rajkot police

રાજકોટમાં સોની પરિવારે PSI ને બાનમાં લીધા, પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા અને સર્જાયા ફિલ્મી દ્રશ્યો

પ્રહલાદ પ્લોટમાં રહેતા અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા માટે ક્રાઇમબ્રાન્ચની ટીમ પહોંચી હતી. જો કે સોની પરિવારે હાઇવોલ્ટેજ ડ્રામા ખડો કર્યો હતો. સોની પરિવારે PSI સુમરા સાખરા અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા. ત્યાર બાદ પોલીસનો સોની પરિવારના ઘર બહાર ખડકલો કરી દેવાયો હતો. પોલીસ ફોર્સ મોટા પ્રમાણમાં આવી જવા છતા સોની પરિવારે પોલીસ સાથે જપાજપી કરી હતી. જેના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 

Apr 19, 2021, 11:10 PM IST

RAJKOT: રાત્રે રખડવા નિકળ્યાં તો ખેર નથી, સોસાયટીના CCTV જોઇ પોલીસ કરશે કાર્યવાહી

 હાલમાં કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ બેકાબુ બન્યું છે. રાજ્યનાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સંદર્ભમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાય તે અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકા તથા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સંક્રમણની રફ્તાર જોતા હવે પોલીસ કડકાઇથી વર્તશે. પોલીસે રાત્રિ દરમિયાન સોસાયટીમાં એકઠા થતા અનેક ટોળે વળતા કે નાઇટ વોક માટે બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરશે. 

Apr 15, 2021, 04:58 PM IST

Rajkot: 16 વર્ષના તરૂણને જાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીઓ ફરાર

રાજકોટના (Rajkot) ભાવનગર રોડ પર 16 વર્ષના તરૂણની છરીના ઘા ઝીંકી હત્યા (Murder) કરતા ચકચાર મચી છે. હત્યાની જાણ થતાની સાથે થોરાળા પોલીસ (Rajkot Police) સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી

Apr 14, 2021, 09:19 PM IST

RAJKOT: પ્રેમીએ કહ્યું જાન આપણે સ્વર્ગની સફરે જઇએ ત્યારે તારૂ છોકરૂ નડે છે, માતાએ બાળકને....

શહેરના આજીડેમ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના જાણ્યા બાદ તમે ચોક્કસ પણે લાગશે કે કળીયુગ સાચા અર્થમાં આવી ચુક્યો છે.

Apr 11, 2021, 05:18 PM IST

લક્ષ્મણ રેખા બનાવીને ઘરમાં બેસશો તો જ કોરોનાની ચેઈન તેડી શકશો, રાજકોટ પોલીસનો નવો સંદેશ

  • રાજકોટમાં કોરોનાની ચેઇન તોડવા નવતર પ્રયોગ, રસ્તા પર ચિત્રો દોરી લોકોને ઘરમાં રહેવાનો અપાયો સંદેશ
  • લોકોને જાગૃત કરવા રાજકોટ પોલીસનો અભિગમ વખાણવાલાયક છે. જે કામ શબ્દો નથી કરતા શક્યા, તે પેઈન્ટિંગ કરશે 

Apr 11, 2021, 10:53 AM IST

RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...

શહેરમાં હૃદય કંપાવી નાખતી ઘટના સામે આવી છે. 15 વર્ષની દિકરી પર સગા પિતા દુષ્કર્મ આચર્યું હતું. એક જ રાતમાં ધમકી દઇ મારકુટ કરી મોઢે ટુપો આપી ત્રણ ત્રણ વખત હવસખોરીનો શિકાર બનાવી દેહ પીંખી નાખ્યો હતો. પોલીસે આ ઘટનામાં તુરત જ કાર્યવાહી કરી શૈતાની કૃત્ય આચરનારા હવસખોર બાપને સકંજામાં લઇ લીધો છે.

Apr 5, 2021, 10:35 PM IST

RAJKOT: પોલીસ પર હુમલો કરનારા માથાભારે શખ્સને પોલીસે જાહેરમાં કરી સરભરા

શહેરમાં પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત કુકી ભરવાડ સહિત પાંચ શખ્સોની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી છે. શનિવારે ખોડીયારનગર પાસે આવેલી હોટલે કુકી ભરવાડને પકડવા ગયેલી પોલીસ પર 15 શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ સહિત ત્રણ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. હાલ પોલીસે કુકી ભરવાડનું તેનાં જ વિસ્તારમાં સરઘલ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Apr 5, 2021, 09:00 PM IST

રાજકોટ : 8 વર્ષની બાળકીને રમાડવાને બહાને લઈ જઈને પીંખનાર નરાધમ આખરે પકડાયો 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી છે. ખુલ્લા મેદાનમાં લઇ જઇ મોંઢે ડુમો આપીને નરાધમે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  

Apr 2, 2021, 03:43 PM IST

Rajkot માં RMC ના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત, ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત

રાજકોટમાં (Rajkot) ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે. ત્યારે અકસ્માત (Rajkot Accident) સર્જાતા આસપાસના લોકો એકત્રિત થયા હતા

Mar 31, 2021, 11:40 PM IST

Rajkot: ભાજપનાં એક દિગ્ગજ નેતાની સામે યુવતીએ તમામ કપડા ઉતારી નાખ્યા અને પછી...

છેલ્લા લાંબા સમયથી હનીટ્રેપના ખાસ કરીને ઓનલાઇન હનીટ્રેપના કિસ્સાઓમાં ઉછાળો આવ્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારની અનેક ઘટનાઓ નોંધાતી રહી છે. 

Mar 28, 2021, 12:48 AM IST

Rajkot માં પોલીસે વેપારીને ઢોર માર માર્યાનો આક્ષેપ, વિરોધમાં નગ્ન પરેડ કરતા 3 ની અટકાયત

પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ ભંગ મામલે છોટુ ગમારાને માર મારવાને લઇને રાજકોટમાં પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે મહેશ પરમાર સહિત ત્રણ શખ્સો દ્વારા રૈયા ચોકડીથી પોલીસ કમિશનર કચેરી સુધી અર્ધનગ્ન બની વિરોધ નોંધાવ્યો હતો

Mar 27, 2021, 05:00 PM IST

રાજકોટમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ, CCTV માં કેદ થઈ આખી ઘટના

  • રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સ્કૂટર પર આવેલા ચોરે એકલી જતી વૃદ્ધાને ટાર્ગેટ બનાવી હતી 
  • અછોડાતોડે સૌથી પહેલા મહિલાનુ ગળુ દબાવ્યું, બાદમાં ચેન તોડવાનો પ્રયાસ કર્યો 

Mar 24, 2021, 03:16 PM IST

બગાસુ ખાતા પતાસુ મળ્યું? જમીન કેસમાં પકડાયેલો વ્યક્તિ 35 ગુનાનો હિસ્ટ્રી શીટર નીકળ્યો

ઘણા ગુનેગારો તો જન્મતાની સાથે જ જાણે કે ગુના ખોરીની દુનિયામાં પગ મૂકી દે અને ગુનેગારોમાં પણ દહેશત ફેલાવી દેતા હોય છે, ધોરાજી પોલીસે એક દિવસ પહેલા એક ગુનેગાર પકડી પડ્યો તેનો ગુનો હતો લેન્ડ ગ્રેબીંગનો પણ જયારે તેની હિસ્ટ્રી જોF તો ધોરાજી પોલીસ પણ દંગ રહી ગઈ.  તે અઠંગ ગુનેગાર હોવાનું સામે આવ્યું અને તેણે 35 થી વધુ ગુનાને અંજામ આપી ચુક્યો હતો. થોડા દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરાજી નગરપાલિકાના આસિસ્ટન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ઓફિસર દ્વારા શહેરનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો અને તેના આધારે ધોરાજી પોલીસે એક વ્યક્તિ સલીમ ઇસ્માઇલ કુરેશી ઉર્ફે બાબરને પકડી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. 

Mar 15, 2021, 08:28 PM IST

Rajkot: જ્યોતિષ વિદ્યાના નામે લોકોને મુર્ખ બનાવતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો

શહેર 10 વર્ષથી દોરા ધાગા અને જ્યોતિષ (Astrologer) વિધિથી ઉતારનું કામ કરનારા જ્યોતિષી (Astrologer) અશ્વિન મહેતાના ગોરખધંધાનો ભારતીય વિજ્ઞાન જાથાની ટીમ તથા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજકોટનાં વકીલ સાથે છેતરપિંડી કરતા જ્યોતિષી (Astrologer)ને પોલ ખોલી છે. રાજકોટમાં ત્રણ માસથી નાસતો ફરતો જ્યોતિષી (Astrologer) આખરે પકડાતા લોકઅપનો અનુભવ થતા જ બધા જ જ્યોતિષ (Astrologer) નિકળી ચુક્યા છે. લગ્નમાં બે વાર નિષ્ફળ અશ્વિન મહેતા જ્યોતિષ (Astrologer) વિદ્યા કામ આવી નહોતી. પોલીસ દ્વારા તેને ઝડપી લેવાયો હતો. 

Mar 8, 2021, 04:35 PM IST

Rangilu Rajkot ફરી એક વખત બન્યું રક્તરંજિત, બે દિવસમાં બે હત્યા; બંનેનો પ્રકાર એક સરખો જ

રંગીલું રાજકોટ (Rajkot) ફરી એક વખત રક્તરંજિત બની ચૂક્યું છે. ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં જાણે કે હત્યાનો (Murder) સિલસિલો શરૂ થયો હોય તે પ્રકારે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે

Mar 6, 2021, 03:02 PM IST

નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ

રાજકોટ આમતો સૌરાષ્ટ્રનું (Saurashtra) એપી સેન્ટર છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ (Rajkot) હવે નશાના કાળા કારોબાર (Black Market Of Drugs) માટેનું પણ એપી સેન્ટર બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે

Mar 3, 2021, 09:08 PM IST

મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કરનારા 7 સાળાઓની રાજકોટ પોલીસે કરી ધરપકડ

ખોખડદળ નદીના પુલ પાસે સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા સલીમ દાઉદભાઇ અજમેરીની તેના જ સાળાઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે સલીમ ભાઇના ત્રણ સાળા સહિત 7 શખ્સોને ઝડપી લીધા છે. આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઝોન-1 DCP પ્રવિણ કુમારે પત્રકાર પરિષદમાં હત્યાના બનાવ અંગે માહિતી આપી હતી.  હત્યાના બનાવ બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. આરોપીઓનું મુળ ભાયાવદર તરફ હોવાના કારણે ભાગી છુટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સલીમભાઇના કૌટુમ્બિક ત્રણ સાળાકે જેઓ મજુરી કામ કરે છે. તેમાં વિજય ઉર્ફે વિજલો સોલંકી તેના ભાઇ આજન, અનિલ ઉર્ફે બચુની પોલીસે ધરપકડ કરી છે. સાજનને બનાવ વખતે સલીમે છરી મારી હોવાથી તે હોસ્પિટલમાં દાખલ હતો. 

Feb 12, 2021, 09:37 PM IST

આંગડિયા પેઢીને નિશાન બનાવીને લૂંટતી નાયડુ ગેંગનો રાજકોટ પોલીસે કર્યો પર્દાફાશ

  • આ ટોળકીએ ગુજરાતના રાજ્યમાં અલગ અલગ 11 ચોરીને અંજામ આપ્યો
  • 3 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો, બીજો માલ ક્યાં સગેવગે કર્યો તે દિશામાં તપાસ કરી

Jan 29, 2021, 03:01 PM IST

Rajkot: રાજકોટ પોલીસે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો

ચારેય આરોપી અમેરિકાના નાગરિકોનો મોબાઈલ નંબર અને ડેટા એકત્ર કર્યા હતા. સ્ક્રિપ્ટ તૈયાર કરી અમેરિકન નાગરિકોને પર્સનલ વિગતની વેરીફાઈ અમેરિકામાં સ્થિત એસ.કેસ એક્સપ્રેસ અને સ્પીડ કેસ નામની લોન કંપનીના નામે ફોન કરતા હતા. 

Jan 27, 2021, 09:30 PM IST

RAJKOT: પત્નીએ ચિક્કાર દારૂ પીધા બાદ એવી વાત કરી કે, પતિએ સીધી જ તેની હત્યા કરી નાખી

કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્ની ના સબંધ એ ખુબજ સુંદર અને મજબૂત હોય છે, પણ જયારે આ સબંધ બગડે ત્યારે કાચા મનમાં માનવી કઈ પણ કરી જાય છે. આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના મેવાસા ગામમાં. જ્યાં પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. 

Jan 23, 2021, 09:38 PM IST