rains

રાહ જોવડાવ્યા બાદ આખરે ઉત્તર ગુજરાતમાં ધમધોકાર વરસાદ, ડીસા-દાંતીવાડામાં ઘૂંટણસમા પાણી

ગુજરાતમાં હજુ પણ 3 દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાંતીવાડા અને ડીસામાં ભારે વરસાદને લીધે ઠેર-ઠેર ભરાયા પાણી છે. અવિરત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે, લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  

Sep 26, 2021, 10:39 AM IST

જામનગરમાં વરસાદે ફરી તોબા પોકારી, જોડિયામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ (heavy rain) ખાબક્યો છે. 

Sep 23, 2021, 09:50 AM IST

જૂનાગઢ જળબંબાકાર : ડ્રોન કેમેરાથી લીધેલા તારાજીના આ દ્રશ્યો ડરાવી દે તેવા છે

સૌરાષ્ટ્રમાં ભાદરવાનો ભારે વરસાદ (gujarat rain) મોટી તારાજી લઈને આવ્યો છે. સાંબેલાધાર વરસાદથી જળસંકટ તો દૂર થયું. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને પારાવાર નુકસાન થયું છે. અચાનક આભ ફાટતાં સૌરાષ્ટ્રના લગભગ દરેક જિલ્લાને નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન જામનગર (jamnagar) અને જૂનાગઢ (junagadh) ને થયુ છે. 

Sep 15, 2021, 08:23 AM IST

સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું કેવું જશે? અંબાલાલ પટેલે કરી આગાહી

બે મહિના સૂના પડેલા ગુજરાત (gujarat rain) માટે આખરે સપ્ટેમ્બર મહિનો ફળ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ગુજરાતમાં આગામી ચોમાસુ સીઝન વધુ સારી જશે તેવી નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

Sep 3, 2021, 12:35 PM IST

સપ્ટેમ્બર મહિનો ગુજરાતને ફળ્યો, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, તલાલામાં 6 ઈંચ વરસ્યો

  • 24 કલાકમાં ઉમરગામમાં 16 ઈંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ 
  • રાજ્યના 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો, રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.84 ટકા નોંધાયો 
  • આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં તલાલામાં 6 ઈંચ, માળિયામાં 5 ઇંચ, ઉનામાં 4 ઈંચ વરસાદ

Sep 1, 2021, 12:44 PM IST

Monsoon સીઝન-2 : 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ, 12 ઈંચ વરસાદથી વલસાડ પાણી પાણી

ગુજરાતમાં આખરે મેઘ મહેર (gujarat rain) થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, જેથી આખરે હાશકારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ (rains) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 76 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 

Sep 1, 2021, 09:19 AM IST

ગુજરાતમાં બ્રેક બાદ મેહુલિયાનું ધમાકેદાર આગમન, અનેક જિલ્લામા વરસાદ પડ્યો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ (gujarat rain) તૂટી પડ્યો છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ખેતીની પણ નવુ જીવન મળશે. 

Aug 18, 2021, 07:24 AM IST

મેહુલિયો હવે તો આવ : તૌકતે વાવાઝોડા બાદ હોંશેહોંશે વાવેતર કરનારા અમરેલીના ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો

તૌકતે વાવાઝોડા (tauktae cyclone) બાદ સારો વરસાદ થતાં ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર તો કરી લીધું હતું. પરંતુ અમરેલી (Amreli) જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝાયા છે અને જો વરસાદ (monsoon) થોડા દિવસોમાં નહીં આવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

Aug 14, 2021, 10:58 AM IST

મેઘરાજાએ આજે પશ્ચિમ કચ્છ પર વરસાવ્યું હેત: નદી- તળાવોમાં નવા નીર આવ્યા

 ભારે વરસાદની આગાહી વચ્ચે ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુંદરામાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સંગ્રહ સ્થાનોમાં પાલર પાણી આવતા ખેડૂત અને માલધારીઓમાં ખુશી વ્યાપી હતી. ભુજમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદે હાજરી પુરાવી હતી. અંજારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મંદ પડેલું ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. 

Jul 13, 2021, 05:35 PM IST

આ કાશ્મીર નથી ગુજરાત છે, વરસાદ આવતા જ સર્જાયું સ્વર્ગીય વાતાવરણ

જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારે ગીરનાર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. ગીરનાર અને આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. રોપવે સેવાના કારણે કુદરતી સૌદર્યને નજીકથી માણવા ઇચ્છતા પ્રવાસીઓને વધારે તક મળે છે. 

Jun 21, 2021, 12:38 AM IST

રાજ્યમાં શ્રીકાર વર્ષા: જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી, અ'વાદ ગાંધીનગરમાં વરસાદ

રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ ચુક્યો છે. સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે. 

Jun 19, 2021, 04:48 PM IST

ગુજરાતનું એક એવું ગામ જ્યાં વરસાદ કે તોફાન હોય કે ન હોય, બારેમાસ પાણીમાં જ ડુબેલું રહે છે

જિલ્લાનું ઘોઘાગામ દરિયાકાંઠે વસેલું છે. જ્યાં અંગ્રેજોનાં સમયમાં બનેલી પ્રોટેક્શન દિવાલ જર્જરીત હાલતમાં હતી. વારંવાર સ્થાનિકોની રજુઆત છતા પણ તંત્રના કાને વાત પહોંચી નહોતી. ઘોઘા ગામમાં 3038 ઘર આવેલા છે. 13 હજારથી વધારે વસતી ધરાવતું ગામ હવે દરિયા સામે ઉઘાડું પડી ગયું છે. 

May 29, 2021, 10:07 PM IST

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જામનગર, ભાવનગર, અમદાવાદમાં વરસાદ

તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 

May 16, 2021, 10:55 PM IST

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કચ્છ,સુરેન્દ્રનગર, જામનગર,અમરેલી અને વલસાડમાં માવઠું

  રાજ્યમાં લોકો હાલ કોરોના મહામારીથી પરેશાન લોકો માથે કમોસમી વરસાદ પરેશાન કરી રહ્યો છે. વચ્ચે વચ્ચે ધરતીપુત્રો કમોસમી વરસાદના કારણે ચિંતા બમણી કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. 

Apr 25, 2021, 11:55 PM IST

Gujarat: ભર ઉનાળે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ, સાબરકાંઠામાં UFO દેખાયું

ગુજરાતનાં વાતાવરણમાં અચાનક બે જિલ્લાઓમાં પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે વરસાદ (Rain)ના છાંટા પડતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વાતાવરણ ખુબ જ અસામાન્ય રહ્યું છે. શિયાળામાં પણ વરસાદ (Rain) નોંધાઇ ચુક્યો છે.  ત્યારે ભર ઉનાળે બે જિલ્લામાં વરસાદ (Rain)ની ઘટનાથી ખેડૂતોની ચિંતા વ્યાપી છે. ખેડૂતો ખાસ કરીને કેરીના પાકને જો હવે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અનેક પાકોને પણ વરસાદ (Rain) કરતા સાથે ફુંકાતા પવનોથી નુકસાન થાય છે. 

Mar 12, 2021, 06:56 PM IST
EDITOR'S POINT: 3 metropolises met new mayors PT7M25S

EDITOR'S POINT: 3 મહાનગરને મળ્યા નવા મેયર

EDITOR'S POINT: 3 metropolises met new mayors

Mar 10, 2021, 09:50 PM IST

રાજકોટ: સમુદ્ર કિનારાના મોટા ભાગનાં જિલ્લાઓમાં ભર શિયાળે વરસાદ, ખેડૂતોને રવિ પાકમાં પણ નુકસાન

  ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળે ચોમાસાની જેમ વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. જે હવે શબ્દશ સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર સુધીમાં તો કાળાડિબાંગ વાદળો સાથે મેઘાડંબર સર્જાયું હતું. જોત જોતામાં મધ્યમથી ભારે વરસાદ ખાબડ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભા, ગારીયાધાર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. તો ભાવનગર જિલ્લાનાં તળાજા અને મહુવામાં પણ વરસાદ પડ્યો હતો. 

Dec 10, 2020, 06:19 PM IST

મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતોએ બચેલા કુચેલા પાકની લણણી કરવાની શરૂઆત કરી

 જિલ્લામાં ખેડૂતોએ વરાપ નીકળતા ખેતરમાં પાકની કાપણી શરૂ કરી છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પાકમાં વ્યાપક નુકશાન થયું છે, ત્યારે હવે બચેલા પાકને ખેડૂતો એકત્ર કરી રહ્યા છે. બાજરી જેવા પાકો પાણીમાં પલળી જવાને કારણે કોહવાઈ ગયા છે અને એમાં જીવાતો પડી ગઈ છે. જ્યારે અનેક જગ્યાએ ઢળી પડેલો પાક ખેતરોમાં જ ઊગી નીકળ્યો હતો, ત્યારે હવે બચેલું ધાન એકત્ર કરી ખેડૂતો નિપજ મેળવવા મથી રહ્યા છે.

Sep 8, 2020, 07:46 PM IST