અધ્યક્ષની ઘાતકી હત્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રણજીત બચ્ચન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. હજરતગંજ વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ. 

Feb 2, 2020, 09:19 AM IST

નિર્ભયા કેસ: રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી 

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. નોંધનીય છે કે નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે સવારે 6 વાગે ફાંસી આપવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ તેને ટાળવામાં આવી. 

Feb 1, 2020, 11:07 AM IST
Budget Session Begins Today With President's Addressing PT6M26S

આજે રાષ્ટ્રપતિના સંબોધન સાથે બજેટસત્રની શરૂઆત

સંસદનું બજેટ સત્ર (Budget session) આજથી શરૂ થઇ રહ્યું છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)ના ભાષણ દરમિયાન તે સમયે વિપક્ષે હંગામો કર્યો જ્યારે તેમણે નાગરિકતા સંશોધન કાનૂનનો ઉલ્લેખ કર્યો.

Jan 31, 2020, 05:30 PM IST
US President Donald Trump To Visit Gujarat PT2M28S

દિલ્હીમાં CM રૂપાણીએ કરી સ્પષ્ટતા, ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ગુજરાત

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાનાં છે અને તેમાં પણ ગુજરાતનાં અમદાવાદ આવવાના છે તે વાત તો ઘણા લાંબા સમયથી વહેતી હતી. અમદાવાદનાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તેઓ હાઉડી ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી વાતો વહેતી હતી. જો કે તેના પર કોઇ અધિકારીક પૃષ્ટી થઇ નહોતી. માત્ર અધિકારીક ચહલ પહલ વધી ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. મોટેરા સ્ટેડિયમનાં કામ અને તેની પુર્ણાહુતી અંગે પણ સમીક્ષા કરી હતી.

Jan 29, 2020, 08:05 PM IST

સાબરકાંઠા: ખાનગી કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાઠનો AUDIO વાઇરલ, કોંગ્રેસનો હોબાળો

જીલ્લાના ઇડર શહેરની પાલીકા ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવી છે. કોન્ટ્રાકટર પાસે પાલીકાના ચિફ ઓફીસરે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાતા આ મામલો હવે વિવાદે ચઢ્યો છે, તો વિપક્ષે પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને લઇને નિવેદનો કરી રહી છે, તો બીજી તરફ ભાજપ શાસિત પાલીકામાં જ અધીકારીઓ બીન્દાન્સ લાંચ માંગી રહ્યા હોવાનો આક્ષેપ કોન્ટ્રાકટરે કર્યો છે. કોન્ટ્રાકટરે પાલીકાના અધીકારી સાથે થયેલી વાત ચીતનો વિડીયો વાયરલ કરી દેતા અને એફીડેવીટ કરીને મુખ્યપ્રધાનને મોકલી આપવાને લઇને વિવાદે જોર પકડ્યુ છે.

Jan 27, 2020, 04:56 PM IST

80 વર્ષના ગુજરાતના આ મુસ્લિમ વૃદ્ધના દેશપ્રેમને છે સલામ

દર પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) આવે એટલે જેતપુર (Jetpur) શહેરમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખરનો એક જ ક્રમ હોય છે. આ દિવસે ધ્વજ ફરકાવીને તેઓ પોતાની દેશભક્તિનો અનોખો પરચો આપે છે. આજે તેમની ઉમર 80 વર્ષની છે, પરંતુ તેમ છતાં તેઓ આ ક્રમ ભૂલ્યા નથી. વર્ષોથી તેઓ જેતપુરમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે. આજે આ 80 વર્ષના મુસ્લિમ વૃદ્ધે પ્રજાસતાક દિવસ નિમિત્તે પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહણ પૂરું પાડ્યું હતું.

Jan 26, 2020, 12:41 PM IST

રાજપથ પર પરેડમાં ગુજરાતની રાણીની વાવના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બન્યું, પટોળામાં સજ્જ હતી મહિલા મૂર્તિ

2020ની દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિન (Republic Day 2020) ની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવ (Rani ki Vav) ની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું. 

Jan 26, 2020, 11:59 AM IST

17000 ફૂટ ઊંચાઈએ હીમવીરોએ દેશભક્તિ માટે જે કર્યુ તે રુંવાડા ઉભા કરી દેવું છે

દેશ આજે ગણતંત્ર દિવસ (Republic Day 2020)ના રંગમાં રંગાયેલો છે. ભારતીય ગણતંત્રની 71મા વર્ષગાંઠનું જશ્ન મનાવવા માટે દિલ્હીના રાજપથને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર મુંબઈના આઈકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન પણ ત્રિરંગના રંગમાં જોવા મળ્યું. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. 

Jan 26, 2020, 11:15 AM IST

ગુજરાત: 2 પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક, 17ને સેવા મેડલ એનાયત

આજે પ્રજાસત્તાક દિવસ નિમિતે ગુજરાતી પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન કરવામાં આવશે. જેનાં ભાગરૂપે ગુજરાતનાં કુલ 19 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. બે પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્શિયલ મેડલ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા ગુજરાતનાં બે પોલીસ અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવે અને સીઆઇડી ક્રાઇમ) સમશેરસિંઘ અને સાણંદ ડિવિઝનનાં DYSP કે.ટી કામરિયાને સન્માનિત કરવામાં આવશે. 

Jan 25, 2020, 11:47 PM IST
Nirbhaya Convicts Hanged On February 1, Patiala House Court Announces Death Warrant PT9M21S

પટીયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, નિર્ભયાના દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસી

નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દય અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી.

Jan 17, 2020, 07:25 PM IST
Nirbhaya Case: President Rejected Mercy Petition Of Mukesh PT3M13S

નિર્ભયા કેસ: આરોપી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

નિર્ભયા કેસ (Nirbhaya Gangrape Case) માં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહ (Mukesh Singh) ની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ (President) ને મોકલી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ સ્પષ્ટ કરી દેવાયું હતું કે રાષ્ટ્રપતિ દયા અરજી પર નિર્ણય લેવામાં વાર લગાડશે નહીં. અત્રે જણાવવાનું કે ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ ગૃહ મંત્રાલયને મોકલી હતી.

Jan 17, 2020, 02:50 PM IST

BREAKING NEWS: રાષ્ટ્રપતિએ નિર્ભયાના દોષિત મુકેશની દયા અરજી ફગાવી

નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી.

Jan 17, 2020, 12:28 PM IST

નિર્ભયા કેસ: દોષિત મુકેશની દયા અરજી ગૃહ મંત્રાલય પાસે પહોંચી

નિર્ભયા (Nirbhaya Case) ના એક દોષિત મુકેશ (Mukesh) ની દયા અરજી ગુરુવારે ગૃહ મંત્રાલય (MHA) પાસે પહોંચી છે. ગૃહ મંત્રાલય આ અરજી પર જલદી નિર્ણય લઈને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે.

Jan 16, 2020, 04:46 PM IST
Opposition parties to meet President under Sonia Gandhi PT5M50S

નાગરિકતા કાયદા અંગે વિપક્ષી પાર્ટીઓ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિને મળશે

નાગરિકતા કાયદા અંગે વિપક્ષી પાર્ટીઓ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિને મળશે

Dec 17, 2019, 08:50 PM IST

જામિયા હિંસાઃ દેશની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે- સોનિયા ગાંધી

સોનિયાએ(Sonia Gandhi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "નાગરિક્તા કાયદાના(Citizenship Amendment Act) કારણે પૂર્વોત્તર રાજ્યોમાં જે સ્થિતિ છે, તે હવે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં બની રહી છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે.
તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન(Protest) કરી રહેલા લોકો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો."
 

Dec 17, 2019, 06:28 PM IST

પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે પોક્સો એક્ટ હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં.

Dec 6, 2019, 05:01 PM IST

નિર્ભયાના દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી

 તેલંગણાના હૈદરાબાદ (Hyderabad) માં દિશા ગેંગરેપ અને મર્ડરના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે દિલ્હીના નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ (President)  પાસે મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મોતની સજાની માફીની માગણીને નકારી કાઢી છે. હવે દોષિતોની દયા અરજી પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ આ અગાઉ દયા અરજી ફગાવી ચૂક્યા છે. 

Dec 6, 2019, 03:29 PM IST
President Ram Nath Kovind Will Address The Parliament Today PT1M42S

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશની સંસદને સંબોધશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશની સંસદને સંબોધશે

Nov 26, 2019, 09:40 AM IST